Sahitya no swad in Gujarati Magazine by Shaimee oza Lafj books and stories PDF | સાહિત્ય નો સ્વાદ....

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

સાહિત્ય નો સ્વાદ....

                       સાહિત્ય નો સ્વાદ....

     રસ એ સાહિત્ય નું હ્રદય છે,જેમ સાત રસ રસોઈ નો સ્વાદ વધારે છે,તેમ નવરસ સાહિત્ય માં સ્વાદ ને  વધારવા નું  કામ કરે છે.કાલિદાસે પણ પોતાના ગ્રંથ માં નવ રસ ને મેળવી ને સાહિત્ય લખ્યું તે મહાકવિ તરીકે પોતાની છાપ છોડી નામચીન બની ગયા.મૃત હોવા છતાં લોકો ના દિલ માં જીવી ગયા.રઘુવંશમ્ એ વીરરસ થી ભરપુર મહાકાવ્ય છે. આ વાત હતી સંસ્કૃત સાહિત્ય ની ગુજરાતી માં પણ એવા કેટલાય સાહિત્યકારો કવિઓ છે,જે પોતાના શબ્દ, છટા અને લખાણ ની લીપી ભાષા ની પકડ અને રસો નો સમન્વય ના કારણે લોક દિલ માં રાજ કરી ગયા,તે ભલે આ દુનિયા માં નથી પણ તે સાહિત્ય થી તે અમર થઇ ગયા.

जयन्ति ते सुक्रुतिनो रससिध्धा कविश्वरा:
प्राप्ति याम यश काये,जरा मरण जम: भयम्
   
    "આ  સંસ્કૃત સુભાષિત  છે, જે કવિ અને લેખકો શાયરો,તે તેમના રસ સાહિત્ય કવિતા ઓની ભેટ આપી ગયા તે ભલે તેમની કાયા નશ્વર હતી છતાં સાહિત્ય ની ભેટ આપી ગયા,તેમને મરણ નો કંઇ ભય નથી, તેમની રચના એ તેમને જીવંત રાખ્યા છે."
    

      આપણા ગુજરાતી સાહિત્ય માં પણ પન્ના લાલ પટેલ,ઉમાશંકર જોષી,નર્મદ, મીરાં બાઈ ,પ્રેમાનંદ ,નરસિંહ મહેતા,વલ્લભ ભટ્ટ,અખો ,ભાલણ,ધીરો,ઉમાશંકર જોષી,આદીલ મનસુરી તેમનું ગઝલો માં નામ ગુંજે છે,શૈફ પાલનપુરી,શુન્ય પાલનપુરી,મનુભાઈ પંચોળી,રમેશ પારેખ ,રાવજી પટેલ,ગોવર્ધનરામ ત્રિપાઠી,નટવર હેડાવું અસાઈત ઠાકર,રધુવીર ચૌધરી,એવા ઘણાં કવિઓ અને લેખકો જે સાહિત્ય ની જીવતી કલમો છે,તે તેમના સાહિત્ય અને કવિતાઓથી તે અમરત્વ ને પામ્યા છે.સંસ્કૃત માં કવિ કાલિદાસ, બાણભટ્ટ,ભાસ,શ્રી હર્ષ, ભારવી,માઘ,ભવભૂતી જેનું નામ ગુંજે છે.આંગળી ના ટેરવે ગણાય છે.હિન્દી માં પણ મિર્ઝા ગાલીબ,તુલસીદાસ,સરોજીનીનાયડુ,નાસીરા શર્મા,ઓશો,અમૃતા પ્રિતમ, પ્રિતમ,ગુલજાર સાહબ, નું પણ નામ છે તેમ દરેક ભાષા ના સાહિત્યકાર અને કવિ ઓ રસ,ભાવ,છંદ આ બાબત નું ધ્યાન રાખવાનું હોય છે.

      
રસ:

     રસ વગર નું સાહિત્ય મીઠા વગર નાં ભોજન જેવું છે.રસ એ તો સાહિત્ય માં રુચિ પેદા કરવાનું કામ કરે છે.રસ એ શબ્દ ને મઠારવાનું કામ કરે છે.બધાં જ રસ નું મિશ્રણ કરી ને લખવામાં આવતું સાહિત્ય એ લોકો ના દિલમાં આગવી છાપ છોડી જાય છે, તે સાહિત્ય ની અને તેને લખનાર રચનાકાર માટે પણ.

