prem agan - 20 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | પ્રેમ અગન 20

Featured Books
  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

  • అరె ఏమైందీ? - 14

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 3

                                           మనసిచ్చి చూడు...3డీప్...

  • అరె ఏమైందీ? - 13

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

Categories
Share

પ્રેમ અગન 20

પ્રેમ-અગન:-20

"મોત ને મેં માત આપી,દર્દ કેરી કદી ના વાત રાખી..

હૈયું તને મેં આપી દીધું જાન પણ તુજ હાથ રાખી..

જેવી હતી મેં ચાહી,એની કુદરતે પણ લાજ રાખી..

શ્રી ને આજ પામી લીધી શિવે ઉધાર શ્વાસ રાખી.."

શ્રી જે શિવની જીંદગી નું અભિન્ન અંગ હતી પણ કલ્પનાની દુનિયામાં,સપનાની દુનિયામાં..પણ શિમલા નાં પ્રવાસમાં સંજોગો એ શ્રી નો ભેટો શિવ જોડે કરાવી દીધો.. શ્રી ની માનસિક હાલત ખૂબ જ ખરાબ હોવાં છતાં શિવે હસતાં મોંઢે એનો સ્વીકાર કર્યો..શ્રી ની દરેક નાની-મોટી જરૂરિયાત નું ધ્યાન રાખી શિવે શ્રી ની માનસિક સ્થિતિ સુધારવાનું મુશ્કેલ કામ પૂરું પાડ્યું.શ્રી ની સહમતી થી એનાં અને શિવનાં લગ્ન થયાં.. આખરે શિવ અને શ્રી એ એકબીજાને પરિતૃપ્ત કરવાનું અસીમ સુખ પ્રાપ્ત કરી જ લીધું જેની તડપ એ બંને ને જાણે વર્ષો નહીં પણ સદીઓથી હતી.

સુહાગરાત ની મીઠી યાદો ને મનમાં ભરી જ્યારે સવારે શ્રી ની આંખ ખુલી ત્યારે એને પોતાની જાતને એકલી રૂમમાં જોઈ અને કંઈક યાદ આવી જતાં મોટેથી શિવ ને અવાજ આપવાં લાગી.

"શિવ,ક્યાં છે તું..શિવ.."

શ્રી નો અવાજ સાંભળી હમીર પોતાનું બધું કામ પડતું મૂકીને શિવ નાં બેડરૂમનાં બારણે ઉભો રહ્યો અને શ્રી ની તરફ જોઈને બોલ્યો.

"ભાભી,ભાઈ તો ઓફિસે ગયાં છે..હમણાં આવતાં જ હશે.."

"હમીર ભાઈ..એમને કહો કે મને બધું યાદ આવી ગયું..મારું નામ ઈશિતા છે અને શિવ જોડે જ હું કોલેજ કરતી હતી..અમે બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં અને એને જ મારું નામ શ્રી રાખવાનું કહ્યું હતું.."

"શું કહ્યું..તમને બધું યાદ આવી ગયું..તો તો જલ્દીથી હું શિવ ભાઈને કોલ કરીને આ ખુશખબર જણાવું.."હમીર રાજીનાં રેડ થતાં બોલ્યો.

શ્રી એ પોતાની ગરદન હકારમાં ધુણાવી હમીરને આ બાબતની જાણ શિવને કરવાની અનુમતિ આપી દીધી..હમીરે શ્રી ની અનુમતિ મળતાં જ શિવને કોલ કર્યો..શિવ તો આ વાત સાંભળી ને વિશ્વાસ નહોતો કરી શકતો..શિવ તો હમીર ની સાથે વાત થતાં જ જય ને ભેટી પડ્યો અને એને હમીર જોડે જે વાત થઈ એ વિશે જણાવ્યું.

"અરે યાર આતો બહુ સરસ ખબર છે..કાલે તારાં જેની જોડે લગ્ન થયાં એ જ આજે પ્રેમિકા સ્વરૂપે મળી જશે..શિવલા તું જા ઘરે અને આ પળ ને જીવી લે.."જય ખુશ થઈને બોલ્યો.

