Pruthvi-Ek prem katha - 33 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-33

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-33

અંગદ : મારી પાસે એક ઉપાય છે.

વિશ્વા;શું ?

અંગદ : જો પૃથ્વી અને નંદની અહી જ રહેશે તો અવશ્ય મારા ભાઈઓ ના નજર માં આવી જશે.

એમનો ગુપ્તચર એમને અહી જોઈ ચૂક્યો છે ,એ માહિતી એ મારા ભાઈઓ સુધી પહોચાડશે ,અને આપણે એ ગુપ્તચર ની હાજરી માં સાબિત કરી દઇશું કે પૃથ્વી અને નંદની ના વિવાહ અહી જ થશે પરંતુ .....

વિશ્વા : પરંતુ ?

અંગદ : વિવાહ ના અમુક જ સમય પહેલા આપણે પૃથ્વી અને નંદની ને નઝરગઢ થી ખૂબ દૂર લઈ જઈશું અને એવી જગ્યા એ એમના વિવાહ રાખીશું જ્યાં મારા ભાઈઓ કોઈ દિવસ નહીં પહોચી શકે.

વિશ્વા થોડીક વાર વિચારવા લાગી ......

વિશ્વા : ઉપાય તો સરસ છે ,પણ અડચણો ખૂબ છે.

અંગદ : અડચણો ?

વિશ્વા : હા ...જેમ કે પહેલા તો એ ગુપ્તચર સુધી એ માહિતી કઈ રીતે પહોચાડીશું ? ત્યારબાદ પૃથ્વી અને નંદની ને નઝરગઢ થી દૂર વિવાહ માટે મનાવવા ખૂબ અઘરા છે,અને પરિવાર માથી કોઈ ને શંકા ગઈ તો ....

અંગદ વિશ્વા ની નજીક આવ્યો.....

અંગદ : વિશ્વા .......બધુ જ એમ જ થશે જેમ આપણે વિચાર્યું છે ,તને મારા પર વિશ્વાસ છે ને ?

વિશ્વા એ હા માં માથું હલાવ્યું.

અંગદ : તો બસ તું ખાલી મારી યોજના માં સહકાર આપજે.

વિશ્વા : ઠીક છે.

પણ સૌથી પહેલા તો એ ગુપ્તચર સુધી માહિતી કઈ રીતે પહોચાડીશું ?

અંગદ : એ ગુપ્તચર ઘણો ખરો સમય આપના ઘર ના આસપાસ જ હોય છે ,બસ આપણે યોગ્ય સમય નો લાભ લઈને એના કાન સુધી એ વાત પહોચાડવાની છે.

વિશ્વા : સમજી ગઈ .

એ બંને એ જગ્યા થી નીકળી ઘર તરફ વળ્યા.

અંગદ સૌથી પહેલા ઘર માં ગયો.

ત્યારબાદ થોડીક વાર પશ્ચાત વિશ્વા ઘર માં પ્રવેશી.

વિશ્વા એ જેવો દરવાજો બંદ કર્યો કે અવિનાશ પાછળ ઊભો હતો ,એને જોઈ ને વિશ્વા ડરી ગઈ.

વિશ્વા : અવિનાશ ....આમ કેમ સંતાઈ ને ઊભો છે ,ડરાવી દીધી મને.

અવિનાશ : એ બધુ છોડ ......તું ક્યાં ગઈ હતી ,ઘર માં તો નહતી મે તને ઘણી શોધી.

વિશ્વા : મ...મને શોધી ?કેમ ?

હું તો જંગલ માં હતી .

અવિનાશ : કોની સાથે ?

વિશ્વા : અ…. એકલી જ ગઈ હતી.

અવિનાશ : અચ્છા .....એકલી જ ગઈ હતી ,મને એમ કે અંગદ સાથે ગઈ હતી.

વિશ્વા : તું કહેવા શું માંગે છે ? સ્પષ્ટ બોલ.

અવિનાશ : મારે કઈ કહેવું નથી વિશ્વા ,તું બધુ જ જાણે છે ,અને હું પણ.

