Mister yaad - 8 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | મિસ્ટર યાદ - ભાગ ૮

Featured Books
Categories
Share

મિસ્ટર યાદ - ભાગ ૮

कोई हमदर्द ना था,
कोई भी दर्द ना था,
अचानक एक हमदर्द मिला
फिर उसी से हर दर्द मिला।

દક્ષને તે દિવસ યાદ આવ્યો. તે દિવસે બંન્નેની આંખો ભીની થઈ ગઈ હતી. પણ કોઈએ એકબીજાને અણસાર પણ ન આવવા દીધો. કોલેજના બીજા વર્ષનો છેલ્લો દિવસ હતો અને મે વેકેશન હતું. મહેક એની નાનીના ઘરે જવાની હતી. આ વખતે દક્ષ પણ આ શહેરથી થોડા દિવસ માટે દૂર જતો રહેવાનો હતો. મહેક દક્ષ ને ખૂબ યાદ કરતી હતી. પોતાની જાત સાથે લડતી રહી કે તે જ દક્ષ પર વિશ્વાસ ન કર્યો. દિલ દક્ષની વાત પર વિશ્વાસ કરતું અને દિમાગ કહેતું કે જે જોયું તેનું શું? મહેકના દિલ અને દિમાગ વચ્ચે લડાઈ ચાલતી રહેતી. આબાજુ દક્ષને ખૂબ દુઃખ થયું કે મહેકે એની વાત પર વિશ્વાસ ન કર્યો. દક્ષને મહેક પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. 

કોલેજના ત્રીજા વર્ષનો પહેલો દિવસ. મહેક અને દક્ષ બંનેની નજર મળે છે. પરંતુ એકબીજાને કંઈ કહેતા નથી. બંન્ને એકબીજાથી જેમ બને તેમ દૂર જ રહેવાની કોશિશ કરે છે. 

કોલેજમાં એક કાર પ્રવેશ કરે છે. એમાંથી એક હેન્ડસમ છોકરો ઉતરે છે. બધાની નજર એ છોકરા પર જ હોય છે. મહેક તો Mr.yaad ની રચનાઓ વાંચવામાં બિઝી હોય છે. 

એ છોકરાએ આસપાસ બધી બાજુએ નજર કરી. એ છોકરાની નજર મહેક પર પડી. એ હેન્ડસમ છોકરાને બધી યુવતીઓ કરતા મહેક થોડી સમજદાર લાગી. દક્ષ એના ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. મહેક વાંચવામાં બિઝી હતી અને સ્વાતિ તથા કિંજલ મહેકની બાજુમાં જ ઉભા રહી વાતો કરતા હતા. એ છોકરો મહેક પાસે ગયો અને કહ્યું " એક્સક્યુઝ મી. મિસ પ્રિન્સિપાલની ઑફિસ ક્યાં છે તે તમે બતાવી શકશો." 

મહેક:- "જમણી સાઈડ પર પ્રિન્સીપાલની ઑફિસ છે."

"Thank you..." એ હેન્ડસમ છોકરાએ કહ્યું. 
મારું નામ સિધ્ધાર્થ છે.

મહેક:- "મારું નામ મહેક છે. ખોટું ન લાગે તો
 એક વાત પૂછું મિસ્ટર સિધ્ધાર્થ?"

સિધ્ધાર્થ:- "Why not?"

મહેક:-  "તમે મને  જ કેમ પ્રિન્સિપાલની ઑફિસ વિશે પૂછ્યું." 

સિધ્ધાર્થ:- "સાચું કહું તો અહીં આસપાસમાં  એક તમે જ મને સમજદાર લાગ્યા."

મહેક:- "Thank you..."

દક્ષ:- "Hi સિધ્ધાર્થ."

સિધ્ધાર્થ:- "Hi.."

દક્ષ:- "હું દક્ષ. ખોટું ન લાગે તો હું પણ એક વાત કહેવા માંગુ છું."

સિધ્ધાર્થ:- "Ok..."

