Bhedi Tapu - Khand - 3 - 19 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 19

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 19

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(19)

જળબંબાકાર

બીજે દિવસે 8મી જાન્યુઆરીના રોજ દિવસ અને રાત પશુશાળામાં વિતાવીને હાર્ડિંગ અને આયર્ટન પાછા ગ્રેનાઈટ હાઉસમાં આવી પહોંચ્યા.

ઈજનેરે તરત જ પોતાના બધા સાથીઓને ભેગા કર્યા અને ટાપુ પર આવી રહેલી ભયંકર આપત્તિની જાણ કરી. આફતમાંથી તેમનને કોઈ માનવશક્તિ બચાવી શકે તેમ ન હતી.

“મિત્રો,” હાર્ડિંગે લાગણીભર્યા અવાજે કહ્યું. “આ ટાપુનો નાશ બહુ થોડા સમયમાં થશે અમે લાગે છે. એ નાશનું કારણ તેની અંદર જ રહેલું છે. તેમાંથી તેને કોઈ બચાવી શકે તેમ નથી.”

બધા એકબીજા સામે જોઈ રહ્યાં. તેઓ હાર્ડિંગનું કહેવું સમજી શક્યા ન હતા.

“કપ્તાન નેમોએ મરતાં પહેલાં મારી સાથે જે ખાનગી વાત કરતી હતી; તે આ જ હતી.” હાર્ડિંગે ઉમેર્યું, “કપ્તાન નેમો મરતાં મરતાં પણ આપણા પર ઉપકાર કરતા ગયા છે. ગુફામાં કપ્તાન નેમો રહેતા હતા. તે ગુફા છેક જ્વાળામુખી પર્વત સુધી વિસ્તેરલી છે. પર્વત અને આ ગુફા વચ્ચે ફક્ત એક મોટી દીવાલ આવેલી છે. આ દીવાલ જો ધરતીકંપના આંચકાથી તૂટી જાય તો એ ગુફામાં રહેલું દરિયાનું પાણી એ રસ્તે થઈને પર્વતના પેટાળમાં ઊતરશે અને તેના મુખમાં થઈને બહાર આવશે. આ દીવાલને ગુફામાં જઈને ગઈકાલે હું જાતે જોઈ આવેલો છું. તેમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. અને તેમાંથી ગંધકની વરાળ બહાર આવે છે. કોઈપણ ઘડીએ દીવાલ તૂટશે અને પાણી---”

“સરસ,” પેનક્રોફ્ટે જવાબ આપ્યો. “દરિયાનું પાણી જ્વાળામુખીને ઠારી નાખશે અને વાત ત્યાં પૂરી થશે,”

“ના એવું નથી!” હાર્ડિંગે ક્હ્યું, “દરિયાનું પાણી જો જ્વાળામુખીમાં પ્રવેશે તો લીંકન ટાપુ હવામાં ઊડી જશે. સીસીલીના ટાપુમાં આવું બન્યું હતું. ભૂમધ્ય સમુદ્રનાં પાણી એટના પર્વતમાં ઘૂસ્યાં હતા. અને ટાપુ પાણીમાં અદશ્ય થઈ ગયો હતો.”

ઈજનેરની વાત બધા સાંભળી રહ્યાં. તેમને હવે માથે ઝઝૂમતા જોખમનો ખ્યાલ આવ્યો.

ઘણા એમ માને છે કે પાણીથી જ્વાળામુખી ઠરી જાય, પણ એ માન્યતા ભૂલભરેલી છે. જ્વાળામુખીમાં પાણી પ્રવેશે એટલે અંદરની ભયંકર ગરમીને કારણે પાણીની ઝડપથી વરાળ થઈ જાય પાણી કરતાં વરાળ અનેક ગણી જગ્યા જોઈએ. આથી એ વરાળના જોરો જ્વાળામુખી ધરતીના ભૂક્કેભૂક્કા ઉડાડી દે. વરાળની તાકાતને ધરતીનું પડ જીરવી ન શકે.

આથી જ્યાં સુધી કપ્તાન નેમોની ગુફાની દીવાલ ટકી રહેશે ત્યાં સુધી આ ટાપુ બચી શકશે. હવે મહિનાનો કે અઠવાડિયાનો સવાલ ન હતો. પણ દિવસો કે કલાકનો સવાલ હતો. ભય મોઢું ફાડીને સામે ઊભો હતો. બધાને ખૂબ દિલગીરી થઈ. પોતે મરશે એના કરતાં ટાપુની આવી દશા થશે એ કલ્પનાથી તેઓ બધા ધ્રુજી ઊઠ્યાં. ખલાસીની આંખમાં તો એક મોટું આંસુ દેખાયું!