"હા ભાઈ..લગ્ન પછી મને જે છોકરી મળી હતી એ મારી એનાં તરફની સહાનુભૂતિ નાં લીધે મળી હતી..પણ શ્રી ને બધું યાદ આવી ગયું એનો મતલબ હવે એને મારો એની તરફનો પ્રેમ યાદ આવી જશે..એને કોલેજની એ મીઠી યાદો યાદ આવી જશે.."શિવ હરખાતાં બોલ્યો.

જયને જરૂરી સૂચન આપી શિવ પોતાની કાર લઈને નીકળી પડ્યો પોતાની ઈશિતા ને મળવા..પોતાની શ્રી ને મળવાં.. લોકોની પ્રેમિકા એની પત્ની બને..પણ અહીં તો શ્રી ને ભૂતકાળ સ્મરણ આવતાં એ પત્નીમાંથી પ્રેમિકા પણ બની જવાની હતી.

એકતરફ શિવ શ્રી ને મળવા ઓફિસેથી નીકળ્યો તો બીજી તરફ પોતાનાં સુહાગરાતનાં મીઠાં દર્દને સંકોરી શ્રી સ્નાન કરવાં બાથરૂમમાં પ્રવેશી..સ્નાન કરતી વખતે શ્રી ની આંખો સામે એનો સમગ્ર ભૂતકાળ સ્ફુરી ઉઠ્યો.એનું શિવની સાથે બેસી બસમાં કોલેજ જવું,નિધિ નાં લીધે સાગર અને દેવ નો ઝઘડો,સાગર નું નિધિ ને પ્રપોઝ કરવું,ડાન્સ કોમ્પીટેશનમાં શિવ ની જોડે ડાન્સ,છેલ્લે શિવનું પ્રપોઝ કરવું.

શિવની પ્રપોઝલ સ્વીકાર્યા બાદ પોતાનું શિવમય થઈ જવું..શિવની સાથે હાથમાં હાથ નાંખીને ફરવું,શિવનો પ્રથમ પ્રેમાળ સ્પર્શ,શિવે આપેલું પ્રથમ ચુંબન..આ બધી મીઠી યાદો ને આંખો બંધ કરી પાણી ની ઠંડી બુંદો સાથે માણતી શ્રી બાથરૂમમાંથી ભીનાં શરીરે ટુવાલ વીંટી બહાર નીકળી.

સામે દીવાલ પર લટકાવેલાં શિવ નાં ફોટો ને જોતાં એની અંદર ની સ્ત્રી સહજ શરમ ચહેરા પર છલકાઈ ગઈ..શ્રી એ પોતાનાં કપડાં પહેર્યાં અને શણગાર માટે વોર્ડરોબ ની સામે બેઠી..આજે શ્રી ને પોતાની જાત પૂર્ણ થઈ ગઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો..ભૂતકાળની મીઠી યાદોને વાગોળતાં શ્રી ને પોતાનો કડવો ભૂતકાળ પણ યાદ આવી ગયો.

પોતાનાં ભાઈ સહદેવનાં લીધે શિવ સાથે નાં પ્રેમ સંબંધ નો અકાળે અંત આવી જવો અને એની મરજી વિરૂદ્ધ એનાં વડોદરા નાં બિઝનેસમેન બીરેન સાથે લગ્ન થવાં.. બીરેન નાં ઘરનાં લોકોની નબળી માનસિકતા નાં લીધે શ્રી ને રોજ સહન કરવો પડતો ત્રાસ અને નોકરી પણ ના જવાં દેવામાં આવવું..બે વરસ સુધી આ બધું ટોર્ચર સહન કર્યાં બાદ શ્રીનું પોતાનાં પિયર ગયાં બાદ પાછું ફરવાનો ઇન્કાર કરી દેવો..પહેલાં તો શ્રી નાં પરિવાર દ્વારા એને પોતાનાં સાસરી જવાનું દબાણ પણ જ્યારે શ્રી એ પોતાની ઉપર થતાં અત્યાચાર ની નિશાની રૂપે શારીરિક ચોટ બતાવવી ત્યારે એમનું હૃદય પણ હચમચી જવું.

