Nadaan parinde in Gujarati Drama by Denis Christian books and stories PDF | નાદાન પરિન્દે

Featured Books
Categories
Share

નાદાન પરિન્દે

હા, આ મારી વાર્તા છે, મારી જિંદગી નો એક સાચો અનુભવ. 

%%%%%%%%%%%%%%%%

"Daddy, એક વાત કરવી હતી.."

"હા, બોલને બેટા."

"Dad, વાત જરા... તમને ખોટું  તો નહીં લાગે ને??"

"અરે બેટા, બોલને. મને તારી વાતો નું કશું ખોટું નહીં લાગે."

"Dad, યાર. તમે નહીં સમજો..."

"અરે તું કાઈ બોલીશ તો સમજ પડશે ને..."

"Dad, મને.. મને..  આપણી પ્રોપર્ટી માંથી મારો અડધો ભાગ આપીદો.."

"અનંત સર, હાઇવે ના એક ઢાબા થી ચાલુ થયેલી તમારી સફર આજે, 5સ્ટાર હોટલ chain સુધી પોહચી છે અને લાગે છે આ 24, 5સ્ટાર હોટલ તો માત્ર એક પડાવ હોય.. આવતા વર્ષે તમે ઇન્ડિયા બહાર પોતાની પેહલી હોટલ ખોલવા જઇ રહ્યા છો. હવે ઇન્ડિયા નહીં વિશ્વ ફલક પર પણ તમારી છાપ જોવા મળશે.. તમે એ વિશે શું કહેશો?" ડિમ્પલ એ રિપોર્ટર તરીખે હસતા સ્મિત સાથે પૂછ્યું.

60 વર્ષ ના વૃદ્ધ નહીં, પણ પાકટ થઈ ગયેલા અનંતે એ જ જુવાની વાળું સ્મિત આપ્યું. ટેબલ પર પડેલા ચશ્માં કોરા નેપકીન થી સાફ કરી પહેર્યા. પાછળ સોફા માં આરામ થી અઢેલતા પોતાનો કોટ વ્યવસ્થિત કર્યો, હવે એ આ private ઇન્ટરવ્યૂ ના જવાબ આપવા તૈયાર હતો.

"24 હોટેલ.. સાચું કહું તો ક્યારે 24 હોટેલ બની ગઈ એ મને ખબર જ નથી. જ્યારે મને અને મારી life ને લોકો જુએ છે ત્યારે એના પડાવો ને મારી હોટેલ ની opening dates ના milestones થી જુએ છે. પણ મેં ક્યારેય મારી જિંદગી ને એ રીતે જોઈ જ નથી, મારા મતે મારી બે જ ઉપલબ્ધી છે, મારા બે દીકરાઓ: વિશ્વાસ અને આશીર્વાદ." અને અનંતે પોતાની ડાબી અને જમણે બેઠેલા પોતાના દીકરાઓ સામે જોયું. 

"Oh, yes! વિશ્વાસ અને આશીર્વાદ.  તમારાં મોટા દીકરા વિશ્વાસે જ તો તમારી આ છેલ્લી international હોટેલ ની ડીલ કરી છે ને? " ડિમ્પલ એ  ઉંત્સુકતા બતાવી.

"Definately yes, વિશ્વાસ મારા મોટા દીકરા તરીખે બધી જ મારી વાતો અપનાવી લીધી છે. મારો ઘણો બધો business એજ સંભાળે છે."

"અને તમારો નાનો દીકરો આશીર્વાદ? Most eligible bachlor of india. Smart, sexy, silk and party animal. Instagram ની એની post પર હજારો છોકરીઓની like અને comment હોય છે. અને એના જવાબો... કોઈ પણ છોકરીના હ્રદય ને પીગળાવી દે."

ડિમ્પલે સવાલ પૂછતાં પૂછતાં પોતાના લાંબા વાળ સરખા કર્યા, એક તીરછી નજર અનંત પર નાખી, શરમથી એની ગાલ પર લાલી આવી. એણે પોતાની પેન્સિલ હોઠ પર રાખી એ શરમ ને દાબી દીધી.

"Dad, એવું લાગે છે, કોઈક મને બહુ follow કરી રહ્યું છે." આશીર્વાદ એ રિપોર્ટર જોડે flirt ચાલુ કર્યું.

"હાહાહા..." થોડું હસી ને અનંતે ચાલુ કર્યું, "હજુ આશીર્વાદ નાનો છે, હજુ એના માંથી બાળપણ ગયું નથી. અને હુ ઈચ્છતો પણ નથી કે જાય. એ જેવો છે એવો મને ગમે છે. સમય આવતા એ પણ પોતાની જવાબદારીઓ સમજશે. હું એને સમય આપવા માંગુ છું. સમય સમય નું કામ કરશે અને જ્યારે સમય આવશે ત્યારે એ પણ પોતાની લાઈફ માં કંઈક કરશે."

જવાબ સાંભળીને ડિમ્પલે એક નજર આશીર્વાદ પર નાખી. આશીર્વાદ જવાબથી થોડો નાખુશ થયો પણ પિતા સામે જોઈ એણે એક નાની smile આપી. અને થોડા બીજા સવાલ જવાબ પછી ઇન્ટરવ્યૂ પૂરો થયો.

@@@@@@@@@@@@@@

"મેં તને કહ્યું હતું કે તારા પપ્પાને તારા પર વિશ્વાસ જ નથી" આશીર્વાદ ના ખોળા માં વાઈન ના ગ્લાસ જોડે બેસતા ડિમ્પલે કહ્યું. સવારે આશીર્વાદ સામે રીતભાત વાળા ફોર્મલ પોશાક માં બેઠેલી ડિમ્પલ અત્યારે એક ચળકતા કાળા વનપીસ માં આશીર્વાદ ના ખોળા માં બેઠી હતી.

"ના, એવું નથી." આશીર્વાદે બ્લેઝરનો કોલર સરખો કરી પોતાનો હાથ ડિમ્પલના ખુલ્લા સાથળ પર રાખતા કહ્યું. દરરોજ નો નિયમ હતો બંને નો, મળવાનો. છેલ્લા ૧ વર્ષથી સાંજે ડિમ્પલ ના ફ્લેટ પર આવવું આશીર્વાદ નો નિયમ હતો. અને ડિમ્પલનો નિયમ હતો એની જોડે રહેવાનો, વાતો કરવાનો, ભવિષ્યના સપના જોડે જોવાનો.

"તો કેવું છે, આશીર્વાદ?" ખુણા માં સ્કૉચ નો ગ્લાસ લઇને ઉભેલા વિક્રમે વેધક સવાલ કર્યો. વિક્રમ ડિમ્પલ નો જુડવા ભાઈ હતો. વિક્રમ ડિમ્પલ કરતા ખાલી 7 મિનિટ મોટો હતો. આશીર્વાદ નો જૂનો મિત્ર હતો. ડિમ્પલ જોડે આશીર્વાદની ઓળખાણ પણ વિક્રમે જ કરાવી હતી. એને આશીર્વાદ અને ડિમ્પલ ના પ્રેમ સંબંધથી કોઈ આપત્તિ નોહતી.

"આજના ઈન્ટરવ્યું ના પ્રશ્નો ના જવાબ તેં ના સાંભળ્યા??" ડિમ્પલે આશિર્વાદ ને સવાર નો કિસ્સો ફરી યાદ કરાવ્યો.

