Mister yaad - 7 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | મિસ્ટર યાદ - ભાગ ૭

Featured Books
Categories
Share

મિસ્ટર યાદ - ભાગ ૭

દક્ષે મહેક સાથે વિતાવેલી હસીન પળોને યાદ કરી રહ્યો હતો. 

पलटती रही 
ज़िंदगी के पन्ने,
रात भर
जाने कब उड गए
ज़िंन्दगी के हसीन पल।

દરરોજની જેમ સાંજે દક્ષ અને મહેકની મેસેજ દ્રારા વાત થઈ.

દક્ષ:- "hey ચાલને કાલે કશે જઈએ. માત્ર હું અને તું." 

મહેક:- "Ok ક્યાં જઈશું."

દક્ષ:- "તું સાંજે ૪ વાગે તૈયાર રહેજે."

મહેક:- "Ok..."

દક્ષ:- "bye...good night"

મહેક:- "Sweet dream..."

બીજા દિવસે દક્ષ મહેકને લઈ એક પાર્કમાં ગયો. બંન્ને વૃક્ષ નીચે રાખેલા બાંકડા પર બેઠા. 

દક્ષ:- "Do you love me?"

મહેક:- "તને શું લાગે છે?"

દક્ષ:- "I know કે તું મને ચાહે છે. પણ એકવાર તારા મુખેથી સાંભળવા માંગુ છું."

મહેક:-"દક્ષ હું તને ચાહુ છું પણ..."

દક્ષ:- "પણ શું?"

મહેક:- "દક્ષ આપણી લાઈફ સ્ટાઈલ અલગ અલગ છે...આપણા વિચાર પણ મળતા નથી આવતા...તારો પરિવાર મને સ્વીકારશે?"

દક્ષ:- "You know what..! તું ગર્લફ્રેન્ડ ટાઈપની નથી...આદર્શ પત્ની ટાઈપની યુવતી છે. એટલે તને તો હું મારી પત્ની બનાવીશ. અને મારા મમ્મી પપ્પાને તું જરૂર પસંદ પડશે.
તો વધારે ન વિચાર..Ok?"

મહેક:- "Ok..."

મહેક અને દક્ષનો પ્રેમ દિવસે દિવસે વધતો જતો હતો. કોલેજનું એક વર્ષ હસતા રમતા પસાર થઈ ગયું. કોલેજનું બીજુ વર્ષ. એક સાંજે દક્ષ અને મહેકે ફાર્મ હાઉસ જવાનું આયોજન કર્યું. 
મહેક દક્ષ સાથે બાઈક પર બેસી ગઈ. વરસાદના દિવસો હતા. દક્ષ અને મહેક અડધે રસ્તે પહોંચ્યા અને વરસાદ વરસવા લાગ્યો. 
મહેક અને દક્ષ ખાસ્સા પલળી ગયા હતા. તેઓ એક વૃક્ષ નીચે ઉભા રહ્યા. 

દક્ષ:- "વરસાદ ધીમો થયો છે. બસ હવે દસ મિનિટનો રસ્તો છે. એટલે ફાર્મ હાઉસ પર જઈએ. ત્યાં જઈને કપડા ચેન્જ કરી લઈશું."

મહેક:- "Ok એમ પણ આપણે ખાસ્સા પલળી ગયા છે. તો ફાર્મ હાઉસ જવું જ બેટર છે."

મહેક દક્ષની પાછળ બેસી ગઈ. દક્ષે ફાર્મ હાઉસ તરફ ગાડી હંકારી મૂકી. 

દક્ષે ફાર્મ હાઉસનું તાળું ખોલ્યું. બંનેએ ફાર્મ હાઉસમાં પ્રવેશ કર્યો.

દક્ષે દરવાજો બંધ કર્યો.

દક્ષ:- "પેલા રૂમમાં કબાટ છે. તું જો એમાં કપડા છે." 

