મનાલીના માઉન્ટેન્સ વાદળોને ચૂમી રહ્યા હતા અને એ પહાડોને સર કરવાનો અલગ જ જોષ હંમેશા મને રહેતો. ત્યાંની હવા જ્યારે મારા શ્વાસમાં ભળે છે, સાચું કહું તો ત્યારે જ મને આ લાઈફ નો અહેસાસ થાય છે. ધીમી ધીમી હિમ વર્ષા થઈ રહી છે, અચાનક કાનમાં એક અવાજ સંભળાયો,
"બેટા, આજે ઓફિસ નો ફર્સ્ટ ડે છે,જલ્દી કર."
કાન અવાજની દિશામાં ગયા, આંખો ખોલીને જોયું તો હિમવર્ષા ની જગ્યાએ શાવરમાંથી પાણીની બૂંદો વરસતી હતી અને હું મનાલીના પહાડોમાં નહીં પણ મારા બાથરૂમમાં ઉભો હતો.
પહાડો ચડવાનું હંમેશા મારુ ડ્રીમ રહ્યું છે અને મારું પેશન પણ .
દિવસમાં એકાદ વાર જ્યારે આંખો બંધ કરું તો એ પહાડો મારી સામે આવી જ જાય.
એક્ટર બનવાની પણ બહુ જ ઈચ્છા મને હતી એના માટે અલગ અલગ ઓડિશન્સ પણ આપ્યા,ઘણા નાના મોટા રોલ્સ પણ કર્યા, થિયેટર પણ એટલું જ કર્યુઁ, પણ એના ભરોસે ઘર ચલાવવું ઘણું મુશ્કેલ હતું, અને ફેમિલી રિસ્પોન્સિબિલિટી પ્રાયોરિટીમાં આવતાં મારે આ જોબ કરવી પડે તેમ હતી.
28 સપ્ટેમ્બર ૨૦૧૭ નો એ દિવસ,
મારું નામ વિશ્વેશ આર્યન .
હું મારી ના ઈચ્છા હોવા છતાં પણ જોબ પર જવા નીકળ્યો સિનક્રોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ક્વોલિટી અસ્યોરન્સની પોસ્ટ પર હું અપોઇન્ટ થયો હતો, બધું વર્ક બરાબર ચાલે છે કે નહીં એ જોવાનું અને એનું ઓડિટ લેવાનું એ મારું કામ.
બધું કામ તો બરાબર હતું પણ સાલુ મારી લાઈફનું ઓડિટ બગડી ગયું હતું .
એક દિવસ અમસ્તા ડેસ્ક નંબર બે માંથી એક પેપર ઊડીને નીચે પડ્યું, એક સુંદર મજાનું ડૂડલ ડ્રો કર્યું હતું, "એક પીંજરૂ અને એમાં પોપટ", પિંજરાનો દરવાજો ખુલ્લો હોય પણ તેની અંદર પોપટ જાણે બાંધેલો હોય છે ,તે ઉડી તો શકે છે પણ એક હદથી વધારે નહીં.
આ વિચાર પર હું ફિદા થઈ ગયો.
આટલું બ્યુટીફૂલ વિચારવા વાળા માણસ ને મારે મળવું હતું . અચાનક પાછળથી એક અવાજ આવ્યો, "એને નિયંત્રણમાં મળેલી આઝાદી કહેવાય વિશ્વેશ, તમે ઊડી શકો છો પણ એક હદથી વધારે નહીં."
કિંજલ મારી સામે ઉભી હતી જેટલું બ્યૂટીફુલ એનું આ ડૂડલ હતું, એનાથી પણ વધારે બ્યુટીફૂલ એ હતી. "હેલો કિંજલ, તમારું આ ડૂડલ, તમારો થોટ અને તમે મને ખૂબ ગમ્યા. "
મારા આ વાક્ય પર એની સ્માઈલ મારા હૃદયના એક ખૂણામાં આજે પણ અકબંધ રીતે સચવાયેલી છે. "લેટ્સ હેવ અ કપ ઓફ કોફી" થી શરૂ થયેલી એ મુલાકાત બહુ જ મેચ્યોર અને મીઠી હતી.
અમારો સ્વભાવ એટલી હદે મળતો હતો કે મોટાભાગની વસ્તુઓ માં હું જે કહેવા માંગતો એ મારા બોલ્યા પહેલા જ તે સમજી જતી હતી.
કોઈ પણ વાતમાં અમારે દર વખતે એક જ ડાયલોગ સેમ રહેતો,
"હા અેજ, હું પણ આ જ કહેવા માંગતો હતો..!!"
ઈવન અમારા ડ્રેસિંગમાં કલર્સ નું મેચિંગ પણ ઓલવેઝ થતું, એક અવિશ્વાસનીય ઈત્તેફાક..
અમે જોડે જ ઓફિસ આવતા કારણકે એનું ઘર મારા ઘરની થોડીક જ પાસે હતું એવરીડે સવારમાં નાસ્તો કરવા અમે ભેગા થતા અને પછી અમે ઓફિસ પહોંચતાં અને ઓફિસમાં એવું બિહેવ કરતા કે જાણે અહીં જ પહેલી વાર અમે મળ્યા છીએ.
"પ્રેમને એકબીજાથી અને આખી દુનિયાથી પણ છુપાવવાના પ્રયાસો અમારા બંને તરફથી ચાલી રહ્યા હતા ". મારી પછીના ૨ ડેસ્ક છોડીને એ "ડેસ્ક નંબર ૨" પર બેસતી હતી.
ઘણીવાર અનાયાસે હું એની સામે જોતો હોવ તો અચાનક એની નજર મારી તરફ ફરી જતી, દિલની વાત આંખોથી એક સેકન્ડમાં તેની સુધી પહોંચી જતી. ટ્યુનિંગ એટલી હદે હતું કે મારે તેને પ્રપોઝ કરવાની જરૂર પણ ના પડી. વી બોથ અન્ડરસ્ટેન્ડ થેટ વી આર લાઈકીંગ ઈચ અધર, અને આફ્ટર ધેટ અમે એટલા શ્યોર હતા કે, " વી,લવ ઈચ અધર..! "
એક દિવસે જ્યારે અમારી આખી ટીમ દીવ ફરવા ગઈ ત્યારે અનાયાસે કરેલો મે મારા પ્રેમનો ને એકરાર અને એ વખતે તેનું અચાનક આવીને મને હગ કરવું ,
રાત્રે દરિયા કિનારે ખુલ્લા પગે એકબીજાનો હાથ પકડીને ખુલ્લા પગે ચાલતી વખતે અથડાતો એ ઠંડો પવન અને ઈઅર ફોનમાં વાગતું સોન્ગ,
"મિલે હો તુમ હમકો બડે નસીબો સે,
ચુરાયા હે મેને, કિસમત કી લકીરો સે...!!!"
આ બધી જ મેજીકલ મોમેન્ટસ મને કદાચ અલ્ઝાઇમર્સ થશે તો પણ યાદ રહેશે.
એક વરસની અંદર અમે જે લોકો ૩૦ વર્ષના સંગાથમાં પણ ના કરી શકે એટલું અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી દીધું હતું.
હવે હંમેશા એવું ફીલ થતું કે આઈ એમ હેપ્પી વીથ ધીસ લાઈફ. શું ખરાબી છે આ જોબમાં?
રોજ કિંજલની સાથે પસાર થતા તમામ દિવસો લાઈફના બેસ્ટ દિવસો હતા.
તે મને ઘણી વાર પૂછતી,
"હવે પહાડો નથી યાદ આવતા તને??
હું એને પ્રેમથી ડૂડલિયુ કહેતો,
મારો એક જ જવાબ રહેતો,
" તારા સિવાય મારે હવે બીજુ કંઈ પણ જોઈતું નથી અને તારાથી દૂર મારે ક્યાંય જવું નથી. "
પણ ફ્રેન્ડ સાથે ટ્રેકિંગ કરવા માટે મનાલી નો એક પ્લાન બન્યો , હું ઓફિસમાંથી લિવ લઈને થોડાક દિવસ માટે મનાલી ટ્રેકિંગ કરવા માટે નીકળ્યો .
આખા ટ્રેકિંગમાં કિંજલ સિવાય કોઈ મને યાદ નહોતું આવતું ,રાતના બે વાગે અમે અમારા ડિસાઈડ કરેલા પોઇન્ટ પર પહોંચ્યા,
કિંજલ સાથે ૨ દિવસથી વાત થઈ નહોતી.
મોબાઇલમાં નેટવર્ક આવવાની આતુરતાથી હું રાહ જોતો હતો.
નેટવર્ક આવતાની સાથે જ કિંજલ ને કોલ કરવા જતો હતો ત્યાં અચાનક ફેસબુકમાં એક નોટિફિકેશન આવ્યું.
કિંજલે સ્ટેટસ મુક્યું હતું.
સ્ટેટસ હતું,
"ગોટ એન્ગેજ્ડ....!!!! "
TO BE CONTINUE.....!!