મને કંઈ જ નથી સમજાતું કે હવે હું શું કરું!
તેં તો તારા મનની વાત કરી નાખી, દિલ માં રહેલી બધી જ વાતો તું મને જણાવી ચૂક્યો, પણ હવે મારા મનની વાતોનું શું?
કેવી રીતે નક્કી કરું, મારી મંજિલ..
મારી પાસે કેટલા બધા રસ્તા છે!
પણ હજુ પણ મારી મંજિલ વિશે હું અજાણ છું!
કેવી રીતે સંભવ છે આ!
એક તરફ તું છે, બીજી તરફ મારા સપના!
એક તરફ મારુ કુંટુંબ છે, બીજી તરફ મારી ઈચ્છાઓ!
આખી દુનિયા મારી સામે આવીને ઉભી રહી છે અને મને જાતજાતના અને ભાતભાતના સવાલો કરે છે!
નથી મારી પાસે કોઈ જવાબ! તો શું!?
ભાગી જાઉં, પીઠ બતાવીને!
ના, હું આવી જરા પણ નથી!
સપના તો મારા પૂરા કરીને જ જંપીશ.
તારી સાથે જોયેલા દરેક દિવાસ્વપ્ન ને પણ હકીકત બનાવીને જ રહીશ.
મારી બધી જ ઈચ્છાઓ ને સાકાર કરીશ તો જ મારું જીવન સફળ કહેવાશે!
કુંટુંબને પણ સમજવું પડશે કે હું જે કાંઈ પણ કરું છું એ ફક્ત મારા માટે નહીં પરંતુ એમની માટે પણ કરું છું!
મારો કોઈ સ્વાર્થ નથી, આવી રીતે તમને બધા ને તકલીફ માં મૂકવાનો અને વિચાર માં કરતા મૂકી દેવાનો!
હું તો તમારી પણ ખુશી જ ઈચ્છું છું!
પણ.. સૌથી મહત્વની વાત...
બધું જ એક તરફ અને મારી ખુશી એક તરફ જ રહેશે!
હું મારા સપનાનું ગળું દબાવીને તમને કે કોઈને પણ ખુશ નહિ રાખી શકું!
તમારે સમજવું પડશે અને સ્વીકારવું પણ પડશે જ!
હું તમને બધાને સાથે લઈને જ આગળ વધવા ઈચ્છું છું, પણ જો તમારો સાથ મને મારા અધૂરા સપનાઓ, ઈચ્છાઓ અને મારા પ્રેમથી મને દૂર કરી દેશે તો મને એકલા આગળ વધવા માં પણ વાંધો નથી.
" મારામાં કોઈ જ અહંકાર નથી, મારી વાતો પરથી તમે મને judge કરશો તો કદાચ તમે ખોટા સાબિત થશો!
અહીં મેં મારું મારુ કરીને મારી વ્યથા વ્યક્ત કરી છે એમ પણ નથી, આ તો દરેક એક વ્યક્તિની અંદર રહેલો ગુસ્સો છે, જે ક્યારેય બહાર નીકળી જ નથી શકતો! હવે તમે પૂછશો કે, કેમ!? તો જવાબમાં બસ એટલું જ કહીશ,
કરવા માટે તો હું ઘણું બધું કરી શકવા સક્ષમ છું, પણ ક્યારેક પોતાના લોકો નો સાથ નથી મળતો, તો ક્યારેક બહારના લોકો નો ભય મને આગળ વધવા નથી દેતો!
હું દુનિયા શું કહેશે એના મહાભયંકર રોગથી પીડાવું છું, ના જીવી શકું છું ચેનથી, ના મરી શકું છું!
હું, મારા સપનાને સાકાર કરીને જ રહીશ, દુનિયા સામે ઉભી હશે કે સાથે, મને કોઈ જ ફરક પડતો નથી!
જેટલો હોવો જોઈએ એટલો અહંકાર તો છે જ મારા માં, અને એમાં કંઈ જ ખોટું પણ નથી.
જેટલો હોવો જોઈએ એટલો અહંકાર તો છે જ મારા માં, અને એમાં કંઈ જ ખોટું પણ નથી.
અહંકાર એ વાતનો કે મારો જન્મ કોઈ એક ચોક્કસ કાર્ય માટે થયો છે અને એના માટે હું સંપૂર્ણપણે તૈયાર છું!
મારામાં એ કાર્ય કરવા માટેની ક્ષમતા છે અને એટલે જ હું એ કાર્ય માટે પસંદ કરવા માં આવી છું!
મારી પાસે જે આવડત છે એને હું વ્યર્થ નહીં જવા દઉં,એ વાતને સિદ્ધ કરવા માટે હું તૈયાર છું અને એનો મને અહંકાર છે!
દુનિયા હંમેશા કહેતી આવી કે આટલો આડમ્બર સારો નહીં, પણ પાછળથી સમજાયું કે જીદ નહિ કરું તો જીવવું ભારે પડી જશે, આ આડમ્બર ભરેલી ખોખલી દુનિયા માં!