એટલું કહી અવિનાશ ઘર ની બહાર નીકળી ગયો

વિશ્વા : અ....અવિનાશ ......મારી વાત .....

થોડીક વાર માં અંગદ આવ્યો.

અંગદ : મને લાગે છે કે અવિનાશ ને આપની યોજના પર શંકા છે .

વિશ્વા : ના .... એવું નથી . એની બીજી કોઈક શંકા છે ....

કઈ નહીં તું યોજના પર ધ્યાન રાખ ,એને હું સાચવી લઇશ.

બંને છૂટા પડ્યા.

સાયં કાળ થયો.

બધા જ પરિવાર ના સભ્યો ફરીથી ઘર ના પ્રાંગણ માં એકઠા થઈ ને બેઠા.

એક બાજુ વીરસિંઘ,સ્વરલેખા અને અરુંરૂપા બેઠા અને એક બાજુ પૃથ્વી ,નંદની અને મનસા બેઠા

સામે વિશ્વા અને અવિનાશ બેઠા હતા ,ત્યાં અંગદ આવતા જ અવિનાશ ઊભો થઈને મનસા પાસે જઈને બેસી ગયો.બધા ને થોડું અજુગતું લાગ્યું.વિશ્વા અવિનાશ ની આ હરકત થી થોડી નિરાશ થઈ ગઈ.

પણ વિશ્વા ને ધ્યાન ગયું કે જે પ્રાંગણ માં એ લોકો બેઠા હતા ત્યાં સામે છેડે એક નાનકડા ઝરણા પાસે ઝાડીઓ માં કોઈ છુપાયેલું છે ,વિશ્વા એ તુરંત જ અંગદ ને ઈશારો કર્યો ,અંગદ સમજી ગયો કે ગુપ્તચર એ ઝાડીયો માં છુપાયો છે .એને ઇશારા માં વિશ્વા ને યોજના પર અમલ કરવા સમજાવ્યું.

એ બંને ના ઇશારા અવિનાશ નિહાળી રહ્યો હતો.ઈર્ષ્યા અને ક્રોધ ને એ દબાવી ને બેઠો હતો.

અંગદ એ પોતાની યોજના પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું.

અંગદ : ઠીક છે મારા પરિવાર જનો ,શાંતિ થી સાંભળો .......જે પ્રમાણે અગાઉ આપણે ચર્ચા કરી હતી એમ પૃથ્વી અને નંદની ના વિવાહ આવનારા સપ્તાહ માં આયોજન કરવા જઇ રહ્યા છીએ.

બધા ખુશ થઈ ગયા અને તાળિયો પાડવા લાગ્યા.

અંગદ : એટ્લે પૃથ્વી અને નંદિની ના વિવાહ ખૂબ જ ભવ્ય બને એટ્લે ,આપણે બધા જ પોત પોતાના કામ ની વહેંચણી કરી લઈએ.

અવિનાશ ઊભો થઈ ગયો.

અવિનાશ : એક ક્ષણ થોભો.

બધા એકદમ શાંત થઈ ગયા.

અવિનાશ : અંગદ ....તે એમ કીધું કે એ બંને ના વિવાહ આવનારા સપ્તાહ માં યોજવા ના છે .પરંતુ એના વિષે તો ઘર માં કોઈ ને જાણ જ નથી .

વિશ્વા : આ નિર્ણય મારો હતો ,હું અને અંગદ .....

અવિનાશ એ વિશ્વા ને વચ્ચે બોલતા અટકાવી.

અવિનાશ : ઓહહ .....ઠીક છે ,હવે બધા નિર્ણય તું અને અંગદ જ લેવાના હોય તો અમારા બોલવા નો અર્થ જ નથી.

ઘર માં બધા જ સમજી ગયા કે અવિનાશ અને વિશ્વા વચ્ચે કઈક ખેંચતાણ છે.

સ્વરલેખા : શાંત થઈ જા અવિનાશ .......શું વાંધો છે જો વિશ્વા એ નિર્ણય લીધો તો ,વિશ્વા એ પૃથ્વી ની બહેન છે ,અને એને તો સારો જ નિર્ણય લીધો છે.

