Vivah Ek Abhishap - 5 in Gujarati Horror Stories by jadav hetal dahyalal books and stories PDF | વિવાહ એક અભિશાપ - ૫

Featured Books
Categories
Share

વિવાહ એક અભિશાપ - ૫

        આગળ ના પ્રકરણમાં અાપણે જોયું કે પ્રત્યુષ વિક્રમ સાથે લગાવેલી શરત મુજબ અદિતિ ના ઘરે એના માતાપિતા સાથે જાય છે અને એના માતાપિતા પ્રત્યુષ માટે અદિતિ નો હાથ માગેછે પરંતુ અદિતિ ના પપ્પા અાદરપુર્વક અે પ્રસ્તાવ નો અસ્વિકાર કરીને એમને નિરાશ હ્રદયે પાછા મોકલે છે. અદિતિ દુખી થઇને એના રુમ માં બંદ થઇ જાય છે.બહુ પ્રયત્ન પછી અદિતિ દરવાજો ખોલે છે અને એના પપ્પા ને એના પ્રેમ ને બેરહમી થી ઠુકરાવવા નું કારણ પુછે છે ત્યારે અદિતિ ના પપ્પા એક સત્ય ઉજાગર કરે છે જે સાંભળીને અદિતિ પર અાભ ટુટી પડે છે અને એ સત્ય છે કે અદિતિ એમની  પુત્રી નથી .
                "તમે મારા પિતા નથી, અને હું તમારી પુત્રી નથી  તો પછી કોણ છું  હું?શું તમે અનાથાશ્રમ માંથી દત્તક લીધી હતી ?શું હું અનાથ છું?"મે મારા પપ્પા ની નજીક જઇ રડતા રડતા કહ્યું .
                        "ના તમે અનાથ નથી .પણ શું કહું તમને તમારું અસલી વ્યક્તિત્વ એટલું ઉંચુ છે કે મારે પણ તમને માન થી બોલાવવા પડે.તમે કોઇ સાધારણ ઘર ના નહિ પણ ચંદનગઢ ના રાજા સમરપ્રતાપ સિંહ ની પુત્રી એમની એકમાત્ર વારસદાર અને ત્યાં ની રિયાસત ની રાજકુમારી છો.અા ધન દોલત ,અા સફળ કારોબાર બધું તમારા જ પ્રતાપે છે.તમે ના હોત તો હું મારી દિકરી રિયા સાથે અા વ્યાપાર જગતમાં મારું સ્થાન બનાવવા માટે સંઘર્ષ જ કરતો હોત.   
                          અા સાંભળીને પણ મારા મન નો કલેષ ઓછો ના થયો પણ અાશ્ચર્ય જરુર થયું મે પુછ્યું ,"ભલે તમે કહો છો તો માની લઉં કે હું તમારી પુત્રી નથી અને  કોઇક ચંદનગઢ ની રાજકુમારી છુ તો પણ શું?એ વાત નો લગ્ન સાથે શું લેવાદેવા?શું ચંદનગઢ માં રાજકુમારીના લગ્ન ના કરવા એવો રિવાજ છે?અને જો કોઇ એવો રિવાજ હોય તો મારે નથી જોઇતી એવી રિયાસત.હું તમારી દિકરી અને પ્રત્યુષ ની પત્ની બનીને જ મારુ જિવન ગુજારવા માગુ છુ."
                             "વાત એમ નથી .તમે અામ અહિં બેસો .હું તમને શરુ થી જ બધી વાત કરું છું .પછી અાખી વાત સાંભળીને તમે જાતે જ ખબર પડી જશે કે તમારા લગ્ન કેમ ના થઇ શકે."
