naam me kya rakkha hai - 1 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧

Featured Books
Categories
Share

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧

                       ?  શ્રી ગણેશાય નમઃ  ?       


  


     ?સૌ પ્રથમ તો  ભગવાન ના ચરણોમાં વંદન.?

                          ? ખાસ વંદન ?

             ખાસ તો મારા માતા-પિતા નો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને મને સપોર્ટ કર્યો , એમને મને એ લાયક બનાવ્યો કે હુ કંઈક લખી શકુ. અને હા મારા વહાલા વાંચકમિત્રો, તમારા વગર તો હું કહી જ નથી. તમે જો મને સપોર્ટ ના કર્યો હોત અને સાથે જ મારા દ્વારા લખાયેલી કવિતાઓ , પ્રેમકથાઓ , નવલકથાઓ અને સ્ત્રીવિષય પર મેં જે કાંઈ લખ્યું છે તે આપ સૌએ વાંચ્યું ના હોત તો હું બસ એક પાણી ના ટીપાં સમાન જ બની રહેત. પણ આપ સૌ ના પ્રેમ થી , સપોર્ટ થી હું એક નાનું એવું તળાવ તો  બની ગયો છુ.બસ આમ જ તમારો પ્રેમ , હૂંફ , અને સપોર્ટ કરતા રહો.

                 સાથે ખુશી ની વાત એ છે કે  આજે ઘણા લોકો મને ફોલો કરે છે અને સાથે સલાહ પણ લે છે. મારા દ્વારા જે સ્ત્રી વિષય પર લખાયેલું છે તેની મારી વાંચક બહેનો ઘણી સરાહના કરે છે. આ બધુ જોઈને અંદર થી ખૂબ ખુશી થાય છે કે મારા જેવા નાના લેખક ને ઘણો બધો પ્રેમ મળે છે. તમારા વિશે લખુ તો કદાચ એક બુક લખાઈ જાય પણ ફરી એક વાર આપ સૌને બે હાથ જોડી અને માથું નમાવીને નમન કરું છુ.
આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.

          
           બસ બધા ખુશ રહો , એકબીજાની મદદ કરો , આગળ વધો અને માતાપિતા ને પ્રેમ આપતા રહો..એવી ઈશ્વર ને પ્રાર્થના... આભાર.


માફી ?


            ખાસ તો એ લોકો ને દિલ થી સોરી કે હું ઘણી વાર  મેસેજ માં અને કોલ માં રીપ્લાય નથી આપી શકતો એ બદલ. પણ મારો પૂરો પ્રયત્ન રહે છે કે મારા દરેક ભાઈ બહેન ને હું રીપ્લાય આપું અને આગળ પણ આપતો રહીશ..

            હું જે કાંઈ પણ સ્ત્રી વિષય પર લખુ છું એમા ઘણી વાર બહેનો મને અવનવા સવાલ કરતી હોય છે અને સલાહ અને સૂચનો આપતા હોય છે અને લેતા હોય છે , એમને ઘણી વાર જવાબ આપું જ છુ પણ ક્યારેક સંજોગોવત જવાબ ના આપી શકાય તે બદલ માફી માંગુ છુ..

                               ?  નોંધ ?

                જે પણ હું કઈ લખુ છુ એ મારા ખુદ ના વિચારો છે. ? ખાસ મારી વિનંતી રહેશે કે મારા લખાણ નું કોઈ કોપી ના કરે અને મારી પરવાનગી વિના એક પણ જગ્યા એ છાપકામ ના કરે...?

                 ?  થોડું આ નવલકથા વિશે..?

               
                નામ મેં ક્યાં રખ્ખા હૈ  એ એક કાલ્પનિક વાર્તા છે. જેમનું એક પાત્ર હું પોતે જ બન્યો છું. અને બીજુ પાત્ર મારી એક ફેન જે અત્યારે મારી ખાસ દોસ્ત બની ગયેલી છે. મિસ ભૂમિકા જેના કહેવાથી અને વિચાર થી આ નવલકથા લખી રહ્યો છુ. So Thank you So Much Bhumika..
વાર્તા વિશે તો વધારે તમને આગળ વાંચીને મઝા આવશે. ઘણો પ્રયત્ન કર્યો છે કે તમારી ઈચ્છા અનુસાર આ નવલકથાને બનાવવાનો. બસ તમને પસંદ આવે એટલે અમારી મહેનત સફળ..