એક વર્ષની લાંબી કોર્ટ મેટર પછી શ્રી નાં ડાયવોર્સ તો થઈ ગયાં હતાં..પણ એ પોતે માનસિક રીતે ભાંગી ચુકી હતી..આજ કારણથી એ ડિપ્રેશનનો શિકાર બની ગઈ..ડોકટરની સલાહથી એની સારવાર શરૂ કરવામાં આવી..શ્રી આખો દિવસ પોતાનાં રૂમમાં એકલી જ ભરાઈ રહેતી,કોઈ જોડે ના બોલતી ના ચાલતી.શ્રી ને જાણવાં તો મળ્યું કે શિવ હવે જૂનાગઢ મૂકીને અમદાવાદ સ્થિર થઈ ગયો છે પણ એની હિંમત ના થઈ શિવ જોડે વાત કરવાની.

દવાઓ લેવાં છતાં શ્રી ની હાલત વધુ ખરાબ થઈ રહી હતી..અને છેલ્લે તો એ અર્ધપાગલ જેવી બની ગઈ..શ્રી ની આવી દશા જોઈ એનો મોટાભાઈ સહદેવ અને એનાં માતા-પિતા પણ પોતાની જાતને કોશતાં હતાં કે એમને શ્રી ને શિવથી અલગ કરી એનાં લીધે જ શ્રી ની જીંદગી દોજખ બની ગઈ હતી.

સવા વર્ષ પહેલાં શ્રી ની હાલત વધુ બગડતાં એને મુંબઈ લઈ જવામાં આવતી હતી ત્યારે એ પોતાનાં પરિવારથી મુંબઈ રેલવે સ્ટેશન પરથી વિખૂટી પડી ગઈ..મુંબઈથી એ સમયે એક ટ્રેઈન શિમલા જઈ રહી હતી..શિમલા શબ્દ સાંભળતાં જ શ્રી ને પોતાનો શિવ યાદ આવી ગયો અને એ કંઈપણ વિચાર્યા વગર એ ટ્રેઈનમાં બેસી ગઈ..આ રીતે પોતે શિમલા આવી ગઈ અને જે હાલતમાં એને ત્યાં દિવસો પસાર કર્યાં એ બધું શ્રી ને યાદ આવી ગયું હતું.

જેટલું દુઃખ સહન કરવાનું હતું એ કરી લીધાં બાદ કુદરતે શ્રી ને એનો શિવ પાછો આપ્યો હતો..અને આજે એ પત્ની તરીકે શિવની થઈ ચૂકી હતી..શિવનાં આવવાની રાહ જોતાં શ્રી બેસી હતી કે ક્યારે શિવ આવે અને એનું કપાળ હેતથી ચૂમી એને ગળે લગાવી લે.

હમીરનાં શિવને કોલ કર્યાં ને દોઢેક કલાક વીતી ગયો હતો પણ શિવ ના આવ્યો એટલે શ્રી ને થોડી ચિંતા જરૂર થઈ..કેમકે ગમે તેવો ટ્રાફિક કેમ ના હોય શિવની ઓફિસથી ઘરે પહોંચતા અડધો કલાક જ લાગે..શ્રી એ શિવને કોલ પણ કરી જોયો પણ એનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો.શિવનો ફોન બંધ આવતાં શ્રી એ જય ને કોલ લગાવી જોયો એ જાણવાં કે શિવ ઓફિસમાં છે કે નીકળી ગયો.પણ જય દ્વારા પણ એનો કોલ રિસીવ કરવામાં ના આવ્યો એટલે શ્રી ને કંઈક ખોટું થયાનો ભણકારો થયો.