  જેમ રસોઈ માં 7 રસ છે.કડવો,તીખો,ખારો,ખાટો,ગળ્યો,તુરો,મોળો છે.આ રસો એ રસોઈ નાં સ્વાદ માં વધારો કરે છે.જેનાંથી ભુખ ઉઘડે છે.આ નવ રસ એ સાહિત્ય વાંચન ની ભૂખ વધારે છે. 

   સાહિત્ય ના નવ રસો એ લોકો માં વાંચન નો રસ જગાડે છે.જેમ અતિસયોક્તી એ અરુચી પેદા કરે છે,જમવા માં મધુર રસ ડાયાબીટિસ પેદા કરે છે,તીખો રસ આમ્રપીત કરે છે, તેમ સાહિત્ય માં પણ બધાં રસ નો સમન્વય કરી ને લખો તો સાહિત્ય ની સુંદરતા માં વધારો કરે છે.

       સાહિત્ય માં પણ નવું રસ નું મિશ્રણ હોવું જરુરી છે,નવરસો માં શૃંગાર રસ,કરુણ રસ,વીરરસ,શાંત રસ  હાસ્ય રસ,બિભત્સ રસ,અદભુત રસ,ભયાનક રસ,રૌદ્રરસ આ સાહિત્ય નું અંગ છે.રસ ની સાથે જો ભાવ અને છંદ મળે તો જાણે સોને સોડમ ભળે તેમ સાહિત્ય ની શોભા વધી જાય છે.

            જેમ જુદા જુદા સ્વાદ નાં મસાલા થી સ્વાદ માં વધારો થાય,તેમ આ નવ પ્રકાર ના મસાલા સાહિત્ય નો સ્વાદ વધારે છે.

    નવરસ એ આપણા જીવન સાથે સંકળાયેલા છે, આ બધાં જ રસ ની ભેટ કુદરતે આપી ને મનુષ્ય ને પૃથ્વી પર મોકલ્યા છે.અને દરેક ના જીવન માં આ ચડાવ ઉતરાવ આવે છે અને દરેક મનુષ્ય એ આ તબક્કા માંથી પસાર થવું પડે છે.અને દરેક રસ ની પોતાની ખાસીયત છે,અને સાહિત્ય માં પણ એટલું જ મહત્વ હોય છે.

       શૃંગાર રસ ને પ્રેમ રસ પણ કહે છે, સાહિત્ય ની ભુખ ઉઘાડે છે,પણ અતિશયતા થી લોકો ના નાજુક માનસ માં પોતાની છાપ પાડી જાય છે, આ લોકો નો પ્રિય રસ છે, ખાસ કરી ને યુવાની ના ઉંબરે પહોંચેલા.પણ આ રસ ની અતિશયોક્તિ થી માણસ ખોટા કાલ્પનિક,રોમાંચક ને હકીકત સમજી ને બનાવટી વાતો ના નશા માં ચકચુર રહે છે.પણ હકિકત સાથે કંઈ જ લેવાદેવા હોતું નથી,કોઈ પણ અતિશયોક્તિ માણસ ને ગાંડો કરી નાંખે છે.

   કરુણ રસ એ દર્દ ની સફર કરાવે છે,આ રસ વધુ પ્રમાણે માં હોય તો માણસ અંદર થી તુટી જાય છે, તે આ રસ ની માત્રા સાહિત્ય માં ઓછી માત્રા માં હોય તો સાહિત્ય ની શોભા વધે છે,કરુણ રસ તમને રડાવી મારે છે, "અભીજ્ઞાન શાંકુતલમ્ એ કાલિદાસ ની શ્રેષ્ઠ કૃતિ છે.જેમાં શકુંતલા ની લગ્ન સમય ની વિદાય નું કરુણ વર્ણન છે, જે વાંચતા પથ્થર દિલ ને પણ પિગાળી દે છે.
તેમાં વન નાં વૃક્ષો, પશું ,પક્ષી પ્રાણીઓ અને પથ્થર ને પણ રડતો બતાયો છે.જે માણસ ને પીગાળી દે આ ગ્રંથ ને માથે મૂકી કવિ જર્મન ગેટ નાચી ઉઠ્યો હતો,ને કમજોર હ્રદય નો માણસ ક્યારેક મોત નો શિકાર બને છે.માટે આ રસ ની માત્રા પણ જળવાવી જોઈએ.

