(આગળનાં ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને જાણ થાય છે કે ગોળી તેનાં પર ચલાવવામાં આવી હતી અને તેણે તેની તપાસ પણ ચાલુ કરી હતી, તેને અત્યાર સુધી બનેલી બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલા હશે એવો આભાસ થાય છે, બીજી તરફ શૌર્ય પ્રીતિ ને માનાવવા માટે શ્રેયા એ આપેલા એડ્રેસ પર પહોંચે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પણ પ્રીતિ એની વાત સાંભળતી નથી, અચાનક શૌર્ય પણ ગુસ્સે થઈ જાય છે, આખરે શા માટે આવો જાણીએ)
શૌર્ય ને ગુસ્સે થતાં જોઈને શ્રેયા એ કહ્યું, “પ્રીતિ જવા ભી દે હવે ”
“મારો શું વાંક ભૂલ તો તારા આ ભાઈ એ કરી છે ” પ્રીતિ એ મોં ફૂલાવતાં કહ્યું
“શ્રેયા હું જે અનાથ આશ્રમ મા મોટો થયો તેનાં સ્થાપના દિન પર ત્યાં જવાનો મને હક પણ નથી, યાર રીપ્લાય ન આપી શકયો તો શું આ માસુમ ને... ” શૌર્ય એ કહ્યું
“ઓઓ હેલ્લો કયાં એંગલ થી તું માસુમ લાગે છે ” પ્રીતિ એ શૌર્ય સામે જોઈ ને કહ્યું
“માસુમ જ છું પણ તને કયાં કોઈની ફિંલીગ ની વેલ્યુ છે ” શૌર્ય એ કહ્યું
“જોયું શ્રેયા કેટલા નાટક કરે છે ” પ્રીતિ એ શ્રેયા સામે જોઈ ને કહ્યું
“એક મિનિટ મને એ નથી સમજાતું કે તું મારા પર કેમ આટલો હક જતાવે છે? ” શૌર્ય એ કહ્યું
“હક અને તારા પર... સપનાં જો ખાલી ” પ્રીતિ એ કહ્યું
“પ્રીતિ શૌર્ય ની વાત થી તો હું સહમત છું, શ્રેયા પણ ઘણી વાર મારા પર આમ હક જતાવે છે ” અક્ષય એ કહ્યું
“એવું કંઈ નથી આતો હું આને સમજાવી રહી હતી આપણાં બધા તરફથી ” પ્રીતિ એ શાંત થતાં કહ્યું
“કોને શૌર્ય ને કે તારા દિલને.. ”શ્રેયા એ કહ્યું
“એવું કંઈ નથી ” પ્રીતિ એ સ્માઈલ આપતાં કહ્યું
“એવું નથી તો માફ કરી દે હવે નહીં કરું ” શૌર્ય એ કહ્યું
“હા હવે શ્રેયા અને અક્ષય કહે છે તો માફ કરું છું ” પ્રીતિ એ કહ્યું
“ઓહોહો આજ સુધી કોઈ ને આટલી જલ્દી માફ નથી કર્યો તે, Something Something….” શ્રેયા એ પ્રીતિ ને કોણી મારતાં ધીમે થી કહ્યું
“Nothing Nothing Ok” પ્રીતિ એ કહ્યું
“શૌર્ય તને ખબર છે પ્રીતિ નો બર્થડે આવી રહ્યો છે ” શ્રેયા એ કહ્યું
“શું વાત છે બર્થડે અને આનો ” શૌર્ય એ ટોન્ટ મારતાં કહ્યું
“પ્રીતિ આ વખતે પણ પાર્ટી ” અક્ષય એ કહ્યું
“હા હવે આ વખતે પણ દાદુ પાર્ટી રાખવાનાં છે ” પ્રીતિ એ કહ્યું
“તો શૌર્ય ને પણ ઇન્વિટેશન આપવાનું છે ને ” શ્રેયા એ કહ્યું
“રહેવા દે શ્રેયા આ ગરીબ ને કોણ બોલાવે ” શૌર્ય એ ઉદાસ થતાં કહ્યું
“જોયું શ્રેયા કેવા નાટક કરે છે અને તુ મને કહે છે ” પ્રીતિ એ કહ્યું
