Second chance - 9 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | સેકેન્ડ ચાન્સ - ભાગ 9

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સેકેન્ડ ચાન્સ - ભાગ 9

આશુતોષ ગાડી રસ્તા પર લે છે. 

કમળાબેન : અર્ચના કેટલી સારી છોકરી છે એકદમ પ્યારી. મારા વિહાનને તો જાણે એનો જ છોકરો હોય તેમ પ્યાર કરે છે. 

પ્રાચી : હા અને કેર પણ કેટલી કરે છે એની. વિહાન પણ એની સાથે કેટલો એટેચ્ડ થઈ ગયો છે. અને એ છે પણ કેટલી નિખાલસ. પણ ભાઈ તમે એને બહુ સતાવી. 

આશુતોષ : અરે પણ શું કરુ એનો ચેહરો જોઈને મારી હસી રુકતી જ ન હતી. અને મે કંઈ એકલો થોડો હતો તમે પણ તો એની મજાક કરતા હતા.

કમળાબેન : બસ હવે તમે બંને એની મજાક ઉડાવવનુ બંધ કરો. અને થોડા અચકાયને કહે છે " બેટા આશુ અર્ચના મને ખૂબ ગમે છે. હુ શું કહુ છુ,તુ એના વિશે વિચારે તો "

આશુતોષ : મમ્મી હુ જાણું છું તુ કેહવા માંગે છે પણ કોઈની સાથે થોડી હસીને વાત કરવાથી એને લાઈફ પાર્ટનર નહી બનાવાય. હું જાણું છું કે અર્ચના અને વિહાન એકબીજા સાથે ઘણા એટેચ્ડ થઈ ગયા છે. પણ એના કારણે આપણે તેને જીંદગીભરના બંધનમાં નહી બાંધી શકીએ. 

કમળાબેન : પણ બેટા 

આશુતોષ : પણ બણ કંઈ નહી હવે તમે પાછા આ ટોપિક પર વાત કરી તો હુ અર્ચના તો શુ બીજી કોઈ છોકરી સાથે વાત પણ નહી કરીશ.

કમળાબેન : સારુ બેટા હવે હુ આ વિષય પર વાત નહી કરુ પણ તારે પણ મને એક વચન આપવુ પડશે.

આશુતોષ : કેવુ વચન ?

કમળાબેન : એ જ કે જ્યારે પણ તુ અર્ચના વિશે કંઈક ફીલ કરશે તો પોતાને અને અર્ચનાને એક તક ચોકકસ આપીશ. બોલ આપીશ ને પ્રોમિસ.

આશુતોષ : ( જો હુ અત્યારે હુ આનાકાની કરીશ તો મમ્મી મારુ માથું દુઃખાવી દેશે.) સારુ હુ પ્રોમિસ આપુ છુ. 

ઘરે પહોંચીને આશુતોષ ફ્રેશ થઈને પલંગ પર પડે છે. આટલો થાક લાગવા છતાં એની આંખોમા ઉઘ ન્હોતી. રહી રહીને એની સમક્ષ અર્ચનાનો ચહેરો જ આવ્યા કરે છે. અર્ચનાના સ્પર્શનો એહસાસ હજુ પણ તે અનુભવે છે. એની મહેક હજુ પણ એના દિલોદિમાગ પર છવાયેલ છે. તે વિચારે છે,કેમ અર્ચનાનો ચેહરો મારી આંખ આગળ આગળથી ખસતો નથી. કેમ એના વિચારો જ આવ્યા કરે છે. ના ના એ તો મમ્મીએ પેલી વાત કરી એટલે બાકી બીજુ કંઈ નથી. છતાં પણ અર્ચનાના ડરેલ ચેહરાને યાદ કરતા તેના ચેહરા પર મુસ્કાન છવાઈ જાય છે. 



*  *  *  *  *

              મુંબઈ પ્રવાસને એકાદ અઠવાડિયું થયું હતુ. રાત્રે વિહાન અર્ચના સાથે વાત કરવાની જીદ કરે છે આશુતોષ અને કમળાબેન એને ઘણું સમજાવે છે પણ તે માનતો નથી છેલ્લે હારીને આશુતોષ પ્રાચી પાસેથી અર્ચનાનો નંબર લે છે અને તેને ફોન કરે છે. 