   વીર રસ જે શૌર્ય ને બહાદુરી નું સુચન કરે, છે,રધુવંશમ્ મહા કાવ્ય માં આ લક્ષણો જોવા મળે છે,
વીરરસ મુખ્ય છે,સાઉથ ની મુવી માં પણ આ વીરરસ વધું જોવા મળે છે. આ જેમાં યુદ્ધ વધું બતાવવામાં આવે છે, અને આ રસ ની અતિશયતા બાળકો ના કુમળા મગજ ને અસર કરે છે.આ રસ માં યુદ્ધો,સંગ્રામો,મારામારી ના વર્ણનો આવે છે,આ રસ ની માત્રા સાહિત્ય માં જળવાઇ રહે તે મહત્વ નું છે.

  ભયાનક રસ આ રસ માં બહુ ભયાનક,ડરામણાં,વર્ણન આવે છે,જેમકે ભુત,પ્રેત ડાકણ,સિકોતરી,જમ,કાળોજાદુ,સ્મશાન નાં ડરામણા વર્ણનો,ખુન ખરાબા વાળા દ્રશ્યો નો સમાવેશ પણ ભયાનક રસ માં થાય છે,આ દ્રશ્ય માણસ ને પથારી માં ધ્રુજાવી મારે છે,માટે આનું પ્રમાણ જડવાય તે મહત્વ નું છે.આના થી માણસ પાગલ પણ બની જાય છે.

શાંત રસ આ રસ એ માણસ ને શાંતી ની અનૂભુતી આપે છે.માણસ ના માનસ પર આની સારી અસર થાય છે.જેમકે નદી નો શાંત વહેતો પ્રવાહ,કુદરતી દ્રશ્ય નું પણ વર્ણન કરી શકાય છે.

રૌદ્ર રસ આ રસ માં ગુસ્સા ની અનુભુતી, હિંસકવૃતી,કાપાકાપી,નાં વર્ણનો આવે છે.
જેમાં શિવજી નો તાંડવ માં અંબા નો કોપ મહિસાસુર હણ્યો,આ હતો દૈવી પ્રકોપ,આપણે જયારે પ્રકૃતિ ને નુકસાન પહોંચાડીયે છીએ, પાણી ને દુષિત કરીએ,વૃક્ષો ને કાપીએ ત્યારે પ્રકોપ ,જમીન ને દુષિત કરીએ ત્યારે 
જેવું કે ભુકંપ, પૂર,અતિવૃષ્ટિ ,અનાવૃષ્ટિ,ત્સુનામી નો સમાવેશ થાય છે.જેનો રૌદ્રરસ નો સમાવેશ થાય છે.

હાસ્યરસ જીંદગી માં દરેક રસ જરુરી છે. હાસ્ય રસ  જેનાથી મન પ્રફુલ્લીત રહે છે,માણસ આજકાલ હસવા નું ભૂલી ગયો છે કેમકે હવે પૈસા તરફ દોડ પકડી માણસ ગાંડો થઈ ગયો છે. હાસ્ય રસ જે હેલ્થ ને સારી રાખે છે, જે માણસ ને તનાવ મુક્ત રાખે છે ચહેરા ને નિખારે છે.

 અદભુત રસ આ રસ સૌદર્ય નું અને સુંદરતા નું વર્ણન કરે છે.તે અહોભાવ પેદા કરે છે,આ રસ સૌદર્ય નું પ્રતિક છે.જેમકે કુદરતી દ્રશ્ય, ફૂલ, કે કોઇ વ્યક્તિ નો એવો  ગુણ અને સુંદર વસ્તુ જે આપણને તેનાથી પ્રભાવિત કરે છે.ઉદાહરણ વાહ કેવું તે અદભુત ગાય છે! અરે વાહ શું લખે બાકી! ટુંક માં જે આપણા દિલ ને ખુશ કરી નાંખે તેવી વસ્તુ અથવા વ્યક્તિ નો ગુણ જેનો આપણે આ રસ માં સમાવેશ કરી શકીએ છીએ.

       

"દિલ થી નિકળેલો શબ્દ"

શૈમી ઓઝા "લબ્જ"