એની છઠ્ઠી ઇન્દ્રિય એને સતત કહી રહી હતી કે શ્રી તારો શિવ કોઈ મુસીબતમાં છે..એની માથે કાળ નો પડછાયો મંડરાઈ રહ્યો છે..અને આખરે શ્રી ને જે ભીતિ હતી એની સાબિતી આપતો કોલ જયે એને કર્યો.જયનો કોલ આવતાં જ શ્રી એ ચિંતિત સ્વરે કહ્યું.

"અરે જય ભાઈ.. તમને મેં કેટલાં કોલ કર્યાં પણ તમે ઉપાડતાં જ નહોતાં..અને શિવ નો ફોન પણ સ્વીચઓફ આવે છે..."

"ભાભી..શિવ..."આટલું બોલી જય રડવા લાગ્યો.

"શું થયું છે..શિવને?..કેમ બોલતાં નથી?..બોલો ને..એ ક્યાં છે..?"એક પછી એક સવાલો વ્યગ્રતા સાથે શ્રી એ પૂછી લીધાં.

"ભાભી આપણાં શિવ નું એક્સિડન્ટ થયું છે અને એને ક્રિટિકલ કંડીશનમાં સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.."જય નાં અવાજમાં દુનિયાભર નો ભાર વર્તાઈ રહ્યો હતો.

જય ની વાત સાંભળી શ્રીનું શરીર તો સાવ ઠંડુ જ પડી ગયું..એનું મગજ કામ આપતું બંધ થઈ ગયું..એ અર્ધબેહોશ થઈને જ્યાં બેઠી હતી ત્યાં જ ઢળી પડી..શ્રી નાં નીચે પડવાનો અવાજ સાંભળી હમીર દોડીને એની રૂમમાં આવ્યો..હમીરે જોયું કે શ્રી જમીન પર પડી હતી અને એનાં જોડે પડેલાં ફોનમાં જય ભાઈ નો કોલ ચાલુ હતો.

આ દ્રશ્ય જોઈને હમીરનાં હૈયે પણ ફાડ પડી..કંઈક તો અજુગતું થયું હોવાનાં એંધાણ પામી હમીરે શ્રી ની જોડે પડેલો ફોન ઊંચકી ને કહ્યું.

"જય ભાઈ બોલો શું થયું છે..?"

"હમીર,તું છે..?"જય બોલ્યો.

"હા..હું વાત કરું..તમે ભાભી જોડે એવી તે શું વાત કરી કે એ બેહોશ થઈને ઢળી પડ્યાં..?"શ્રી ની તરફ જોતાં હમીર ચિંતિત સ્વરે બોલ્યો.

"હમીર,ઓફિસેથી ઘરે આવતાં શિવની કારને એક ટ્રકે ટક્કર મારી અને એમાં શિવનાં માથાં પર ગંભીર ઈજા થઈ છે..શિવ ને ક્રિટિકલ હાલતમાં સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે..ડૉક્ટરનું કહેવું છે આગામી ચોવીસ કલાક શિવની જીંદગી માટે સૌથી જરૂરી ચોવીસ કલાક છે.."જય બોલ્યો.

જય ની વાત સાંભળી હમીરને પણ આઘાત લાગ્યો..હમીરનો અવાજ પણ ઢીલો થઈ ગયો અને એને જય ને પૂછ્યું.

"જય ભાઈ,હું ભાભી ને લઈને હોસ્પિટલ આવી જાઉં..?"

"હા,તું શ્રી ભાભીને લઈને હોસ્પિટલ આવી જા..પણ તું ભાભી ને સાચવીને લાવજે..રખેને એમને કંઈ ના થઈ જાય.."જયે આટલું બોલી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

આ પરિસ્થિતિ ઘણી વિકટ તો હતી પણ એનો સામનો કર્યાં સિવાય બીજો કોઈ રસ્તો ના વધતાં હમીરે હિંમત એકઠી કરી અને પોતાની જાતને સ્વસ્થ કરી.હમીરે શ્રીનાં ચહેરા પર પાણીનો છંટકાવ કરી એને ભાનમાં લાવી..ભાનમાં આવતાં જ શ્રી જોરજોરથી "શિવ..શિવ.."કરીને રડવા લાગી.