મહેકે તે રૂમમાં જઈ કબાટ ખોલ્યો. એક સાઈડ પર જેન્સના કપડા હતા. બીજી સાઈડ પર લેડીઝ સાડીઓ હતી. 

દક્ષ તે રૂમમાં આવ્યો. તેણે કબાટમાંથી એક શર્ટ અને પેન્ટ લીધો. 

દક્ષ:- "તું અહીં ચેન્જ કર. હું બહાર ચેન્જ કરું છું."

મહેક:- "સારું પણ આ સાડીઓ કોની છે?"

દક્ષ:- "એ સાડીઓ મારી મોટી બેનની છે. મારા મોટા પપ્પાની છોકરીની. એ ઘણીવાર અહીં જીજુ સાથે આવે છે." 

દક્ષ એ રુમમાંથી બહાર આવે છે. મહેક અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દે છે. 
દક્ષે તો કપડા ચેન્જ કરી લીધા."

દક્ષને થોડી બદમાશી કરવાનું મન થયું. 

મહેકના રૂમનો દરવાજ પર ટકોર મારતા કહ્યું
" Medam કોઈ હેલ્પની જરૂર ખરી."

મહેક:- "No Thanks..."

દક્ષ:- "એમ તો મને પણ ખૂબ સારી રીતે સાડી પહેરાવતા આવડે છે."

મહેક:- "શું વાત કરે છે? રિયલી? પણ તારી સાથે આજ સુધી એવી કોઈ સાડી વાળી છોકરીને જોઈ નથી. જે જોઈ છે તે બધી ક્યાં તો જીન્સ વાળી હોય ક્યાં તો મિની સ્કર્ટ વાળી."

દક્ષ:- "તને વિશ્વાસ ન આવતો હોય તો હું તને સાડી પહેરાઉં."

મહેક:- "દક્ષ તને તો નજીક આવવાનું બહાનું જોઈએ છે."

દક્ષ:- "એટલો હક્ક તો છે ને..?"

મહેક:- Of course દક્ષ.

દક્ષ:- "તો હું તને Help કરવા આવું." 

"It's Ok દક્ષ. મેં સાડી પહેરી લીધી છે." મહેકે દરવાજો ખોલતા કહ્યું. 

દક્ષ મહેકને જોઈ જ રહ્યો. 

પ્લેન રેડ એન્ડ બ્લેક સાડી. ભીના વાળ આગળ રાખ્યા હતા. 

દક્ષ:- "Wow...!!"

મહેક:- "કિચન ક્યાં છે?"

દક્ષ:- "ડાબી તરફ."

મહેક કિચનમાં જઈ ચા બનાવે છે. દક્ષ પણ કિચનમાં જાય છે. 

દક્ષની નજર મહેકની ઉઘાડી કમર પડે છે. 
મહેકને ખ્યાલ આવતા સાડીથી કમર ઢાંકે છે. 

ઘણી કોશિશ કરી નજરો ટકાવવાની
છતાંય નજર લપસી ગઈ
એની ઉઘાડી કમર પર...

દક્ષ:-"એમ જ રહેવા દે..."

મહેક:- "ના કંઈ જરૂર નથી..."

દક્ષ મહેકની નજીક આવતા કહે છે "તને ખબર છે બે પ્રેમી મળે તો આવા વરસાદમાં...આવી ઠંડીમાં શું કરે છે?"

મહેક:- "આજે કંઈક વધારે રોમેન્ટિક મૂડમાં છે."

દક્ષ:- "તે મારી વાતનો જવાબ ન આપ્યો."

મહેક:- "રહેવા દે. વધારે સ્માર્ટ બનવાની જરૂર નથી."

દક્ષ મહેકની કમર પકડી પોતાની તરફ ખેંચી મહેકને કહે છે " હું ક્યાં સ્માર્ટ બનવાની કોશિશ કરું છું. હું તો પહેલેથી જ સ્માર્ટ છું."

