Ek ichchha - kai kari chhutvani - 14 in Gujarati Women Focused by jagruti purohit books and stories PDF | એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૪

Featured Books
Categories
Share

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૪

મારા પર આંખ મીંચી ને વિશ્વાશ કરે છે એ મને ખબર હતી એટલે હું આવું જૂઠું બોલતા પણ ના ખચકાયો . હવે હું હસું જેવી ગામડા ની છોકરી ને નતો પરણવા માંગતો .

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૪

હસું સાથે આવું જૂઠું બોલી ને હું તો એના થી મારો પીછો છોડાવા માંગતો હતો . હસું ને અમદાવાદ બતાવી ને ઘરે પાછા ફર્યા હસું એ એના માતૃશ્રી ને વાત કરી અને લગ્ન મોડા કરવાનું કહ્યું , જમાઈ કઈ સારું કરવા માંગે છે એટલે મારા થવા વાળા સાસુ સસરા એ હા પાડી. મારા માતૃશ્રી થોડા નારાઝ થયા ને બોલ્યા કે હવે અમારી ઉમર થયી હવે અમારે તારા બાળકો રમાડવા છે . હસું એ બહુ પ્રેમ થી એ લોકો ને સમજાવ્યા અને બધા મારા યુ એસ એ જવા રાજી થયા . મારે યુ એસ એ ક્યાં રહેવાનું , શું કરવાનું એ બધા ની તૈયારી ઓ માં અને સૌ પડી ગયા . સમય પણ રેતી ની જેમ વહેવા લાગ્યો . મારા યુ એસ એ ના વિઝા કેન્સલ થયા . મને તો કોઈ પણ હાલ માં યુ એસ એ જવું જ હતું એટલે હું યુ એસ એ ના વિઝા માટે કેટલો પણ રૂપિયો ખર્ચવા તૈયાર હતો . ત્યાં મારા યુ એસ એ ના મિત્ર એ ખોટા લગ્ન કરી ને ત્યાં ની કોઈ સિટીઝન થયેલી છોકરી જોડે લગ્ન કરી ને જવાનું સૂજાડ્યું . મારો એ મિત્ર પણ એમ જ ગયો હતો . અહીં તો ગામડા માં આવી વાત પણ ના કરાય કે પૈસા આપી ને લગ્ન કરી ને એ પણ ખોટા અને યુ એસ એ જવાનું કરવું શું ? મારે તો જવું જ હતું એટલે એ રસ્તો જ મેં સ્વીકાર્યો હું પૈસા રેડી કરી ને જ્યાં મારા મિત્ર એ કહ્યું ત્યાં એ એજેન્ટ ને મળ્યો ને યુ એસ એ ની એક છોકરી જેનું નામે લુસી એની જોડે ફાઇનલ થયું । પૈસા અને સમય બધું નક્કી કર્યું । આ બાજુ ઘર માં મેં કોઈ ને આ કસી જાણ ના કરી અને લુસી સાથે કોર્ટ માં પરણી ગયો । ઘર માં તો બધા ને કે વિઝા કર્યા પણ કોઈ ને સપને પણ ખ્યાલ નતો કે હું તો લુસી ને પરણી ને યુ એસ એ જાઉં છું । હું તો ખુશ ખુશ બધું ભાન ભૂલી ને અહીં મારા માં બાપ છે મારી હસું છે મારુ ઘર છે । યુ એસ એ જવાનો દિવસ આવી ગયો । હું એરપોર્ટ પહોંચી ગયો ને ફ્લાઈટ માં બેસી ગયો અને વાડોથ ,માતા પિતા , હસું ને અલવિદા કહી ને ચાલ્યો ગયો।

હું ખુબ સપના ઓ સાથે યુ એસ એ લુસી ને ઘરે પહોંચી ગયો । લુસી એ મને ખુબ સારો આવકાર આપ્યો મારે કયા રૂમ માં રહેવાનું શું કરવાનું ? શું નહિ કરવાનું બધી વાતો એ કરતી હતી । જયારે લુસી સાથે લગ્ન કર્યા ત્યારે ખાલી એની એક ઝલક જ જોઈ હતી પણ આજે પેહલી વખત મેં એને ધ્યાન થી જોઈ । અરે લુસી ની સુંદરતા તો વર્ણવા શબ્દો પણ ઓછા હતા । રૂપે ખુબ ગોરો વાન, મંજરી ભૂરી ભૂરી આંખો , બ્રાઓન વાળ , નાનું અમથું ફ્રોક પહેરેલું એ પણ આગળ થી થોડું નીચું એટલે એના ઉરજ પણ એમાંથી દેખતા હતા । પગ પણ ભૂરા ભૂરા એ જોઈ ને તો હું ખુદ ને રોકી ના શક્યો ને એને ગળે વળગી ગયો , ગળે વળગતા ની સાથે જ મારા હાથ એના ગોરા શરીર પર ફરવા લાગ્યા એને પણ એ બધું જાણે ગમ્યું હોય એમ એ મને વળગી રહી. હું તો બધું ભાન ભૂલી ગયો ને જે ક્યારે મેં કરવાનું વિચાર્યું નતું એ મારાથી થયી ગયું । હું એની જોડે એવા રિસ્તા માં જોડાય ગયો હતો । હું તો આ બાજુ રહી જોઈ રહી હસું ને તો ભૂલી ગયો હતો । લુસી ને હું પ્રેમ કરવા લાગ્યો હતો પણ મારી નાદાની હતી , લુસી પેહેલે થી જ યુ એસ એ માં મોટી થયી હતી એટલે શરીર સુખ , પ્રેમ , લાગણી , વિશ્વાશ , એ બધા થી એ કોસો દૂર હતી । મારી સાથે પણ એને એવું જ હતું કે નવું રમકડું છે થોડો ટાઈમ રમીશ અને છોડી દઈશ ।