આગળ ?????

        
                ☺️નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧☺️

                 
                 આમ તો હુ કાઠિયાવાડ નો રહેવાસી છુ પણ એક નોકરી ના કારણે મારે અમદાવાદ શિફ્ટ થવુ પડ્યુ.પહેલે થી જ શાંતિપૂર્ણ માહોલ માં નાનો થી મોટો થયેલો એટલે અમદાવાદ નુ ક્રાઉડ થોડુ મારા માટે અકળાવનારું હતુ પણ સમય જતા કહે છે ને કે માણસ બીબાઢાળ ની જેમ સમય સંજોગો મુજબ ઢળી જાય છે.હુ પણ ધીરે ધીરે અમદાવાદ માં એડજસ્ટ થઈ રહ્યો હતો.

                 એક દિવસ અમુક કામ ના  કારણે મારા સાથીમિત્રો સાથે સુરત જવાનુ થયું. હવે વાત કરું એક ઘટનાની જે સુરત માં જતા જ બની ગઈ.હું મારા જોબ ની સાથે સાથે ફુરસદ ના સમયમાં લઘુકથા , પ્રેમકથાઓ અને કવિતાઓ રચતો અને સાથે જ મારી ફેન ફોલૉઇંગ પણ સારી એવી હતી.પરંતુ હવે જે થવાનું હતું એ તો ખબર નહીં મારા મહાદેવની ઈચ્છા કે સાજિશ હશે.થયું એવું કે હું મારું ઓફિસ વર્ક પતાવીને જરા ફેસબુક ની દુનિયાની સફરે નીકળ્યો. તો ત્યાં મને એક નોટિફિકેશન આવેલી. મેં જોયું તો એક એક ગર્લ ની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી. મેં બસ નામ અને પ્રોફાઈલ જોયુ. એ સુરત ની રહેવાસી હતી અને નામ પણ અજાણ્યુ હતુ પણ ફીલિંગ કંઇક જાણીતા હોય એવુ લાગતુ હતુ માટે મેં કનફોર્મ બટન પર ક્લિક કર્યું અને ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી. મન માં વિચાર્યું કે સુરત ની છોકરી હશે એટલે Attitude તો જબરો હશે ( Big Sorrry to Surti Girls ) બસ આવું અનુમાન લગાવ્યુ.

             એ પહેલાં દિવસ ની તારીખ પણ કેવી હતી 14 ફેબ્રુઆરી ( વેલેન્ટાઈન ડે ). મેં તો Direct ગુડ મોર્નિંગ અને વેલેન્ટાઈન ડે wish કર્યો. ( જસ્ટ Wish કર્યું હો પ્રપોઝ નહીં હા હા હા) અને બસ ફરી હું મારા કામ માં વ્યસ્ત થઈ ગયો કારણ કે મારે આજે ફરી અમદાવાદ જવાનું હતુ અને કામ આજે જ પૂરું કરવાનુ હતુ.

          થોડી વાર પછી એમનો રીપ્લાય આવેલો અને એ પણ કેવો " Same To You ". ખબર નહીં એને શોર્ટ ફોર્મ માં જ ઇન્ટરેસ્ટ હશે કે પછી પેહલા કહ્યું તેમ Attitude .( હા હા હા સોરી હો ) અને સાથે જ મેં વેલેન્ટાઈન- ડે પર પ્રેમીઓ માટે એક પોસ્ટ મુકેલી તો એમાં પણ તેણે મને compliment આપ્યુ " Nice Msg For Love Birds " અને સાથે મેં પણ As Usual  એમને Thanks કીધું..

