Kal Chaudash - A Story Of Revenge - 1 in Gujarati Horror Stories by Alpa Shingala books and stories PDF | કાલ ચૌદશ - A Story Of Revenge - 1

Featured Books
Categories
Share

કાલ ચૌદશ - A Story Of Revenge - 1

જય માઁ ખોડીયાર
પ્રસ્તાવના

              મને પહેલેથી વાંચવાનો ખુબજ શોખ. એમા પણ હોરર,થ્રીલર,સસ્પેન્સ,ક્રાઈમ એ પહેલેથી જ  મારા પસંદગીના વિષયો રહ્યા છે. ઈતીહાસ અને લોક સાહિત્ય તો અતી પ્રીય. આ હોરર નોવેલ લખવાનો મારો પહેલો પ્રયાસ છે. તો આવો મારી આ પહેલી હોરર નોવેલ વિશે થોડું જણાવી દઉં. 
          ભારત એક અતી અર્વાચીન દેશ છે. જેના ઈતીહાસમાં અનેક ઋષિમુનીઓ, દેવી-દેવતા, યોધ્ધાઓ, ભારતની મહાન સતીઓ, પીર-ઓલીયા જેવા અનેકના શૌર્યગાથા અને પરચાઓ નો સમાવેશ થાય છે. ભારત એ ભુમી છે. જ્યાં બાળભક્ત પ્રહલાદ ને બચાવવા માટે સ્વયંસ્વય ભગવાન નારયણને પણ પ્રુથ્વી પર આવવું પડ્યુ હતું. અને આજ ભુમીમાં એવા વિરોની પણ ગાથા છે કે જેના મસ્તિસ્ક યુધ્ધમાં દુશ્મનોના હાથે કપાય હોવા છતાં પણ ધડ દુશ્મનો સામે લડીને માતૃભુમીનું ઋણ અદા કરેલ કરીલ છે. અને ભારતની સ્ત્રીઓમાં પણ એટલી જ તાકાત છે કે સૃષ્ટીના રચયિતા-પાલનકર્તા (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ) ને પણ બાળ સ્વરૂપ બનાવી પારણીયે જુલાવી શકે. આવતો કૈ અનેક કિસ્સાઓ આ ભારતની ભુમીમાં દફન પડ્યા છે. જેને યાદ કરતાં પણ ગર્વથી અનુભવ થાય કે આપણે પણ આજ માટીના સંતાનો છીએ.
          ઈશ્વરે સૃષ્ટીની રચના કરતી વખતે દૈવી શક્તિઓનો સંચાર કરી પુણ્ય, દાન, ધર્મ, કરૂણતા જેવા સદગુણોનો માનવીમાં સંચાર કર્યો. પણ કહેવાય છેને કે જ્યાં અંજવાશ હોય ત્યાં અંધકાર પણ ક્યારેક તો પગલાં પાડે જ છે, પુણ્યની સાથે પાપ પણ ક્યારેક તો ડોકીયું કરે જ છે, ધર્મ સામે પણ અધર્મનો પડછાયો પણ દેખાય જ છે.
        કહેવાય છે કે માણસ મ્રુત્યુ પછી મોક્ષ પામે છે. પણ જેની અમુક ઈચ્છા અધુરી રહી ગઈ હોય એ......? એનું શું ? એ ઈચ્છા સારી પણ હોય શકે અને શાતીર પણ. આ વાર્તાની રચના પણ એજ આધરે કરેલ છે. એવું જરૂરી પણ નથી કે માણસ મ્રુત્યુ પછી પણ મોક્ષ પામે જ. જેની અમુક ઈચ્છાઓ અધુરી રહી ગઈ હોય, એતો પોતની ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકેં છે.
        આ વાર્તા પણ કંઈક આવી જ છે. આમાં એક અધુરી ઈચ્છા રહી ગયેલ આત્માનો બદલો, તેની હેવાનીયત અને સાથે સાથે પવિત્રતા અને પ્રેમનો અહેસાસ પણ છે. તો ચાલો આપણે જઈએ ઈ.સ.૨૦૦૦ વષઁ પૂર્વે એક એવી જગ્યાએ જ્યાં આ ઘટનાના બીજ રોપાયેલ છે. આ સફરમાં હોરર, સસ્પેન્સ, થ્રીલર અને રૂવાડાં ઉભાં કરી મુક્તી બદલા અને શુધ્ધ પ્રેમની સુંદર દાસ્તાન રજું કરતી કહાની એટલે.......

