abhinandan : ek premkahani - 5 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | અભિનંદન : એક પ્રેમકહાની - 5

Featured Books
Categories
Share

અભિનંદન : એક પ્રેમકહાની - 5



અભિનંદન:એક પ્રેમકહાની




બીજા દિવસની કોલેજ છે કોલેજ ટાઈમ 11 વાગ્યાનો. ૧૧ થી ૫.




લીમડાના વૃક્ષ નીચે મિતવા નીરજ કેશા બરખા મોહિત ઉભા છે ત્યાં જ સરતાજ નગરના સરતાજ ની બાઈક આવી બાઈક ની પાછળ તેના સ્વપ્નની રાજકુમારી નંદિની પણ છે આ બધું નવાઈનું નથી.હાઇફાઇ સીટી છે અને આ કોલેજમાં આવું બધું સામાન્ય છે





એક  બેલ વાગી બધા જ પોતાના રૂમમાં ગયા નંદિની અને અભિનંદન એક જ બેંચ માં બેઠા છે તેની પાછળ મિતવાને એક છોકરો ધર્મ બેઠા છે તેની પાછળ બરખા-મોહિત બેઠા છે તેની પાછળ કેશા-નીરજ બેઠા છે




અભિનંદન અને નંદની એકબીજાની મજાક કરે છે અભિનંદન નંદની ના વાળ ખેચ તો નંદિની અભિનંદન ની પેન ખુચાવે.




તો અભિનંદન નંદિનીની બુક ખેંચે તો નંદિની અભિનંદનની પેન લઈ લે.આ બધું પાછળના સીટ પરથી મિતવા ને ધર્મ જુએ.

એકવાર મિતવા બોલી plz અભિનંદન. આ ટોપિક મહત્વનો છે..



તો અભિનંદન બોલ્યો મારે આ ટોપિક પણ...



ઋષિત સાંભળી ગાયોને તેના લોફર મિત્ર ને કહ્યું બધા ખડખડાટ હસી પડ્યા.



મિતવા ના શબ્દોની મજાક ઉડી.પૂરો રૂમ હસી પડ્યો.ને મિતવા રડમસ બની ગઈ.(તેના મગજમાં રાત્રિનો અંધકાર, તેને લાગતો અંધારાનો ડરને ચોપડા ના પેજ ઉડતા દેખાયા.)




ઋષિત વિમલ ઉમેશ ઉર્જા  વનિતા ને પ્રોફેસરે બહાર નીકળ્યા આ મજાકમાં પકડાય ગયા હસતા એટલે ને લેક્ચર શરૂ થયો....




અંતે અભિનંદન પાસે ફરીવાર પેલી બે દેવીઓ બરખાને કેશા એ માફી મંગાવી.


મિતવા એ માફી આપીને જોડે કાલના તમામ લેક્ચરનો એક નાનો ચોપડો આપ્યો.અભિનંદન ને કહ્યું કાલે આપી દઈશ.



મિતવા કે મેં તો write કરેલું છે.આ તારા માટે છે.(આ મિતવાને દેખાતા પેજ અભિનંદન માટે ઉજગરો કરીને લખેલા એજ)


અભિનંદન thank you..


ફરી એકવાર નંદિની લાલચોળ થઈ ગઈ.



રીસેસ પડી...



નંદિની ના ગ્રુપમાં મિતવાના શબ્દોની હજુય મજાક ઉડે છે.આજની રીસેસ નો ટોપિક જ એ લોકોને મળી ગયો.



નંદિની તેના ગ્રુપ જોડે ગઈ.

કેશા બોલી અભિનંદન તું ને મિતવા નાસ્તો લેતા આવો.
અભિનંદન બોલ્યો ઓકે



મિતવા બોલવા લાગી સમોસા, સેવ મમરા,બટાકા પૌંવા. બસ આટલું




ના ના કુર કુરે ને ચકરી પણ.અભિનંદન બોલ્યો.


અભિનંદન ને બિલ ચૂક્યું. બંને રસ્તામાં ગ્રુપ જોડે લીમડા તરફ આવે છે...નાસ્તો નીચે  રાખ્યો.પછી અભિનંદન ને મિતવાને મોમાં સમોસુ મુક્ત બોલ્યો thank you....



આજ તે મારી મોટી હેલ્પ કરી છે....

કેશા બોલીને તોય તું તેને હેરાન કરે ....નિરજે "ચૂપ" બોલ્યા વગર કહ્યું.


મિતવા બોલી ઓકે...

મિતવાના ગાલ પર સમોસા નું પડ ને મસાલો ચોંટી ગયા

અભિનંદન હસ્યોને પછી એકદમ મિતવાની નજીક ગાયોને પોતાના હાથ વડે એ પડનો ટુકડોને મસાલો લઈ મિતવાને બતાવી બોલ્યો ઓકે,પછી પાણી લઈ મિતવાનો ગાલ સાફ કર્યો ને પોતાના રૂમાલ વડે લૂછયું.



આ બધું ગ્રુપ મેમ્બર્સ જોઈ રહ્યા...



મિતવા બોલી આટલો પ્રેમ કેમ વરસે છે અભિનંદન...




અભિનંદન બોલ્યો જો તું મારા માટે 25પેજ લખી શકે તો હું આ કરી શકું.




મિતવા બોલી તો તારો હિસાબ ખોટો.25 પેજ મુજબ....આટલું ઓછું પડે.




અભિનંદન બોલ્યો...ઓકે...બીજું કશુંક કરીશ તારા માટે ગાલ પર ટાપલી મારી બોલ્યો.



***




રીસેસ પૂરી થઈ


ફરી પાછો વર્ગ ને ફરી પાછા અભિનંદનને નંદિનીના નખરા.




નંદિની એ અભિનંદન નો હાથ પોતાના હાથ માં લીધો.પછી અભિનંદનને ચૂપ રહેવા જ કહ્યું.



મિતવાએ પોતાનો હાથ ઊંચો કરી જોયો.હસ્તરેખા જોઈ.





ત્યારે ધર્મ બોલ્યો શુ થયું.?મિતવા એ માથું હલાવીના પાડી.




ફરી એકવાર અભિનંદનને નંદિની ની નજીક જઈ ને તેનો હાથ નંદિની ની કમરમાં નાખ્યો...

મિતવા આ જોઇ ન શકી ને ઉભી થઇ બહાર જતી રહી...


કોણ જાણે કેમ નંદિની નો હાથ રીસેસ પછી મિતવાને ખટકવા લાગ્યો.


એક પળવાર માં તો એવું શું થઈ ગયું મિતવાના શરીર મા કે અભિનંદન ને ટચ કરતી નંદિની પ્રત્યે મિતવાની આંખોમાં ઝેર વરસવા લાગ્યું...