Atut dor nu anokhu bandhan - 6 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખું બંધન - 6

Featured Books
Categories
Share

અતુટ દોર નુ અનોખું બંધન - 6

નીર્વી તેના નાનીના ખોળામાં માથુ રાખી ને નાની બાળકીની જેમ સુતી છે અને કહે છે હુ તમને છોડીને ક્યાય નથી જવાની...તેના નાની કહે છે તુ મારી ચિંતા ના કર હજુ તો હુ મારૂ કરી શકુ તેવી છુ અને નહી થાય ત્યારે તારા ઘરે આવી જઈશ.

અને તને જો છોકરો ના ગમતો હોય કે બીજું કોઈ ગમતુ હોય તો કહે. એના માટે હુ બનતુ કરીશ.

નીર્વી કહે છે એવુ કંઈ નથી નાની પણ બસ મને તારી ચિંતા થાય છે એટલે જ ના પાડુ છુ.

તે લોકો વાત કરતા હોય છે એટલામાં પરી અને સાચી ત્યાં આવે છે. એટલે નીર્વી ના નાની કહે છે બેટા તમે લોકોએ શુ વિચાર્યુ છોકરાઓ વિશે કાલે આપણે હા કે ના નો જવાબ આપવાનો છે.

પરી તો આ સાભળીને શરમાઈ જાય છે.કારણ કે તેને તો પ્રથમ ગમી જ ગયો છે. અને સાચીના તો દિલની વાત કહ્યા વિના શાશ્વત સમજી ગયો છે એટલે તો ના કહે એમ નથી.

હવે વાત અટકી છે નીર્વી પર. તેના નાની કહે છે આ છોકરી ને સમજાવો મારૂ તો એ નહી માનતી....

પછી ત્રણેય જણા એક રૂમમાં બેસે છે અને બંને નીર્વી ને પુછે છે તુ કેમ ના કહે છે ? નીર્વી તેમને કારણ જણાવે છે અને સાથે નિસર્ગ એ કહેલી વાત પણ કહે છે. તો બંને કહે છે એમાં શુ છે જો નિસર્ગ ની હા હોય તો એ બધુ તો સેટ થઈ જશે. અને આપણે ભણેલા ગણેલા છીએ તો કંઈ પણ જરૂર હોય તો આપણે તો તેમને હેલ્પ કરી જ શકીશું ને!!  અને આપણે સાથે છીએ તો કોઈ પણ પ્રોબ્લેમ દુર થઈ જશે.

               *        *         *        *        *

આ બાજુ શાશ્વત અને પ્રથમ તો તૈયાર છે આ નવા સંબંધો માટે. પણ હજુ નિસર્ગ હા કે ના નથી કહેતો.

તેના દાદી તેને પાસે આવીને બેસાડે છે . તે દાદીનો સૌથી વ્હાલો દીકરો છે કારણ કે તે બધી જ બાબતો માં બહુ જ સમજુ , વ્યવહારિક, કોઈની પણ લાગણી ને સમજી શકે તેવો છે એટલે દાદી તેને પુછે છે દીકરા શુ કારણ છે કે તુ આ સંબંધ માટે હજુ હા નથી કહેતો??

નીર્વી મને તો તારા માટે એકદમ યોગ્ય લાગે છે તને ના ગમતી હોય તો કહે...નિસર્ગ દાદીને વચ્ચે અટકાવીને કહે છે તે તો સારીજ છે મને તેના માટે કોઈ ના નથી પણ.....

દાદી: પણ શુ?? તો બીજું શુ કારણ છે??

નિસર્ગ જે નીર્વી ને વાત કરી હતી તે બધી દાદીને કહે છે.

દાદી : તને ખબર છે હુ જ્યારે તારા દાદા સાથે વિવાહ કરીને આવી ત્યારે અમારી પાસે કંઈ જ નહોતું અત્યારે તો તારી પાસે ફેમિલી પણ છે અને નીર્વી બહુ સમજુ છે એટલે કોઈ વાંધો નહી આવે. હવે તુ જે હોય તે આજે રાત્રે મને કહેજે એટલે આપણે તેમને જણાવી દઈએ.

