Raghav pandit - 6 in Gujarati Fiction Stories by Pratik Patel books and stories PDF | રાઘવ પંડિત - 6

Featured Books
Categories
Share

રાઘવ પંડિત - 6

બધા એનાઉન્સમેન્ટ સાંભળી ને ઓડિટોરિયમમાં જવા માટે નીકળે છે ઓડિટોરિયમમાં કમાન્ડો વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા હોય છે અભય સર તેમને બધી સૂચનાઓ આપતા હોય છે ધીમે ધીમે બધા કેન્ડિડેટ ઓડીટોરીયમ હોલ માં આવતા હોય છે બધા પોતપોતાની સીટો પર ગોઠવાઈ છે ત્યાં રોની કાર્તિક અને શ્યામ અંદર પ્રવેશ કરે છે મીરા અને દ્રષ્ટિ પહેલા જ આવી ગઈ હોય છે રોની ને જોઈને દ્રષ્ટિ તેને બેસવા બોલાવે છે પણ રોની તેને ના કહીને પાછળની લાઈનમાં ગોઠવાય છે મીરા તે જોઈને થોડી નારાજ થઈ જાય છે.
ત્યાં જ ભરત સર ઓડીટોરીયમ હોલ માં પ્રવેશ કરે છે તરત જ બધા જ કમાન્ડો તેમને સેલ્યુટ કરે છે અને તેઓ પોતપોતાની પોઝીશન લઈ લે છે ભરત સર સ્ટેજ પર જઈને પોતાની સ્પીચ આપવા માટે માઈક લે છે.
હેલો ઓલ ઓફ યુ જેમ મેં તમને કહ્યું હતું તેમ તમારું ફર્સ્ટ સ્ટેપ કમ્પલેટ થઈ ગયું છે હવે તમારામાંથી સિલેક્ટેડ કેન્ડિડેટ ને સેકન્ડ રાઉન્ડમાં લઈ જવામાં આવશે તેમની ઇન્ફોર્મેશન હું તમને અત્યારે જણાવીશ સેકન્ડ રાઉન્ડ થી તમારે પ્રેક્ટીકલી ટ્રેન થવાનું શરૂ થશે જેમાં તમારે શરૂઆતમાં ઇન્ફર્મેશન વેપન અને ફિઝિકલ ટ્રેનિંગ લેવાની રહેશે જેમાં તમને વર્લ્ડની બધી જ ટેકનીક શીખવવામાં આવશે વેપન માં બધા જ વેપન્સ ની ટ્રેનિંગ આપવામાં આવશે ફિઝિકલ માં તમને માર્શલ આર્ટ કરાટે કુન્ફુ દેશી સ્ટાઇલ બધું જ શીખવવામાં આવશે આ બધી ટ્રેનિંગ કમ્પ્લીટ કરીને તમને નંબર આપવામાં આવશે પછી તમે ભારત માટે થ્રી આઈ માં કામ કરી શકશો તો હવે હું તમારા એક્ઝામિનેશન પરથી સિલેક્ટેડ કેન્ડિડેટ સના નામ એનાઉન્સ કરીશ.
 મીરા ના મનમાં ટોપ કોણે કર્યું છે તે જાણવાની ઈચ્છા થાય છે અને તે ભરત સર ની સ્પીચ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તો તમે બધાએ આપેલી એક્ઝામ પરથી કુલ સાત કેન્ડિડેટ સિલેક્ટ થયા છે જેમાં સાત નંબર પર શ્યામ સિલેક્ટ થયેલ છે તે એક્ઝામ માં સારું પરફોર્મ કર્યું છે પરંતુ શ્યામને ઇન્ફર્મેશન વિભાગમાં વધારે મહેનત કરવી પડશે છ નંબર પર સૌરવ સિલેક્ટ થયેલ છે તેમનું નોલેજ પણ ઓછું છે પાંચ નંબર પર દ્રષ્ટિ સિલેક્ટ થયેલ છે તેમનું પર્ફોર્મન્સ સારું છે ચાર નંબર પર કાર્તિક સિલેક્ટ થયેલ છે તેમણે પણ સારું પરફોર્મન્સ કર્યું છે ત્રણ નંબર પર અમિત સિલેક્ટ થયેલ છે તેમની અને બે નંબરની વચ્ચે થોડા અંતર ના લીધે તેઓ ત્રણ નંબર પર આવ્યા છે તેમણે 52 મિનિટમાં પેપર ક્લિયર કર્યું છે જ્યારે બે નંબર પર મીરાએ ૫૦ મિનિટમાં પેપર ક્લીયર કર્યું છે તમારું બંનેનું પર્ફોમન્સ ખુબજ સરસ છે પ્લીઝ આમના માટે બધા તાળીઓથી સ્વાગત કરો પ્લીઝ.