દક્ષ:- "આપણને ઘણીવાર એવું લાગે છે કે આ વ્યક્તિ સમજદાર છે. પણ હકીકતમાં એ વ્યક્તિ સમજદાર હોતી નથી. આ વાત ધ્યાનમાં રાખજે."

મહેક સમજી ગઈ કે દક્ષ મને સંભળાવે છે. 
મહેક ત્યાંથી જતી રહી.

ક્લાસમાં સિધ્ધાર્થ આવ્યો. મહેકને સ્માઈલ આપી. મહેકે પણ સિધ્ધાર્થને સ્માઈલ આપી.

સિધ્ધાર્થ:- "Hi મહેક..."

મહેક:- "Hi સિધ્ધાર્થ."

સિધ્ધાર્થ:- "જો મહેક તને વાંધો ન હોય તો હું અહીં બેસી શકું."

"of course મને શું વાંધો હોવાનો. એ તો સારું કે તમે મારી પરમિશન લીધી. નહિ તો કેટલાંક લોકો તો વગર પરમિશને હક્ક જતાવે છે." મહેકે દક્ષ તરફ જોઈને કહ્યું. 

દક્ષ પણ સમજી ગયો કે આ પોતાના માટે જ કહેવાયું છે. 

દિવસે દિવસે મહેક અને સિધ્ધાર્થની દોસ્તી વધતી જતી હતી. મહેક ઘણીવાર દક્ષને જેલીસ ફીલ કરાવવા સિધ્ધાર્થ સાથે રહેતી. 
દક્ષને મહેક પર ગુસ્સો આવતો. 

મહેકને સંભળાવવાનો એક પણ મોકો દક્ષ છોડતો નહિ. મહેકને દુઃખ થતું. 

એક દિવસે મહેક લાઈબ્રેરીમાંથી નીકળી. બાજુના રૂમમાંથી કોઈએ મહેકને ક્લાસરૂમમાં ખેંચી. મહેકે જોયું તો દક્ષ હતો. દક્ષે બારણાની સ્ટોપર મારી. 

મહેક:- "દક્ષ તારી હિમ્મત જ કેમ થઈ મને આ રીતે રૂમમાં લાવવાની?"

દક્ષ:- "તું શું કરી રહી છે?"

મહેક:- "શું કરી રહી છું મતલબ?" 

દક્ષ:- "તું શું સાબિત કરવા માંગે છે?"

મહેક:- "દક્ષ તારા સવાલોનો જવાબ આપવો હું જરૂરી નથી સમજતી. અને એમ પણ આપણું બ્રેક અપ થઈ ગયું છે. તો તારો કોઈ હક્ક નથી આ રીતે સવાલ પૂછવાનો."

દક્ષ:- "ઑહ હું તો ભૂલી જ ગયો હતો. તારા પર તો સિધ્ધાર્થનો હક્ક છે નહિ..?"

મહેક:- "દક્ષ...."

દક્ષ:- "કેમ સાચું કહ્યું તો ખોટું લાગ્યું. તને તો હંમેશા મારી વાત ખોટી જ લાગે છે. કહ્યું હતું ને છોકરીઓ અમીર છોકરાની પાછળ હોય છે...તું પણ સિધ્ધાર્થની પાછળ...."

"દક્ષ...તારી સાથે તો વાત જ કરવી નકામી છે." એમ કહી મહેક રૂમમાંથી બહાર આવવાની કોશિશ કરે છે કે દક્ષ મહેકને ખેંચી લે છે. 

મહેક:- "દક્ષ છોડ મને."

દક્ષ:- "નહિ છોડું તો શું કરી લઈશ."

મહેક:- "You know what...આ જ ફરક છે તારા અને સિધ્ધાર્થમાં. સિધ્ધાર્થ છોકરીઓની રીસ્પેક્ટ કરે છે અને તું..."

દક્ષ:- "બહુ સારી રીતે જાણે છે ને સિધ્ધાર્થને...ક્યાં ક્યાં ફરે છે સિધ્ધાર્થ સાથે. ક્યાંક તું અને સિધ્ધાર્થ પ્રેમમાં તો નથી ને?
સિધ્ધાર્થે તને સ્પર્શ તો....

દક્ષ વાક્ય પૂરું કરે તે પહેલાં જ દક્ષના ગાલ પર મહેકના હાથનો તમાચો પડ્યો. 

"દક્ષ Stop it...તને ખબર પણ છે તું શું બોલી રહ્યો છે. તારી વિચારસરણી કેટલી સંકુચિત છે....I think અત્યારે તને સમજાવવું બેકાર છે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અને આજ પછી જો મને આવી રીતે હેરાન કરી છે ને તો જોઈ લેજે." આટલું કહી મહેક ત્યાંથી નીકળી જાય છે. 

દક્ષ જ્યારે પણ મોકો મળે ત્યારે મહેક સાથે વાત કરવાની કોશિશ કરતો. પણ વાત ઓછી થતી અને વાગ્બાણો વધારે ઝરતા.

કોલેજનો છેલ્લો દિવસ હતો. 

મહેક દક્ષ પાસે જાય છે.

મહેક:- "દક્ષ આજે છેલ્લો દિવસ છે તો થોડી નોર્મલ વાતો કરી લઈએ."

દક્ષ:- "બોલ શું કહેવું છે?"

મહેક:- "દક્ષ મને લાગે છે કે આપણી વચ્ચે જે કંઈપણ હતું તે પ્રેમ હવે નથી રહ્યો." 

દક્ષ:- "પ્રેમ તો હંમેશાથી હોય જ છે. બસ આપણે એને સમજી નથી શકતા." 

મહેક:- "હવે તો તું બહુ મોટો સિંગર બની ગયો છે. અને આગળ પણ તું નામના કમાય એવી મારી દિલથી દુઆ છે." 

દક્ષ:- "thank you..."

મહેક:- "Ok Take care...ધ્યાન રાખજે."

દક્ષ:- "Ok તું પણ તારું ધ્યાન રાખજે." 

મહેક અને દક્ષ એના ફ્રેન્ડ સર્કલ પાસે જાય છે. 

કિંજલ:- "મહેક તું આજે કેટલા વાગેની ટ્રેનમાં નીકળે છે?"

મહેક:-"સાંજે ૪ વાગ્યે."

સ્વાતિ:- "સિધ્ધાર્થ પણ આજે અમદાવાદ જવાનો છે."

મહેક:- "હા હું અને સિધ્ધાર્થ સાથે જ જવાના છે."

આ વાત સાંભળતા દક્ષે મહેકની આંખોમાં જોયું. પછી દક્ષ ત્યાંથી તરત જ નીકળી ગયો. 

મહેક અને સિધ્ધાર્થ સાંજે ચાર વાગે રેલ્વે સ્ટેશન પર પહોંચી ગયા. ટ્રેન ઉપડવાની તૈયારી હતી. ટ્રેન ઉપડી. મહેક ટ્રેનના દરવાજા પાસે આવી ઉભી રહી. મહેક કોઈકની રાહ જોઈ રહી હતી. પણ આશા ઠગારી નીવડી. મહેક ઊંડે ઊંડે ઈચ્છતી હતી કે દક્ષ મને રોકી લે. પણ એવું કશું બન્યું નહિ. કિંજલ અને સ્વાતિને હાથ હલાવી Bye કહ્યું. 

એક વર્ષ થઈ ગયું હતું. પરંતુ ન તો મહેક કે દક્ષે ફોન કે મેસેજ સુધ્ધાં નહોતો કર્યો. બંન્ને પોતપોતાની જીંદગીમાં બિઝી થઈ ગયા હતા.
મહેકે એક ખાનગી કંપનીમાં નોકરી શોધી લીધી હતી. મહેક Free હોય ત્યારે દક્ષના વિચારો કર્યા કરતી. દક્ષ રોકસ્ટાર બની ગયો હતો. દક્ષ બહુ વ્યસ્ત રહેતો. પણ જેવો Free થતો કે દક્ષને મહેક સાથે વિતાવેલી ક્ષણોને વાગોળ્યા કરતો. 

