kala pani in Gujarati Adventure Stories by Parixit Sutariya books and stories PDF | કાલા પાની - કેદીઓ નું નર્ક

Featured Books
Categories
Share

કાલા પાની - કેદીઓ નું નર્ક

સેલ્યુલર જેલ ( પોર્ટ બ્લેયર )

અંદમાન નિકોબાર દ્વિપસમુહ માં એક સેલ્યુલર જેલ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી. આ એવી જેલ હતી કે તેના નામ માત્રથી શરીર ના રુવાડા ઉભા થઇ જતાં હતાં, ડર, એકલતા, અંધકાર અને ઘણું બધું આ જેલમાં હતું...

આ જેલ ની મધ્ય માં એક વર્તુળાકાર મોટી બિલ્ડીંગ હતી અને તેને સાત હાથ બહાર નીકળ્યા હોય તેવી રીતે જેલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું , દરેક કેદી ની અલગ જેલ હતી..!!! મતલબ કે આડી દીવાલ બધા કેદી ને એકબીજા થી અલગ કરતી હતી જેથી કોઈ અંગ્રેજો વિરૂદ્ધ પ્લાન ન બનાવી શકે.દરેક જેલ ની આગળ એક જાળી હતી અને બધી જેલ ની સાઈઝ ખૂબ નાની હતી, તેમાં એક લાકડાનો ખાટલો અને ખાટલા ની આસપાસ ચાલી શકાય તેવી સાવ થોડી જગ્યા, એક થાળી અને ઓઢવા માટે ચાદર અપાતું હતુ પાછળ ની બાજુ ઉપર નાની એવી જાળીવાળી બારી હતી જે દરિયા તરફ ખુલતી હતી.!! આ સાતેય બિલ્ડીંગ માં કુલ મળીને 600 થી ઉપર જેલ હતી જેમાં કેદી ઓ ને રાખવામાં આવતા હતા. બહાર થી દીવાલ એકદમ નાની હતી જે કોઈપણ કેદી આરામથી કૂદી શકે તેવી હતી..!!! કેમકે આસપાસ દરિયા સિવાય કશું દેખાતું ન હતું, કેદી ને ટાપુ પર છૂટો મુકવામાં આવે તો તેની પાસે બે જ ઓપ્શન હતા કે દરિયામાં પડી ડૂબી જવું અથવા આ દર્દનાક જેલ માં બાકીની જિંદગી ગુજરવી..!!!

આ સાતેય બિલ્ડીંગ ની બાજુ માં એક અલગ ફાંસી રૂમ બનાવવામાં આવી હતી. તેમાં એકી સાથે ત્રણ લોકો ને ફાંસી અપાતી હતી, ઉપર ની તરફ ત્રણ પીળા રંગ ની રસ્સી લટકાતી હતી નીચે લાકડાનું કાળું ફર્નિચર હતું અને ગોળ સફેદ રંગનું વર્તુળ હતું જે નીચે ની તરફ ખુલતુ હતું અને કેદી ત્યાં આઝાદી ના ઝનૂન માં મોતને હસતા મોઢે ભેટી લેતો હતો..!!

ફાંસી રૂમ ની એકદમ સામે એક ઊંચી આસપાસ નજર રાખવા માટે ની ત્રિકોણીય બિલ્ડીંગ હતી ત્યાં સૌથી ઉપર એક અંગ્રેજ ઉભો રહેતો હતો અને ત્યાં ઉપર એક મોટો ઘંટ (?) પણ હતો, જ્યારે કોઈ કેદી જેલમાંથી ભાગી જતો ત્યારે એકવાર વગાડવામાં આવતો એટલે આખા પોર્ટ બ્લેયર માં બધા અંગ્રેજો સતર્ક થઈ જતા..!! જ્યારે ઘંટ ને ત્રણ વાર વગાડવામાં આવતો ત્યારે લોકો ને ખબર પડતી હતી કે આજે ત્રણ કેદી ઓ ને ફાંસી અપાઈ રહી છે..!!

