અજવાળાંનો ઓટોગ્રાફ
(10)
પ્રશ્નો અને તેના ઉત્તરો
૧ - “તારક મેહતા” ને કયા ઉપનામ થી ઓળખવામાં આવે છે?
-ઇન્દુ
2 - “દીકરાનો મારનાર” કૃતિ ના રચયિતા કોણ ?
-ઝવેરચંદ મેઘાણી
૩ - “ઘસાઈ ને ઉજળા થાઓ” - એ કોના જીવનનું સુત્ર હતું ?
-રવિશંકર મહારાજ
૪ - “ગુર્જરવાળી વિલાપ” કોનું કાવ્ય છે ?
-દલપતરામ
5 - ગની દહીંવાલાનું મૂળ નામ શું છે ?
-અબ્દુલ ગની દહીંવાલા
6 - “શરણાઈ ના સૂર” વાર્તા કોની છે ?
-ચુનીલાલ મડિયા
૭ - “ભૂખથી ય ભૂંડી ભીખ” - આ નવલકથા ખંડ કઈ નવલકથા નો ભાગ છે ?
-માનવીની ભવાઈ
8 - પ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ ક્યાંના વાતની છે ?
-થાનગઢ
૯ - “ફાટેલી નોટ” હાસ્યકથા ના લેખક કોણ ?
-ડૉ.જગદીશ ત્રિવેદી
૧૦ - “વીનીપાત “ - વાર્તા ના લેખક કોણ હતા ?
-ધૂમકેતુ
૧૧ - “રેતી ની રોટલી” હાસ્યનિબંધ કોનો છે ?
-જ્યોતીન્દ્ર દવે
૧૨ - “ડાળખી થી સાવ છુટ્ટા “ - આ કાવ્ય સંગ્રહ કોનો છે ?
-ડૉ.અશોક ચાવડા
13 - “દમયંતી સ્વયંવર “ - કોની કૃતિ છે ?
-પ્રેમાનંદ
૧૪ - “રાવણનું મિથ્યાભિમાન” - આ કથાકાવ્ય કોનું છે ?
-ગિરધરદાસ
15 - “સત્યાગ્રશ્રમ” કોની કૃતિ છે ?
-વિનોબા ભાવે
16 - “વાયરલ ઇન્ફેકશન” નામનો નિબંધ કોને લખ્યો હતો ?
-ગુણવંત શાહ
૧૭ - “શિકારીને” - શીર્ષક થી આપયેલું ઊર્મિ કાવ્ય કોનું છે ?
-કલાપી
૧૮ -”અડાબીડ” - વાર્તાસંગ્રહ કોનો છે ?
-ભગવતીકુમાર શર્મા
૧૯ - “આલા ખાચર” નું પાત્ર કોના કાવ્યો નું છે ?
-રમેશ પારેખ
20 - “ઉર્મિલા” - ખંડકાવ્ય ના રચયિતા કોણ હતા ?
-બોટાદકર
21 - “કુરુક્ષેત્ર” નવલકથા કોણે લખી છે ?
-મનુભાઈ પંચોલી
૨૨ - “ભારેલો અગ્નિ” ના લેખક કોણ હતા ?
-રમણભાઈ દેસાઈ
૨૩ - “આંગળીયાત” ના લેખક કોણ હતા ?
-જોસેફ મેકવાન
૨૪ - “ગુજરાતની અસ્મિતા” શબ્દ ના પ્રણેતા કોણ હતા ?
-કનૈયાલાલ મુનશી
૨૫ - “થોડા આંસુ થોડા ફૂલ” - કોની આત્મકથા છે ?
-જયશંકર સુંદરી
૨૬ - “મળેલા જીવ” - કોની કૃતિ છે ?
-પન્નાલાલ પટેલ
૨૭ - “કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું છે ?
-દત્તાત્રેય
૨૮ - ગુજરાતી ભાષા ની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ છે ?
-ભંદ્રભંદ્ર
૨૯ - “લોહીની સગાઇ” વાર્તા ના લેખક કોણ છે ?
-ઈશ્વર પેટલીકર
૩૦ - ગુજરાતી ભાષા માં ભક્તિગીતો લખવાનું કોણે શરુ કર્યું હતું ?
-નરસિંહ મેહતા
31 - “નયન ને બંદ રાખી ને” ગઝલ ના રચયિતા કોણ છે ?
-બરકત વિરાણી
૩૨ - “જ્યાં જ્યાં નઝર મારી ઠરે” - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિ ની છે ?
-કલાપી
૩૩ - “ઈર્શાદ” - તખલ્લુસ કોનું છે ?
-ચિનુ મોદી
૩૪ - “જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી હું પાઘડી નહી પહેરું” આ પ્રતિજ્ઞા કોણે કરી હતી ?
-પ્રેમાનંદ
૩૫ - બરકત વિરાણી નું ઉપનામ જણાવો.
-બેફામ
૩૬ - “ઇંધણા વીણવા ગઈ તિ મોરી સૈયર” - ગીત ના રચયિતા કવિ કોણ છે ?
-રાજેન્દ્ર શાહ
૩૭ - “સરસ્વતીચંદ્ર” નવલકથા ના લેખક કોણ હતા ?
-ગોવર્ધનરામ ત્રિપાઠી
૩૮ - “જનની ની જોડ સખી નહી જડે રે લોલ” - કાવ્યપંક્તિ ના કવિ કોણ હતા ?
-બોટાદકર
૩૯ - “જાય જાય ગરવી ગુજરાત” ના કવિ કોણ હતા ?
-નર્મદ
૪૦ - “રાખ ના રમકડા મારા રામે રમતા મેલ્યા રે” ના સર્જક કોણ છે ?