"સાંભળ્યાં, અને એમને કીધું પણ કે સમય આવ્યે એ પણ પોતાની લાઈફમાં કંઈક કરશે." આશીર્વાદે બચાવમાં પિતા ના શબ્દો આગળ કર્યા. "સમય, એ સમય ક્યારે આવશે આશીર્વાદ?? છેલ્લા એક વર્ષ થી ધીરજ ધરી ને બેઠી છું હું એ સમય ની, પ્રેમ આપણે કર્યો છે પણ ધીરજ ની પરીક્ષા ખાલી મારી લેવાય છે. તું દર વખતે કહે છે કે તારા પપ્પા તને બધું આપશે અને આપણે આપણી દુનિયા બનાવીશું, પણ ક્યારે??" ગુસ્સા સાથે ડિમ્પલ આશીર્વાદ ના ખોળા માંથી ઉભી થઇ ગઇ.

"તો તું શું ઈચ્છે છે ડિમ્પલ?" આશીર્વાદે પૂછ્યું. "હું શું ઇચ્છુંછું એ નહીં તું શું ઈચ્છે છે? શું તારે પોતે પોતાની ઓળખાણ નથી બનાવી?? શુ તારે ખાલી તારા પિતા ના દીકરા તારીખે ઓળખાણ રાખવી છે?? ક્યારેક તો સાહસ કરવું પડશે ને??" ડિમ્પલે બહુ ઈમોશનલ થઈ ને કીધું.

"તો તું જ બોલ શું કરીએ આપણે?" આશીર્વાદે નમતું મૂક્યું. "મને નથી ખબર તું જાણે." ડિમ્પલે ગુસ્સામાં કીધું.

"મને ખબર છે, શુ કરીએ.." ખુણા માં ઉભેલા વિક્રમે સકોચ નો ઘૂંટ મારતા કીધું. "આપણે એક ન્યૂઝ ટીવી ચેનલ શરૂ કરીશું." વિક્રમે પોતાનો વિચાર મુક્યો.

"What?" આશીર્વાદ ઘુચવાઈ ગયો. વિક્રમ નજીક આવીને બેઠો, "yes, ન્યૂઝ ચેનલ. આજકાલ સહુ થી વધારે જોવાતી વસ્તુ છે ટીવી પર. આજકાલ બધુ online જુએ છે પણ ઇલેક્શન પોલ થી માંડી ને ખૂન બધું જ ન્યૂઝ ચેનલ પર જુએ છે. તગડી કમાણી છે."

આશીર્વાદે વધુ ઘુચવાઈ ને કહ્યું, "પણ મને તો એ ફિલ્ડ નું કશું જ ખબર નથી." "પણ, મને તો ખબર છે." ડિમ્પલે વાત માં સુર પુરાયો. "વિક્રમ ની વાત ખોટી નથી, હું વર્ષો થી આ ફિલ્ડમાં છું. મને અનુભવ પણ છે અને મારા કોન્ટેક પણ છે." ડિમ્પલે કુતુહલ બતાવ્યું. 

"પણ એક ન્યુઝ ચેનલ ઉભી કરવા કેટલા કાગળિયા અને પ્રોસેસ કરવી પડે" આશીર્વાદે દિમાગ દોડાયું. "એ હું જોઈ લઈશ, મારી જોડે એક પોલિટિકલ કનેક્શન છે. એ આપણને મદદ કરશે." વિક્રમે ઉકેલ બતાવ્યો. "પણ ન્યૂઝ ચેનલ ખાલી અનુભવ અને કનેક્શન થી નહીં ચાલે. એ માટે બહુ મોટું રોકાણ જોઈશે. એ તારે કરવું પડશે" વિક્રમે તોલ્યું. " ડિમ્પલ નો અનુભવ, મારુ દિમાગ અને તારો આર્થિક ટેકો. આપણે ત્રણે ભેગા થઈશું તો.... આપણે બધું ઈમ્પોસીબલ ને પોસીબલ કરી શકીશું." વિક્રમે મિત્રને સમજાવ્યો. 

"મારા એકલા થી એટલું મોટું નહીં થાય." આશીર્વાદે ગણતરી માંડી. "તો પપ્પા પાસે થી લઇ લે." ડિમ્પલે સોલ્યુશન આપ્યું. "એ મને એમની અડધી દોલત આપે તોય નહીં થાય." આશીર્વાદ ની અંદર નો વેપારી જાગી ઉઠ્યો. "અડધી દોલત? હહ.. મને તો લાગે છે તારા પપ્પા તને લાખ રૂપિયા આપે તોય બહુ છે." ડિમ્પલે છણકો કર્યો. "ડિમ્પલ, હું માંગીશ તો મારો બાપ મને તેની અડધી દોલત પણ આપી દેશે. એ મને એટલો પ્રેમ કરે છે હું જાણું છું. વાત અહીં... એ છે કે એ પણ ઓછું પડશે." આશીર્વાદે સમજાવા પ્રયત્ન કર્યો. "તો તું માર્કેટ માંથી પૈસા વ્યાજે લઇ લે જે. તારા પપ્પા ના લીધે તારા પર લોકો ભરોસો કરશે. પણ એ પેહલા તું તારા પપ્પા જોડે તો વાત કર." વિક્રમે ઉકેલ બતવ્યો. "એનાથી કશું નહીં થાય. ના એના થી એના બાપ ને કાંઈ કહેવાશે, ના કાંઈ મંગાશે.. એ ખાલી એમની છત્રછાયા નીચે રહેશે. અને જ્યાં એના પપ્પા પરણાવશે ત્યાં પરણી જશે."ડિમ્પલે બધુ ભેગું કરી ને સણકો માર્યો. 

"બસ ડિમ્પલ બસ, હવે આપણે ત્યારે જ મળશું જ્યારે આપણી ન્યુઝ ચેનલ શરૂ થશે." ગુસ્સામાં આવી આશીર્વાદ ઉભો થઇ ને જતો રહ્યો. "અરે સોરી આશુ, હું ગુસ્સા માં બોલી ગઈ." કહેતી ડિમ્પલ એની પાછળ ગઈ પણ આશીર્વાદ જતો રહ્યો હતો. 

@@@@@@@@@@@@

આશીર્વાદ ની અંદર જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. ડિમ્પલ ના ગુસ્સામાં બોલાયેલા શબ્દો અત્યારે એના મગજ માં હથોડા ની જેમ વાગતા હતા. શુ એ સાચે એટલો ડરપોક હતો કે પોતે એટલું ના કરી શકે. આશીર્વાદે એકબે પોતાના બીજા મિત્રોને નયુઝ ચેનલ ના business વિશે પૂછી જોયું. બધાના મતે વેપાર સારો હતો. હવે આશીર્વાદે પોતનાં પપ્પા અનંત જોડે વાત કરવાના બહાના અને ઉપાય શોધવા લાગ્યો. પપ્પાને ખુશ કરવા બધું કરવા લાગ્યો. પપ્પાની જોડે રહેતો કે ક્યાંક કંઇક એકલતા મળે તો.. વાત કરી દઉં. આર્શીવાદ જાણતો હતો કે વાત જરા.. મોટી છે. એકલાશ ની જરૂરિયાત છે.પણ એને એ પોતાના પિતા જોડે મળતી નહતી. જેમ જેમ દિવસો પસાર થતા જતા હતા એમ ડિમ્પલ ના ફોન વધતા જતા હતા. ડિમ્પલ ના ફોન ઉપાડવાની હિંમત આશીર્વાદ માં નોહતી. હવે એને એવું લાગવા લાગ્યું કે સાચે એના પિતા એને નહીં સમજે. હવે એણે કશું પણ કરી ને અનંત જોડે વાત કરી લેવી યોગ્ય સમજી.