અર્ચના : આ કોનો unknown number છે !!! હેલ્લો.....

વિહાન : મમ્મીઈઈઈ..... 

અર્ચના : ઓહ વિહાન માય ચેમ્પ. બેટા શું કરે છે તુ ? 

વિહાન : મમ્મી તમે મને મળવા કમ નઈ આવ્યા ? મે તમને કેટલા યાદ કર્યા. 

અર્ચના :  miss you too baby પણ મારી પાસે તારો નંબર નહોતો તો ફોન કેવી રીતે કરુ.

વિહાન : એટલે જ મે પપ્પાને કહ્યું કે તમને ફોન કરે. 

અર્ચના : તારા પપ્પા પાસે મારો નંબર હતો !! 

વિહાન : મને નઈ ખબર આ લો તમે જ પૂછી લો. એમ કહી તે આશુતોષને મોબાઈલ આપે છે. 

આશુતોષ :  sorry રાત્રે તમને ફોન કર્યો. પણ વિહાન બહુ જીદ કરતો હતો એટલે પ્રાચી પાસેથી નંબર લઈને નાછુટકે મારે ફોન કરવો પડ્યો. 

અર્ચના : it's ok Ashutosh એમા આટલી formality કરવાની જરૂર નથી. વિહાનને જ્યારે મારી સાથે વાત કરવી હોય ત્યારે તમે મને ફોન કરી શકો છો. 

આશુતોષ :  thanks

કમળાબેન : અરે કોઈ મારી  સાથે તો વાત કરાવો. તમે એકલા એકલા જ વાતો કરો છો. 

આશુતોષ : હા મમ્મી તમારી સાથે પણ વાત કરાવું છું. આ લો બસ. એમ કહી આશુતોષ ફોન એની મમ્મીને આપે છે. 

કમળાબેન : કેમ છો બેટા તુ તો અમને ભૂલી જ ગઈ.

અર્ચના : ના ના...માસી એવુ કંઈ નથી. હુ પણ તમને બધાંને બહુ યાદ કરુ છુ. અને તમે કેમ છો ? તબીયત તો સારી છે ને ? 

કમળાબેન : હા હા બેટા મારી તબિયત સારી છે. તને જોવાનુ બહુ મન થાય છે કોઈક વાર મળવા આવને બેટા આ વિહાન પણ તને ઘણી યાદ કરે છે. 

અર્ચના : હા માસી મને પણ તમને બધાને મળવાનું ખૂબ મન થાય છે. હુ તમને મળવા જરૂર આવીશ .

કમળાબેન : એવુ હોય તો હું આશુ ને મોકલીશ તને લેવા. લે આ વિહાન સાથે વાત કર.

વિહાન : મમ્મી તમે ક્યારે આવો છો મને મળવા.

અર્ચના : વિહાન હુ જલ્દી આવીશ તને મળવા હવે ધણી રાત થઈ ગઈ છે તુ સૂઈ જા બેટા

વિહાન : હા મમ્મી good night mummy i love u mummy. આટલુ કહીને તે ફોન આશુતોષને આપી દે છે 

અર્ચના : good night sweety i love u too  ( અર્ચનાને ખબર નથી કે સામે આશુતોષ છે એ વિહાન સમજીને આ બધુ કહે છે. 

આ બાજુ અર્ચનાના મોઢે i love u સાંભળીને આશુતોષ ઝબકી જાય છે. પણ પછી એને ખ્યાલ આવે છે કે અર્ચના વિહાન સમજીને આ બધું કહે છે. અને તે ખોંખારો ખાય છે. 
આશુતોષનો અવાજ સાંભળી અર્ચના ચોકી જાય છે. 

આશુતોષ : સંકોચ સાથે કહે છે sorry  આ વિહાન ફોન મને પકડાવીને ચાલ્યો ગયો. 

અર્ચના : it's ok good night આટલુ તો માંડ માંડ બોલી અર્ચના ફોન મૂકી દે છે. પહેલા તો એ ઘણી ગભરાઈ જાય છે પણ પછી આશુતોષનો ખ્યાલ આવતા શરમાઈ જાય છે એક હલકી મુસ્કુરાહટ એના હોઠો પર આવી જાય છે. 

આ બાજુ અર્ચનાનો આમ એકદમ ફોન મૂકી દેવાથી આશુતોષ વિચારે છે કે અર્ચનાને ખોટું તો નથી લાગ્યુ હશે ને. પણ મે ક્યા કશુ કહ્યું છે. ચોક્કસ એ શરમાઈ ગઈ હશે. અર્ચનાના મુખે i love u સાંભળીને આશુતોષના મનમાં એક મીઠી ટીસ ઉપડે છે. અને એ મંદ મંદ મુસ્કુરાય છે 

*  *  *  *  *  *

આજે રવિવાર હોવાથી અર્ચના રિલેક્સ થઈને બેઠી હોય છે ત્યા જ પ્રાચીનો ફોન આવે છે.

પ્રાચી : હેલ્લો અર્ચનાદીદી જલ્દી તૈયાર થઈ જાઓ અમે તમને લેવા આવીએ છીએ. 

અર્ચના : અરે અરે શ્વાસ તો લે બકા તુ શું કહે છે મને કંઈ ખબર નથી પડતી !

પ્રાચી : ઓહ મે તો તમને એ કહ્યુ જ નહી એમા એવું છે ને કે આજે રવિવાર હોવાથી અમે લોકોએ મુવી જોવાનો પ્લાન બનાવ્યો છે તો મને થયું કે તમને પણ કહી દવ. 

અર્ચના : ઓહ બકા એમ વાત છે ! પણ મને મુવી જોવાનું મન નથી. તમે લોકો જઈ આવો હુ બીજી વાર આવીશ. 

પ્રાચી : એવુ ના કરો દીદી પ્લીઝ આવો ને અમે બધા કેટલા exite છે તમે નહી આવો તો બધાંનુ મુડ ખરાબ થઈ જશે. વિહાન તો તમે આવવાના છો એ સાંભળીને કેટલો ખુશ થઈ ગયો હતો. આશુભાઈ પણ જેમ તેમ માન્યા છે. 

અર્ચના : આશુતોષ પણ આવવાનો છે એ સાંભળી અર્ચનાની આંખોમાં ચમક આવી જાય છે વિહાનને મળી શકાશે તે વિચારથી તે ખુશ થઈ જાય છે. અને કહે છે વિહાન પણ આવે છે ? સારું હુ આવુ છુ એ બહાને તમને બધાને મળી લેવાશે તમારા બધાની બહુ યાદ આવે છે 

પ્રાચી : ઓહોઓઓઓ બધાંની યાદ આવે છે !!! બધાની જ કે પછી કોઈ એકની ? 

અર્ચના : શું ? તુ શુ કહે છે મને કંઈ ખબર નથી પડતી.

પ્રાચી : જાવ જાવ હવે મને નઈ બનાવો મને ખબર છે હવે તો ફોન પર પણ વાત થવા લાગી છે. અમને તો કોઈ ફોન નથી કરતુ !! 

અર્ચના : ઓહહહ એ તો વિહાને મારી સાથે વાત કરવી હતી એટલે આશુતોષે મને ફોન કરેલો and by the way મારો નંબર કોણે આપેલો ? તુ પણ મને ફોન કરી શકતી હતી ને? 

પ્રાચી : ઓ કે બાબા સોરી તમને ફોન નઈ કરવા માટે and don't mind Di I am just kidding.

અર્ચના : it's ok dear i don't mind. હવે તુ ફોન મુકે તો હુ રેડી થાવ. 

પ્રાચી : ya sure and hurryup we catch you in few minutes by see you 

અર્ચના : by by

ફોન ચાર્જીંગમા મૂકીને અર્ચના તૈયાર થવા જાય છે આમ તો એ તૈયાર થવામાં વધારે સમય નહી લેતી જે હાથમાં આવે તે કપડાં પહેરી લેતી. પણ આજે એ કયા કપડાં પહેરે એ નક્કી જ નથી કરી શકતી. ઘણી ગડમથલ પછી તે લોંગ સ્કર્ટ અને ટોપ પસંદ કરે છે અને તૈયાર થાય છે. આજે પણ એ મેકઅપના નામ પર આંખોમાં કાજલ અને હોઠો  પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક લગાડે છે. કાનમાં સ્કર્ટના મેચીંગ ઈઅરીંગ પહેરે છે. એક હાથમાં ઘડીયાળ અને બીજા હાથમાં એન્ટીક કડું પહેરે છે. 