હું તો લુસી ને પ્રેમ કરવા લાગ્યો હતો એટલે એ જે કે એ હું કરતો , ઘર નું કામ , એની સેવા કરવી , એના માટે જમવાનું બનાવું , એના માટે શોપિંગ કરવી એ બધું હું કરતો । હું એની માટે એક નોકર થી વધારે નતો , પણ મારે મારી શરીર ની ભૂખ એની પાસે શંતોષાતી એટલે હું નોકર પણ બની રહેવા તૈયાર હતો । મારી ડોક્ટરી તો સાઈડ પર રહી ગયી ।

આ બાજુ મારી રાહ જોઈ ને બેસી હસું ને હવે મારી રાહ જોવી અઘરી હતી। રોજ રોજ લોકો ના મેણાટોણા સાંભળવા અશક્ય હતા ।હસું ને એના માતા પિતા પણ હવે રાહ ના જોવા પર દબાણ કરતા હતા । હસું આ બધું સહન કરતી , રડતી પણ કરે શું ? કોને મારા વિષે પૂછે ? કારણ કેમારી ખબર કોઈ ને જ નતી। એ પણ ખબર નતી કે હું જીવતો છું કે મરી ગયો। હું જયારે અમદાવાદ થી યુ એસ એ આવ્યો હું બધું ભૂલી ગયો હતો. મારા માં બાપ ની પણ મને ચિંતા ના હતી. મેં એમને શરૂઆત માં કોલ કર્યા પછી લુસી ને ના ગમતું એટલે મેં કોલ કરવાનું પણ બંધ કરી દીધું

હવે એ લોકો ને જાણે હું ઓળખતો જ ન હતો ।મારી માટે લુસી સિવાય બીજા કોઈ વિષે વિચારવાનો ટાઈમ જ નહતો । હું અને લુસી બસ એટલું જ મારા માટે હતું ।
હસું ને ગામ લોકો પણ હવે તો બોલવા લાગ્યાકે કે એ કોની રાહ જોઈ રહી છે। મારા પિતાજી માતૃશ્રી ,એના પિતાજી માતૃશ્રી એને સમજાવા લાગ્યા કે મને ભૂલી ને આગળ વધે । રોજ એ મારી રાહ જોતી અમે જ્યાં ખેતર માં મળતા ત્યાં એ બેસી ને રડતી ।ભગવાન ને પ્રાર્થના કરતી કે કયા કે ક્યાંક મારા સમાચાર મળે । લોકો તો હવે એ ગાંડી છે એમ કરી ને હસી ઉડાવતા । મજાક બની ને રહી ગયી હતી હસું ।એમાં એના પિતાજી એ એને લગ્ન કરી લેવા પર દબાણ કરી રહ્યા હતા । હસું ની આવી પરિસ્થિતિ જોઈ ને મારા માતા પિતા ખુબ દુઃખ અનુભવતા એ પણ બિચારા મજબુર હતા ।મારા માતા પિતા એ પણ હસું ને લગ્ન કરી લેવા અને મારી રાહ ના જોવા માટે ઘણું કહ્યું । હસું એ બધું જ સહન કર્યું પણ એને મારા પ્રેમ ને ના છોડ્યો. મારા માતૃશ્રી થી તો આ બધું સહન ના થતા એ બીમાર પડ્યા અને લાંબી બીમારી બાદ નિધન પામ્યા. હું એવો કમનશીબ કે એમને અંતિમસંસ્કાર પણ ના કરી શક્યો । મારે તો ભાઈ બેન કોઈ ન હતું એટલે હસું એ જ એક દીકરો બની ને મારા ઘર માં આવેલી આવી આપતી સમય સાચવીયો.મારા પિતાજી જે માતૃશ્રી ના નિધન થી પડીભાંગ્યા હતા એમને પણ હસું એ પોતાના પિતા ની જેમ સાચવ્યા.
ઘણા ગામ લોકો તો વાતો કરવા લાગ્યા કે લગ્ન વગર જ હસું મારી વિધવા બની ગયી.

ક્રમશ: