Badlo - 4 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | બદલો - ભાગ 4

Featured Books
  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

બદલો - ભાગ 4

     દોસ્તો આગળના ભાગમાં આપણે જોયું કે અક્ષય ની ગાડી સામે એક લોહી લુહાણ છોકરી આવતા તેનું જોરદાર એક્સીડેન્ટ થાય છે પણ આ છોકરી કોણ માનસી હતી અને હતી તો એ તો મરી ચુકી છે તો શું આ તેની રૂહ હશે તે જાણવા આ ભાગ વાંચો..

ભાગ - 4 શરૂ


      આ બધી ઘટનાઓ કંઈક ઈશારો કરી રહી હોય છે.હવે વિહાન ખુદ માનસીના મર્ડર ની સચ્ચાઈ જાણવા માટે જ્યાં માનસીનું મોત થયેલું તે રિઝોર્ટમાં જાય છે પણ હવે આ રિઝોર્ટ નું વાતાવરણ સાવ બદલાયેલું હોય છે.જે રિઝોર્ટ લાઈટોથી ચમકતો એ રિઝોર્ટ આજે સાવ ખંડેર જેવો થઈ ગયેલ હતો.પહેલા જ્યાં ગાર્ડન હતું ત્યાં આડું અવળું ઘાસ ઉગેલું દેખાતું હતું..હવે વિહાન હોટેલ માં આવે છે ત્યારે ત્યાં માત્ર મેનેજર હોય છે.વિહાન મેનેજર ને કહે છે"ભાઈ હોટેલ કેમ સાવ આવી અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે? અહીંયા કંઈ થયેલું?"
ત્યારે હોટેલ મેનેજર જણાવે છે કે"માનસીના મોત પછી એ રૂમની અંદર ખૂબ જ અજીબ અજીબ ઘટનાઓ થવા લાગેલી હતી.ત્યાં જે કોઈ પણ અમારા હોટેલમાં આવેલા ગ્રાહકો જતા તે ફરિયાદ કરતા કે તેઓને રાત્રે કોઈ ગળા ફાંસો ખાધેલી છોકરી દેખાય છે,કોઈ કહેતું કે અમને બાથરૂમના અરીસામાં લોહી લુહાણ છોકરીનું મોઢું દેખાય છે.કોઈ કહેતું કે અમને છોકરીનો જોર જોરથી રડવાનો અવાજ આવે છે પણ સર અમને થયું કે આ તો એ લોકોનો વ્હેમ હશે પણ પછી તો એ રિઝોર્ટના રૂમ માં જે જતું એ જીવતું પાછું આવતું જ નહોતું... અને જેથી અમારી હોટેલની રેપુટેશન ડાઉન થઈ ગઈ અને અત્યારે અમારો આ હાલ છે"
હવે વિહાન કહે છે કે"ઓકે તમે મને રિઝોર્ટનો એ રૂમ જેમાં આ બધી ઘટનાઓ બનેલી એ મને આજે રાત્રે રહેવા આપશો?"
"ના સર સોરી અમે એ રૂમ તો ના આપી શકીએ એ રૂમ આપીને અમે તમારી જિંદગી ખતરામાં ના નાખી શકીએ" એવું હોટેલ મેનેજર બોલ્યો..
"તું લે ભાઈ 1000 રૂપિયા" આવું કહીને વિહાન હોટેલ મેનેજરને હજાર રૂપિયા પકડાવે છે અને માનસીનું મોત થયું એ રૂમ ની ચાવી પણ લઈ લે છે..
             હવે આજની રાત વિહાન માટે એકદમ ભયંકર રાત હોય છે.વિહાન હવે તે રૂમ પાસે આવે છે તે જેવો દરવાજો ખોલે છે અને અંદર જાય છે એટલે બધું અસ્તવ્યસ્ત પડેલ હોય છે.લાઈટો પણ સરખી કામ નથી કરતી હોતી,અને બેડ પણ સાવ બગડેલો હોય છે અને પંખો પણ કુચુંડ કુચૂંડ અવાજ કરતો ફરતો હોય છે..વિહાન હવે આ રૂમમાં પોતાનો સામાન રાખીને મજા થી લેપટોપ માં પોતાનું કામ કરવા લાગે છે..અને ફાઇનલી રાતના 2 વાગે છે અને જેવા 2 વાગે છે લાઈટો ચાલુ બંધ થવા લાગે છે,બારીઓ ખખડવા લાગે છે,પવન તેજ થઈ જાય છે,અને કોઈ છોકરીનો રડવાનો અવાજ વિહાન ને સંભળાવવા લાગે છે.આ અવાજ સાંભળીને વિહાન સહેજ પણ ચોંકતો નથી કારણ કે વિહાનને આ બધી ઘટના પેલા હોટેલ ના મેનેજરે જણાવી હોય છે.વિહાન હિંમત કરે છે ને કોણ છે કોણ છે એમ કરીને જોર થી બૂમો પાડે છે પણ સામેથી કોઈ જવાબ મળતો નથી...
       વિહાન ને લાગે છે કે આ મેનેજર કદાચ તેને બીવડાવવા ખીતું બોલ્યો હશે અને તે જેવો સુવા જાય છે કે તરત તેની આંખોની સામું લોહીથી લચપચ આખી એક છોકરી ઉભેલી દેખાય છે,જેની આંખોમાં લોહી સાથે ગુસ્સો હોય છે,વાળ તેના ખુલ્લા હોય છે અને મોઢામાંથી લોહીની લાળ ટપકતી હોય છે અને શરીર એકદમ હાડપિંજર જેવું હોય છે અને તેના પગ ઊધા હોય છે.આ દ્રશ્ય જોઈને વિહાન ડરતો નથી અને તેને હિંમત કરીને પૂછે છે કે"તું કોણ છો અને કેમ બધાને હેરાન કરે છો તારી શું ઇરછા છે?"
એ આત્મા કહે છે કે"મારી મોતના ગુનેગારને સજા અપાવ વિહાન"
 આ સાંભળી વિહાન ચોંકી ઉઠે છે અને કહે છે કે"માનસી આ તું છો??"
"હા વિહાન આ હું જ છું,હું કેવી રીતે શાંતિ રાખું!મારી જિંદગી કેટલી રંગીન હતી,પણ.છતાં અક્ષયની લીધે મારે આત્મહત્યા કરવી પડી.

ભાગ - 4 પૂર્ણ

દોસ્તો હવે માનસી ની રૂહ કહે છે કે અક્ષયની લીધે મારે આત્મહત્યા કેવી ઓડી મતલબ માનસીએ આત્મહત્યા કરેલી પણ આ આત્મહત્યા માં અક્ષય નો શું હાથ છે હશે એ જાણવા જોતા રહો સસ્પેન્સ અને થ્રિલર થી ભરપુર સ્ટોરી "બદલો - રહસ્ય મોતનું"