CITY OF DREAMS in Gujarati Film Reviews by JAYDEV PUROHIT books and stories PDF | CITY OF DREAMS

Featured Books
Categories
Share

CITY OF DREAMS

CITY OF DREAMS : ભાઈ vs બહેન

છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં રાજનીતિનું આવરણ પથરાયેલું રહ્યું છે. મોદીજીએ શપથ ગ્રહણ કરી આ આવરણને શાંત કર્યું ત્યારે આપણે પણ આજે પોલિટિક્સ વિશે જ સિનેGRAM વાંચીએ...

Hotstar liveએ વેબ સિરીઝની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. બેક ટુ બેક સારું કન્ટેન્ટ શોધવામાં સફળ રહ્યું. ચલો સફર કરીએ "MAYANAARI : CITY OF DREAMS..."  ભાઈ vs બહેન...

આખી સ્ટોરી પોલિટિક્સની છે. ફેમેલી પોલિટિક્સ. 10 એપિસોડની આ સિરીઝ રોમાંચ અને રોમાન્સથી છલોછલ છે. રહસ્યોથી ભરપૂર. 

આમેય રાવ ગાયકવડની હત્યા કરવાનો પ્રયાસ, ગાયકવાડ દવાખાનામાં સિરિયસ હાલતમાં અને બહાર ચુનાવની ગરમાગરમી. પુત્ર આશિષ રાવ ગાયકવાડ અને પુત્રી પૂર્ણિમા સંભાળે છે બહારની હાલત. આખી સીરીઝનો ચમકતો હીરો એટલે એન્કાઉન્ટર સ્પેશ્યલ વસીમ ખાન. મજબૂરી અને આત્મવિશ્વાસની મજબૂતી વસીમ ખાને હર એક એપિસોડમાં દર્શાવી. આસપાસના બધા પાત્રો સ્ટોરીમાં મહત્ત્વનો રોલ અદા કરે છે. કોઈ પાત્ર એમનેમ દર્શાવવામાં નથી આવ્યું. 

એકીસાથે 5થી વધુ પેટા સ્ટોરી સિરીઝમાં શરૂ હોય છે. એક વેશ્યાની હિંમત અને તેની લવ સ્ટોરી, વસીમ ખાનની નિજી જિંદગી અને ગાયકવાડ પર ગોલીબાર કોણે કર્યો એની શોધ, પૂર્ણિમા અને આશિષ શત્રુતાથી લથબથ પણ પરસ્પર ભાઈબહેનનો પ્રેમ, જીતેન કાકા પાર્ટીના વજીર, અન્ય મંત્રીઓની રાજનીતિ, પૂર્ણિમાનું લગ્નજીવન અને સજાતીય સબંધના રહસ્યો, આશિષ ગાયકવાડનો ક્રોધ તો સામે પૂર્ણિમા ગાયકવાડની ચતુરાઈ ભરી સ્માઈલ.... ખરેખર એકમાં હજારો સ્ટોરી. 

પોલિટિક્સની વાત કોઈ નવી નથી પરંતુ પ્રસ્તુતિકરણ ઉચ્ચકક્ષાનું થયું છે. ડાયરેકટર નાગેશ કુકુનુરએ પોતાની ક્ષમતા અને પોતાની પ્રતિભા અહીં પાથરી છે. કાસ્ટીગ ટીમએ સારા પાત્રો ભેગા કર્યા, બધાનો અભિનય તમારી આંખો ચોંટાડવામાં સફળ છે. અને દરેક એપિસોડના અંતે મળતા આશ્ચર્યો અને ખુલતાં રહસ્યો એક સાચી પોલિટિક્સને રજૂ કરે છે. 

આ સિરીઝમાં મુંબઈને સારી રીતે બતાવવામાં આવ્યું છે. કેટરીના નામની ગણિકા એક ડાયલોગ કહે છે કે, "મુંબઈ કા પૈસા મુંબઈ મે હી રહેતા હૈ..." આ ડાયલોગ્સ માયાનગરીની સચ્ચાઈ સાબિત કરે છે. માયાનગરીમાં કાયાનગરીના દર્શન કરાવે છે એ વેબસિરિઝ.

પૂર્ણિમા અને આશિષ એકસમયે આમનેસામને પોતાની જ પાર્ટી માટે લડે છે. એજ સમયે આમેય ગાયકવાડની તબિયત સારી થઈ જાય છે. અને પાર્ટીના હિત માટે આશિષને ઉત્તરાધિકારી જાહેર કરે છે. યોગ્યતા પૂર્ણિમા પાસે હોવા છતાં એક સ્ત્રી હોવાને કારણે એમને નજરઅંદાજ કરવામાં આવે છે. કારણ એ કે " પૂર્ણિમા હવે 'ગાયકવાડ' નથી રહી.. " લગ્ન પછી બદલતી સરનેમ પૂર્ણિમાને અટકાવે છે. લાસ્ટ એપિસોડમાં તો સેકન્ડે સેકન્ડે રહસ્યો છે.

આમેય ગાયકવાડ કહે કે, " પાર્ટી અધ્યક્ષ બનવા માટે ક્રૂરતા જોઈએ જે પુરુષમાં હોય છે સ્ત્રીમાં નહિ કેમ કે સ્ત્રી કોમળ અને લાગણીશીલ હોય છે." પરંતુ અંતમાં જે ક્રૂરતા પૂર્ણિમાએ બતાવી એ જોઈને આમેય ગાયકવાડ ફરી બીમાર થઈ જાય છે.

 "એક સ્ત્રી જયારે કોઈ વસ્તુ મેળવવાની જીદ કરે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ એમને રોકી શકે નહીં." 

આ સિરીઝમાં સ્ત્રીસશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને પૂર્ણિમાનું પાત્ર ભારી ભરખમ દર્શાવ્યું છે. અંતે પૂર્ણિમા પાર્ટીની અધ્યક્ષ બની "એક નારી સબ પે ભારી" યથાર્થ કરે છે.

આ સિરીઝથી પ્રિયા બાપત(પૂર્ણિમા)નો ચહેરો બીજી ઘણી સિરીઝમાં જોવા મળી શકે છે. અને આ સિરીઝની સ્ટોરી જૂની છે પરંતુ અંદાજ નવો છે. વર્લ્ડકપના મેચ સાથે આ સિરીઝ પણ જોઈ લો.

એક વખત આ સિરીઝ જોવાનું શરૂ કરશો તો પૂરી જોયે જ છૂટકો, કેમ કે સિરીઝમાં છે strong language, violence, nudity and sex અને રાજનીતિની તરકીબો. 

અબ દેખ ભી લો યારો...!!

- જયદેવ પુરોહિત