બચવાનો કોઈ ઉપાય ન હતો. કદાચ વહાણ તેમને બચાવે તો બચાવે. બધા વહાણ બાંધવાના કામમાં ઊંધે માથે વળગી પડ્યાં. વાવવું, લણવું, શિકાર કરવો, વસ્તુઓ ભેગી કરવી આ બધાનો હવે શો અર્થ છે? અત્યારે જે ભંડાર છે તે વહાણમાં નાખીને લઈ જવાય તો મહિનાઓ સુધી ચાલે એટલી સામગ્રી છે. પણ ટાપુનો પ્રલય થાય એ પહેલાં વહાણ તૈયાર થાય તો એમાં સામગ્રી મૂકવાનો સવાલ ઊભો થાય!

23મી જાન્યુઆરીએ વહાણનો તૂતક ઉપરનો અર્ધો ભાગ તૈયાર થઈ ગયો. આ સમય દરમિયાન જ્વાળામુખીમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું. 23મી એ રાત્રે લાવારસ જ્વાળામુખીના મુખ સુધી પહોંચ્યો અને ટાપુના આકારનું પર્વતનું શિખર ભયાનક ધડાકા સાથુ ઊડ્યું! ધડાકાના અવાજથી બધા જાગી ગયા અને ધાર્યું કે ટાપુનો સર્વનાશ થયો છે. તેઓ દોડીને ગ્રેનાઈટ હાઉસની બહાર આવ્યા.

આ ઘટના અડધી રાત પછી બે વાગ્યે બની.

આકાશ આગથી સળગી રહ્યું હોય એવું દેખાતું હતું. પર્વતનું ઊંધી ગરણી મૂકી હોય એવું શિખર, એક હજાર ફૂટ ઊંચાઈનો પથ્થરનો જથ્થો અને હજારો કરોડ રતલનું વજન, ટાપુ ઉપર પડ્યું હતું. ટાપુ આખો હચમચી ગયો હતો. સદ્દભાગ્યે શિખર ઉત્તર તરફ ઊડ્યું હતું. ત્યાં મેદાન અને દરિયાની વચ્ચે તે પડ્યું હતું.

આ વખતે લાવારસનો ધગધગતો પ્રવાહ પર્વતમ્ંથી બહાર પડ્યો. કોઈ છલકાતા વાસણમાંથી પાણી ઢોળાય એમ લાવારસનો પ્રવાહ ફેલાતો હતો; અને અગ્નિ હજારો જીભ વડે જ્વાળામુખીમાંથી લપકારા મારતો હતો.

“પશુશાળા! પશુશાળા!” આયર્ટને બૂમ પાડી.

લાવારસ પશુશાળા તરફ ધસતો હતો. જ્વાળામુખીએ નવું મુખ પૂર્વ તરફ ઉઘાડ્યું હતું. આથી ટાપુનો ફળદ્રુપ પ્રદેશ લાવારસની લપેટમાં આવી ગયો હતો. રાતી નદી અને જેકેમાર જંગલ વિનાશના કેન્દ્ર બન્યાં હતાં.

આયર્ટનની બૂમ સાંભળીને બધા ગાડું જોડીને સીધા પશુશાળા તરફ દોડ્યા. બધાના મનમાં એક જ વિચાર હતો----પ્રાણીઓને છોડી મૂકવાનો અડધી રાત પછી ત્રણ વાગ્યે તેઓ પશુશાળામાં આવી પહોંચ્યા. ઘેટાં અને બકરાંની ભયાનક ચીસો પ્રાણીઓના ગભરાટને પ્રગટ કરતી હતી. પર્વતમાંથી ગરમ પદાર્થોનો ફૂવારો અને પથ્થરના ટુકડા છેક ત્યાં સુધી ઊડીને આવતા હતા. આયર્ટને તરત જ ફાટક ખોલી નાખ્યું અને ભયત્રસ્ત પ્રાણીઓ જેમ ફાવે તેમ ચારે દિશામાં ભાગ્યાં.