રાત નો સમય હતો. બધા ડિનર કરીને બેઠા હતા. અનંત સોફા પર બેસી ને કોઈ ચોપડી વાંચી રહ્યો હતો. વિશ્વાસ બાજુ ના સોફા પર બેસીને પોતાના મોબાઈલમાં કંઈક કરી રહ્યો હતો. આશીર્વાદ પણ ત્યાં જ હતો. સુનમુન બેઠો હતો. એને હજુ પણ પેલી વાત અનંત ને કહેવી હતી પણ હજુ મગજ માં એને એક ડર હતો. હજુ એની જીભ ઉપડતી નોહતી. ત્યાં જ એકદમ એનો ફોન vibrate થયો. એણે એના ખિસ્સામાં થી ફોન કાઢ્યો. ડિમ્પલ એને કોલ કરી રહી હતી. આશીર્વાદે કોલ કાપી નાખ્યો. તરત ડિમ્પલ નો મેસેજ સ્ક્રીન પર આવ્યો, " i am sorry, sahu. ગુસ્સામાં હું બહુ બોલી ગઈ. પૈસાની વ્યવસ્થા ના થાયતો કંઈ નહીં. આપણે બીજું કશું વિચારી લઈશું." આશીર્વાદે આટલું વાંચીને ફોન ને બંધ કરી દીધો. આ એક છેલ્લો ધક્કો હતો જે એને જોઇતો હતો. એ તરત ઉભો થયો અને અનંત સામે જઇ ને ઉભો. અને બોલવાનું ચાલું કર્યું.

"Daddy, એક વાત કરવી હતી.."

અનંતે ચોપડી બાજુ પર મૂકી આશિર્વાદ સામે જોતા કહ્યું, "બોલને બેટા."

આશીર્વાદે દબાયેલા અવાજે કહ્યું,

"Dad, વાત જરા... તમને ખોટું તો નહીં લાગે ને??"

અનંત આશીર્વાદ ની વાતો થી મૂંઝાઈ ગયો હતો પણ એણે શાંતિ થી કહ્યું,

"અરે બેટા, બોલને. મને તારી વાતો નું કશું ખોટું નહીં લાગે."

આશિર્વાદે અનંત પર થી નજર હટાવી લીધી, 

"Dad, યાર. તમે નહીં સમજો..."

અનંતે એક મૃદુ હાસ્ય સાથે આશીર્વાદ ને કહ્યું, 

"અરે તું કાઈ બોલીશ તો સમજ પડશે ને..."

હવે આશીર્વાદ થી ના રહેવાયું, એણે અનંત ની આંખમાં આંખ નાખીને કહી દીધું,

"Dad, મને.. મને.. આપણી પ્રોપર્ટી માંથી મારો અડધો ભાગ આપીદો.."

રૂમ ના વાતાવરણની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે હિરોશીમાં અને નાગાસાકી ના બંને અણુ બૉમ્બ કોઈએ એક સાથે આ રૂમ પર નાખ્યા હોય. અનંત અવાક થઈ ગયો હતો. વિશ્વાસ ના ગુસ્સાનો કોઈ પાર નોહતો. 

"શુ બોલે છે તું ભાન વગર નું???" વિશ્વાસ નો ગુસ્સો બહાર આવ્યો.

"મારે મારો business કરવો છે, એ માટે મારે પૈસા જોઈએ છે." આશીર્વાદે ટૂંકમાં માહિતી આપી.

"એવો કેવો business છે કે જેમાં તારે આપણી અડધી મિલકત જોઈએ?" વિશ્વાસે પ્રશ્ન કર્યો.

"મારો business" આશીર્વાદે કહી દીધું.

"પણ અડધી મિલકત" વિશ્વાસે ફરી જોર કર્યું.

"પપ્પા કોઈ દિવસે મરી જશે ત્યારે તો કરવું જ પડશે ને, અડધું અડધું, તો આજે જ કેમ નહીં..?" આશીર્વાદે વેધક પ્રશ્ન કર્યો.

"કારણકે આજે તારો બાપ જીવે છે. એમના જીવતા જીવ તું એવું behave ના કર જાણે એ મરી ગયા હોય." વિશ્વાસે જવાબ આપ્યો.

"પપ્પા, મારે આ બધું નથી સાંભળવું please મને મારી 'હક'ની અડધી મિલકત આપીદો." આશીર્વાદે 'હક' શબ્દ પર ભાર આપતા કીધુ.

અનંત શાંતિ થી બેઠો બધું જોતો હતો. એના આંખમાં પાણી આવી ગયું હતું પણ એ પાણી ને એણે આંસુ બનીને ગાલ પર નોહતું ઉતારવા દીધું. એની નજર આશીર્વાદ પર હતી. એમણે એ હટાવી લીધી. બાજુ માં પડેલો પોતાનો ફોન લીધો. એક નંબર ડાયલ કર્યો. સામે રિંગ વાગ્યા પછી, કોલ ઉપાડાયો.

એટલે અનંતે બોલવાનું ચાલુ કર્યું,

"હા, વકીલ સાહેબ. હા, એક નાનું કામ પડ્યું છે. થોડું urgent છે. મારે મારી પ્રોપર્ટી ના બે ભાગ કરવા છે અને એમાંથી એક ભાગ મારે આશીર્વાદના નામે કરી દેવો છે. હા, તમે સાચું સાંભળ્યું મારે એવું જ કરવું છે. હા, હું સમજી વિચારીને જ કહું છું. હા, થોડી ઉતાવળ પણ છે, કાલે સવાર સુધી માં પેપર રેડી કરી આપશો?? Thank you." અને અનંતે ફોન મૂકી દીધો.

અનંત ની નજર હજુ આશીર્વાદ પર હતી. આશીર્વાદ બીજેજ ક્યાંક જોતો હતો. અનંતે આશીર્વાદ ને પૂછ્યું, "બેટા, હવે તો તું ખુશ છું ને?" 

આશીર્વાદ એ હા માં માથું થોડું હલાવ્યું,"પણ એનો મતલબ એ નથી કે તમે મારા પર કોઈ એહસાન કરી રહ્યા છો, તમે ખાલી મને મારો હક આપ્યો છે. બીજું કાંઈ નહીં." આશીર્વાદે મક્કમતા થી કીધું. અનંતે પણ હા માં માથું હલાવ્યું.

હવે આશીર્વાદ થી અનંત સામે ઊભા રહેવાય એવું નોહતું. એ પોતાના રૂમ માં જતો રહ્યો. પણ હવે એને એના પલંગ માં પણ ચેન નોહતો. એ ઉભો થયો. સામાન પેક કર્યો. Suitcase લઈને બહાર આવ્યો. અનંત હજુ ત્યાં સોફા પર બેઠો હતો. આશીર્વાદે અનંત તરફ જોયું ના જોયું, પછી એની સામે જોયા વગર જ બોલવાનું ચાલુ કર્યું, "હું હવે આ ઘર માં નથી રહેવા માંગતો. મારે સ્વતંત્રતા જોઈએ છે. જે મને તમારી હાજરી માં નહીં મળે. હું જાઉં છું આ ઘર છોડીને. હું કાલે ઓફીસ આવી જઈશ. પેપર તૈયાર રાખજો, હું સહી કરી દઈશ." અને આશીર્વાદે કારની ચાવી લીધી, કાર માં સમાન ભરીને બેઠો. અનંત બાલ્કની માં આવીને ઉભો રહયો. અનંત હજુ આશીર્વાદને જોઈ રહ્યો હતો. આશીર્વાદે એક નજર અનંત પર નાખી. ગાડી ચાલુ કરી અને ગાડી લઈને નીકળી ગયો. અનંત હજુ એ બાલ્કની માં ઉભો હતો દૂર જતી એ ગાડી ને જોઈ રહ્યો હતો.