મહેક:- 'ચા પી લઈએ." 

દક્ષ:- "Ok..."

મહેક:- "શું Ok...મને છોડ તો ખરો."

દક્ષ મહેકને છોડી દે છે. 

દક્ષ:- "ચાલ ત્યાં તાપણું કરતા કરતા ચા પીએ."

મહેક તાપણાંની નજીક બેસી જાય છે. દક્ષ શાલ લઈને આવે છે અને મહેકને શાલ ઓઢાવે છે. દક્ષ મહેકની બાજુમાં જ બેસી જાય છે. 
મહેક દક્ષના ખભા પર માથું ટેકવી દે છે. દક્ષ મહેકના ખભા પર હાથ મૂકે છે. 

મહેક:- "દક્ષ હું હંમેશથી એક એવો સાથી શોધતી હતી કે જેના ખભા પર માથુ ઢાળી વિશ્વાસે શ્વાસ લઈ શકાય. અને એ સાથી તું છે દક્ષ...દક્ષ મનથી હું તને મારો માની ચુકી છું. તું મને છોડીને ક્યારેય નહિ જાય ને? મને પ્રોમિસ કર કે તું મારી સાથે ક્યારેય દગો નહિ કરે.

દક્ષ:- "મહેક હું તારો ડર સમજું છું. હું તને ક્યારેય છોડીને નહિ જાઉં..."

થોડીવાર પછી મહેક કહે છે "દક્ષ હવે જવું જોઈએ. વરસાદ પણ રોકાય ગયો છે."

દક્ષ:- "ok..."

કોલેજના બે વર્ષ ક્યાં પૂરા થઈ ગયા તેનો મહેક અને દક્ષને ખ્યાલ પણ ન રહ્યો. દક્ષ અને મહેક દક્ષના એક ફ્રેન્ડે હોટલમાં પાર્ટી આપી હતી તે પાર્ટીમાં બધા ગયા હતા.કિંજલ, સ્વાતિ, કાર્તિક, અજય, કેશવ, દક્ષ,મહેક બધા કોલ્ડડ્રીઁક પીતા હતા. 

દક્ષ:- "Come on guys ડાન્સ કરીએ."

બધા ડાન્સ કરવા ગયા. મહેકને બોલાવી પણ મહેકને ડાન્સ કરવાની ઈચ્છા ન થઈ. જેસિકા દક્ષ સાથે ડાન્સ કરી રહી હતી. જેસિકા દક્ષની એકદમ નજીક નજીક આવીને ડાન્સ કરી રહી હતી. મહેકને આ ન ગમ્યું. મહેકને એ ચીપકું ટાઈપ છોકરી લાગી. 

દક્ષને તો જેસિકા સાથે ડાન્સ કરવામાં કોઈ વાંધો જ નહોતો. એમ પણ દક્ષની ફિમેલ ફ્રેન્ડ વધારે હતી. મહેકને દક્ષની કોઈ ફિમેલ ફ્રેન્ડ સામે કોઈ વાંધો નહોતો. મહેકને માત્ર જેસિકા કંઈક ઠીક ન લાગી.

જેસિકા:- "Hai દક્ષ..."

દક્ષ:- "Hii જેસિકા."

બંન્ને વાતો કરતા કરતા ડાન્સ કરી રહ્યા હતા. 
થોડીવાર ડાન્સ કર્યો. મહેક,કિંજલ અને સ્વાતિ બીજા ફ્રેન્ડ સાથે વાત કરવામાં બીઝી હતા. 

જેસિકા:- "બહુ ડાન્સ કરી લીધો. હવે કોલ્ડડ્રીંક પી લઈએ."

દક્ષ:- "Ok..."

જેસિકા:- "હું લઈ આવું છું. તારા માટે કોલ્ડડ્રીંક."

દક્ષ:- "Ok..."