-અવિનાશ વ્યાસ
૪૧ - “રીંછ એકલું ફરવા ચાલ્યું” કાવ્ય ના કવિ કોણ હતા ?
-રમણલાલ સોની
૪૨ - “મિસ્કીન” ઉપનામ કયા સાહિત્યકાર નું છે ?
-રાજેશ વ્યાસ
૪૩ - બાળ શિક્ષણ ના ક્ષેત્ર માં “મૂછાળી માં” તરીકે પ્રખ્યાત ગુજરાત ના શ્રેષ્ટ કેળવણીકાર નું નામ જણાવો.
-ગીજુભાઈ બધેકા
૪૪ - જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરી નું મૂળ નામ જણાવો
-જયશંકર ભોજક
૪૫ - “ચકોર” તરીકે જાણીતા ગુજરાત ના જાણીતા કાર્ટૂનીસ્ટ નું નામ જણાવો
-બંસીલાલ વર્મા
૪૬ - અંબાજી તીર્થ કઈ પર્વતમાળા માં આવેલું છે ?
-અરવલ્લી
૪૭ - વડોદરા નો વૈભાઈ “લક્ષ્મી વિલાસ પેલેસ” કોણે બંધાવ્યો ?
-મહારાજા સયાજીરાવ ગાયકવાડ
૪૮ - અડલજ ની વાવ કોણે બનાવી હતી ?
-રાની રૂડાબાઈ
૪૯ - અમદાવાદ ના પ્રથમ મેયર કોણ હતા ?
-ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
૫૦ - ગાંધી વીચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલય નું નામ જણાવો.
-ગુજરાત વિદ્યાપીઠ
૫૧ - સુરત પાસેનો કયો દરિયા કિનારો પ્રખ્યાત છે ?
-ડુમ્મસ
૫૨ - અમદાવાદ માં આવેલ સ્થાપત્યકલા નો ઉત્તમ નમુનો એવી જુમ્મા મસ્જીદ કોણે બનાવી હતી ?
-અહમદશાહ બાદશાહ
૫૩ -સંતરામ મહારાજ નું પ્રખ્યાત મંદિર ક્યા આવેલું છે ?
-નડિયાદ
૫૪ - સ્ત્રીપાત્રો ની ભૂમિકાને રંગ મંચ પર જીવંત કરનાર નાત કોણ હતા ?
-જયશંકર સુંદરી
૫૫ - ગુજરાત માં સૌ પ્રથમ કઈ કૉલેજ શરુ થઈ હતી ?
-ગુજરાત કૉલેજ 1887
૫૬ - કયા બીનગુજરાતી સાહિત્યકાર “સવાયા ગુજરાતી” તરીકે પ્રખ્યાત છે ?
-કાકાસાહેબ કાલેલકર
૫૭ - કવિ “કાન્ત” નું મૂળ નામ શું હતું ?
-મણિશંકર રત્નજી ભટ્ટ
૫૮ - વિશ્વામિત્રી નદી કયા શહેરમાંથી વહે છે ?
-વડોદરા
૫૯ - અમદાવાદ માં પતંગ મ્યુઝીયમ ક્યા આવેલું છે ?
-ટાગોર હોલ, પાલડી
60 - ગાંધીજી ને “બાપુ” નું બિરુદ કયા સત્યાગ્રહ વખતે મળ્યું હતું ?
-ચંપારણ સત્યાગ્રહ
૬૧ - મોઢેરા નું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું ?
-ભીમદેવ
૬૨ - એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતા ની પુત્રી ગણાય છે ?
-સૂર્ય
૬૩ - ગુજરાત ની સૌથી મોટી નદી કઈ છે ?
-નર્મદા
૬૪ - ગુજરાત માં આવેલી એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ?
-સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
૬૫ - ગુજરાત માં કયા સ્થળે સાત નદિયોં નો સંગમ થાય છે ?
-વૌઠા
૬૬ - ગાંધીજી ના અંગદ સચિવ કોણ હતા.
-મહાદેવભાઈ દેસાઈ
૬૭ - સોનેટ કાવ્ય માં કેટલી પંક્તિઓ હોય છે ?
-ચૌદ
૬૮ - ઓખાહરણ ના સર્જક નું નામ જણાવો.
-પ્રેમાનંદ
૬૯ - ગુજરાતી વ્યાકરણ ના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે ?
-હેમચન્દ્રાચાર્ય
૭૦ - “લોકપ્રિય” - શબ્દ નો સમાસ જણાવો
-તત્પુરુષ
૭૧ - “પીતાંબર ” - શબ્દ નો સમાસ જણાવો
-બહુવ્રીહી
૭૨ - “ચાર-પાંચ ” - શબ્દ નો સમાસ જણાવો
-દ્વંદ
૭૩ - “સૈફ પાલનપુરી” નું મૂળ નામ જણાવો
-સૈકુદ્દીન ખારાવાલા
૭૪ - સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ ક્યા થયો હતો ?
-ટંકારા (રાજકોટ )
૭૫ - પોરબંદર માં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ?
-કીર્તિ મંદિર
76 - પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાત માં કઈ સંસ્થા કાર્યરત છે ?
-અંધજન મંડળ અમદાવાદ.
૭૭ - ભારત માં ટેલીકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતી એ મહત્વ ની ભૂમિકા ભજવી છે ?
-સામ પિત્રોડા
૭૮ - પ્રાચીન ગુજરાત ની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ નું નામ જણાવો.
-વલભી વિદ્યાપીઠ
૭૯ - ઝવેરચંદ મેઘની ને રાષ્ટીય શાયર તરીકે કોણે સંબોધ્યા હતા ?
-ગાંધીજી
***