Atut dor nu anokhu bandhan - 8 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખું બંધન -8

Featured Books
Categories
Share

અતુટ દોર નુ અનોખું બંધન -8

રાતનો સમય છે. ચંચલ નામનો આલિશાન પાર્ટી પ્લોટ છે. સુંદર ડેકોરેશન અને ઝળહળતી લાઈટિગ નો પ્રકાશ ચારે તરફ રેલાઈ રહ્યો છે. એમાં પણ કોઈને પણ દુરથી મોહિત કરી દે તેવુ એ સ્ટેજ નુ લોકેશન છે.

સૌ કોઈ ને ગેટમા એન્ટર થતા જ નવા નવેલા પરણેલા એક નહી પણ ત્રણ ત્રણ યુગલો નજરે પડતા હતા... ત્રણેય બહુ ખુશ દેખાતા હતા. અને મેચિંગ કલરના કપડામાં બધા બહુ સુંદર લાગી રહ્યા છે.

સમાજ નુ એક મોભાદાર ઘર હોવાથી આગંતુક લોકો પણ વધારે સંખ્યામાં હતા. સૌના હાથમાં યુગલોને આપવાના કવર કે ગિફ્ટ નજરે પડતા હતા. સૌ તેમને અભિનંદન આપીને ફોટા પડાવવામા વ્યસ્ત છે.

અમુક કોમન સગા સંબંધીઓની સાથે સૌના બિઝનેસ અલગ હોવાથી બીજા પણ સૌના અલગ અલગ ગેસ્ટ આવતા હતા. તેમાં વચ્ચે રહેલા કપલ કે જે પ્રથમ અને પરી હતા તેમની પાસે મહેમાનો ની થોડી લાઈન વધારે છે જ્યારે તેનાથી ઓછી શાશ્વત અને સાચી માં અને નિસર્ગ અને નીર્વી મા કોમન સગાઓ સિવાય બહુ ઓછા લોકોની અવરજવર છે. તેમાં કવર અને ગિફ્ટ તેઓ બાજુમાં મુકતાં જાય છે.

બધુ ફંક્શન પુરૂ થતાં બધા પરિવાર માટે બનાવાયેલા મોટા ડાયનિગ ટેબલવાળી વ્યવસ્થા માં સૌ બેસે છે અને બધા સાથે જમે છે...અને પછી બધુ ફંક્શન પુર્ણ થતા સૌ ઘરે આવે છે.

એ દિવસે તે લોકોની ફર્સ્ટ નાઈટ હોવાથી ત્રણેય ના રૂમો સરસ રીતે ફુલો અને કેન્ડલસથી શણગારાયેલા છે. ત્રણેય કપલ આજે પોતાની મધુરજની હોવાથી એકાત માટે રાહ જોઈ રહ્યા છે. છેલ્લે સાચી. નીર્વી અને પરી એકબીજાને બેસ્ટ ઓફ લક કઈને પોતપોતાના રૂમમાં સુવા જાય છે.એ રાત્રે તો બીજા બધા પણ થાકેલા હોવાથી જલ્દી થી સુવા માટે જતાં રહે છે.

હવે પરી- પ્રથમ , અને સાચી - શાશ્વત તો જાણે થોડી વાતો પછી આજે એકમેકમા ખોવાઈ જાય છે.

જ્યારે નીર્વી અને નિસર્ગ બંને તેમના રૂમમાં આવે છે. બંને ચેન્જ કરે છે. નીર્વી ફીઝીકલી કરતાં મેન્ટલી બહુ થાકેલી લાગે છે. તેના મનમાં આજનો દિવસ નુ બધુ ગુમ્યા કરે છે. નિસર્ગ તેની પાસે આવીને બેસે છે અને તેનો હાથ પકડે છે. શુ થયું??કેમ આટલી નર્વસ લાગે છે?? તુ જે પણ હોય મને કહી શકે છે.

નીર્વી કહે છે, નિસર્ગ મને એમ થાય છે કે હુ તો હંમેશાં બાળપણથી મારા નાની સાથે એકલી રહીને મોટી થઈ છુ અને મારૂ બધા સાથે મળવાનું ઓછુ જ થતુ એટલે મને એમ થાય છે કે આટલા મોટા તમારા પરિવાર માં હુ સેટ થઈ શકીશ?? અને હજુ હુ તમને પણ એટલી ઓળખી શકી નથી..