આશીર્વાદે ગાડી ડિમ્પલ ના ઘર તરફ વાળી લીધી. એ આજે કંઈક નવા ઉત્સાહ માં હતો. આજે એને સ્વતંત્રતા નો અર્થ સમજાતો હતો. જિંદગી માં પેહલી વાર પોતના માટે એ ઉભો રહ્યો હતો. હવે એને ભવિષ્ય ઊજળું લાગતું હતું. લાગતું હતું નહીં ઊજળું હતું જ. એવો વિશ્વાસ એને બેસી ચુક્યો હતો. આવા વિચારો માંજ એ ડિમ્પલ ના ઘરે પોહચી ગયો. ડિમ્પલે દરવાજો ખોલ્યો. એ કહી બોલે એ પેહલા જ આશીર્વાદ એને વળગી પડ્યો. ડિમ્પલે એને અંદર લઇ લીધો. દરવાજો બંધ થઈ ગયો. રાત ઝડપ થી વીતી ગઈ. બીજે દિવસે સહીઓ થઈ ગઈ. પ્રોપર્ટી ના બે ભાગ થઈ ગયા. ધાર્યું તું એના કરતા વધારે મળ્યું આશીર્વાદ ને. આશીર્વાદ ના ચેહરા પર ખુશી હતી એને લાગતું હતું કે કોઈ કેદ માંથી એ છૂટ્યો છે. ડિમ્પલ પણ ખુશ હતી. પ્રોપર્ટી ની સ્થાયી મિલકતો આશીર્વાદે વેચી નાખી. પૈસા ભેગા કર્યા. ખૂટતા પૈસા એણે બજાર માંથી વ્યાજે ઉપડ્યા. એ બાદ વિક્રમ, ડિમ્પલ અને આશીર્વાદ દિલ્હી માં જતા રહ્યા. કારણકે રાજનીતિની ગલી ઓમાં નયુઝ વધારે બનતી હોય છે. થોડાક જ સમય માં વિક્રમના રાજનીતિક કોન્ટેક્ટ થી એક મોટી ન્યુઝ ચનેલ ઉભી થઇ ગઇ. આશીર્વાદ પોતાનું સ્વપ્ન જીવી રહ્યો હતો. પણ એને ક્યાં ખબર હતી કે આ સ્વપ્ન બહુ વહેલું તૂટવાનું છે.

@@@@@@@@@@@@

"આપણી ચેનલની  trp આટલી નીચી કેમ છે?" આશીર્વાદે સીધો સવાલ કર્યો. બોર્ડરૂમ માં આશીર્વાદ, વિક્રમ અને ડિમ્પલ હતા. 3 વર્ષ થઈ ગયા હતા તેમની ન્યૂઝ ચેનલ ને, પણ છેલ્લા થોડા સમય થી એમની ચનેલની trp નીચે જઇ રહી હતી. એટલે આજે આર્શિવાદે પ્રશ્ન કરી જ નાખ્યો.

"અરે આપણા નહીં બધા ચેનલ ના નીચે જાય છે." વિક્રમે થોડો બચાવ કર્યો.

"આવતા 6 મહિનામાં ઇલેક્શન છે, અને આપણી નયુઝ ચેનલ ની trp નીચે છે? કેમનું પોસીબલ છે એક નયુઝ ચેનલ માટે." આશીર્વાદે વેધક પ્રશ્ન કર્યો.

"અરે કોઈક વખત થાય એવું." વિક્રમે ફરી બચાવ કર્યો. 

"અચ્છા થાય એવું? અને આ નયુઝ પેપર માં શુ છપાયું છે વાંચતો." આશીર્વાદે છાપું મૂક્યું વિક્રમ સામે. "છાપા માં એવું લખ્યું છે કે આપણી નયુઝ ચેનલ એક પોલિટિકલ પાર્ટી ના ગુણગાન ગાવા માંથી જ ઉંચી નથી આવતી. અને એ પાર્ટી એ જ છે કે જે તારો કોન્ટેક્ટ હતો." આશીર્વાદે ખુલાસો કર્યો.

"અરે આવું બધું તો લખ્યા કરે" વિક્રમે ફેરવી તોલ્યું. 

"વિક્રમ આપણે ખોટ માં જઈએ છીએ, આપણને એ પાર્ટીની મદદ લીધી એનો મતલબ એ નહીકે હવે આપણે એના તળિયા ચાટવા પડે, એ લોકો તરફી આપણાં રિપોર્ટર એટલું બોલતા હોય છે કે લોકો એ આપણી નયુઝચેનલ જોવાની બન્ધ કરી દીધી છે. મજાક બને છે આપણી માર્કેટ માં. Trp ઓછા થાયછે એટલે advertise માટે પણ કોઈ પૈસા આપવા તૈયાર નથી. આપણે કંપની શરૂ કરી ત્યારે તે કહ્યું હતું કે ઈન્વેસ્ટમેન્ટ માંરૂ કામ, contacts તારું અને પત્રકારકતા ડિમ્પલ નું. હવે ડિમ્પલ અને તું બધું, એટલું બધું ભેગું કરી નાખ્યું છે કે મારા ઇન્વેસ્ટમેન્ટ પર અસર પડે છે. આપણે જે માર્કેટમાંથી પૈસા ઉપાડ્યા છે તે તો હજુ ચૂકવ્યા નથી. અને હવે વધારે પૈસા ઉધાર લેવા પડે એમ છે. આ રીતે તો આપણે બરબાદ થઈ જઈશું." આશીર્વાદે બધું કહી દીધું.

"અચ્છા તો હવે તને મારી પત્રકારક્તા પર સવાલ ઉભા થાય છે???"ડિમ્પલે કીધું. "તમે બંને શુ કરો છો એ મને નથી ખબર??? હું પણ કમ્પની ના acoounts જોઉં છું. તમારી ઐયાશીઓ ના બિલ તમે કંપની ના એકાઉન્ટ માં નાખો છો. ગયા અઠવાડિયાનું આ દારૂ નું બિલ લાખો માં છે.. તમે એટેલો તો કેટલો દારૂ પીવો છો?? અને આ સ્પેશિયલ સર્વિસ શુ હોય છે?? જરા  મને પણ કેહ, આશીર્વાદ. મને પણ ખબર છે આશીર્વાદ કે તું રાતો સુધી કેમ ઘરે નથી આવતો.. કોની જોડે, ક્યાં અને કેવી સ્પેશ્યલ સર્વિસ લેવાય છે બધું હું જાણું છું. સારું છે આતો મેં તારી જોડે લગ્ન નથી કર્યા નહીં તો હું બરબાદ થઈ જાત." ડિમ્પલે સામે વાર કર્યો.

"ઓહ shut up ડિમ્પલ, બરબાદ તું નહીં હું થઈ રહ્યો છું. દરરોજ લેણદારો ના કોલ આવે છે." આશીર્વાદ ઘુરકયો

"તો ઓછા ડ્રગ્સ લઈએ. ઓછા ડ્રગ્સ ના સેવન થી સ્વસ્થ્ય અને આર્થિક સ્થિતિ બેવ સુધરે છે. અને બે નંબરના ધંધા કરતા લોકો થી પણ દૂર રહેવાય છે." વિક્રમે ફોડ પાડ્યો.