દક્ષ ને ટાઈમ મળે ત્યારે કાર્તિક, અજય, કેશવ સાથે સમય ગાળતો.

આજે પણ દક્ષ મહેકની યાદોમાં ખોવાયેલો હતો કે કાર્તિકનો ફોન આવ્યો. કાર્તિક,અજય,કેશવ,દક્ષ બધા કાર્તિકના ઘરે હતા.

કાર્તિક:- "કોલેજની લાઈફ બહુ યાદ આવે છે."

અજય:- "આપણા ગૃપે કેટલી મોજમસ્તી કરી છે. સ્વાતિ અને કિંજલ સાથે કાલે જ વાત થઈ."

કેશવ:- "અને મહેકના કંઈ સમાચાર?"

અજય:- "કિંજલ કહેતી હતી કે મહેકની સિધ્ધાર્થ સાથે સગાઈની વાત ચાલે છે."

આ સાંભળતા જ દક્ષ વધારે ઉદાસ થઈ ગયો. 

કાર્તિક:- "દક્ષ હજી પણ સમય છે. મહેકને પોતાની બનાવી લે." 

દક્ષ:- "મને લાગે છે કે મહેક સિધ્ધાર્થ સાથે ખુશ રહેશે."

થોડીવાર પછી દક્ષે કહ્યું "તમે Enjoy કરો. મારે થોડું કામ છે તો હું જઈશ."

અજય:- "દક્ષ હજી તો ૯ વાગ્યા. હજી તો બીજી પાર્ટીમાં જવાનું છે."

"Sorry guys...મૂડ નથી...Bye..." એમ કહી દક્ષ ત્યાંથી નીકળી ગયો. 

Music ને લગતા શૉ, દક્ષ સાથે મળવાની એપોઈમેન્ટ વગેરે કામ માટે દક્ષની એક બહુ મોટી Musically ઑફિસ હોય છે. દક્ષને એક પર્સનલ સેક્રેટરીની જરૂર હતી. દક્ષે પર્સનલ સેક્રેટરી માટે જાહેરાત આપી હતી.

બીજા દિવસે દક્ષ એ રસ્તે ગયો જ્યાં મહેક પહેલા રહેતી હતી. થોડીવાર બાલ્કની તરફ જોતો ઉભો રહ્યો. એટલામાં તો દક્ષની આજુ બાજુ લોકોની ભીડ જમા થઈ ગઈ. એ યુવક અને યુવતીઓ દક્ષને ગીત સંભળાવવાનું કહેવા લાગ્યા. દક્ષે બધાનું માન રાખી ગિટાર લઈ ગીત ગાવા લાગ્યો. 

घर से निकलते ही 
कुछ दूर चलते ही 
रस्ते में है उसका घर 

कल जो मिले वो राहों में 
तो मैं उसे रोक लूं 
उसके दिल में क्या है छिपा 
इक बार मैं पूछ लूं 

पर अब वहाँ वो रहती नहीं है 
मैंने सुना है वो जा चुकी है 
खाली पड़ा है ये शहर 
मैं फिर भी जाता हूँ 
सब दोहराता हूँ 
शायद मिले कुछ खबर 

हो.. हम्म.. 
घर से निकलते ही 
कुछ दूर चलते ही 
रस्ते में है उसका घर

ગીત પૂરું થતા જ યુવક યુવતીઓ વાહ..વાહ.. કરવા લાગે છે. દુપટ્ટાથી પોતાનુ મુખ છૂપાવીને ઉભી રહેલી એક યુવતી દક્ષને જોઈ રહી હતી. દક્ષની નજર પડતા એ યુવતી તરફ જવાની કોશિશ કરે છે પરંતુ દક્ષ ભીડમાંથી નીકળી શકતો નથી. દક્ષને પોતાની તરફ આવતા જોતા એ યુવતી તરત જ ત્યાંથી નીકળી જાય છે. 

ક્રમશઃ