નિસર્ગ : તુ જરા પણ ચિંતા ના કર. હુ હંમેશા તારી સાથે છુ. તને કોઈ પણ જગ્યાએ તફલીક પડે કે એવુ લાગે તો તરત મને કહેજે.. તને ખુશ રાખવી અને તારી દરેક વાતનુ ધ્યાન રાખવુ એ મારી ફરજ છે. તુ મારી સાથે રહેવા માટે પણ તને જોઈએ તેટલો સમય લઈ શકે છે.એમ કહીને તેનો હાથ તેના હાથમાં લઈને કપાળ પર એક કિસ કરે છે.

નીર્વી તેને હગ કરે છે અને કહે છે હુ તમને એડજસ્ટ થવાનો પુરો પ્રયત્ન કરીશ.....બહુ જલ્દી હુ તમારી બધી જ ઈચ્છા પુરો કરવાનો પ્રયત્ન કરીશ...!!! એમ કહીને નાઈટલેમ્પ બંધ કરીને એક જ બેડમાં પણ દુર દુર સુઈ જાય છે.

                *       *        *        *       *

સવારે નિર્વી વહેલા ઉઠીને તૈયાર થઈને નીચે આવી જાય છે. તો બધા વડીલો પણ ત્યાં હોય છે એટલામાં સાચી પણ આવે છે પણ પરીનો કોઈ પતો નથી એટલે બંને એકબીજા ની સામે જુએ છે અને સમજી જાય છે કે બહેન આજે પણ સુઈ ગયા લાગે છે... એટલે બંને ફટાફટ તેના રૂમમાં જાય છે.તેનો રૂમ પાસે જઈને નોક કરે છે તો પ્રથમ ડોર ખોલે છે તે તો હજુ ઉઘમા જ હતો.જ્યારે ખુશી હાલ નાહીને બહાર આવી હતી.

બંનેને જોઈને તેનો રડમસ ચહેરો હસવા લાગ્યો. તેનાથી સાડી પહેરાતી નથી...બંને તેની સામે જોઈને હસે છે અને કહે છે રોતલુ..!!! લાવ ચલ ફટાફટ રેડી કરી દઈએ.અને બે જણા તેને દસ મિનિટ માં રેડી કરી દે છે.

પરી કહે છે થેન્કયુ યાર...મને તો ઉઠવામા પણ લેટ થઈ ગયુ હવે રોજ રોજ કેમ ઉઠીશ વહેલા ??

નીર્વી : રિલેક્સ, ટેન્શન ના કર બધુ થઈ જશે આપણે સાથે છીએ તો...અને સાચી પ્રથમ સામે જોઈને પરીને કહે છે રાત્રે બહુ ના જગાય...એટલે પ્રથમ હસીને મોબાઈલ હાથમાં લઈને જાણે સાભળ્યુ ના હોય એમ બેસી જાય છે... અને ત્રણે  નીચે આવે છે બધાને પગે લાગે છે..દાદી પહેલા ત્રણેય ને ત્યાં મંદિરમાં દર્શન કરવા કહે છે અને નાસ્તો ને રેડી હોય છે એટલે નાસ્તો કરવા સાથે બેસે છે. અને દિવસની શરૂઆત થાય છે.

બપોરે ચારેક વાગે પ્રથમ ની મમ્મી કહે છે આપણે તેમની ગીફ્ટસ અને કવર ને જોઈ લઈએ. એટલે બધા સાથે બેસે છે ત્યાં બધાના આશ્ચર્ય વચ્ચે ત્રણેય ની ગીફ્ટસ અને કવરના પૈસા લગભગ સરખા જ નીકળે છે..એટલે નીલમ કે જે પરીની સાસુ છે તે કહે છે આવુ કઈ રીતે શક્ય છે. અમારા તો કેટલા બધા ગેસ્ટ હતા જે ફકત પ્રથમ અને પરીને વિશ કરવા આવ્યા હોય. તો બધાનુ સરખુ કેવી રીતે થાય...!!