"વિક્રમ stop it. એ મારી પર્સનલ લાઈફ છે."આશીર્વાદે કહી દીધું.

"તો એને પર્સનલ રાખ ને આપડી કમ્પની ના એકાઉન્ટ માં ના ઘુસેડ.. "વિક્રમે સંભળાવી દીધું.

"તું જ્યારે સ્પેશ્યલ સર્વિસ માટે જોડે આવે છે ત્યારે તો તે કદી એકાઉન્ટ નું નોહતું વિચાર્યું." આશીર્વાદ યાદ કરાવે છે.

"જ્યાં સુધી વસ્તુ પર્સનલ અને એકાઉન્ટ માં રહેતી હતી ત્યાં સુધી ઠીક છે. તારા જ લાવેલ પેપર નું છેલ્લું પાનું જોઈએ. તારો ફોટો છાપાયો છે. Drunk and drive, દારૂ પીને ગાડી ચલાવતા તને પકડ્યો છે ગઈકાલ રાતે અને તું અત્યારે અમારી સામે... તું. શરીફ બને છે."ડિમ્પલે પપેરનું છેલ્લું પાનું બતાવ્યું.

આશીર્વાદે પેપર નો ડૂચો વાળી ને દૂર ફેંકી દીધો.

"પોતાના પ્રોબ્લેમ અને issue જો પેહલા... અમને મજબૂર ના કર સખત પગલાં લેવા. છેલ્લા કેટલાક મહિના થી તું ઓફિસ ત્યારે જ આવે છે જ્યારે તારી ચેકબૂક પુરી થઈ ગઈ હોય. આ નહીં ચાલે." ડિમ્પલે સંભલાવી દીધું.

"સખત પગલાં, નહીં ચાલે. આ મારી કંપની છે. શુ કરી લેશો તમે.?" આશિર્વાદ ગુસ્સે થઈ ગયો.

"કમ્પની ત્રણે ની છે." વિક્રમે ચોખવટ કરી.

"અને તમે બેવ એને ડુબાડી રહ્યા છો" આશીર્વાદે આંગલી ચીંધી. 

"બહુ થઈ ગયું, આશીર્વાદ તારું. બહુ સહન કર્યું મેં." ડિમ્પલે બેફિકરી થઈ જવાબ આપ્યો. "તારે બે પૈસા નું કામ કરવું નહીં અને... આશીર્વાદ મેં અને વિક્રમેં એક નિર્ણય લીધો છે. તારી સમાજ આગળ ની છબી ના લીધે કંપની ને બહુ નુકશાન થાય છે. કામ તને આવડતું નથી. એટલે અમે ઇચ્છિએ છીએ કે અમે તને કેટલીક રકમ આપીશું અને પછી તું એ રકમ લઇ ને આ કમ્પની છોડી દઈશ." ડિમ્પલ એકી શ્વાસે આશીર્વાદ ની આંખો માં આંખ નાખી ને બોલી ગઈ.

"એટલે તમે હવે મને મારી જ કમ્પની માંથી બહાર કાઢશો??? હું એ નહીં થવા દઉં." આશીર્વાદ ને ગુસ્સો આવી ગયો.

"અમે એવું કરી શકીએ છીએ અને અમે એવું જ કરીશું. કંપનીના rules પર તે પોતે sign કરી છે જ મુજબ જો કોઈ વ્યક્તિ ની હાજરી થી કંપની ને નુકશાન થતું હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર ના બહુમત થી કોઈ ને કંપની માંથી કાઢી શકાય છે. અને અમારા બે મુજબ તું આ કમ્પની માટે કેન્સર થઈ ગયો છું. તો અમારા તરફ થી આ રકમ લે અને કંપની માંથી જતો રહે નહીં તો અમારે કાયદાકીય પગલાં લેવા પડશે." વિક્રમેં એક ઇન્વેલ્પ આશીર્વાદ તરફ કરતા કહ્યું.

આશીર્વાદ એ એનવેલોપ ખોલી ને અંદર ની રકમ વાંચી, "આ ચણા મમરા છે." કહી એણે એનવેલોપ મૂકી દીધું. "અને બજાર માંથી મેં જે પૈસા ઉધારે લીધા છે એનું શું, શુ કંપની મારા વગર એને પોહચી વળશે??"

ડિમ્પલે શાંતિ થી જવાબ આપ્યો, "સાચું કહું તો, તે જે કાંઈ પણ પૈસા બજાર માંથી લીધા છે એ તે તારા નામે છે. એની જોડે કમ્પની ને કશું લાગુ પડે એમ નથી. અમે એ પૈસા ચૂકવા બંધાયેલા નથી."

"શુ બકે છે તું, મેં મારો એક એક રૂપિયો આ કંપની માં આપ્યો છે. આ ચણા મમરા એ રકમ ના 2% પણ નથી." આશીર્વાદ પાગલ થઈ ગયો.

"અને કમ્પની સમજે છે તમારું યોગદાન, કદર છે અમને તમારી એટલે તો આ રકમ આપીએ છીએ તમને, પણ તમે જાણો છો કે અત્યારે કંપની નુકશાન માં જઇ રહી છે. તો... અમે બસ તમને આટલી જ મદદ કરી શકીશું." વિક્રમે સ્વસ્થતા થી કીધું.

"તું આ કેવી રીતે વેટ કરે છે મારી જોડે. તારા માટે મેં શુ નથી કર્યું. અને તું... એહસાન ફરામોશ હું તને નહીં છોડું." આશીર્વાદે ગુસ્સામાં  વિક્રમ ના કોલર પકડી લીધા.

ડિમ્પલે security ને બુમ પાડી. Security એ આશીર્વાદ ને વિક્રમ થી છોડાવ્યો. વિક્રમે તરત સેક્યુરિટીને આશીર્વાદ ને ઓફિસ બહાર કાઢી નાખવા ઓર્ડર આપી દીધો."ધકકા મારી ને બહાર કાઢો, આનું બધ્ધુ જપ્ત કરાવી લે ડિમ્પલ. ફ્લેટ, ગાડી , બેંક એકાઉન્ટ, બધું જ."

સિક્યુરિટી આશીર્વાદ ને બહાર કાઢી રહી હતી, "હું તને જોઈ લઈશ વિક્રમ, તને હું જોઈ લઈશ, ડિમ્પલ. હું બીજી ન્યૂઝ ચેનલ ઉભી કરીશ તમને હું તબાહ કરી દઈશ." આશીર્વાદ છેલ્લા પ્રયત્નો કરી રહ્યો હતો. 

"પેહલા પોતાના પર નું દેવું તો ભરપાઈ કરી લે પછી આવજે મેદાન માં" ડિમ્પલે ચોખ્ખું કહી દીધું.

