તેણે જોયું કે એ છોકરો જે તદ્દન અજાણ્યો હતો તેણે પોતાનું બાઈક પાર્ક કર્યું અને એ બાઈક પર બેસી રહ્યો. જે પણ વિદ્યાર્થી નિયતિની જગ્યાએ પોતાનું વાહન પાર્ક કરવા આવતું તેને રોકી રહ્યો હતો. કોઈકને શાંતિથી તો કોઈકને ગુસ્સામાં દૂર ખસેડી રહ્યો હતો. નજર રસ્તામાં રાખી કોઈકની રાહ જોતો હતો. પણ કેમ અને કોની બસ એ સમજાતું નહતું. આટલામાં ત્યાંથી નીકળતાં તેનાં ભાઇબંધ એ બુમ પાડી.... એ આજે નહીં આવે... ચાલ ક્લાસમાં મોડું થયું છે... અને વળતાં જવાબમાં તે બોલ્યો ભલે ના આવે પણ પાર્કિંગની જગ્યા તેની છે અને કોઈને અહીં પોતાનું સાધન મુકવા નહીં દઉ.... આ સાંભળી નિયતિને વિશ્વાસ થઇ ગયો કે આ મારી જ વાત કરે છે. અને બધાં અસમંજસમાં તે ત્યાંથી જતી રહી. આ બધી વાતનો નિયતિને એટલો આઘાત લાગ્યો હતો કે બે-ત્રણ દિવસ તે કૉલેજમાં દેખાયી જ નહિ. ચોથે દિવસે હીંમત કરી એ કૉલેજ પોહચી. ફરીથી આજે એ જ પહેલાં જેવી સ્થિતિ હતી. બાઈક અને જગ્યા બંને હતું. નિયતિને આ પરિસ્થિતિ પાછળનું કારણ ખબર હતી અને એટલે જ તેને અજાણ સાથે વાત કરવી હતી. પૂછવું હતું કારણ નિયતિ માટે આટલી ચીંતા કરવાનું. તેણે આજુબાજુ શોધવા લાગી પણ તે મળ્યો નહીં એટલે તેની સાથે વાત કરવાનો બીજો રસ્તો શોધ્યો. એક ચિઠ્ઠી લખી તેણે પુછ્યું કે કોણ છે તું અને કેમ મારાં માટે આટલી ચીંતા કરે છે!... શું ફર્ક પડે છે તને મારી ઇચ્છાઓથી!.... નિયતિ નહતી જાણતી કે કોઈ જવાબ આવશે કે નહિ. પણ છતાં તેણે આમ કર્યું અને ચાલી ગઈ. સાંજે તેનાં વાહન પર એક ચિઠ્ઠી એ રીતે જ લટકતી હતી જેમ સવારે નિયતિ એ લટકાવી હતી. નિયતિની નજર તે ચીઠ્ઠી પર પડી અને તેણે વાંચવાની શરૂઆત કરી. સવારનાં પ્રશ્નનો જવાબ હતો . જેમાં લખ્યું હતું " મારું નામ રોહન છે. અને એ જ વર્ષમાં ભણુ છું જે વર્ષમાં તું. બસ આપણી બ્રાંચ અલગ છે એટલે કોઇ દિવસ મળ્યાં નથી. અને વાત રહી તારી ચિંતા કરવાની તો એ ચિંતા નથી પણ respect છે. મારાં માટે મારું બાઈક ખુબજ મહત્વ ધરાવે છે અને પહેલાં દિવસે મેં તારામાં એક અલગ જ ચમક જોઇ હતી જ્યારે તું મારા બાઈકને જોતી હતી અને મને મારું પ્રતિબિંબ દેખાયુ હતું. બીજું કશું નથી તો મને ખોટું ના સમજતી. "
"વાહ... લોકો પાસે વાત કરવાનો સમય નથી હોતો અને આ માણસ એક respect માટે મારા માટે રોજ જગ્યા રોકે છે... કાંઈ વાત પચી નહીં. નિયતિ બેટા... જરુર આ કોઇ ફ્રોડ માણસ છે. જરાક સંભાળીને રહેજે . એક ટકો પણ ભરોસો નથી બેસતો.." વિચારોની હારમાળા ચાલવા લાગી. નિયતિની વાતો નો કોઇ અંત જ નહતો આવતો. શું કરે શું ના કરે સમજાતું નહતું. તેની દરેક સમસ્યાનો નિકાલ માત્ર એક વ્યક્તિ પાસે હતો અને એ વાત નિયતિ પણ સારી રીતે જાણતી હતી. તરત જ તે પોહચી સાક્ષી પાસે. "દીદી...દીદી... મને તમારી મદદ જોઈએ છે. " નિયતિ જલદી જલદી બોલી.
" ખબર જ હતી મને... ઘણાં દિવસ થયાં છે અને તે કોઇ કાંડ નથી સંભળાયો. આજે જ હું વીચારતી હતી કે મારી બહેનાં સુધરી કેમની ગઈ!."... રુમમાં મૂકેલાં સ્ટડી ટેબલની ખુરસી પરથી ઉભા થતાં હસતાં હસતાં એક છોકરી બોલી. દેખાવમાં હુબહુ નિયતિ જેવી. તેનાં જેટલી ઉંચી, તેનાં જેટલી સુંદર. આંખ, કાન, નાક-નક્શો બધું જ સરખું. દેખાવે જ તે અને નિયતિ બહેનો લાગતી. ખુબ જ સુંદર , નિયતિ કરતાં પણ વધારે સુંદર. અને બીજી એક ખાસિયત એ કે નિયતિ કરતાં વધારે બુધ્ધિશાળી. નિયતિ પર જીવ ધરતી હતી.
" સાક્ષી દીદી, તમે પણ શું મજાક કરો છો. બહેન છો તમે મારાં. તમારી ફરજ છે મને રક્ષણ આપવાની. તમે તો કેટલી વખત મારી મદદ કરી છે.. આજે પણ કરો... ખરેખર મને તમારી મદદ જોઈએ છે " નિયતિ થોડી ચિંતામાં બોલી. નિયતિની વાતો સાંભળી સાક્ષીએ તેને પુછ્યું શું થયું છે ! નિયતિએ બધી વાત વિસ્તૃત રીતે જણાવી . વાતો સાંભળી સાક્ષી હસવા લાગી અને કહ્યું " જો નિયતિ દરેક માણસ એક સરખા વિચારો અને વ્યવહાર ધરાવતો ના હોય શકે. એટલે તું તેનાં વિશે કોઇ પણ જાતનો વિચાર બાંધતા પહેલાં તેને એક મોકો આપ. સમય આપ પોતાની વાત બતાવવાનો. પણ એનો મતલબ એ નથી કે તું પોતાનું ધ્યાન ના રાખે. સમજી વિચારીને વાત અને નિર્ણય બંને કરજે. કેમકે વાત વગર માત્ર ગેરસમજ જ ઊભી થાય. " નિયતિ બધી વાતો ધ્યાનથી સાંભળતી હતી અને સમજતી હતી. સાક્ષીની બધી વાતનું તારણ નિયતિને સમજાય ગયું હતું. હવે તેને ખબર હતી શું કરવાનું છે!.....
ક્રમશઃ