પ્રાચી અને બીજાબધાં એના ઘરની નીચે પહોંચે છે પ્રાચી તેને ફોન કરીને નીચે આવવાનું કહે છે. અર્ચના પર્સ અને ફોન લઈને એના મમ્મી પપ્પાને by કહી ફટાફટ નીચે ઉતરે છે અર્ચનાના મમ્મી પપ્પા પણ એમની છોકરીને ખુશ જોઈને ઘણા ખુશ થાય છે.

અર્ચનાને આવતી જોઈને આશુતોષ ખુશ થઈ જાય છે અને પોતાને પણ સમજ નથી પડતી કે તે કેમ અર્ચનાને જોઈને કંઈક અલગ ફીલીંગ અનુભવે છે. અર્ચના બધાને ઉમળકાથી મળે છે. આશુતોષ સાથે નજર મળતા તેને ફોન પર આઈ લવ યુ કહેવાવાળી ઘટના આવે છે અને તે શરમથી નજર ઝૂકાવી લે છે આશુતોષ પણ તેને આમ કરતા જોઈને હસી પડે છે. અને બધાં થિયેટર તરફ નીકળી પડે છે.

બધા પોતપોતાની સીટ પર ગોઠવાય છે પ્રાચી ને કમળાબેન જાણીજોઈને સુભાષ અને સરિતાની આજુબાજુ બેસે છે જેથી અર્ચના ને આશુતોષ એકબીજાની બાજુમાં બેસી શકે.
રેયાંશ અને વિહાન પણ એકસાથે બેસવાની જીદ કરે છે એમ પણ આશુતોષે એ બંને વચ્ચે એક ટીકિટ લીધી જ હોય છે.  છેલ્લે બે જ સીટ બચી હોવાથી ના છૂટકે અર્ચનાએ આશુતોષની બાજુમાં બેસવું પડે છે. આશુતોષની બેસવાથી અર્ચનાને સંકોચ થાય છે પણ આશુતોષ તો નોર્મલ બીહેવ કરે છે. એ અર્ચનાને કહે છે, " don't  worry i know it was coincident so don't feel guilty, it's ok. "

અર્ચના : thanks. thanks for understand me. 

જવાબમાં આશુતોષ ફક્ત હળવી સ્માઈલ આપે છે.

3D  ફિલ્મ હોવાને કારણે અચાનક આવતા મોટા અવાજથી અર્ચના ડરી જાય છે અને આશુતોષનો હાથ જોરથી પકડી લે છે. આશુતોષ એની તરફ જૂએ છે તો તે આંખો બંધ કરીને ધીરેથી મમ્મી મમ્મી બોલતી હોય છે. તે અર્ચનાનો હાથ પકડે છે. જાણે રૂની પૂણી પકડી હોય એવો મુલાયમ હાથ એનો હોય છે. તે કહે છે ડર નહી હુ છુ જ તારી સાથે. અને અર્ચના સુકુન સાથે આશુતોષનો હાથ પકડી રાખે છે. 

ફિલ્મ પૂરી થયા પછી બધા જમીને ઘરે જાય છે. પોતાની આજની હરકતથી અર્ચના શરમ અનુભવે છે તે પોતાની જાતને જ કહે છે કે , " અર્ચના આમ વારંવાર ગભરાવું સારુ ના કહેવાય એ તો સારુ છે કે આ વખતે આશુતોષે તારી મજાક નહી ઉડાવી અને કોઈને કહ્યું પણ નહી " તે વિચારે છે કે  આશુતોષ કેટલો કેરીંગ છે અને તેને પોતે આશુતોષનો હાથ પકડવુ યાદ આવે છે તે એના સ્પર્શના એહસાસને માણતી સૂઈ જાય છે.