આ સાંભળી ને આશીર્વાદ નું બધું બળ ઓસરી ગયું. સેક્યુરિટીએ એને ઉપાડી ને બહુમાળી બિલ્ડિંગની બહાર રસ્તા પર ફેંકી દીધો. આશીર્વાદ રસ્તા પર પડ્યો હતો. એના કશું સમજ માં નોહતું આવતું. એણે ખિસ્સામાંથી ડ્રગ્સ નો પાવડર કાઢ્યો. રસ્તા પર જમીન પર જ એની એક લાઇન બનાવી, ખિશા ફન્ફોસ્યા માત્ર એક 500₹ ની નોટ મળી એણે એ જોઇ ને હસું આવ્યું. એણે એની ભૂંગળી બનાવી નાક માં નાખી ને ડ્રગ્સ ની લાઇન નો સુટ્ટો માર્યો. પછી ઉપર જોઈને બુમો પડતા કીધું, "શુ સમજે છે વિક્રમ મને તારી જરૂર છે? હું સેલ્ફ મેડ છુ. તબાહ કરી દઈશ. તને હજુ મારી તાકાત નથી ખબર." અને આવી કેટલીય બુમો આશીર્વાદ પડતો રહ્યો. લોકો એને જોઈ રહ્યા હતાં. કોઈ એને જવાબ આપવા માટે નોહતું. ડ્રગ્સ ના નશા માં એ ત્યાં જ ફસડાઈ પડ્યો. બેહોશ થઈ ગયો. જ્યારે ઊઠ્યો ત્યારે જોયું તો એનું પાકીટ, ઘડિયાળ સોનાની ચેન ચોરાઈ ગઈ હતી. એને હવે સમજ માં આવ્યું કે એણે પોતાની જાત સંભાળવી પડશે. એ ઉભો થયો ને ચાલવા માંડ્યો ફરી આ દુનિયા ને જીતવા ના એક નીર્ધાર જોડે.

@@@@@@@@@@@@@@@

6 મહિના માં 4 જોબ અને 12 ઘર . આશીર્વાદ બદલી ચુક્યો હતો. પેહલા તો એને સારી જોબ મળી પણ ડ્રગ્સની આદત, કારજદારો ના ફોન અને ધમકીઓ અને એની અણઆવડત નો નતિજો એ હતો કે કોઈ એને 15-20 દિવસ માંડ જોબ પર રાખતું. આશીર્વાદ ને પોતાની જાત પર ગુસ્સો આવતો હવા માં વાતો કરતો પૂછતો પોતાની જાત ને લઢતો પોતાની જાત જોડે ક્યાં  ગયો એ જૂનો આશીર્વાદ જેની જોડે ઢગલો ટેલેન્ટ હતા, બધી આવડત હતી, બધું જ્ઞાન હતું, લોકો જેને સલામ ઠોકતા હતા. એને એવું લાગતું હતું જાણે એણે પોતાની જાત ને ખોઈ નાખી છે. એને પોતાનાં નામ આશીર્વાદ નામ પર ઘીન આવતી , એ વિચારતો કે એનું નામ તો અભિશ્રાપ હોવું જોઈ તું હતું.

આજે એક મેકડોનાલ્ડ ના રેસ્ટોરન્ટના રસોડામાં કામ કરી રહ્યો હતો. લાલ રંગ નું ટીશર્ટ અને ટોપી એને સહેજ પણ જામતી નોહતી. પરસેવો એને પૂરો થઈ રહ્યો હતો.

રેસ્ટોરન્ટ નો મેનેજર તેની પાસે આવ્યો. "આશીર્વાદ" આશીર્વાદે ઉપર જોયું. "તું આજે નહયો છું?" આશીર્વાદ ને તેણે પ્રશ્ન કર્યો. આશીર્વાદ ખાલી આજુ બાજુ જોઈ રહ્યો. મનેજરે ફરી પૂછ્યું, " આશીર્વાદ, તું ગઈ કાલે નાહયો હતો?" આશીર્વાદે આ વખતે માત્ર નીચું જોઈ ના માં માથું હલાવ્યું. મેનેજર એ તેની પાસે આવી થોડું સુંઘવા પ્રયત્ન કર્યો. પણ ત્યાં જ મેનેજર બોલી ઉઠ્યો, "ઓહ માય God. આશીર્વાદ તું કેટલા દિવસ થી નથી નહયો?? તને ખબર છે ને આપણે ત્યાં સ્વચ્છતા અને હાઇજિન પર કેટલો ભાર મૂકવામાં આવે છે. અને તું.. એક કામ કર આજે માટે તું કિચનમાં કામ ન કરીશ જા જઇ ને પેલી પ્લેટો ધોઇનાખ. અને જોજે પાછું કોઈ તોડી ફોડી ના નાખતો." આશીર્વાદ કશું બોલ્યા વગર પોતાનું કામ છોડી પ્લેટ ધોવા લાગ્યો. બેઈજ્જત થવાની એને આદત પડી ગઈ હતી.

મેનેજર નો બબડાટ ચાલુ હતો, "ઈશ્વર જાણે ક્યાં ક્યાં થી લોકો આવી જાય છે. બે રૂપિયાની આવડત ના હોય. અને જોબ મોટી જોઈતી હોય છે. રેસ્ટોરન્ટ ચલાવું કાંઈ મઝાક છે. ખબર નહીં આવા લોકો ને એમના બાપા પેદા પણ કેમ કરતા હશે??"

બાપનું નામ સાંભળીને આશીર્વાદ ના હાથ એક સેકન્ડ માટે થમી ગયા. એક વિચાર આવી ગયો કે શું કરતા હશે એના પિતા. પણ એણે વિચારવાનું છોડી દીધું. અને પ્લેટ ઘસવા લાગ્યો.

મેનેજર ની રેકોર્ડ વાગતી હતી. "અરે પેદા કર્યા તો કર્યા કાંઈક શીખાડવું જોઈએ ને..."

આશીર્વાદ ના હાથ ફરી રોકાઈ ગયા. એને એનું બાળપણ યાદ આવ્યું. એના પિતા એ શીખવાડેલી વાતો, પિતા એ શીખડેલા ગણિત ના દાખલા, પોતે નાપાસ થયા હતો તો  પણ પિતા એ લાઇ આપેલી સાયકલ. એક નિશાસો નાખી એણે પ્લેટ ઘસવાનું ચાલુ રાખ્યું.

"પણ એમના બાપ માં,  બે બિયા હોય તો એ દીકરાને શીખાડે ને?" 

આશીર્વાદ ના હાથ માં થી બળ જતું રહ્યું. બાપ? મારો બાપ? 24 હોટલો નો મલિક હતો. અને હું અહી પ્લેટ ઘસુ છું?? એ મેં શુ કરી નાખ્યું?? મારા બાપના વેપારી દિમાગ ના લોકો ગુણગાન ગાય છે અને હું??? એક આસું એની આંખ માં આવી ગયું. એને તરત એ નુંછી ને પ્લેટ ઘસવાનું  ચાલુ કર્યું. 

"અરે આવામના બાપ તો ક્યારનાં મરી ગયા હોય છે." મેનેજરે છેલ્લો વાર કર્યો.

આશીર્વાદે પ્લેટ ને સીંક માં નાખી દીધી. મોટો અવાજ આવ્યો બધા નું ધ્યાન એના તરફ ગયું. એને હાથમાં નો સાબુ બાજુ પર ફેંકી દીધો. ને સીધો મેનેજર પાસે જઈ ને સીધો ઉભો રહી ગયો. "બાપ છે મારો, જીવે છે હજુ મરી નથી ગયો." રડતાં રડતાં આશીર્વાદે ગુસ્સા માં મેનજર ને બુમ પાડી કીધું. " જીવે છે એ. મરી નથી ગયો, કેટલીયે 5 સ્ટાર હોટલ નો મલિક છે એ. એણે મને એમનેમ છોડી નથી દીધો , ભણાવ્યો છે, ગણાવ્યો છે. મને કાંઈક બનાવ્યો હતો." આશીર્વાદ ના આંખ માં થી આંસુ નો સમુદ્ર ઉભરી આવ્યો. "બાપ છે મારો, આ તો મેં બધું બગાડી નાખ્યું.. મેં. સમજે છે તું? મેં??? બાકી મારા બાપની હોટલ માં વેટર નો પગાર તારા કરતાં વધારે હોય છે. મેં બધું બગાડી નાખ્યું છે." કહી ને આશીર્વાદે એક મુક્કી ટેબલ પર મારી. "મેં મારા બાપ ને રડાવ્યો છે. અરે એણે તો મને એની અડધી દોલત હસતા હસતા મારી ખુશી માટે આપી દીધીતી એટલો મને પ્રેમ કરે છે એ, મેં એને રડાવ્યો છે.મેં મારા બાપ આગળ પાપ કર્યું છે. મેં મારા ઈશ્વર આગળ પાપ કર્યું છે. મેં બધું બગાડી નાખ્યું. હવે હું શું કરું??"બોલી ને આશીર્વાદ બાજુની ખુડશી માં બેસી જાય છે.