                           એમને મને ચેર ખસેડીને ચેર પર બેસાડી.પછી કહ્યું ,"તમે થોડીવાર બેસો હું હમણા અાવું છું."એમ કહીને રુમ ની બહાર ગયા અને થોડી વાર માં પાછા અાવ્યા ત્યારે એમના હાથમાં એક ફોટોફ્રેમ હતી .એમણે ક્યાંય સુધી એ ફોટો સામે ભાવુકતા થી જોયા કર્યુ અને પછી એ ફ્રેમ મારા હાથમાં અાપી.ફોટો ફ્રેમ બહુ જુની અને એની અંદર નો ફોટો પણ પીળો પડી ગયેલો .ફોટા માં બે છોકરાઓ હતા.જેમાં એક સાદા કપડા માં જ્યારે બીજાએ જોધપુરી સુટ પહેરેલો હાથમાં તલવાર , માથે લાલ રંગનો રેશમી વસ્રથી બનેલો સાફો પહેરેલો.હું કંઇ સમજી નહિ એટલે મારા પપ્પાએ કહ્યું ,અા અમારા બાળપણ ની તસવીર છે.જેમાં આ હું છુ અને જે સુટ પહેરીને ઉભા છે એ તમારા પિતાજી સમરપ્રતાપસિંહ છે.તમે એમની દિકરી છો.હું અને તમારા પિતાજી બાળપણ ના મિત્રો .બંને જણ બે શરીર અને એક જાન.અમને બંને ને એકબીજા વગર ચાલતુ નહિ .પણ મારા મિત્ર સમરપ્રતાપસિંહ ના પિતાજી રાજા ભાનુપ્રતાપ સિંહ ને અમારી મિત્રતા થોડી ઓછી ગમતી.કારણ કે હું એમના નોકરનો પુત્ર હતો.ધોરણ સાત  સુધી હું ચંદનગઢ માં ભણ્યો જ્યારે સમરપ્રતાપસિંહ ને ભણાવવા શિક્ષક હવેલી માં  અાવતા .એ પછી ભાનુપ્રતાપસિંહે સમરપ્રતાપસિંહ ને મોટા શહેર કાનપુરની મોટી સ્કુલ માં ભણવા મુક્યા અને મને એના થી દુરની એક સ્કુલ માં ભણવા મુક્યો .મારા અભ્યાસનો બધો જ ખર્ચ એ ઉઠાવતા પણ મારું સમરપ્રતાપસિંહ સાથે રહેવું એમને પસંદ ના હોવાથી એમને અા રીતે અમને બંને ને જુદા કરી દીધા.હું મન લગાવીને અભ્યાસ કરતો જેથી એ સ્કુલ માં હંમેશા પ્રથમ નંબરે જ અાવતો.અને અા રીતે મે બી.કોમ માં ગ્રેજ્યુએટ થયો.એ પછી હું એકવાર ચંદનગઢ મારા માતાપિતા તેમજ મારો મિત્ર મળી જાય એ અાશા એ  ગયો ત્યારે ખબર પડી કે તમારા પિતાજી ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ ગયા હતા.એટલે ત્યાં વધુ ના રોકાતા હું પણ મુંબઇ અાવ્યો ત્યાં મને નોકરી મળી.જ્યાં મને સરોજ મળી અને અમે બંનેમાં પ્રેમ થઇ જતા અમે લગ્ન બંધનમાં જોડાયા.લગ્ન પછી નોકરી ના કરતા મે પોતાનો વ્યાપાર કરવાનું વિચાર્યું એટલે નોકરી છોડી ને મે સાડીઓ મુંબઇ થી સુરત ટ્રેન માં જઇ ત્યાંથી સસ્તા ભાવે સાડીઓ લાવી મુંબઇ માં સારા ભાવે વેચવાનું શરુ કર્યુ .પણ એ વ્યાપાર માં જે દુકાનદારો ની મોનો પોલી હતી એમણે મારો નાનકડો  ધંધો ચાલવા ના દીધો અને મારો ધંધો ઠપ્પ થયો સાથે મારા માથે સારુ એવું દેવું ચઢી ગયું.એવામાં પાછી સરોજ પણ ગર્ભવતી થઈ એટલે હું ચિંતા માં જ ડુબેલો રહેતો કે હવે અા દેવું કેમ ઉતારીશ અને અાવનારા સંતાન ને કેમ કરી ઉછેરીશ.એ જ સમય માં એકદિવસ મારા ઘરે એક માણસ અાવ્યો .અેણે પોતાની ઓળખ રાજા સમરપ્રતાપસિંહ ના માણસ તરીકે અાપી.સાથે એણે જણાવ્યુ કે સમરપ્રતાપસિંહે જેમ બને એમ તાબડતોબ મને ચંદનગઢ બોલાવ્યો છે.હું મારી પત્ની સરોજ ને પડોસીઓ ના ભરોસે ઘરે મુકીને ચંદનગઢ ગયો.ત્યાં જઇ ને હું સમરપ્રતાપસિંહ ને મળ્યો.ત્યારે ભાનુપ્રતાપસિંહ દુનિયામાં નહોતા પણ એમના સ્થાને સમરપ્રતાપસિંહ રાજા હતા .પણ એમની તબિયત પણ ખરાબ થઈ ગયેલી હતી.બહુ નખાઇ ગયા હતા.નિરાશા અને પશ્ચાતાપ થી ભરાઈ ગયા હતા. .થોડા દિવસ ના જ મહેમાન હતા એ .બિસ્તરમાંથી બેઠા થવાની શક્તિ પણ ગુમાવી બેસેલા .એમની પત્ની દુર્ગાદેવીઅને અનેક નોકરો તથા ડોક્તરો ની ફોજ  રાતદિવસ એમને સાજા કરવામાં રોકાયેલા હતા .પણ એમની તબિયત માં કોઈ સુધારો જણાતો નહોતો.જ્યારે એમને ખબર પડી કે હું અાવ્યો છુ ત્યારે એમણે મને પાસે બોલાવ્યો.અને કહ્યું ,"ખબર નહિ હવે ક્યારે મારી અાંખ મિંચાઇ જાય .તું મારો મિત્ર છે અને અા બાબતે હું તારા પર જ વિશ્વાસ કરી શકું છું.એક મિત્ર તરીકે મરતા પહેલા હું તારી પાસે કંઇક માગુ તો તું મને અાપીશ."
                    "તમારે માગવાનું ના હોય તમારે તો હુકમ કરવા નો હોયતમે કહો તો મારો જીવ કાઢીને તમને અાપી દઉં.મારું જે કંઇ પણ છે તમારું જ દીધેલું છે બદલામાં હુકમ કરો તમે જે કહેશો એ કરીશ."
             એમની પત્ની દુર્ગાદેવીએ સંકેત અાપ્યો એટલે ડોઢ વરસ ની એક પરી જેવી બાળકીને તેડીને એક અાયા અમારી સામે હાજર થઈ .એની સામે અાંગળી ચીંધતા સમરપ્રતાપસિંહે કહ્યું ,"અા મારી પરી, મારી ઢીંગલી, અને અા રિયાસત ની રાજકુમારી અને એકમાત્ર વારસદાર એને તારી સાથે લઇ જા.કેમ કે એ અહિં સુરક્ષિત નથી .અા ચંદનગઢ એક ભયંકર પ્રેતાત્મા ના સકંજામાં સપડાયેલુ છે .અહિં કોઈ સુરક્ષિત નથી .મારી અદિતિ પણ જો અહિં રહેશે તો એ પ્રેતાત્મા  એને મારી નાખશે.તું અા જગ્યાએથી દુર લઇ જા એને .જ્યાં એ સલામત પણે મોટી થઈ શકે.પણ હા એ વાતનું ખાસ ધ્યાન રાખજે કે તારા સિવાય ના બીજા પુરુષો થી દુર રહે.એના લગ્ન કરવા નું પણ વિચારતો નહિ જો કોઇ પુરુષ સાથે એના લગ્ન થયા કે કોઇ ની ય સાથે એણે સંબંધ રાખ્યો તો ચંદનગઢ ની પ્રેતાત્મા ત્યાં પણ એને નહિ છોડે.મારી બહેન ના લગ્ન કરાવી ને એ ભુલ હું કરી ચુક્યો છું.જેનું પરિણામ એ અાવ્યું કે મારા બહેન અને બનેવી બંને ને પોતાનો જીવ ખોવો પડ્યો.બહુ ભયંકર રીતે મ્રૃત્યુ પામ્યા.અને એ વાત નો પસ્તાવો કદાચ મારો પણ જીવ લઇ લેશે.પણ તું મારી પુત્રી સાથે આવું નહિ થવા દે .મને વચન અાપ કે પુરુષો ના સંપર્ક થી દુર રાખીશ એને.અને ક્યારેય એના લગ્ન નહિ કરે."સમરપ્રતાપજી અાટલુ બોલતા હાંફી ગયા હતા.શ્વાસ ચઢી ગયો હતો.એટલે ડોક્ટરો એ ઓક્સિજન નું માસ્ક લગાવી દીધું .મે એમની લાચાર આંખો માં જોઇહાથ માં હાથ મુકી કહ્યું ,"હું વચન દઉં છું કે એને મારી દિકરી ની જેમ જ મોટી કરીશ.અને ના લગ્ન કરાવીશ કે ના મારા સિવાય બીજા કોઇ  પુરુષ નો પડછાયો પડવા દઇશ.હું વચન આપુ છું."
                  મારું વચન સાંભળીને એમને થોડી શાંતિ થઈ .અને ઘેન ના ઇંજેક્શન ની અસર હેઠળ સુઇ ગયા.
                      એ પછી મે પણ નક્કી કર્યુ કે એમને સાજાનરવા જોઇ ને જ જઇશ પણ એવું થઈ ના શક્યુ.મારા વચન અાપ્યા પછી થોડા જ દિવસ માં એ મ્રૃત્યુ પામ્યા.એમની અંતિમવિધિ કર્યા પછી મે રાણી દુર્ગાદેવીને પણ પુછ્યું ,"સમરપ્રતાપસિંહજી એ મારી પાસેથી અાવું વચન કેમ લીધું.શું થયું હતુ મારા ગયા પછી?"
           ત્યારે એમણે નિસાસા સાથે  કહ્યું ,"અા રાજપરિવાર પર શ્રાપ લાગ્યો છે અા પરિવાર માં જન્મેલી કોઇ પણ કન્યા જો લગ્ન કરશે કે કોઇ પુરુષ સાથે સંબંધ પણ રાખશે તો અે કન્યા ની સાથે એ પુરુષ પણ પોતાનો જીવ ખોઇ દેશે.પિતાજી  એ ચેતવણી અાપેલી હતી મરતા પહેલા કે યશોધરા ના લગ્ન ના કરાવતા પણ રાજાસાહેબ વિદેશથી ભણીને અાવેલા એ વાત પર વિશ્વાસ ઓછો હતો.એમને એમ કે વહેમ હશે એમને ધામધુમથી લગ્ન પણ કરાવ્યા.પરંતુલગ્ન ની બીજી જ સવારે  સુકેતુજી મ્રૃત્યુ પામ્યા અને પછી  યશોધરા મ્રૃત્યુ પામી. એ  પછી એમને વિશ્વાસ અાવ્યો.કે એમને કેટલી મોટી ભુલ કરી દીધી .એ બંને ના મોત નો પસ્તાવો એમને અંદર ને અંદર કોરી ખાવા લાગ્યો અને અાખરે એમનો પણ જીવ લઇને જ ગયો.એમ કહેતા દુર્ગા દેવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.થોડી વાર પછી શાંત થઈ ને એમણે કહ્યું ,"તમે લઇ જાઓ અદિતિ ને અહિંથી  .એને સારા સંસ્કાર અાપજો અને ખાસ તો એને પુરુષો થી દુર જ રાખજો .જ્યારે સમય અાવશે ત્યારે એ અહિં પાછી અાવશે અને અા રિયાસત સંભાળશે.એવો પણ સમય અાવશે જ્યારે તમારે બધું સત્ય જણાવવું પડશે.પણ એ યોગ્ય સમયે જ જણાવજો જ્યારે એ અા બધું સમજતી થાય ત્યારે જણાવજો ત્યારે એ પોતે જ સમજી જશે અને પ્રેમ કરવાથી દુર જ રહેશે."
                          એ પછી હું તમને લઇ મુંબઇ અાવતો રહ્યો .સરોજ  રિયાને જન્મ અાપીને દુનિયામાંથી જતી રહીતમને બંનેને મોટા કરવાની જવાબદારી મારા પર અાવી પડી. .તમારા ભરણ પોષણ માટે રાણી સાહેબા ત્યાંથી લાખો રુપિયા મોકલાવતા .મે  એના થી જ મારા દેવું ચુકતે કર્યુ  અને પછી  વ્યાપારમાં નાનું એવું રોકાણ કર્યુ .જેથી મને ફાયદો થયો અને પછી એ જ રીતે મારી મહેનત થી અને સાહસ થી ધનરાજ દિવાન બની ગયો.અા સત્ય સમજવા જેટલી તમારી ઉમર ત્યારે નહોતી પણ હવે જ્યારે તમે છોકરી  માંથી યુવતી બન્યા છો અને વાત અહિં સુધી પહોંચી ગઇ છે ત્યારે એ જરૂરી છે કે હું તમને સત્ય જણાવું.તમારા ભલા માટે જ કહું છું કોઇ ને પણ પ્રેમ ના કરશો નહિ તો દુખ સિવાય કંઇ જ નહિ મળે .હું તમને ખોવા નથી માગતો.નથી તમારા પિતાજી ને અાપેલુ વચન તોડવા માગતો.હું અાશા રાખું છું કે તમે મને સમજી શકશો."એમ કહીને મારા માથા પર હાથ ફેરવ્યો હું એમના ગળે વળગી ને ધ્રસકે ધ્રુસકે રડતી રહી.એ પછી પણ ક્યાંય સુધી રડતી જ રહી .પછી સવાર ક્યાં પડી કંઇ ખબર જ નહિ રહી.
             @@@@@@@@@@@@@@@@@@@
                      સવારે ઉઠી ત્યારે પપ્પા ઓફિસ જઇ ચુક્યા હતા.અને રિયા સ્કુલ જઇ ચુકી હતી.માથુ  ભારે ભારે લાગતુ હતુ.કાલની વાત યાદ અાવતા જ નિસાસો નીકળી ગયો.એવું લાગતુ કે હવે જીવનમાં જીવવા જેવું કંઇ છે જ નહિ.જીવન અાખું કુંવારા રહીને અામ જ નિસાસા માંજ કાઢી નાખવું પડશે એમ વિચારતા જ અાંખમાં ફરીથી અાંસુ ધસી અાવ્યા.ત્યાં જ મારી દેખરેખ રાખનારી મારી બેનપણી જેવી કમલા અાવી.એ બિચારી ની સાથે પણ કુદરતે એવો જ અન્યાય કર્યો હતો.નાની ઉમરમાં વિધવા બની ગઇ હતી.એમના સમાજ માં વિધવા વિવાહ થતા નહોતા.પોતાના ડોઢ વરસ ના બાળક ને મોટુ કરવા અમારે ત્યાં નોકરી કરતી હતી.એ કમલા એ જોયું કે હું ઉઠી ગઇ છું મારા માટે ચા લઇ ને અાવી.મને રડતા જોઇને પુછ્યું ,"કેમ બેન બા સવાર સવારમાં રડો છો?"
            એણે મને શાંત કરી એટલે મે એને વાત જણાવીકેમ કે હું દરેક વાત એને જણાવતી કેમ કેએણે ક્યારેય એ વાતો જાહેર નહોતી થવા દીધી ત્યાં સુધી કે પ્રત્યુષની વાત પણ એને ખબર હતી.જે રિયા કે પપ્પા બંને જાણતા નહોતા એ વાત મે એને જણાવી હતી એટલે અા વાત પણ મે એને કરી.તો એની અાંખો પણ અાશ્ચર્ય થી પહોળી થઇ ગઇ.મે કહ્યું ,"કમલા ,તું વિધવા છે તારા નસીબમાં ભગવાને પતિપ્રેમ વધારે સમય સુધી ટકવા ના દીધો તો ય થોડા સમય સુધી પણ તુ કોઇકની પત્ની બની અને તારે બાળક પણ છે જ.પણ જો ને મારું નસીબ તો ઇશ્વરે કેવી સ્યાહીથી લખ્યું છે કે હું ના કોઇની સાથે લગ્ન કરી શકું ના કોઇ ને પ્રેમ કરી શકું.મને ક્યારેય એ સુખ નહિ મળે.અને કદાચ જો ભુલેચુકે ય પ્રત્યુષ સાથે ના સંબંધમાં અાગળ વધી તો હું જ પ્રત્યુષ ની મોતનું કારણ બની જઇશ.જે મને કદાપિ મંજુર નથી.મારે પ્રત્યુષ વગર જીવન કાઢવું પડશે એ વિચારે અત્યારથી જ મારું કાળજુ ફાટી જાય છે .હું અા શાપિત જીવન નો ભાર કેમ કરીને ઉપાડીશ.આના કરતા તો મરી જવું સારુ."
            "એમ હિંમત હારી જવાથી કંઇ નહિ વળે .તમે પ્રત્યુષને અા વિશે વાત કરી જુઓ.એમની પાસે અા વાત નો કોઇ ઉપાય મળી અાવે.કદાચ કોઇ પહોંચેલો તાંત્રિક હોય જેની પાસે અા શાપ નું કોઇ નિવારણ હોય.પહેલા તો તમે ચા પી લો પછી સ્નાન કરી લો એટલે સારું લાગશે .પછી તમે પ્રત્યુષને મળો અને અા વાત કરો. સહુ સારા વાના જ થશે."
              "એની વાત બરાબર લાગી એટલે નહાવા ગઇ .ગરમ પાણી થી સ્નાન કર્યા પછી સાચે જ સારુ લાગ્યુ.એ પછી પ્રત્યુષને ફોન કર્યો ને કેન્ટિન માં મળવા જણાવ્યુ.અને તૈયાર થઈ ને પ્રત્યુષને મળવાની જગ્યાએ પહોંચી ગઇ.
                ત્યાં અડધા કલાકની રાહ જોવડાવ્યા બાદ એ અાવ્યો.ત્યાં સુધી તો હું બેચેનીથી અડધી થઇ ગઇ.
એ અાવ્યો એટલે મે એને બધી વાત જણાવી.તો એ સાંભળીને એ ય વિચાર માં પડી ગયો.કંઇક વિચાર કર્યા પછી એણે કહ્યું ,"આપણે ફરી ક્યારેક અા બાબતે ચર્ચ‍ા કરીએ .અત્યારે મારે એક જરૂરી કામ છે .એટલે મારે જવું પડશે."
          "મે તને અાટલી મોટી વાત જણાવી .તો ય તું એવું વર્તન કરે છે જાણે કે કંઇ જ બન્યુ નથી .તારા માટે મારા થી પણ વધારે બીજુ કયુ જરૂરી કામ છે?"
                 "જાનુ ,તે અચાનકથી અાટલી મોટી વાત કરી છે મારે પણ ઘરે જઇને વિચારવું પડશે ને કે અા બાબતે શું થઈ શકે?હું અત્યારે જઉં છું પણ અા બાબતે વિચારીને જરુરથી કોઇક ઉપાય કરીશ.ઓકે.યુ ડોન્ટ વરી.અાઇ વીલ ડુ સમથિંગ અબાઉટ ધીસ."એમ કહીને  એ જતો રહ્યો .હું એને જતા જોઇ રહી.

         એ પછી મને અાશા હતી કે પ્રત્યુષ જરુરથી કોઇક ઉપાય કરશે પણ થોડા જ દિવસોમાં પુજા નો ફોન અાવ્યો .એણે જણાવ્યું કે પ્રત્યુષે બિલ્ડર અગ્રવાલની નાની બહેન શ્વેતા  સાથે સગાઇ કરી લીધી છે.એ જાણી ને બહુ મોટો અાઘાત લાગ્યો .મારી રહીસહી અાશા પર પણ પાણી ફરી વળ્યુ.ને હું દુખ ના દરિયા માં ગરકાવ થઈ ગઇ .