એક અંત આવો પણ
______________
{ આ સંપૂર્ણ કહાની તથા તેમના પાત્રો અને પાત્રો ના નામ સંપૂર્ણપણે કાલ્પનિક છે તથા તેમનો આ નામ ના કોઇ પણ જીવિત કે મ્રુત વ્યક્તિ કે ધર્મ સાથે કોઇજ લેવા દેવા નથી, આભાર.}
અફસાના અને રાહુલ
મારી કહાની ના મુખ્ય કિરદાર એટલે કે હીરો અને હિરોઈન
નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે આ કહાની એક મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાની છે.
આ કહાની ની શરૂઆત પણ બીજી લવ સ્ટોરી ની જેમ જ કૉલેજ ના પહેલા દિવસ થી થાય છે
રાહુલ કૉલેજ ના સેકંડ યર મા હતો અને અફસાના નો આજે પહેલો દિવસ હતો કૉલેજ મા
અને પહેલો દિવસ હોવાથી કોઈ Friend ન હોવાને કારણે અફસાના કૉલેજ ના ગાર્ડન મા એકલી બેઠી હતી. અને કાન મા ઇયરફોન નાખીને સોંગ સાંભળતી હતી.
ત્યાં જ પાછળ થી બે મુલાયમ હાથ અફસાના ની બંને આંખો પર આવ્યા અને પાછળ થી એક અવાજ આવ્યો સ્વીટી... ચાલ ઓળખી બતાવ મને..
આ અવાજ સાંભળતા ની સાથે જ અફસાના પોતાના હાથ થી એ અંજાન મુલાયમ હાથ ને દૂર કરી પાછળ ફરી અને જ્યારે એ પાછળ ફરી ત્યારે કોઈ ઝરણાનું પાણી પત્થર ઉપર થી વહેતું હોય એવી જ રીતે તેના વાળ પણ રાહુલ ના ગાલ પરથી વહેતા ગયા અને અફસાના ગુસ્સે થી બોલી Who Are You???? (થોડા સમય પછી) Hellooo..
પરંતુ આ શબ્દો કોને સંભળાતા હતા સાહેબ..
રાહુલ તો એક્દમ મૌન થઈ ને મોર જેમ વરસાદ ના પાણીને ઝીલતો હોય એવી રીતે અફસાના ની હર એક ખૂબસૂરતી ને ઝીલતો હતો
અફસાના શબ્દો થી પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી રહી અને રાહુલ તેના હર એક શબ્દ ને મોતી ની જેમ ધાગા મા પીરોવતો ગયો
પછી અફસાના એ રાહુલ ના ખભા ને ટચ કરીને કહ્યું Hello... (ગુસ્સેથી) હું તારી સાથે વાત કરું છું કોણ છે તુ કેમ મારી સામે આવી રીતે જોવે છે ક્યારેય છોકરી નથી જોય ??
રાહુલ : (નિખાલસતા થી) છોકરીઓ તો ઘણી જોય છે પરંતુ ભગવાન ની સુંદર કલાક્રુતી ને પહેલી વાર નિહાળી રહ્યો છું.
અફસાના : Hello... ઓવર સ્માર્ટ ના બન કરું પ્રીંસીપલ ને complain...?
રાહુલ : (થોડો થોથરાયને) સોરી.. સોરી... મને થયું કે મારી સિનિયર સ્વીટી છે... માફ કરી દો મને
અફસાના : it's okk પણ ફરી વાર આવી ભૂલ ના કરતો.
આટલું કહી ને અફસાના ત્યાંથી ચાલી ગઈ પરંતુ રાહુલ તો તેના સોન્દર્ય મા મગ્ન મુગ્ધ થઈ ગયો હતો.
ત્રણ દિવસ પછી
એજ જગ્યા એ અને એજ સમયે અફસાના એકલી બેઠી હતી અને સોંગ સાંભળતી હતી..
ત્યાંજ પાછળ થી રાહુલે આવીને તેના ખભા ને ટચ કરીને બોલ્યો તને આમ રોજ સોંગ સાંભળવામાં કંટાળો ના આવે???