         હવે અહીં થી અમારી Journey સ્ટાર્ટ થઈ એટલે કે નિર્દોષ વાત નો સિલસિલો..એ પણ i Think જબરી હશે , એમને પણ મારી ફેસબુક પ્રોફાઈલ ચેક કરી જ હશે તો જ એમને મારા Thanks ના રીપ્લાય માં " Most Welcome તો Surat " નો વળતો જવાબ આપ્યો હશે !! પણ સામે મેં પણ કહ્યું કે " ઓહ ના ના I m From Ahemdabad "
અને સાથે જ મેં અને મારા ઇન્સ્ટાગ્રામ આઈ- ડી પર રિકવેસ્ટ મોકલવા કહ્યુ..તો થોડી વાર પછી એમનો મેસેજ આવેલો કે આ નામનું તો કોઈ ID જ નથી. તો પછી મેં એ સુરતી મેડમને  સામેથી રિકવેસ્ટ મોકલી , અને જેવી મોકલી એવી જ Accept હા હા હા... After all એમને મને કહેલુ કે હું તમારી બધી જ રચનાઓની ફેન છુ.

           હું હમણાં થી જ અમુક છોકરીઓના કોન્ટેક્ટમાં આવ્યો એટલે કે એક લેખક હોવા ના નાતે મારા followers માં ગર્લ પાવર વધારે હતો અને કોલેજ માં પણ ઘણી બધી ગર્લ કોન્ટેક્ટ માં રહેલી. તો બોસ અમે લોકો તો બસ નોર્મલી બોલતા જ હતા. પણ આ ભૂત બધા થી અલગ હતી. અને જયારે મેં એમને પહેલી વાર ભૂત કહીને બોલાવી ત્યારે એમને મને Dreculla કહીને બોલાવેલો. એટલે હું અને ભૂત કહેતો અને એ મને dreculla કહેતી.

 
            એ બધા કરતા અલગ હતી, અરે અલગ શુ એક ડિફરન્ટ યુનિક પીસ જ કહી દો. અમે એકબીજા ને ઓળખતા ના હતા પણ U Know કે અમુક માણસ એમની બોલી થી જ ઓળખાય જાય છે..

            એમની જિંદગી વિશેની જીંદાદિલી , વાત વાત માં વહાલા , Dreculla જેવા અલગ અલગ સંબોધનોથી વાત કરે.બસ આ રીતે અમે કોન્ટેક્ટ માં આવ્યા ને ત્રણ મહિના ક્યાં વીતી ગયા એ ખબર જ ન પડી. આ ત્રણ મહિનામાં એને મારી  રચના તૈયાર કરવામાં ખૂબ જ સપોર્ટ કર્યો. એક પ્રકાર નું મોટિવેશન આપે અને તું ખૂબ Succces થઈશ એવું દિવસ માં પાંચ - છ વાર તો બોલી જ દે એ ભૂત..

           જૂન મહિનાની શરૂઆત હતી.ઉનાળો તો એમના મધ્યાહાને પહોંચી ને અમદાવાદ ના જન - જીવન ને બરાબર નો અકળાવી રહ્યો હતો. તે  જ દિવસો માં મને એવું કહેવા માં આવ્યું કે આપણે Next પ્રોજેક્ટ માટે સુરત જવાનું છે અને થોડા દિવસ તો સુરત જ રોકાવવાનું થશે. આ સાંભળી ને તો  હું ખૂબ જ ખુશ થઈ ગયો અને ફોન લઇ ને મેં પહેલી મારી ભૂત ને મેસેજ કર્યો. "  Hi Bhut.. I m Coming To Surat "  અને એમને એટલી જાણ થતાં કે હું સુરત આવું છુ તો એ એટલી ખુશ થઈ ગઈ કે વાત જ ના પૂછો. અને સાથે જ એનો રીપ્લાય મને આવ્યો " After All લેખક સાહેબ તમારે પધારવું જ પડ્યું ને અમારા ખૂબસુરત શહેર માં...

                             ? ક્રમશઃ ?        

હવે શુ થાય છે આગળ સુરત માં એ જોઈશુ નામ મેં ક્યાં રખ્ખા હૈ - 2 માં..

બસ મારા દ્વારા લખાયેલી નવલકથા  લવ ની ભવાઈ ને જે પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ આ નવલકથા ને આપશો...

Special Thanks To Bhumi..?

Thank You .....

? Mr. NoBody..

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani