Chhe koi aevi bhasha ???? - 11 in Gujarati Love Stories by Kinjal Dipesh Pandya books and stories PDF | છે કોઈ એવી ભાષા???? - (11)

Featured Books
Categories
Share

છે કોઈ એવી ભાષા???? - (11)


તારા પ્રેમ નો આ વ્યવહાર મને ગમી ગયો
હું હારી ગઈ ને તું જીતી ગયો..

જીતી ને પણ તુ હારી ગયો,
જો તો ખરો ખુદ ને જ તું ભૂલી ગયો..

આતો એવું થયું તું જીતવા ગયો
અને મને અને મારા પ્રેમ ને હારી ગયો..

એકલી રહેવા નો મને તો કોઈ ગમ નથી
કારણ મને તો તારો પ્રેમ મળી ગયો..

પણ એક વાત કહું ખાનગી
હું હારી તારા પ્રેમ માં
ને તું મને જીતી ગયો..

મારાથી દૂર રહેવાની તારી ચાહત તો જો
કે તું મને તારા માં સમાવી ગયો...

-કુંજદીપ


અને સેજલ સફાળી જાગી જાય છે. પરસેવે રેબઝેબ સેજલ ને એક વાત ની નિરાંત છે કે આ સપનું છે.
વિશાલ મળવા આવ્યો એ પણ સપનું જ છે એ વાત ખ્યાલ આવતાં જ એ ખૂબ દુખી થાય છે પણ કાયમ માટે દૂર થઈ રહયા એ પણ સપનું જ છે એ જાણી નિરાંત થાય છે. આખો દિવસ એના જ વિચાર માં રહી અને સાંજે વિશાલ નો ફોન આવશે એ રાહ માં પોતાનું કામ કરવા માંડી.

પણ કહેવાય છે ને કે વહેલી સવારે જોયેલા સપના સાચા જ પડતા હોય છે. સાંજે જ વિશાલ સેજલ ને ફાઈનલી છૂટા પડી જવાની વાત કરે છે. આ સમયે સેજલ વિશાલ ને કંઈ સમજાવતી નથી કારણ એને જ કંઈ સમજાતું નથી કે આ બધું શું થઈ રહયું છે.

આખી રાત સેજલ રડી રડી ને થાકે છે હવે તો એનાથી વિશાલ વગર શ્વાસ લેવા માં પણ મુશ્કેલી પડે છે થયું આજે તો જીવ નીકળી જ જશે અવું એને લાગે છે.

બીજી બાજુ સેજલ કરતાં વિશાલ ની હાલત ખૂબ જ ખરાબ હતી. સેજલ તો રડી લેતી હતી એનાથી તો એ પણ ન થતું હતું પણ હા એની આંખો ના ખૂણા થોડી થોડી વારે ભીંજાય જતાં હતા. એ સેજલ સિવાય એને જોયા વિના બીજું કોણ સમજી શકે. બંને એકબીજા ને એકબીજા માટે જ છોડતા હતાં.

આ થવા ના ચાર દિવસ પહેલા જ જે છોકરો વારંવાર સેજલ i love u..સેજલ I love you.. ની ખબર કેટલી વાર કહી ચૂકયો હોય અને પછી એકદમ જ તારી સાથે મને નથી ગમતું એમ કહી ને છુટો પડવા માંગે છે. દુનિયા ને ખોટું કહી શકે,સેજલ ને નહીં. સેજલ બધું જ સમજી જાય છે અને વિશાલ ને એના બંધન માંથી મુક્ત કરે છે.

હવે તો ભાગ્યે જ વાત થાય છે. બંને ની.. પણ હા જે સમયે સેજલ ને એવું લાગે કે વિશાલ ને એની ખૂબ યાદ આવે છે ત્યારે ફોન કરે છે. ભલે વિશાલ ઉપાડે કે ન ઉપાડે ફોન પર એનું નામ જોય ને તો ખુશ તો થશે જ.


જોવા મથું તને હદય માં
હસતો તું દિસે મારા માં..

એક જ મન હતું મારા માં
એ પણ ખોવાયુ તારામાં..

જીવવા મથું તારી બાહો માં
મરવું નિશ્વિત તારા ખોળામાં..

જગ શોધે ભગવાન મંદિર માં
હું તો ઝાંખી કરું એની તારા માં..

જયાર થી રંગાઈ હું તારા પ્રેમ માં
ત્યાર થી સૂતી નથી હું રાતો માં...

સપના આવે મને ઉંઘ માં
રખે ને એ તૂટી ન જાય
તેથી સૂતી નથી હું તારી યાદો માં..

કુંજ ને સમાવવુ વિશાળ સાગર માં
હૈયું રહયું ન હવે મારું મારા માં..

રાધા "દીપ " પ્રગટાવી ઊભી બ્રિજવન માં
શ્યામ એકવાર મળવા આવશે તેની ઝંખના માં

કુંજદીપ


સેજલ ને બસ એક જ અફસોસ છે બંનેની મળવા ની ખ્વાહિશ અધૂરી રહી જશે. પણ એને એના પ્રેમ પર અને કૃષ્ણ પર વિશ્વાસ છે મરતા પહેલાં એકવાર તો વિશાલ સાથે એનું મિલન થશે જ. બસ એ જ આશા સાથે હવે એ પોતાની જીંદગી માં જીવવા ખાતર કરવા ના કામો કરવા માંડે છે.

બીજી બાજુ વિશાલ પણ પોતાની પરીક્ષા ની તૈયારી કરે છે અને મન લગાવીને ખૂબ વાંચે છે.

અધૂરી રહી જશે ખ્વાહિશ આપણી મળવા ની
મનની મનમાં રહી જશે
ખ્વાહિશ અધૂરી રહી જશે,

જીવી લઈશું યાર એકબીજા વગર
પણ એના માટે મળવું જરૂરી..
નહીં તો
અધૂરી રહી જશે ખ્વાહિશ આપણી મળવા ની

મળી લઈશ તને જો એકવાર
તો જીવી શકીશ શાંતિ થી,
અધૂરી રહી જશે ખ્વાહિશ તને મળવા ની

મુકત કર્યો છે તને મારા હરેક બંધન થી
એકવાર મળી ને તું મને મુક્તિ આપી જા..
નહીં તો
અધૂરી રહી જશે ખ્વાહિશ આપણી મળવા ની

જાણું આ જન્મે આપણે નથી જ મળવાના
પણ જીવી લઈએ જનમ એકબીજાને જોવા માં
એકવાર આવીને મને મળી જા
અધૂરી ખ્વાહિશ પૂરી કરી જા.

-કુંજદીપ.

21મી સદી ના ઘોર કળિયુગમાં એક બીજા ના સંતોષ ખાતર પ્રેમ થતો હોય છે. કંઈક લાલચ માટે પ્રેમ થતો હોય છે.

સેજલ અને વિશાલ નો નિસ્વાર્થ પ્રેમ જેમાં બંને એ દૂર રહી ને એકબીજાને ફકત અને ફકત પ્રેમ જ કર્યો છે અને એકબીજામાં સમાય ગયા છે.

સેજલ અને વિશાલ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરે છે કે , "અમે જેમ દૂર રહી ને પ્રેમ માં પારખા આપ્યા, એવું કોઈ સાથે ના થાય, અને થાય તો બંને નું કાયમ માટે મિલન કરાવજે."


લખવા જો બેસીસ મારી વાત તો કલમ ખૂટી જશે,
અને કહેવા જો બેસીસ તો આ રાત ખૂટી જશે..

તારા ગમવા ના ગમવા પર જ તો બધો આધાર છે,
બાકી આ ગમ નો કયાં દુકાળ છે..
-કુંજદીપ.

વિશાલ અને સેજલ એકબીજા વગર વિચારી પણ ન હોય એવી જીંદગી ની તલાસ માં નીકળી પડે છે. હા બંને વચ્ચે કોઈ જ ખટાશ નથી. બંને હજી એકબીજાને અનહદ પ્રેમ કરે છે. મન થાય ત્યારે વાતો કરે છે. મેસેજ કરીલે છે. એકબીજાના dpમાં મૂકેલા ફોટા થી જીવી લે છે. સેજલ કવિતા લખી ને આજે પણ.પહેલા વિશાલ ને જ સંભળાવે છે એટલે કે એના ફોટા ને અને જાણે વિશાલ વાહ વાહ કહેતો હોય એમ અનુભવી હરખાય ઉઠે છે.
આમ પણ વિશાલ ને ગાંડી જ કહેતો.

સેજલ અને વિશાલ ની પ્રેમકથા એ સાચા પ્રેમ ની સાચી કહાની છે. Distance love નું જોરદાર હદય ને સ્પર્શી જાય એવું ઉદાહરણ છે. ફક્ત પિક્ચર માં કે નાટક માં જોવા મળતી love story કરતા સાચુકલી પ્રેમ કહાની ની વાત જ કંઇક નિરાળી હોય છે.


રાધા કૃષ્ણ આ બંને ના પ્રેમ ને અમર બનાવે એજ પ્રાર્થના સાથે આ પ્રેમકથા ની આજે પૂર્ણાહૂતિ કરું છું.

??જયશ્રી રાધા કૃષ્ણ ??

??????????????????


મારા બધાં જ વાચકો નો હદય થી ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો સહકાર સરાહનીય છે. અને અમારા જેવા પા પા પગલી કરતાં લેખકોને નવું બળ અને ઉત્સાહ આપતા રહે છે.
ધન્યવાદ.

?જયશ્રી રાધા કૃષ્ણ ?