અફસાના : (ઇયરફોન કાન માંથી કાઢીને ગુસ્સેથી ) તુ.... મે તને વૉર્ન કર્યો હતો ને કેમ ફરી વાર આવ્યો??
રાહુલ : અરે અરે રિલેક્સ મને તો થયું કે તુ એકલી બેસી ને કંટાળી જઈસ એટલે તારી પાસે આવ્યો By the way તુ મને જેવો સમજે છે હું એવો નથી. તો પણ તને પ્રોબ્લેમ હોય તો હું જતો રહું છું.
અફસાના : it's okk by the way મારું નામ અફસાના છે.
અને તારું??
રાહુલ : મારું નામ રાહુલ છે હું સેકંડ યર મા છું.
તો આવી રીતે બન્ને ની કહાની દોસ્તી થી શરૂ થઈ ને પ્રેમ સુધી પંહુચી ગઈ.
પરંતુ દરેક સ્ટોરી મા એક વિલન હોય છે અને આપડી સ્ટોરી નો વિલન અફસાના નો ભાઈ છે.
આ બન્ને ના પ્રેમ ની વાત અફસાના ના ભાઈ ને ખબર પડી ગઈ અને અફસાના ને તેના ભાઇ એ તેના નાના ની ત્યાં રહેવા માટે મોકલી દીધી અને રાહુલ ને ગુંડા પાસેથી માર ખાવડાવ્યો
ઘણો સમય બન્ને એક બીજાથી દૂર રહ્યા
પરંતુ સાહેબ જેમ ચાંદની વગર આકાશ અધૂરો, પીછા વગર મોર અધૂરો, રાધા વગર કાન અધૂરો હોય એવીજ રીતે આ બન્ને પણ એક બીજા વગર અધૂરા છે.
પરંતુ થોડા મહિના બાદ મામલો આંખો ઠંડો પડી ગયો પછી અફસાના ફરી કૉલેજ આવવા લાગી.
થોડા સમય પછી કૉલેજ ના અનુઅલ ફંકશન માટે એક પૌરાણિક પ્રેમ નાટક નું ઓડિશન શરૂ થયું જેમાં રાહુલ અને અફસાના એ ભાગ લીધો અને બન્ને મેન રોલ માટે સિલેક્ટ થયા.
પરંતુ જ્યારે અફસાના ના ભાઈ ને આ વાત ની ખબર પડી કે ત્યારે તેને અફસાના ને આના માટે ના પાડી દીધી.
પરંતુ સાહેબ આ તો સાચો પ્રેમ હતો અને તેને દુનિયા સામે ઉજાગર કરવાનો મોકો મળ્યો હતો એ કેવી રીતે જવા દેવો.
અંતે અફસાના એ કોઈ ને ખબર ના પડે તેવી રીતે આ નાટક ભજવવા માટે સમય સર કૉલેજ પહોંચી ગઈ અને નાટક ની શરૂઆત થઈ ગઈ
પરંતુ તેના ભાઇ ને આ વિશે ખબર થતાં જ તે ગુસ્સા મા કૉલેજ પહોંચી ગયો અને જ્યારે નાટક નો અંત ચાલતો હતો કે જ્યારે હીરો અને હિરોઇન એટલે કે રાહુલ અને અફસાના દુનિયા થી આઝાદ થઈ ને એક બીજા ને ભેંટવા માટે સામે સામે દોડતા હોય
ત્યારે જ તેના ભાઇ એ સૈનિક નો રોલ કરતા વ્યક્તિ ના હાથ માંથી ભાલું લઈ ને રાહુલ ને પાછળ થી મારી દીધું અને
અડધું ભાલું રાહુલ ના શરીર ને વીંધી ને બાર આવી ગયું છતાં પણ બંને એક બીજા ની તરફ દોડતા રહ્યા અને અફસાના એ ભાલા સાથે જ રાહુલ ને ભેટી લીધો અને ભાલું બન્ને ની આર પાર થઈ ગયું અને આપણી આમ સમાપ્ત થઈ ગઈ.