“પ્રીતિ એ મજાક કરે છે ” શ્રેયા એ હસતાં હસતાં કહ્યું
“હા તારે પણ આવવાનું છે કારણ કે દાદુ પણ તને મળવા માંગે છે ” પ્રીતિ એ કહ્યું
“હું પણ એને જ મળવા માંગું છું ” શૌર્ય એ મનમાં કહ્યું
“શું વાત છૈ પ્રીતિ દાદાજી શૌર્ય ને મળવા માંગે છે ” શ્રેયા એ કહ્યું
“હા ખબર તો પડે દાદુ સામે કેટલી હોશિયારી મારે છે સાહેબ ” પ્રીતિ એ શૌર્ય સામે જોઈ ને કહ્યું
“યાર હવે મને ભૂખ લાગી છે ઓર્ડર કરો કે ” અક્ષય એ કહ્યું
“હા હવે ભૂખડ કરું છું ” શ્રેયા એ અક્ષય ને ટપલી મારતાં કહ્યું
પછી શ્રેયા એ બધા માટે ઓર્ડર કર્યો અને કહ્યું “આજની પાર્ટી મારા તરફથી મારી બેસ્ટુડી નો ગુસ્સો ઉતરી જવા બદલ ”
પછી પ્રીતિ અને શ્રેયા એકબીજા ને હગ કરી ને ઓહહહ કહ્યું, આ જોઈને શૌર્ય અને અક્ષય એકબીજા સામે હસવાં લાગ્યા , ત્યાં થી એક કલાક પછી છૂટાં પઙયાં ત્યારે પ્રીતિ એ શૌર્ય ને પોતાના ઘરનું એડ્રેસ આપ્યું , પણ શૌર્ય ને આની કોઈ જરૂર ન હતી કારણ કે તેને તો બધી ખબર હોય જ છે, બધાં ઘર તરફ નીકળી ગયા, શૌર્ય પણ ઘર તરફ જતો રહ્યો.
આ તરફ દિગ્વિજય સિંહ કેબિન માં બેઠો બેઠો પાટીલ ની રાહ જોઈ રહ્યો હતો, પાટીલ હજી સુધી કોઈ માહિતી લઈ ને આવ્યો ન હતો, દિગ્વિજયસિંહ ની બેચેની વધી રહી હતી, ત્યાં જ અચાનક દરવાજો ખૂલ્યો અને પાટીલે અંદર આવવાની પરમીશન માંગી, દિગ્વિજયસિંહે તેને અંદર આવવા કહ્યું અને તેણે તરત જ પાટિલ ને કહ્યું , “બોલ પાટીલ શું ખબર છે ”
“સાહેબ ખબર તો બહુ જોરદાર છે ” પાટીલે કહ્યું
“તો પાટીલ જલ્દી બોલ આખરે શું ખબર છે ?” દિગ્વિજય સિંહે ઉત્સુકતા સાથે કહ્યું
“સાહેબ તમે કીધું એમ જ આ બુલેટ નો સેલ મામૂલી ગન નો નથી ” પાટીલે એ કહ્યું
“તો??? ” દિગ્વિજય સિંહે કહ્યું
“Blaser R93 Tactical આ Sniper Gun છે, જર્મની મા તૈયાર થાય છે ”
“ઓહહ મતલબ Made In Germany છે, બીજું શું ખબર પડી ” દિગ્ગજ સિંહે કહ્યું
“સાહેબ આ ગન આપણાં દેશમાં સરળતા થી મળવી મુશ્કેલ છે, આને મેળવવાનાં બે જ રસ્તા છે ” પાટિલે કહ્યું
“કયાં બે રસ્તા? ” દિગ્વિજય સિંહે અધીરાઇ પૂર્વક કહ્યું
“સાહેબ એક તો આપણાં દેશની સરકાર આપણી આર્મી માટે ખરીદે છે અને બીજો રસ્તો છે માફિયા ” પાટીલે કહ્યું
“મતલબ આ ગન ગેરકાયદેસર રીતે આ દેશમાં લાવવામાં આવી છે ”દિગ્વિજય સિંહે કહ્યું
“હા સાહેબ મે બધાં રેકોર્ડ ચેક કર્યા, છેલ્લા ઘણાં સમયથી આર્મી માટે આવી કોઈ ગન નથી લેવામાં આવી ” પાટીલે કહ્યું
“બીજું શું ખબર પડી? ” દિગ્વિજય સિંહે કહ્યું