 જેસિકાએ દક્ષના ડ્રીંકમાં નશીલી દવા ભેળવી દીધી હતી. દક્ષ નશાની હાલતમાં હતો. જેસિકા દક્ષને હોટલના એક રૂમમાં લઈ ગઈ. આ બાજુ મહેકે જોયું તો દક્ષ ડાન્સ પાર્ટીમાં નહોતો. મહેકે આમતેમ નજર કરી. પણ દક્ષ ન મળ્યો. દક્ષને શોધતી શોધતી હોટલના રૂમમાં પહોંચી ગઈ. 

મહેકે જોયું તો દક્ષ જેસિકાની ઉપર હતો. 

"દક્ષ શું કરી રહ્યો છે એની સાથે?" મહેકે દક્ષને પોતાની તરફ ફેરવતા ગુસ્સામાં કહ્યું. 

"મહેક..મહેક.." દક્ષ મહેક મહેક કરતો રહ્યો. દક્ષને અત્યારે કંઈ ભાન નહોતું. કાર્તિક અને કેશવ દક્ષને પોતાના ઘરે મૂકી આવ્યા. 

મહેકની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. 
કિંજલ અને સ્વાતિ મહેકને શાંત પાડે છે. સ્વાતિ અને કિંજલ મહેકને સમજાવીને ઘરે મૂકી આવે છે. 

બીજા દિવસે મહેક દક્ષને કોલેજમાં આવતા  જ પૂછે છે " દક્ષ તું કાલે જેસિકા સાથે શું કરી રહ્યો હતો?"

દક્ષને કેશવ અને કાર્તિકે કાલનો વિડીયો બતાવ્યો હતો. 

દક્ષ:- "મહેક તું સમજે છે એવું કશું નથી."

મહેક:- "I know દક્ષ તારી ફિમેલ ફ્રેન્ડ વધારે છે. પણ જેસિકા મને ઠીક નથી લાગી. શું તને જેસિકા ગમે છે."

દક્ષ:- "મહેક મેં કહ્યું ને તને, તું જેવું સમજે છે તેવું કશું નથી."

મહેક :- "અને કાલે મેં હોટલના રૂમમાં જોયું તે?"

દક્ષ:- "તો તારા કહેવાનો મતલબ એ છે કે તને મારા પર વિશ્વાસ નથી." 

મહેક:- "હું એવું નથી કહેતી. પણ..."

દક્ષ:- "પણ શું? આડકતરી રીતે તું એમ જ કહેવા માંગે છે કે તને મારા પર વિશ્વાસ નથી. 
અને મહેક પ્રેમનું બીજુ નામ તો વિશ્વાસ છે ને?"

મહેક:- "તારી વાત આવી તો પ્રેમનું બીજુ નામ વિશ્વાસ....અને તે મારો વિશ્વાસ તોડ્યો તેનું શું?"

દક્ષ:- "જો મહેક હવે વધારે થાય છે Ok?"

મહેક:- "તો થવા દે...પણ તું મારા સવાલનો જવાબ આપ."

દક્ષ:- "અને ન આપું તો શું કરી લઈશ?"

મહેક:- "I think આપણે Break up કરી લેવું જોઈએ."

દક્ષ:- "તને મારા પર વિશ્વાસ જ નથી...Ok fine...break up જ કરી લઈએ."

મહેક:- "અને આમ પણ હવે મને નથી લાગતું કે આપણે patch up કરી શકીશું. એટલે તું તારા રસ્તે હું મારા રસ્તે." 

દક્ષ:- "Ok...મને લાગતું હતું કે તું સમજદાર છોકરી છે. પણ તું તો મને સમજી જ ન શકી."

મહેક:- "દક્ષ...બસ કર...બહું થઈ ગયું."

દક્ષ:- "Ok...હવે બહુ થઈ ગયું." 

બંન્ને એકબીજાની વિરુધ્ધ દિશામાં જવા લાગ્યા.

ક્રમશઃ