ખરેખર તેનો ઈરાદો નીર્વી અને સાચી એ લોકોને એ બતાવવા નો હતો કે અમારી પાસે બહુ રૂપિયા છે એટલે અમારામાં બધુ વધારે હોય લેવડદેવડ. તે એવુ ઈચ્છતી હતી કે નીર્વીના હિસ્સા માં ઓછુ હોય તો તેનુ બધાની વચ્ચે નીચુ જોવુ પડે અને આ લોકોની દોસ્તી મા દરાર પડવાની શરૂઆત થાય.

આ વાત થતી હોય છે એટલામાં પ્રથમ નીચે આવીને તેની મમ્મી ને કહે છે જે હોય તે શુ ફેર પડે વધારે ઓછા હોય આપણી પાસે પૈસા ની ક્યાં કમી છે...સારૂ ને બધાને સરખા હોય તે... આપણે કંઈ પૈસા અને ગિફ્ટસ લેવા માટે થોડું રિશેપ્શન કર્યુ હતુ....એટલે તેનુ મોઢુ ઉતરી જાય છે.
એટલે દાદી પણ કહે છે સાચી વાત આ બધુ જવા દો અને શાંતિથી રહો બધા...!!!

પછી થોડી વાર બેસી ને બધા છુટા પડે છે. ત્યારે ત્યાં ફક્ત દાદી અને પરી એ ત્રણ હોય છે.સાચી પુછે છે, દાદી આ કેવી રીતે થયુ?? અમે તો તમારા કહ્યા મુજબ બધી ગિફ્ટસ અને કવર ભેગા કરી દીધા હતા પણ આવુ શુ કામ અને કેવી રીતે થયુ???

દાદી: આ વાત બેટા કોઈને ના કહેતા પણ પરી તારી નણંદ કોઈની સાથે વાત કરતી હતી કે તમારી બધી વસ્તુઓ માં વધારે  ઓછુ થાય એટલે તે નીર્વી અને સાચીને થોડી ઈન્સલ્ટ કરાવવા ઈચ્છતા હતા.પણ આ વાત નિહાર સાભળી ગયો કે જે નીર્વી નો દિયર છે. તેને આવીને મને વાત કરી.એટલે મે એક યોજના કરી એ મુજબ તમે બધી ગીફ્ટસ અને કવર ભેગા કરી દીધા અને નિહારે રાત્રે બધા સુઈ ગયા એટલે અમે સાથે મળીને  થોડા નામ અને બધુ ચેન્જ કરીને સરખુ કરી દીધુ. અને સાચુ લિસ્ટ પણ મારી પાસે છે જેથી કોઈને આપવામાં આપણાથી ઓછુ ના અપાય.

મારો હેતુ ફક્ત મારા આ પંખીના માળામાં દરેક જણ એકબીજાને સમજીને સાથે રહે એ જ છે. એકબીજાને નીચુ દેખાડવાની હરિફાઇમાં જિંદગી પુરી થઈ જશે અને પરિવાર વિખેરાઈ જશે માટે આ ખોટુ હતુ છતાં કરવુ પડ્યું.

મને તમારા ત્રણેય પર પુરેપુરો વિશ્વાસ છે . તમારો એક ઘરમાં લગ્ન કરવાનો વિચાર સાથે રહેવા માટે હતો જ્યારે મારો તમને સાથે લાવવાનો વિચાર આ પરિવાર ને એક તાતણે જોડી રાખવાનો છે. કારણ કે તમારા ત્રણેય નો દિલથી એકબીજા સાથે નાતો છે એ મે તમને પહેલી વાર મળ્યા એટલે જોઈ લીધું હતું. અને તમે આ પરિવાર ને ક્યારેય અલગ નહી થવા દો...હા સમય જતા ભલે ઘર અલગ થાય પણ મન ક્યારેય વિખુટા ના પડવા જોઈએ...!!!

ત્રણેય દાદીને વચન આપે છે કે અમે અમારા થી બનતો પુરેપુરો પ્રયત્ન કરીશું.. ભલે અમારી વિરુદ્ધ માં ગમે તેટલા ના હોય.... બસ તમારા આશીર્વાદ આપો કહીને ત્રણેય દાદીને વીટળાઈને બેસી જાય છે.

શુ ત્રણેય પોતાનાઓના જ માણસો ના ષડયંત્રોથી બચાવી તેમના પરિવારને એક રાખી શકશે???

શુ થાય છે આગળ જાણવા માટે વાચતા રહો .અતુટ દોર નુ અનોખું બંધન - 9

next part ........... come soon............................