મેનેજર કડકાઈ થી, "તું સીધો પ્લેટ સાફ કરવા જા. તું કશા ને લાયક નથી. ક્યાં છે તારો બાપ, હેં? તું સડીશ હંમેશા માટે આવી રીતે. કોઈ તને નહીં બચાવે" 

"ના, મારો બાપ છે , એ મને બચાવશે. બહુ પ્રેમ કરે છે મને" આશીર્વાદ રડતાં રડતાં બોલે છે.

"તું વાસણ ઘસવા જાને કોઈ તને પ્રેમ નથી કરતું." મેનેજર હવે personal થાય છે.

"ના મને મારો બાપ બહુ પ્રેમ કરે છે." આશીર્વાદ રટણ ચાલુ રાખે છે. 

મેનેજર વધુ ગુસ્સામાં, "જો એ તને એટલો જ પ્રેમ કરે છે તો તું અહીં શુ કરે છે???"

બરાબર એજ સમયે રેસ્ટોરન્ટ માં ગ્રાહકો માટે tv પર રણબીર કપૂર દેખાય છે. રણબીર કપૂર સ્ટેજ પર ચઢે છે. બે ત્રણ ગિટાર ની રિધમ છેડે છે અને પછી મોહિત ચૌહાણ ના અવાજમાં બુમ મારે  છે, 

" ઓ નાદાન પરિનદે ઘર આજા..." 

આશીર્વાદ ના શરીર માંથી એક વિજળી પસાર થઈ જાય છે.

ફરી બુમ આવે છે, 

"ઓ નાદાન પરિનદે ઘર આજા...."

આશીર્વાદ ને એક દમ થી ખબર પડી જાય છે કે એણે શુ કરવું જોઈએ. એ મેનજર ના ટેબેલ પર થોડા પૈસા પડેલા જુએ છે. 

ત્રીજી વખત બુમ આવે છે..

"ઓ નાદાન પરિનદે.........    ઘર આજા.......... ઘર આજા... ઘર આજા...ઘર આજા........."

આશીર્વાદ તરત એ પૈસા માંથી થોડા પૈસા ઉઠાવી લે છે.. અને રેસ્ટોરન્ટ ની બહાર ભાગે છે...મેનેજર "ચોર ચોર" ની બુમો પાડે છે... આશીર્વાદ રેસ્ટોરન્ટ ના સિક્યુરિટી ને થાપ આપી બહાર આવી જાય છે.    

પણ એના દિમાગ માં હજુ પણ ગીત વાગતું હોય છે...

"કયું દેશ વિદેશ ફિરે મારા??

ક્યુ હાલ બેહાલ થકા હારા...???

કયું દેશ વિદેશ ફિરે મારા???"

તું રાત બેરાત કા બંજારા...

ઓ નાદાન પરિનદે ઘર આજા...

સો દર્દ બદન પે ફેલે હે 

હર કર્મ કે કપડે પેહને હે...

ઓ નાદાન...."

આશિર્વાદ ને આ પૈસાથી ખાલી ઘરે પોહોંચવું હતું.. પોતાના બાપ પાસે. આશીર્વાદ ને એક પછી એક પોતે કરેલા પાપો યાદ આવતા હતા. એ બસ એક વાર પોતાનાં બાપ ને મળવા માંગતો હતો. એણે ખાલી શરીરમાં જેટલી તાકાત હતી એ બધી લગાવી દીધી ને દોડવા લાગ્યો હવે એ એક સેકન્ડ રહી શકે એમ નોહતો. એણે બસ સ્ટેશન પહોંચી પેહલી બસ ની ટીકીટ કરાવી જે એના શહેર લઇ જતી હતી.

"કટે ચાહે જીતના પરો સે હવાઓ કો,

ખુદ સે ના બચ પાયેગા તું,

તોડ આસમાનો કો 

ફૂંક દે જહાનો કો 

ખુદ કો છુપા ના પાયેગા તું,

કોઈભી લે રસ્તા તું હૈ તું મેં બસ્તા

અપનેહી ઘર આયેગા તું...

ઓ નાદાન......."

આશીર્વાદ માટે હવે આ એકલતાનો, દર્દો નો, પાપોનો બોજો સહેવો અશક્ય થઈ ગયો હતો. તેને માફી માંગવી હતી પોતાના બાપ જોડે. રડવું હતું એને એના બાપ ને વળગીને, ફરી ચાલતા શીખવું હતું આ દુનિયા માં... બાપની આંગળી પકડીને. એને બાપ જેવા બનવું હતું. એમના જેવો પ્રેમ કરતા શીખવું હતું. 

પણ હવે કહેવું શુ એમને ? શુ કહેવું બાપને? માફી કેમની માંગવી?? એને બસ માં બેઠાબેઠા વિચારી લીધું. હું જઈ ને મારા બાપના પગ પકડી લઈશ.. રડી લઈશ. કહી દઈશ હા પપ્પા મેં ભૂલ કરી છે, તમારી આગળ અને આકાશ માં ના ઈશ્વર આગળ પાપ કર્યું છે મેં, હું કોઈ લાયક નથી તમારો દિકરો કેહવાવાને, મને ખાલી તમારી ત્યાં ના કોઈ વેટર તારીખે રાખી લો. મારે બસ તમારી જોડે રહેવું છે. દિકરો નહીં માત્ર નોકર બનાવીલો.

અને એ આર રહેમાન નું ગીત છેલ્લે એને યાદ કરાવી ગયું,

"ઓ નાદાન પરિનદે......."

એ આજ વાક્યો રટતો બસ માંથી ઉતર્યો. અને એણે ઘર તરફ ડોટ મૂકી સાંજનો સમય થઈ ગયો હતો. રડી રડીને એની આંખો લાલ થઈ ગઈ હતી, દિવસો થી ખાધેલું નોહતું એટલે અશક્તિ હતી. ડ્રગ્સ ની લત ના સંતોષાઈ નોહતી, શરીર ઠંડુ પડી રહ્યું હતું. હજુ પેલું ગંધાતુ લાલ ટીશર્ટ ને ટોપી માથે હતા.. પણ હવે એને ખાલી એક વાર પોતાના બાપ ને મળવું હતું.