બધા કેન્ડિડેટ અમિત અને મીરા માટે તાળીઓથી સ્વાગત કરે છે અને છેલ્લે ભરત સર કહે છે થ્રી આઈ ની હિસ્ટ્રીમાં રેકોર્ડ છે થ્રી આઈની એક્ઝામ 30 મિનિટમાં ક્લિયર કરવાનો જે તમારા અભય સર ના નામ પર છે અભય સર વર્લ્ડના બેસ્ટ એજન્ટો માંથી એક છે તેમનો રેકોર્ડ પણ અહીંયા કોઈ એ તોડ્યો છે એનું નામ છે રાઘવ પંડિત તેણે એક્ઝામ 20 મિનિટમાં ક્લીયર કરી છે તો હું મિસ્ટર રાઘવને સ્ટેજ પર આવીને તમને કંઈક કહેવા માટે અહીંયા આવવા માટે કહીશ પ્લીઝ મિસ્ટર રાઘવ કમ ટુ ધ સ્ટેજ બધા લોકો રાઘવ ને જોવા માટે આમ તેમ જોવે છે રોની પોતાની જગ્યા પરથી સ્ટેજ પર જાય છે ભરત સર તેની સાથે હેન્ડ શે ક કરે છે અને રોની ભરત સરનો આભાર માને છે અને માઈક હાથ પર લે છે.
મીરા રોની ને સ્ટેજ તરફ જતા જોઈને ખુબજ આચાર્ય શકિત થાય છે અને એક તરફ ખુશ પણ હોય છે તે કહે છે તો મિસ્ટર રોની જ રાઘવ પંડિત છે દ્રષ્ટિ મીરાંની સામુ જોઈને કહે છે હું કહેતી હતી ને તે જીનિયસ છે આપણે બંનેને કેન્ટીનમાં તેણે સ્ટુપિડ બનાવી બંને હશે છે.
મીરા સ્ટેજ પરથી નીચે આવવા દે હું તેને જોઈ લઈશ.
હેલો ફ્રેન્ડ્સ સિમ્પલ કહું તો જ્યારે હું એક્ઝામ હોલ ની બહાર જતો હતો ત્યારે બધા મારા પર હસતા હતા ત્યારે મને કોઈ પર ગુસ્સો ના આવ્યો કારણકે મને ખબર હતી કે હું આ પેપર ના સાચા આન્સર ઓ આપીને બહાર જાઉં છું અને થ્રી આઈ માં પણ કોઈ મિશન પર આપણે હોઈએ ત્યારે આપણને પોતાના પર કોન્ફિડન્સ હોય તો જ મિશન સો ટકા પૂર્ણ થશે સો ફ્રેન્ડ્સ આપણા પર બીલીવ કરવા માટે આપણી પ્રિપેરેશન પર ટ્રસ્ટ હોવું જરૂરી છે એન્ડ થેન્ક્યુ હું મિસ મીરા અને દ્રષ્ટિને પણ કહીશ બધા રોની ને તાળીઓથી વધાવી લે છે અને રોની નીચે જઈને મીરાની પાસેની સીટ પર બેસી જાય છે મીરા તેની સામે ખુબજ ગુસ્સામાં જુએ છે રોની કહે છે હવે તારે ભરત સરને રિક્વેસ્ટ નહીં કરવી પડે અને ખડખડાટ હસી પડે છે મીરા કહે છે તને તો બહાર જઈને જોઈ લઈશ.
ભરત સર તો કાલ મોર્નિંગ થી તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થશે તમારા ત્રણ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ સર હશે અને તમારા હેડ અભય સર હશે ઓકે એન્ડ જે લોકો ફેલ થયા છે તે નેક્સ્ટ ટાઈમ ફુલ પ્રિપરેશન સાથે એપ્લાય કરી શકે છે થેન્ક્યુ અને ભરત સર સ્ટેજ પરથી નીચેની તરફ ચાલતા થાય છે.
આ તરફ મીરા રોની ની સામે ગુસ્સામાં જુએ છે રોની કહે છે મીરા મેં તો તને કંઈ કહ્યું ન હતું તું જ ડાયરેક્ટ કહેવા લાગી કે હું ફેલ થયો અને તે મારું નામ પણ ના પૂછ્યું બાકી હું પણ કેન્ટીનમાં પીઝા પાર્ટી જ કરતો હતો અને મારી ખુશી ના પીઝા નું bite તો મે તારી સાથે શેર કરી જ લીધું અને તારી મેગી પણ મેં ખાઈ જ લીધી એન્ડ રોની એક સાઇડનો પોતાનો એક કાન પકડીને કહે છે સોરી મીરા.