કાલ ચૌદશ..A Story Of Revenge

આજથી આશરે ૨૦૦૦ વષઁ પહેલાના સમયમાં ભારત એક સોનેકી ચીડીયા કહેવાતો દેશ હતો. આ સમયમાં ભારત પર રાજા-રજવાડાઓનું રાજ હતું. 
     
સોનેકી ચીડીયા કહેવાતા આ દેશમાં આવુંજ કુદરતના ખોળે રમતુ એક નગર હતું. નામ એનું ‘રતનપુર’ જેવું નામ એવુંજ એનું રતન સરીખું સૌંદર્ય. 

નગરને ફરતે અડીખમ રક્ષા કરતાં હોય એવા જાણે લીલી ચાદર ઓઢીને કોઇ ભગીરથ તપ ધરતા હોય એવા પહાડો, 

તપ સાથે જાણે કે પોતનો પણ સુર પુરાવતી હોય અને નવી પરણેલી નવવધુ ના પગનાં ઝીણા ઝીણા રૂમઝુમ ઝાંઝર નો મધુજ ધ્વની સંભળાતી હોય અને જાણે કે પિતા પર્વતનું ઘર છોડીને પોતાના પિયુ સાગરને મળવા જાણે અધીરી બની હોય એવી આ નગરની જીવદોરી સમાન ખડખડ વહેતી નદી, 

જ્યારે પરોઢે સુર્ય પોતાના અંજવાશ પાથરે અને નગરની નારીઓ માથે બે-બે બેડા લઈને ગામના પાદરે આવેલા કુવે પાણી ભરવા જાય ત્યારે તેના પગના નુપુર ના છમછમ વાગતા સુર, અને સખી સાહેલીઓ સાથે થતી મીઠી મજાકથી રેલાતા હાસ્યના સુર, 

તો કોઈક ઘરે છાશના વલોણાનો ઘમ્મર-ઘમ્મર અવાજ, 

આંબા ડાળે બેઠેલી કોયલ નો મધુર સુર,

 તો કોઇ ખેતરે જતાં બળદની ડોકે બાંધેલા ઘુઘરા ના સુર. આવું રમણીય દ્રશ્ય જોતાં જાણે એવુ લાગે કે સંગીત ના સાત સુર પણ આની આગળ પાછા પડે. 

અને ખેતરમાં લહેરાતા પાક પર સુર્યદેવ એની મીઠી છાયા કરે ત્યારે ધરતીએ જાણે સોનેરી ચાદર ઓઠી હોય એવું રમણીય દ્રશ્ય સર્જાય છે.
          
રાજા ઈન્દ્રસેનના રાજ મા આ પ્રજા ને દુ:ખ શું કહેવાય એની કલ્પના સુધ્ધા પણ નથી. 

જ્યાં સુધી નગરમા કોઈ ભુખ્યુ હોય તો અન્નનો એક દાણો પણ મોં મા ના મુકે એવી રાજા ઈન્દ્રસેનની પ્રજા ભક્તિ. 

આમા પ્રજા ને શી ખોટ હોય. પણ કહેવાય છે ને કે જ્યાં સુખ હોય ત્યાં દુ:ખ પણ ડોકીયું કરવા આવે જ છે. એ વાતથી અજાણ પ્રજા પોતપોતાના સુખ માં મસ્ત મગન થઈ ને રહે છે.
          રાજા ઈન્દ્રસેન શીકારના અત્યંત શોખીન. જ્યારે પણ શીકારે નીકળે એટલે લશ્કર સાથે હોય ન હોય, પણ સેનાપતી કુંવરભાણ જરૂર હોય. 

આમતો કુંવરભાણ એ રાજા ઈન્દ્રસેનના પિતાશ્રી રાજા યુગ્મસેનના ખાસ અને વિશ્વાસુ એવા સેનાપતિ અમરભાણના સુપુત્ર અને પાછા રાજા ઈન્દ્રસેન સમાન વયના એટલે નાનપણના સાથી એટલે બન્ને વચ્ચે જાણે માઁ જણ્યા ભાઈ હોય એવી લાગણી.
           રાજ્યનું તમામ કામ આટોપી ને રાજા ઈન્દ્રસેન અને સેનાપતી કુંવરભાણ શીકારે નીકળ્યા. ખબર નઈ કેમ પણ આજે પહેલી વાર એવું બન્યુ કે સેનાપતી કુંવરભાણે રાજાઈન્દ્રસેનને કહ્યું કે 
“મહારાજ ખબર નહી કેમ પણ આજે મારૂ મન જરા વ્યાકુળ લાગે છે, આજે શીકારે જવામાં મારૂ મન માનતું નથી.” 

“અરે સેનાપતીજી સવાર સવાર માં કહુંબો પી ને આવ્યા છો કે શું હે !” મીત્ર ભાવે રાજાએ ટીખળ કરતાં કહ્યું.

 “અરે ના રે મહારાજ...! આતો મન જરા વ્યાકુળ લાગતું હતું તો થયું કે જરા ચેતવી દઉં એમ. બાકી તો જેવી આપની મરજી” રાજા નહી માને એવું સમજી જતાં સેનાપતી એ વાત ને વાળતાં કહ્યું.
         
           બે ઘોડા લઈ ની હાથમાં તીર અને ખભે કામઠા લઈને રાજા ઈન્દ્રસેન અને સેનાપતી કુંવરભાણ શીકારે જવા નીકળ્યાં, પણ જેવા રાજમહેલની બહાર પગ મુક્યો કે તરત બગીચા ના ઝાડ પર બેઠું ઘુવડ બોલ્યું.

 “જુઓ મહારાજ હું નહોતો કેતો કંઈક વિચિત્ર આભાસ થાય છે.” આમ ધોળે દિવસે ઘુવડનો અવાજ સાંભળીને સેનાપતિ એ પોતાની ચીંતા વ્યક્ત કરતાં કહ્યું. 

“ અરે સેનાપતી તમે નાહકની ચીંતા કરો છો, એતો પક્ષી છે. એતો બોલ્યા રાખે એમા શું...?” રાજાએ કહ્યું 

“સારૂ મહારાજ....ચાલો.” સેનાપતિએ ઘોડાને આગળ હંકારતા કહ્યું. 

          હજુ તો રાજા ઈન્દ્રસેન અને સેનાપતી કુમારભાણ ના ઘોડાઓ જેવો રાજમહેલની બહાર પગ મુકવા જાય ત્યાં કાળી બિલાડીએ રસ્તો કાપ્યો. 

ફરીથી સેનાપતી કુમારભાણ કંઈક કહેવા જાય એની પેલા રાજા ઈન્દ્રસેન બોલ્યા-   “જોજો હો સેનપતીજી પાછું કંઈ મગજ મા ના લાવતા હોને….આ બિલાડી ને પણ મારી જેમ શીકારનો શોખ લાગે છે. એટલે તો બિચારી એટલી ઉતાવળ મા હતી.” હાસ્યવદને મહારાજ બોલ્યા. 

“ભલે મહારાજ” વ્યાકુળ મન સાથે સેનાપતી એ મોં પર સ્મીત રાખીને જવાબ ટુંકાવતા કહ્યું.  
પર્વત,ઝાડી-ઝાંખરા વીંધતા વીંઘતા એક ગાઠ જંગલમાં તેઓ આવી પહોચ્યા. 

“અરે ! જરા જુઓતો સેનાપતી....આ પ્રકૃતિતો આજે કંઈક વધારે જ મનોહર લાગે છે ને કંઈ !” પ્રકૃતિની મજા માણતાંતા રાજાએ સેનાપતી ને કહ્યું.

સેનાપતી કુમારભાણે માત્ર હકારમાં માથું હલાવી રાજા ઈન્દ્રસેનની વાતને સ્વીકૃતી આપી. તેમના મનમાંમા તો હજી વ્યાકુળતા જ પથરાયેલી હતી.                

ત્યાજ જંગલમા સામે થી આવતા હરણ ના ટોળા એ મહારાજનું ધ્યાન ખેચ્યું. અને હાથમાં તીર લઈને જેવુ હરણા પર નીશાન સાધવા જાય ત્યાં જ સામે નુ દ્રશ્ય જોઈને મહારાજ ની આંખો ચકીત થઈ ગઈ.........ક્રમશઃ”  

આખરે મહારાજે એવું તો શું જોયુ......?
સેનાપતીના વ્યાકુળ મનનું શું માઠું પરીણામ આવવાનું હતું....?
શું છે આ કાલ ચૌદશ નું રહસ્ય....?
જાણવા માટે વાંચો કાલ ચૌદશ..A Story Of Revenge ભાગ-૨

આ હોરર નોવેલ લખવનો મારો પહેલો પ્રયત્ન છે. માનુ છું કે કદાચ પૂર્ણતઃ યોગ્ય રીતે લખાયેલ નહી હોય, પરંતુ બની શકે એટલું બેસ્ટ લખવાનો પ્રયત્ન કરીશ, છતાં પણ કંઈક ઊણપ વર્તાય તો જણાવવા વિનંતી. બસ એટલી જ આશા રાખુ છું આપ સૌ વાંચક મીત્રોનો સારો સહયોગ મળશે. જેથી ભવિષ્યમાં આગળ લખવાની પ્રેરણા મળે.