ફાંસી રૂમ ની નજીક માં એક મોટો હોલ છે ત્યાં કેદી ઓ પાસે થી શ્રીફળ ફોલાવવામાં આવતું ?, તેમાંથી નીકળતા રેસા માંથી 6 કિલોની જાડી રસ્સી બનાવાતી જે કેદી આ અસંભવ કામ ન કરે તેને એક થાંભલે બાંધી દેવામાં આવતો પછી તેના પર ચાબુક ના પટાં  મારવામાં આવતા.

ભારત માં ઠેર ઠેર અંગ્રેજો વિરુદ્ધ મોટા લોકોના નેતૃત્વ માં હુમલાઓ થઈ રહ્યા હતા. અંગ્રેજો નાના નાના સ્વાતંત્ર્ય સેનાની ને આસપાસ ની જેલ માં રાખતા હતા જ્યારે મોટા લીડર નેતાઓ ને કાલાપાની ની સજા આપતા હતા. જેથી લીડર નું મનોબળ તૂટે અને અંગ્રેજો સામે કોઈ બળવો ન કરે..





શેર અલી અફ્રિદી


શેર અલી અફ્રિદી પેશાવર અંગ્રેજ ઓફીસ માં કામ કરતો હતો , તેને આઝાદી શુ કેવાય તે પણ નહતી ખબર..!! અંગ્રેજો સાથે તેને સારું એવું બનતું હતું અને તે અંગ્રેજો નો માનીતો પણ હતો, તેને અંગ્રેજી સાશન ખરાબ નહોતું લાગતું, તેને ક્યારેય દેશ ભક્તિ વિશે નહોતું વિચાર્યું..પણ તેના જીવન માં એવો બનાવ બન્યો કે તેની વિચારવાની ક્ષમતા બદલાઈ ગઈ..!!!

શેર અલી કોઈ ની રચેલી જાળ માં સપડાઈ ગયો હતો , શેર અલી પોતાની ઓફીસ થી ફરજ પુરી કરી ઘરે પાછો ફરતો હતો ત્યારે રસ્તા પર કોઈ બે લોકો નો ઝઘડો થતો હતો  તે શેર અલી એ જોયુ અને નજીક પહોંચ્યો ત્યાં એક વ્યક્તિ નું મોત થઈ ગયું અને તેની મોત નો ગુનો શેર અલી પર લાગ્યો..!! તેને પોતાની વાત પહેલા વાઇસરોય ને કરી પણ તેણે પણ શેર અલી ની મદદ ન કરી પછી અંગ્રેજો સમક્ષ રજુ કરી પણ શેર અલી રંગે કાળા હતા અને અંગ્રેજો એ વખતે  રંગભેદ ની નીતિ માં માનતી હતી.. એટલે અંગ્રેજો એ તેની વાત ન સાંભળી અને શેર અલી અફ્રિદી ને ઉમરકેદ ની સજા સંભળાવી..!!!

શેર અલી આફ્રિદી ને અંદમાન નિકોબાર પર પોર્ટ બ્લેયર પર સેલ્યુલર જેલ માં  લાવવામાં આવ્યો..!!

હાથ અને પગ માં સાંકળ બાંધવામાં આવતી અને ગળા માં નાખેલી લોખંડ ની રિંગ સાથે હાથ અને પગ ની રિંગ એકબીજી રિંગ સાથે લોખંડ ની સાંકળો થી જોડાયેલી હતી. જેથી હાથ ને આગળ પાછળ કરી દોડી ન શકે..!!! આનાથી કેદી સાવ ધીમું ધીમું ચાલતો હતો.

પોર્ટ બ્લેયર ની સેલ્યુલર જેલ એક ખુલ્લી જેલ હતી ત્યાથી ભાગી જવાનો એક પણ ચાન્સ કેદી પાસે ન હતો , શેર અલી ની દોસ્તી અમુક ક્રાંતિકારો સાથે થઈ અને તેને પણ દેશભક્તિ કરવાનું જુનૂન ચડ્યું હતું.