મીરા પોતાની બેગમાંથી સ્કેલ બહાર નીકાળે છે રોની તે જોઈને મીરા ને કહે છે દ્રષ્ટી તને કંઈક કહે છે મેરા દષ્ટિની તરફ ફરે છે તો તે કંઇ કહેતી ના હતી તે રોની ની તરફ જુએ છે તો રોની ત્યાંથી દોડવા લાગે છે અને મેળાની પાછળ ફરીને સ્માઈલ કરે છે મીરા સ્કેલ લઈને રોની ની પાછળ દોડવા લાગે છે રોની મીરા ને પાછળ આવતા જોઈને કહે છે તું થ્રી આઈના ટોપર ને પકડી શકીશ મીરા દોડતા-દોડતા કહે છે આજે તો હું તને છોડીશ નહીં અને રોની કેન્ટીન તરફ દોડવા લાગે છે કેન્ટીન પાસે પહોંચતા જ રોની થાકેલી મીરાને જોઈને કંઈક વિચારે છે અને પોતાનો એક હાથ તેની સામે રાખી દે છે મીરા રોની પાસે પહોંચીને તેના હાથ પર સ્કેલ મારવા માટે ઊંચી કરે છે રોની તેની સામે કંઈક અલગ લાગણી સાથે જુએ છે મીરા ની નજર અચાનક જ રોની ની આંખોમાં જાય છે અને તેનો હાથ ઉપર જ સ્થિર થઈ જાય છે તે રોની ની આંખોમાં કંઈક અલગ લાગણીઓ અનુભવે છે અને તે તેમાં ખોવાતી જાય છે બંને કેટલાક ક્ષણો સુધી એમજ એકબીજાને આંખોમાં ખોવાઈ જાય છે ત્યાં દ્રષ્ટિ આવીને મીરાને જગાડે છે અને તે શરમાઈ જાય છે તરત જ રોની કહે છે મને ખબર જ હતી આવું કંઈ થશે એટલે જ હું અહીં મીરાને અને તમને બધાને અહીંયા જ્યૂસ પીવા માટે લાવ્યો છું શું તમે મારો ફર્સ્ટ રેન્ક સેલિબ્રેટ કરશો મીરા દ્રષ્ટિ બંને એગ્રી થયેલ છે રોની બંનેને બેસવા માટે કહે છે ત્યાં કાર્તિક અને શ્યામ પણ આવે છે રોની તેમને પણ બેસાડીને બધા માટે ચીકુ જ્યુસ નો ઓર્ડર આપે છે અને સ્પેશ્યલી પોતાની સ્ટાઇલથી બનાવડાવે છે પછી બધા માટે તે જ ટ્રે લઇને બધાને આપે છે અને મીરાં ને અને દ્રષ્ટીને આપતા બંને ને સોરી કહે છે બંને હસી પડે છે રોની પણ બંનેની સાથે હસવા લાગે છે દ્રષ્ટી કહે છે આટલા sweetly કોઈ જ્યુસ પીવડાવે તો તેની કોઈ પણ મજાક ચાલે અને બધા હસવા લાગે છે આ હસી-મજાકમાં કોઈની નજર આ ગ્રુપ પર પણ હોય છે એ અમિત અને સૌરવ હોય છે અમિતને રોનીના ફર્સ્ટ આવવાથી ગુસ્સો હોય છે અને અમિત મીરા થી પણ ગુસ્સે હોય છે તે કોઈ મોકાની તલાશમાં હોય છે તે કેન્ટીનમાં રોની ના ટેબલ પાસે ના ટેબલ પર બેસે છે અને કંઈક વિચારે છે.
રોની ને પોતાના ગોડ ગિફ્ટ ના લીધે કંઇક અધૂરા વિચારો સંભળાય છે જેથી રોની સાવચેત થાય છે અને જ્યુસ પૂરું કરીને બધાને કહે છે ચાલો રૂમ તરફ જઈશું બધા તેની સાથે એગ્રી થાય છે અને રોની બિલ પે કરીને ત્યાંથી બધાને લઈને નીકળી જાય છે રોની દ્રષ્ટિ ને ને મીરાને પણ રૂમ તરફ મૂકીને બાઇ કહે છે અને પોતાના રૂમ તરફ જાય છે.





શું રોની થ્રી આઈ માં ભરત સર અને અભય સર ની ટ્રેનીંગ માં કેવું પરફોર્મ કરશે અને અમિત શું કરવા જઈ રહ્યું હોય છે આગળ ખૂબ જ સસ્પેન્સ-થ્રિલર અને લવ થી ભરપૂર આ છે કહાની રોની નું first mission પણ શરૂ થશે જાણવા માટે વાંચતા રહો રાઘવ પંડિત અને પ્લીઝ તમારા રીવ્યુ મારા માટે ખૂબ જ કિંમતી છે તો પ્લીઝ રીવ્યુ આપવાનું ચૂકતા નહીં તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ રીવ્યુ આપી શકો છો.
       Instagram id :-pratik patel 
                               :-pratik7149

          To be continue............