"ભાભી તમે હિંમત રાખો..શિવ ભાઈને કંઈ નહીં થાય..મને શ્રદ્ધા છે મારાં કાળિયા ઠાકર પર..એ બધું ઠીક કરી દેશે..બસ તમે થોડી હામ રાખો.."શ્રી ને સમજાવતાં હમીર બોલ્યો.

પોતાની આંખનાં આંસુ ને ડ્રેસ નાં દુપટ્ટા થી લૂછતાં શ્રી હમીરને ઉદ્દેશીને બોલી.

"હમીર,ક્યાં છે મારો શિવ..મને લઈ જા એની જોડે.."

"હા ભાભી ચલો મારી સાથે..."હમીરે શ્રી ને ટેકો આપી ઉભી કરતાં કહ્યું.

શ્રી ને લઈ હમીર નીકળી પડ્યો સાલ હોસ્પિટલ તરફ..જ્યાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં શિવની ICU માં ડોકટરોની ટીમ ટ્રીટમેન્ટ કરી રહી હતી..પોતાને બધું યાદ આવી ચૂક્યું છે એ શિવને ગળે મળીને પોતે જણાવશે એવું વિચારતી શ્રી માટે તો હવે શિવ ને ગળે મળવાં મળે તો પણ ઘણું હતું એવી નોબત આવી ચૂકી હતી..ગાડી ની ગતિ સાથે શ્રી નાં મગજમાં ચાલતાં નકારાત્મક વિચારો ની ગતિ પણ વધી રહી હતી..જો શિવને કંઈ થઈ ગયું તો એવું વિચારી શ્રી ની આંખો વારંવાર છલકાઈ આવતી.

અહીં અમદાવાદ માં શિવ ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં એડમિટ હતો ત્યાં જૂનાગઢમાં બેસેલાં શ્રી નાં પિતાજી ગજેન્દ્ર સિંહ એ ન્યૂઝ ચેનલ પર શિવનાં અકસ્માતનાં સમાચાર સાંભળ્યાં..શિવ એક મોટો બિઝનેસમેન બની ગયો હોવાથી રજેરજની માહિતી રાખતાં રિપોર્ટર દ્વારા ન્યૂઝમાં શિવનાં અકસ્માત ની સાથે ગઈકાલે જ શ્રી નામની યુવતી જોડે શિવનાં લગ્ન થયાં હોવાની જાણકારી શ્રી નાં પિતાજીને મળી.

શિવની સાથે લગ્ન કરનારી શ્રી બીજું કોઈ નહીં પણ પોતાની જ દીકરી હોવાનું ગજેન્દ્રસિંહને લાગ્યું..કેમકે સહદેવનાં મોંઢે આ નામ થી શિવ એમની ઈશિતા ને બોલાવતો એ ગજેન્દ્રસિંહ એ સાંભળ્યું હતું.

હવે સત્ય શું હતું એ જાણવાં પોતાને અમદાવાદ જવું જ પડશે એમ વિચારી શ્રી ની મમ્મી ની સાથે ગજેન્દ્રસિંહ તસત્કાલિક અમદાવાદ જવાં માટે તૈયાર થઈ ગયાં.. સહદેવ ને પણ એમને આ વિશે જાણ કરી તો એ પણ એમની સાથે જવાં તૈયાર થઈ ગયો.આખરે શ્રી ને મળવાં એનો પરિવાર પણ જૂનાગઢથી અમદાવાદ જવાં નીકળી પડ્યો.

"ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે

તરો ત્યારે જ સાગરની હવા સારી નથી.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શું શિવ જીવિત બચી જશે..?શ્રીનાં પોતાનાં પરિવાર સાથેની મુલાકાત નું પરિણામ શું આવશે..?શું શિવ અને શિવ ફરીથી એક થઈ શકશે .?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો છેલ્લો ભાગ આવતાં સપ્તાહે..આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)