6-7 મહિના ના નિરીક્ષણ બાદ જેલ ના અધિકારીઓ એ શેર અલી ની સારી વર્તણુક ના લીધે તેને પોર્ટ બ્લેયર અને અંદમાન ના ટાપુ પર  ફરવાની છૂટ આપી અને તે ત્યાં જેલ માં વાળંદ નું કામ પણ કરવા લાગ્યો..તે પોતાની મરજી થાય ત્યારે જેલ માં આવતો અને મરજી થાય ત્યારે બહાર જતો રહેતો.

તેને બહાર રહીને ત્યાંના આદિવાસી ઓ સાથે મળીને કઈક પ્લાન પણ બનાવ્યો હતો. આમ તો અંદમાન અને નિકોબાર ના આદિવાસી ઓ એકલા રહેતા હતા તે કોઈની સાથે હળતા મળતા ન હતા, તેના કામ માં કોઈ વિક્ષેપ કરે તે તેમને પસંદ ન હતું પણ કઈ પણ વાતે શેર અલી અફ્રિદી એ ત્યાંના આદિવાસી ઓ સાથે મળી ને કોઈ પ્લાન ઘડી રહ્યો હતો..!!!



વાઇસરોય લોર્ડ મેયો

લૉર્ડ મેયો અંગ્રેજ વાઇસરોય હતો, વાઇસરોય ની પદવી અંગ્રેજ હકુમત માં બહુ ઊંચી હતી, તેની આસપાસ હમેશા 12 પહેરેદારો તેની રક્ષા માટે તૈયાર રહેતા. જેથી કોઈ ક્રાંતિકારી વાઇસરોય ની હત્યા ન કરી દે..!!

તેના નામ ની ચર્ચા લંડન સુધી થતી હતી..

એકવાર ખબર નહિ કેમ પણ તેને વિચાર આવ્યો કે મારે પોર્ટ બ્લેયર જેલ ની મુલાકાત લેવી છે અને તેને ત્યાંની જેલ ના અધિકારી ઓ ને ખબર મોકલાવી કે બે દિવસ પછી હું જેલ ના ઈન્સ્પેક્શન માટે આવું છું....

આ વાત વાયુવેગે આખા જેલ માં ફેલાઈ ગયી હતી, અમુક માં આનંદ હતો તો કોઈ ઉત્સાહ માં હતું તો કોઈ ને ડર પણ હતો. એક ગવર્નર જનરલ નો ખોફ પણ વાતાવરણ માં દેખાતો હતો પણ બધા ને એ વાતે રાહત મળી કે તે ખાલી જેલ નું નિરીક્ષણ કરવા જ આવે છે..કોઈ હુમલો કરવા નહિ..?





લોર્ડ મેયો ની હત્યા !!


શેર અલી પોતાના કેદી મિત્ર ની દાઢી બનાવી રહ્યો હતો ત્યાં અચાનક વાત માંથી વાત નીકળી અને કેદી બોલ્યો કે કાલે ગવર્નર જનરલ ( વાઇસરોય ) લોર્ડ મેયો આપણી જેલ ની મુલાકાતે આવવાના છે. આ સાંભળતા જ શેર અલી નો હાથ થોડો ધ્રુજી ગયો અને પોતાના વિચારો માં ખોવાઈ ગયો વાળંદ નું કામ પત્યાં પછી તેને પોતાના હાથ માં અસ્ત્રો માં કાટ ખાઈ ગયેલી પતરી બદલાવી અને નવી નાખી અસ્ત્રો ડબ્બા માં મુકવાની જગ્યાએ ખિસ્સા માં મુક્યો..!!!

બદલા ની અને દેશભક્તિ નું લોહી શેર અલી ના શરીર માં ઉછાળા મારી રહ્યું હતું, જેલ માં દાઢી કરવાના અસ્ત્રો શિવાય તેની પાસે બીજું કોઈ સાધન ન હતું કે તેના લોહી ના ઉછાળા ને ઠંડુ કરી શકે. ..

મેયો બીજા દિવસે 3 વહાણ લઈ ને સેલ્યુલર જેલ આવી પહોંચ્યો , તેને પોતાની કામગીરી પણ ચાલુ કરી દીધી આ બાજુ અલી એક મૌકા ની શોધ માં હતો.. મેયો જેલ માં બધે જ ફરી વળ્યો અને સંધ્યાકાળ સુધી તે પોર્ટ બ્લેયર માં જ રહ્યો !!!