એક કલાક પછી ઊકળતો લાવારસ પશુશાળા તરફ ઉપર ફરી વળ્યો. પાસેથી વહેતું ઝરણું વરાળમાં ફેરવાઈ ગયું. મકાનો અને તબેલા સૂકા ઘાસની જેમ સળગી ગયાં. અને થોડીવારમાં પશુશાળા ક્યે સ્થળે હતી તેનું નામનિશાન ન રહ્યું. આ આફત સામે લડવું એ મૂર્ખાઈ હતી. કુદરતના કોપ પાસે માણસ નિર્બળ અને લાચાર હતો!

દિવસ ઊગ્યો-24મી જાન્યુઆરીની સવાર પડી. હાર્ડિંગ અને તેના સાથીઓ ગ્રેનાઈટ હાઉસે જતાં પહેલાં લાવા ક્યે રસ્તે વળે છે એની તપાસ કરવા રોકાયા. વચ્ચે જેકેમાર જંગલ આવતું હતું. છતાં લાવારસ તે વીંધીને સરોવરના ઉચ્ચપ્રદેશ સુધી પહોંચી જશે એવો ભય સૌને લાગ્યો. હાર્ડિંગ અને સ્પિલેટને આશા હતી કે સરોવરનું પાણી લાવારસને ગ્રેનાઈટ હાઉસ તરફ આવતું રોકશે.

પર્વતમાંથી નીકળતો લાવારસ હવે બે પ્રવાહમાં વહેંચાઈ ગયો હતો. એક પ્રવાહ પૂર્વમાં અને બીજો દક્ષિણ તરફ વહેતો હતો. પૂર્વમાં વહેતો પ્રવાહ રાતી નદીની ખીણમાં થઈને સરોવર તરફ ધસતો જતો હતો. બીજો પ્રવાહ ધોધ નદી તરફ વહેતો હતો. આ રીતે પર્વત બે મુખમાંથી લાવારસ ઓકતો હતો.

હાર્ડિંગ વગેરે મેદાન તરફ જવા ઈચ્છતા હતા. ત્યાં પર્વતનું શિખર ઊડીને કટકેકટકા થઈને પડ્યું હતું. પણ લાવારસે તેમને આગળ જવા ન દીધા. આથી તેઓને પાછા ફરવાની ફરજ પડી. મોટા મોટા કડાકા અને ભડાકા થતા હતા. ટાપુ ઉપર આકાશમાં કાળા વાદળાનું પડ છવાઈ ગયું હતું. જ્વાળામુખીમાંથી સળગતા પથ્થરો બહાર ફેંકાતા હતા, જે ચારેબાજુ હજારેક ફૂટ દૂર સુધી પડતા હતા.

સવારે સાત વાગ્યે બધાએ જેકેમાર જંગલ પાસે આશરો લીધો; પણ પશુશાળા તરફનો રસ્તો બંધ થઈ જશે એવી બીક લાગી. વૃક્ષો સળગતાં હતા. અને ધડાકા સાથે ફાટતાં હતાં. બધાએ પશુશાળાનો રસ્તો લીધો. લાવા પૂર્વ તરફ વહેતો હતો. લાવાનો નીચલો થર જામી જાય એટલી વારમાં નવો લાવા તેના પર થઈને આગળ વધતો હતો.

દરમિયાન રાતી નદીની ખીણમાંથી વહેતો લાવાનો પ્રવાહ ભયાનક સ્વરૂપ પકડતો હતો. જંગલનો આ ભાગ સળગવા લાગ્યો હતો. બધા સરોવર પાસે ઊભા રહ્યાં. હવે તેમની સામે જીવન અને મરણનો પ્રશ્ન હતો. હાર્ડિંગ આવી કટોકટીથી ટેવાયેલો હતો. તેણે મિત્રોને ક્હ્યું...

“સરોવરનાં પાણી લાવાના પ્રવાહને રોકી દેશે. એટલે ટાપુનો કેટલેક ભાગ વિનાશમાંથી બચી જશે. પણ જો સરોવરનાં પાણી લાવાને રોકી ન શકે તો ટાપુની સમગ્ર ભૂમિ પર લાવા ફેલાઈ જાય અને કોઈ વૃક્ષ કે છોડ બચે નહીં. પછી આપણે ઉજ્જડ ખડકો ઉપર ભૂખે મરવાનો વારો આવે---- ધડાકા સાથે ટાપુ ઊડી જાય, સર્વત્ર પાણી ફરી વળે અને આપણાં મોત થાય.”