               *        *        *       *        *

સવારે સાચી શાશ્વત ને ફોન કરે છે કે નીર્વી નિસર્ગ ને મળવા ઈચ્છે છે જો તારા ઘરે વાધો ના હોય તો?? શાશ્વત દાદીને કહીને નિસર્ગ ને નીર્વી ને મળવાનો પ્લાન બનાવે છે. સાથે એ લોકો પોતાનું પણ સેટિંગ કરી દે છે.

એટલે છ એ જણા એક નજીક ના ગાર્ડન રેસ્ટોરન્ટમાં મળે છે. ત્રણેય થોડી વાર વાતો કરે છે કપલમા અને પછી બધા સાથે આવીને જમવા બેસે છે અને સાચી કહે છે મેરેજ ત્રણેય નુ સ્ટડીનુ પતે પછી અને લગ્ન પછી અમારી ઈચ્છા હોય તો અમને જોબ કરવાની કે તમારી સાથે ઓફીસ જોઈન કરવાની છુટ હોય તો અમે આ સંબંધ માટે તૈયાર છીએ.

શાશ્વત હસે છે સારૂ મેડમ, અમારા ત્રણેય તરફથી તમને ત્રણેય ને બધી જ છુટ છે. અને તમે તો દાદીની લાડકી અત્યાર થી થઈ ગઈ છો એટલે તો અમારે તમને કંઈ ના કહેવાય નહી તો અમારૂ આવી બનશે...એટલે બધા હસવા લાગે છે.

રાત્રે બંને જગ્યાએ થી ત્રણેયના સંબંધ માટે હા પડી જાય છે... આજે ત્રણેય ફ્રેન્ડ એક નવા સંબંધો માં બંધાઈ ગયા છે....હવે હાલ તો ત્રણેય નુ ભણવાનું ચાલુ છે. એટલે બધા ફરી એમાં લાગી જાય છે.

કોલેજમાં સાચી અને શાશ્વત તો રોજ મળે જ છે. હવે થોડા દિવસોમા તેમની સગાઈ ફાઈનલ થાય છે. અને ધુમધામથી સગાઈ પણ થઈ જાય છે.

              *       *        *        *        *

આજે સાચી અને શાશ્વત ને M.B.A.ની ડિગ્રી મળી ગઈ છે જ્યારે  પરી અને નીર્વી ને Msc.It ની ડિગ્રી મળી ગઈ છે. એક મહિના પછી બધાના લગ્ન ની વાત થાય છે. પ્રથમ એ લોકોને ઘરમાં આર્થિક રીતે સૌથી વધુ સારૂ હતુ. એટલે તેના મમ્મી બધાના એક સાથે લગ્ન માટે ના પાડે છે. તેમને તેમના દીકરાના શાહી ઠાઠમાઠ સાથે મેરેજ કરાવવા હતા. જે બધાની પોઝિશન સરખી ન હોવાથી તે બધાના સાથે મેરેજ થાય તો શક્ય નહોતું.

પ્રથમ ના ઘરે તેની બહેન અને મમ્મી સિવાય બધાના સાથે મેરેજ કરવામાં પરિવાર માં કોઈને વાધો નહોતો.

આ વાત ની પરીને જાણ થતા તે કહે છે જો આવી રીતે અલગ કરવા હોય તો મારે આ લગ્ન નથી કરવા પ્રથમ તુ તારા મમ્મી ને સમજાવ.....

શુ અત્યાર થી જ ત્રણેય ની દોસ્તીમાં દરાર પડવા લાગશે?? કારણ કે પરી પ્રથમ ને છોડવા પણ નથી માગતી ?? કે પછી ત્રણેય ની જીદ સામે પ્રથમ ની મમ્મીએ નમતુ મુકવુ પડશે??

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -7

next part......... publish soon......................