સૂરજ ના આથમતા ની સાથે જ બધા વહાણ તરફ પહોંચ્યા અને બધા થાક્યા પાક્યા હોવાથી ત્યાં કિનારા પર થોડી વાર બેસી ગયા.. મેયો જેવો પોતાના અંગરક્ષકો થી દુર થયો કે તરત ઢળતી સાંજ ના અંધારામાંથી પુર ઝડપે પાણી માંથી કોઈ બહાર આવ્યું અને મેયો ની ગરદન ને લોહી લુહાણ કરી મૂકી. અંધકાર માં પણ પાણી માં મેયો નું લોહી વહેતુ દેખાતું હતું, અંગરક્ષકો થોડી વાર જોઈ જ રહ્યા કે તેની આંખ સામે એક જ ક્ષણ માં મેયો નું મૃત્યુ થયું હતું..!! બધા ને પોતાની લાપરવાહી નો પસ્તાવો થવા લાગ્યો,..

બધા એ તરત પેલા હત્યારા ને પકડ્યો અને ચંદ્ર ના ઝાંખા અજવાળે લોહીથી ખરડાયેલા ચહેરા ને જોઈને અંગ્રેજ પહેરેદારો અને અધિકારી ઓ ને આઘાત લાગ્યો..એ હત્યારો નહિ પણ ક્રાંતિકારી શેર અલી અફ્રિદી હતો..!!!

અંગરક્ષકો ની ચૂક ને શેર અલી સારી રીતે જાણતો હતો કેમ કે તે પહેલાં અંગ્રેજ સાથે રહેલો હતો અને ઘણી બધી રીતે અંગ્રેજો ની સેવા કરી હતી આખો દિવસ ખાલી હાથ જવા છતાં તે હાર ન માન્યો અને ધીરજ અને અલ્લા ને ભરોસે બસ એક ચૂક થાય તેની રાહ જોતો હતો..




ફાંસી ની સજા 

લોર્ડ મેયો ની હત્યા ની વાત લંડન સુધી પહોંચી ગઈ હતી, બધા આઘાત માં હતા કે વાઇસરોય ની હત્યા થઈ શકે છે તો બીજા અંગ્રેજો પણ ભારત માં સુરક્ષિત નથી એટલે તેણે કડક કાયદો બનાવ્યો અને શેર અલી ને ફાંસી ની સજા સંભળાવવામાં આવી..!!
શેર અલી ને તેની જેલ માંથી ફાંસીરૂમ સુધી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે બધા દેશભક્તિ ગીત ગાઈ રહ્યા હતા..!! આ ગીતો માંથી હસતા હસતા મોત ને ભેટી લેવાનું બળ મળતું હતું.

ત્રિકોણાકાર બિલ્ડીંગમાંથી ત્રણવાર મોટા ઘંટ ને વગાડવામાં આવ્યો અને શેર અલી ના શરીર માંથી લોખંડ ની રિંગ અને સાંકળો કાઢી નાખવામાં આવી અને તેને ફાંસી રૂમ માં લાવવામાં આવ્યો.

ત્યાં એક આદિવાસી અને ચાર અંગ્રેજ અધિકારીઓ હતા આદિવાસી એ શેર અલી ને માથા પર કાળું કપડું અને તેના પર ફાંસી નું દોરડું પહેરાવ્યું અને આદીવાસી અંગ્રેજો ના હુકમ ની રાહ જોવા લાગ્યો..!!!!


અંગ્રેજો એ પણ શુભ મૂરત જોઈ હુકમ આપ્યો અને શેર અલી ના કરુણમય અવાજો અને મોત સામે બચવાની ચીચ થી ફાંસીરૂમ માં જાણે જીવ આવ્યો હોય તેમ ધબકતો થઈ ગયો.!!!

આગળ ની સ્ટોરી.....



       ------------◆ નોર્થ સેન્ટીનલ ટાપુ ◆--------------