“તો પછી,” ખલાસી બોલ્યો, “વહાણ બાંધવાના કામમાં લાગવાનો શો અર્થ છે?”

“પેનક્રોફ્ટ!” હાર્ડિંગે જવાબ આપ્યો. “આપણે આપણી ફરજ અંત સુધી બજાવવી જોઈએ.”

આ સમયે લાવા જંગલ વીંધીને સરોવરની સીમી સુધી આવી ગયો. જમીનનો ભાગ ઊંચાણવાળો હતો. જો એને વધારે ઊંચો બનાવીને પાળ બાંધી લીઘી હોય તો લાવાના પ્રવાહને તે કદાચ રોકી દે.

“ચાલો, કામે વળગો!” હાર્ડિંગે બૂમ પાડી.

ઈજનેર શું કહેવા માગતો હતો તે બધા સમજી ગયા. બધા કુહાડી, પાવડા, ત્રિકમ, કોદાળી વગેરે સાધનો લઈને આવી પહોંચ્યા. હાર્ડિંગનો ઈરાદો લાવારસનો પ્રવાહ સરોવરના પાણીમાં પડે એવી ઊંચી પાળ બાંધવાનો હતો. મોટાં મોટાં ઝાડનાં થડ તેઓ ખેંચી આવ્યા. તેના ઉપર પથ્થર અને માટી નાખી. અને ત્રણ ફૂટ ઊંચી અને કેટલાક સો ફૂટ લાંબી પાળ તેમણે થોડા કલાકમાં બાંધી દીધી. આ કામ જાણે થોડી મિનિટોમાં જ પૂરું થયું હોય એમ તેમને લાગ્યું.

થોડીક ક્ષણોમાં જ ધગધગતો લાવારસ ત્યાં સુધી પહોંચી ગયો. તે નદીના પ્રવાહની જેમ કાંઠા ઉપરથી ઊભરાવા લાગ્યો; અને બાંધેલી પાળ તોડી નાખવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ પાળે મચક ન આપી. અને થોડી ક્ષણોના ભયાનક ઉચાટ પછી લાવારસનો પ્રવાહ વીસ ફૂટ ઊંચેથી સરોવરમાં પડવા લાગ્યો!

હાર્ડિગ, વગેરે સૌ કુદરતનાં બે મહાન બળો વચ્ચેની લડાઈ જોઈ રહ્યા. પાણી અને અગ્નિ વચ્ચે કેવો સંઘર્ષ! આ અદ્દભૂત અને છતાં ભયંકર દશ્યને કઈ કલમ વર્ણવી શકે?--- ક્યો ચિત્રકાર ચીતરી શકે? લાવારસની આગ પાણીને વરાળ બનાવી દેવા મથતી હતી. જ્યારે પાણી ઊકળતા લાવારસને ઠારી પથ્થર જેવું ઢીમ બનાવી દેવા માગતું હતું. થોડો સમય તો પાણીનું જોર સફળ થયું. લાવારસના ઠરીને થઈ ગયેલાં મોટાં મોટાં ચોસલાં સરોવરમાં દેખાવા લાગ્યાં. પણ લાવારસનો પ્રવાહ અવિરત અને ધોધમાર વહેતો હતો. આથી સરોવરનું પાણી ઊકળવા લાગ્યું અને ચારેબાજુ વરાળ ફેલાવા લાગી. સરોવર લાવારસથી ઊકળતું મોટું બકડિયું હોય એવું દેખાવા લાગ્યું! ત્રણ કલાક પછી સરોવરની આવી સ્થિતિ હતી!

લાવા સરોવરમાં પડ્યો તેથી હાર્ડિંગ, વગેરે સદ્દભાગી નીવડ્યાં. ગ્રેનાઈટ હાઉસ તથા ગુફા તરફ આ લાવાનો પ્રવાહ ન વહ્યો. તેમને થોડા દિવસનો સમય મળ્યો. આ દિવસોમાં વહાણ બાંધવાનું કામ જોસભેર ચાલવા લાગ્યું. ગ્રેનાઈટ હાઉસમાં રહેવું હવે જોખમકારક હતું.

25મીથી 30મી જાન્યુઆરી સુધીના છ દિવસોમાં બધાએ વીસ માણસો જેટલું કામ કર્યું. તેઓ ઘડીયે વિસામો લેતા ન હતા. જ્વાળામુખીમાંથી નીકળતી જ્વાળાઓ તેમને રાતદિવસ કામ કરવા શક્તિમાન બનાવતી હતી.