“સાહેબ આ ગન 800 મીટર દૂર સુધી અચૂક નિશાનો લગાવી શકે છે પણ સાહેબ 2017 થી આવી ગન બનાવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ” પાટીલે કહ્યું
“પાટીલ માફિયા પર આનો કોઈ ફરક નહીં પડે તે આવી જ બીજી ગન બનાવીને માર્કેટમાં લાવી શકે છે ” દિગ્વિજય સિંહે કહ્યું
“પણ સાહેબ આવી ગન મુંબઈ મા કંઈ રીતે? ” પાટીલે કહ્યું
“આનો જવાબ એક વ્યક્તિ જ આપી શકે છે ” દિગ્ગજય સિંહે સ્મિત આપતાં કહ્યું
“કોણ સાહેબ? ” પાટીલે આશ્ચર્ય થી કહ્યું
“ખબરી…..” દિગ્વિજય સિંહે કહ્યું
દિગ્વિજય સિંહે પોતાના ફોન કાઢી ને એક નંબર ડાયલ કર્યો અને ફોન લાગ્વયો, થોડો સમય રીંગ વાગી પછી સામે છેડે થી એક અવાજ આવ્યો, “સૂરજ સામે દિવો ન મૂકયા અને..... ”
“ખબરી સામે ચેલેન્જ નો મૂકાય ” દિગ્વિજય સિંહે કહ્યું
“ઓહહ દિગ્વિજય સાહેબ તમે છો ” ખબરી એ કહ્યું
“હા ખબરી એક કામ હતું તારું ” દિગ્વિજય સિંહે કહ્યું
“બોલો સાહેબ શું કામ છે ” ખબરી એ કહ્યું
“Blaser R93 Tactical આ ગન અત્યારે મુંબઈ મા કોના પાસે છે એ જાણવું છે ? ” દિગ્વિજય સિંહે કહ્યું
“સાહેબ આ તો Sniper Gun છે ને? ” ખબરી એ કહ્યું
“હા ખબરી Made In Germany પણ હાલમાં તેણે આ ગન બનાવાનું બંધ કરી દીધું છે ” દિગ્વિજય સિંહે કહ્યું
“મતલબ સાહેબ આ ગન ઈન્ટરનેશનલ માર્કેટમાંથી આવી છે એ પણ માફિયા પાસેથી ” ખબરી એ કહ્યું
“સાચું કહ્યું તે ખબરી ” દિગ્વિજય સિંહે કહ્યું
“કામ થોડું રિસ્કી છે સાહેબ કારણ કે હો ના હો માફિયા આમાં ઇન્વોલ છે ” ખબરી એ કહ્યું
“ખબરી રિસ્કી છે એટલે તો તને કહ્યું અને આ ગન થી કોઈક એ મને મારવાની કોશિશ કરી છે ” દિગ્વિજય સિંહે કહ્યું
“શું વાત કરો છો સાહેબ? તો હવે આ ખબરી તમને જરૂર આની માહિતી આપશે, પણ સાહેબ થોડી રાહ જોવી પડશે ” ખબરી એ કહ્યું
“ઓકે નો પ્રોબ્લેમ બસ ખબર આપ મને ”દિગ્વિજય સિંહે કહ્યું
“ચિંતા ના કરો સાહેબ આ ખબરી કબર ખોદી ને પણ માહિતી લાવશે ”
ખબરી એ કહ્યું
પછી દિગ્વિજય સિંહે ફોન કટ કરી ને ટેબલ પર મૂકયો, હવે તેને થોડી શાંતિ થઈ કારણ કે તે જાણતો હતો કે ખબરી તેને આ ગન નાં માલિક સુધી જરૂર પહોંચાડશે.
એક તરફ શૌર્ય એ પ્રીતિ ની બર્થડે પાર્ટી મા જવાનું ઇન્વિટેશન મેળવી લીધું અને કાનજી પટેલ ને મળવાનો મોકો મળ્યો એ વાત થી એ ખુશ પણ હતો, બીજી તરફ દિગ્વિજય સિંહ ને પણ જોરદાર માહિતી હાથમાં લાગી હતી, પણ શું આ માહિતી તેને શૌર્ય સુધી તો નહીં પહોંચાડે ને? ઘણા રહસ્યો છે જે આવનારાં સમયમાં ઉજાગર થવાનાં છે જેનો તમે બધાં ઇતંજાર કરી રહ્યા છો, તો બસ રહસ્યો જાણવા વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”