એને દૂર થી ઘર દેખાયું. એને ફરી દોડવાની ઝડપ વધારી. હૃદયની ધડકનો વધી ગઈ હતી. એને  દૂર બાલ્કનીમાં લાઈટ ચાલુ દેખાઈ. કોઈક ત્યાં ઊભું હતું. એને ઉભા રહીને આંખો તેજ કરી ને જોયું. એ એના પિતા અનંત હતા..એને વિશ્વાસ જ ના  થયો. અનંત પણ પોતના દીકરાની રાહ જોતો હોય એમ ત્યાં ઉભો હતો. આશીર્વાદ ઘર છોડી ને ગયો પછી અનંત ની આદત બની ગઈ હતી બાલ્કની માં ઉભી રહી આશીર્વાદ ની રાહ જોવાની, ઉપર રહેલા આકાશ માં જોઈ ને ઈશ્વર જોડે આશીર્વાદ માટે પ્રાથના કરવાની. બાપ અને દીકરાની આંખો એક થઈ ગઇ. બંને એક બીજાને મળવાની તાલાવેલી સમજી ગયા. અનંત બાલ્કનીમાં થી નીચે ઉતારવા અંદર દોડી ગયો. આશીર્વાદે પણ દોટ મૂકી.

આશીર્વાદ ઘર નો લોખડ નો દરવાજો ખોલી બાગ માં આવી ગયો. અનંત ત્યાંજ ઘરનો દરવાજો ખોલી બહાર આવ્યો. બંને બાપદીકરો એક બીજા તરફ ભાગ્યા. પણ અશક્તિ ના લીધે આશીર્વાદ લાડખડાઈ ગયો અને પડવા લાગ્યો. અનંતે આવી ને તરત એને સાચવી લીધો. બાપદીકરો ત્યાંજ જમીન પર બેસી ગયા. આશીર્વાદે તુટીયું વાળી લીધું. અનંતે આશીર્વાદ ને ગળે લગાવી લીધો.  વિશ્વાસ ત્યાં ઘર માંથી બહાર આવ્યો.

બાપદીકરો એક બીજા ને વળગીને રડી રહયા હતા. અનંત આશીર્વાદ ને ચૂમી રહ્યો હતો. આશીર્વાદે પોતે નકકી કરેલ વાક્યો બોલવાના ચાલુ કર્યા, " પપ્પા મેં... બહુ મોટી ભૂલ કરી છે, તમારી આગળ અને આકાશ માં ના ઈશ્વર આગળ પાપ કર્યું છે મેં, હું કોઈ લાયક નથી તમારો દિકરો કેહવાવાને, મને ખાલી બસ ખાલી.... તમારી ત્યાં ના કોઈ વેટર તારીખે રાખી લો. મારે બસ તમારી જોડે રહેવું છે. દિકરો નહીં માત્ર નોકર બનાવીલો....મને બસ તમે..." અને વધારે ના આશીર્વાદ થી બોલાયું ના અનંતે બોલવા દીધું. અનંત આશીર્વાદની છાતી પર પોક મૂકી ને રડી પડ્યો.

વિશ્વાસે પૂછ્યું, "શુ થઈ રહ્યું છે."

અનંતે જવાબ આપ્યો, "બેટા, તારો ભાઈ પાછો આવ્યો છે.. માંરો ખોવાયેલો દીકરો પાછો આવ્યો છે. જા જઈ ને એનો રૂમ તૈયાર કર, લોકોને ખાવા આમંત્રણ આપ. ઉત્સવ ઉજવવાની તૈયારી કર."

"એવું કશું નહીં કરવુ પડે." એક ઇન્સ્પેક્ટર કેટલાક લોકો અને કોન્સ્ટેબલ જોડે અંદર આવ્યા. " અમને લાગ્યું જ કે આ અહીં જ આવશે. એટલે અમે એની રાહ જોતા છુપાઈ રહ્યા હતા. Mr. અનંત તમારા છોકરાએ ચોરી કરી છે. લોકો ના કરોડોના ઉધારીના પૈસા ખાઈ ગયો છે. અમે એને જેલ માં પુરવા લઇ જવા આવ્યા છે."

"હા, પપ્પા આને બધા પૈસા પેલી ડિમ્પલ અને પેલા વિક્રમ પાછળ  ઉડાવી દીધા છે." વિશ્વાસે ટાપ્સી પુરી

અનંતે શાંતિ થી કહ્યું, "હું બધું જાણું છું, ઇન્સ્પેક્ટર સાહેબ જેટલા પણ પૈસા મારા દીકરાના નામે નીકળે છે એ હું ભરપાઈ કરી આપીશ."

વિશ્વાસ ગુસ્સે થઈ જાય છે, "પપ્પા તમે મારા માટે તો કદી એવું નથી કર્યું."

અનંત હસીને જવાબ આપે છે, "બેટા જ મારું છે એ તારું જછે બસ આજે મારો ખોવાયેલો દીકરો પાછો આવ્યો છે. તારો ખોવાયેલો ભાઈ પાછો આવ્યો છે." 

વિશ્વાસ અનંત ની વાત સમજે છે અને એ પણ જઈને એમને વળગી પડે છે. 

%%%%%%%%%%%%%%%%%

ઘણા બધા લોકો હવે વિચારશે કે મારું પાત્ર કયું હતું આ વાર્તા માં તો કહી દઉં. હા, આશીર્વાદ વાળું પાત્ર મારુ પોતાનું છે. અને પિતા નું પાત્ર મારા ઈશ્વરનું છે. શુ તો મારી જિંદગી માં આટલું બધું થયું છે?? ના, પણ કંઈક આવું જ.આપણને દરકેને ઈશ્વર પૃથ્વી પર મોકલે છે. પણ અહીં આવી ને આપણે આપણા બાપ થી દુર જતા રહીએ છીએ. જે આપણા ઈશ્વરને ના ગમે એવું કરીએ છીએ અને એટલે જિંદગી માં કેટલીક વાર ફસાઈ જઈએ છીએ. કોઈ મિત્ર નહીં, કોઈ સગું વહાલું નહીં અરે પોતાની જાત આપણને છોડી દે છે. પણ ઈશ્વર ત્યાં જ હોય છે એક બાપ ની જેમ રાહ જોતા. આપણે શું કારવાનું છે? કશું નહિ. કોઈ વ્યક્તિ પાસે કે જગ્યાએ જવાની જરુર નથી બસ જ્યાં છો ત્યાં જ પોતાના દિલ પર હાથ રાખો. ઈશ્વરને યાદ કરો અને કોહ કે હે ઈશ્વર હું ભટકી ગયો છું, હું આ રહ્યો. મને બચાવીલે. મારા બધા પાપ તું લઇ લે. મને તારા નામ માં મુક્તિ આપી દે. કારણકે બાઇબલ એવુ કહેછે કે "કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. યોહાન 3:16 GUJOV-BSI" ઈશ્વર એ એમના એકના એક પુત્ર ઇસુ ને ધરતી પર મોકલ્યા જેથી એ આપણાં પાપ માથે લે, આપણાં વતી શિક્ષા ભોગવે આપણા પાપ ના લીધે મૃત્યુ પામે ને એ દ્વારા આપણને મુક્તિ મળે.

આજે નવું વર્ષ છે અને ના હોય તો પણ શું? યાદ રાખો ઈશ્વર આપણા માટે દરેક ક્ષણે હાજર જ છે આપણે એક પ્રાર્થના કરવાની છે. પોતના પિતાને sorry કહેવાનું છે અને તમે તમારી પ્રોબ્લેમ, તમારા પાપ, તમારા વ્યસન બધા માંથી મુક્ત થઈ શકો છો. માત્ર એક વિશ્વાસ સાથે પ્રાર્થના. અને તમારી નવી જિન્દગી શરૂ. મેં આ અનુભવ કર્યો છે એટલે મેં મારી વાર્તા કહી હવે તમારી વારી. God bless you. Have a new life.

*************

દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર  call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.