હવે લાવારસનો પ્રવાહ ચાલુ હતો, પણ જોર ઘટ્યું હતું. સરોવર આખું, લાવારસથી ભરાઈ ગયું હતું. હવે વધારે લાવાનો પ્રવાહ આવે તો ઉચ્ચપ્રદેશ અને કિનારે લાવારસ પથરાઈ જાય.

પૂર્વ બાજુએ થોડી સલામતી હતી. પણ લાવાનો બીજો પ્રવાહ ધોધ નદી તરફ વહેતો હતો. વચ્ચે કંઈ નડતર ન આવતાં ધગધગતો લાવા પશ્વિમનાં જંગલો અને દરિયાકિનારા સુધી ફેલાયો હતો. આથી જંગલ ભકડે બળતું હતું. ઝાડ બળીને ધરાશાયી થતાં હતા. જેગુઆર, ભૂંડ, કેપીબેરા જેવા જંગલી પશુઓ અને જાતજાતનાં પંખીઓ બધાં ભયત્રસ્ત થઈને પૂર્વ તરફ મર્સી નદી પાસેનાં જંગલોમાં પ્રવેશતાં હતા.

પણ હાર્ડિંગ અને તેના સાથીઓને આ ભયાનક પ્રાણીઓની ભય પામવાનો વખત ન હતો. તેઓ પોતાના વહાણ બાંધવાના કામમાં ગૂંથાયા હતા. ગ્રેનાઈટ હાઉસ છોડીને તેઓ ગુફામાં રહેવા ગયા ન હતા. તેઓ બધા તંબૂ તાણીને મર્સી નદીના મુખ પાસે રહેતા હતા.

ટાપુનો દેખાવ હૈયું ભાંગી નાખે એવો હતો. બધાં જંગલો બળીને ખાખ થઈ ગયાં હતાં. સર્પ દ્વીપકલ્પ પાસે થોડાં લીલાં વૃક્ષોનું ઝૂંડ દેખાતું હતું. નદીઓ સૂકાઈ ગઈ હતી. જો સરોવર પણ સૂકાઈ જાય તો બધાને તરસ્યે મરવું પડે! પણ સદ્દભાગ્યે સરોવરના દક્ષિણ તરફના ભાગમાં પાણી હતું. ત્યાં સુધી લાવા પહોંચ્યો ન હતો.

હવે તો વહાણ પૂરું થઈ જાય તો બસ! બધાનો એ એક જ આધાર હતો! લાવારસનો પ્રવાહ ઘટ્યો હતો. પણ પર્વતના પેટાળમાં લાવા ઊકળતો હતો અને ગમે ત્યારે જો દરિયાનાં પાણી એમાં પ્રવેશે તો પ્રલય થયા વિના ન રહે.

“આપણે સળગતા વહાણમાં બેઠા છીએ.” હાર્ડિંગ બોલ્યો, “આપણે એને ઠારી શકતા નથી. અને આગ દારૂગોળાની ઓરડી સુધી પહોંચે એટલી જ વાર છે! કામ કરો! સ્પિલેટ, કામ કરો! દરેક ક્ષણ કિંમતી છે!”

7મી ફેબ્રુઆરીનો દિવસ આવ્યો. હવે વહાણ પૂરું થતાં એક મહિનો લાગે તેમ હતું. એક મહિના સુધી ટાપ ટકી શકશે? હાર્ડિંગ અને પેનક્રોફ્ટનો વિચાર એવો હતો કે, વહાણનું ખોખું તૈયાર થાય કે તરત એને દરિયામાં તરતું મૂકી દેવું. અંદરની ઓરડીઓ તૂતક, વગેરેનું કામ ચાલતે વહાણે પૂરું કરી શકાય. આખો ટાપુ ધડાકા સાથે ઊડે તો કોઈ જગ્યાએ રહીને બચી ન શકાય; પણ જો ટાપુથી દૂર દરિયામાં હોઈએ તો ઉગરી જવાય! એટલે અત્યારે તો વહાણનું ખોખું તૈયાર કરવા ઉપર જ બધા ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

3જી માર્ચનો દિવસ ઊગ્યો. હવે દસ દિવસમાં વહાણ તરતું થશે. બધાના હ્લદયમાં આશા પૂનર્જિવિત થઈ બધા આ ચોથે વર્ષે ભારે કસોટીમાંથી પસાર થયા હતા.

“વહાણનું કામ પૂરું થઈ જશે.” ખલાસીએ કહ્યું; “અને જરૂર પડશે તો આપણે ટેબોર ટાપુમાં શિયાળો ગાળીશું.”

“કામ ચાલુ રાખો!” ઈજનેરે જવાબ આપ્યો.

બધા કામમાં લાગી ગયા. કોઈ એક ક્ષણ પણ ગુમાવતું ન હતું.

“માલિક!” નેબે પૂછ્યું. હાર્ડિંગે જવાબ આપ્યો.

ખલાસી કે નેબ આ વાત માનવા તૈયાર ન હતા.

માર્ચના પહેલા અઠવાડિયામાં વળી પાછું જ્વાળામુખીએ જોર કર્યું. લાવારસના હજારો ટીપાં વરસાદરૂપે ટાપુ પર પડવા લાગ્યાં. લાવારસનો પ્રવાહ આ વખતે નૈઋત્ય ખૂણા તરફ વહેવા લાગ્યો; અને સરોવરના ઉચ્ચપ્રદેશ પર લાવારસ છવાઈ ગયો. આ છેલ્લો ફટકો બધાને માટે ભયંકર નીવડ્યો. તેમનાં મકાનો, વાડાઓ, તબેલાઓ, પવનચક્કી, ખેતર બધુંય નાશ પામ્યું. મરઘાંઓ અને બીજાં પાળેલા પંખીઓ ચારેબાજુ ઊડાઊડ કરવા લાગ્યાં.

ટોપ અને જપ પણ ભયથી ડઘાઈ ગયા હતા; જાણે કે કોઈ મોટી આફતની ગંધ તેમને આવી ગઈ હોય! મોટા ભાગનાં પ્રાણીઓ તો જ્વાળામુખીનો પહેલા દોરમાં જ નાશ પામ્યાં હતા. જે લોકો બચી ગયાં હતા. તેમણે સરોવરના ઉચ્ચપ્રદેશમાં આશરો લીધો હતો. પણ આ છેલ્લો આધાર પણ તેમની પાસેથી છિનવાઈ ગયો! રાત સુધીમાં તો ગ્રેનાઈટ હાઉસ નજીકથી મોટા નાયગરાના ધોધ જેવો ઉકળતો લાવારસ ધોધરૂપે નીચે પડવા લાગ્યો.

હવે તેમની પાસે વહાણનો એક જ છેલ્લો સહારો હતો. અધૂરા વહાણે તાત્કાલિક હંકારી મૂકવાનું તેમણે નક્કી કર્યું. પેનક્રોફ્ટ અને આયર્ટન વહાણને પાણીમા તરતું કરવાની તૈયારી કરવા લાગ્યા. બીજે દિવસે 9મી માર્ચે સવારના વહાણ સમુદ્રમાં મૂકવું એમ બધાએ નક્કી કર્યું.

પણ 8મી માર્ચની રાતે જ્વાળામુખીમાંથી વરાળનું એક મોટું વાદળું જબરા ધડાકા સાથે આકાશમાં ઊંચે ચડ્યું. આકાશને ઢાંકી દેતું એ વાદળું ત્રણ હજાર ફૂટથી વધારે ઊંચે ગયું. કપ્તાન નેમોની ગુફામાં છેવાડાની ખડકની દીવાલ તૂટી ગઈ. તે અંદરથી થતુ દબાણ સહન કરી શકી નહીં. એ માર્ગેથી સમુદ્રનું પાણી જ્વાળામુખી પર્વતમાં પ્રવેશ્યું પાણીનું તરત જ વરાળમાં રૂપાંતર થયું. પર્વતનું મુખ આ વરાળને બહાર નીકળવાનો પૂરતો માર્ગ આપી શક્યું નહીં. વરાળે જોર કર્યું. એક મોટો ધડકો થયો. એ ધડાકો લગભગ એકસો માઈલ અંતરે સંભળાયો હશે. પરિણામે પર્વત ચારે તરફથી ફાટ્યો. પર્વતના ટુકડાઓ થોડી મિનિટોમાં પ્રશાંત મહાસાગરમાં પડ્યાં. સાગરનું પાણી જોતજોતામાં લીંકન ટાપુ પર ફરીવળ્યું.

***