અવિનાશ : એ પૃથ્વી ની બહેન છે તો શું પૃથ્વી અને નંદની સાથે મારો કોઈ સંબંધ નથી ?

પૃથ્વી : હું તારી ભાવના સમજુ છું અવિનાશ ......વિશ્વા ....તારે બધા સાથે પરામર્શ કરી ને નિર્ણય લેવો જોઈએ.

અવિનાશ: હું પણ તો એ જ કહું છું વિશ્વા .... કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ,પરામર્શ કરવો જોઈએ.

અંગદ : વિશ્વા તો ફક્ત ......

અવિનાશ : અંગદ …… અહી વાત વિશ્વા અને અમારી ચાલી રહી છે , અને વિશ્વા પોતાનો પક્ષ મૂકશે , એમાં એને તારી મદદ ની જરૂર નથી.

અંગદ ભોંઠો પડી ગયો.

અને એ ત્યાથી નીકળી ગયો.વિશ્વા પણ ગુસ્સા માં ત્યાથી નીકળી ગઈ.

સ્વરલેખા : તારે શાંતિ થી વાત કરવી જોઈએ ,અંગદ તો ફક્ત આપની મદદ કરવા ઈચ્છે છે.

અવિનાશ : એને જેટલી મદદ કરવી હતી કરી લીધી

એટલું કહી અવિનાશ પણ નીકળી ગયો

અવિનાશ ગુસ્સા માં એ ઝાડીયો ની દિશા માં ગયો .......જ્યાં એ ગુપ્તચર છુપાયો હતો .અવિનાશ ને આવતો જોઈ એ ગુપ્તચર ત્યાંથી ભાગ્યો ,અવિનાશ ને નજર એના પર પડી ,અવિનાશ એનો પીછો કરવા લાગ્યો.

અહી આ બાજુ......

પૃથ્વી : આ લોકો ને શું થઈ ગયું છે ,આમ કેમ અંદર અંદર લડે છે.

નંદની હસવા લાગી

સ્વરલેખા : નંદની ...શું થયું કેમ હસે છે ?

નંદિની : કારણ કે .હું જે જોવું છું એ તમે લોકો નથી જોઈ શકતા ...નહીં તો તમે પણ મારી જેમ જ હસતાં હોત.

પૃથ્વી : મતલબ ?

નંદની : મતલબ કે આ અવિનાશ નો ગુસ્સો નથી ....ઈર્ષ્યા છે .

અરુણરૂપા : ઈર્ષ્યા ?

નંદિની : હકીકત એ છે કે અવિનાશ ...એ વિશ્વા ને ચાહે છે .

વીરસિંઘ : શું ? અવિનાશ અને વિશ્વા ....

પૃથ્વી : હા, એ વાત ની જાણ તો અમને ઘણા સમય થી છે.

સ્વરલેખા : અવિનાશ અને વિશ્વા ?.......માનવામાં જ નથી આવતું.

બધા હસવા લાગ્યા.

નંદિની : હા પણ ...સત્ય છે ....સમયચક્ર માં ફસાયા બાદ .... એ બન્ને જ એકબીજા નો સહારો બન્યા .....અને ધીમે ધીમે એકબીજા ની ખૂબ જ નજીક આવી ગયા.

હા એ પણ સત્ય છે કે બંને માથી કોઈ પણ એ વાત સ્વીકારશે નહીં.

પૃથ્વી : પણ ઈર્ષ્યા ?

નંદની : હા અહી આવ્યા પછી .....અવિનાશ ને એવી શંકા છે કે અંગદ પણ વિશ્વા ને ચાહે છે ...એટ્લે અવિનાશ એ અંગદ અને વિશ્વા ની નિકટતા સહન કરી શકતો નથી.

પણ હું જાણું છું કે અંગદ ના મન માં એવું કઈ નથી ...એતો બસ એક સારો મિત્ર છે.

સ્વરલેખા : અચ્છા હવે સમજાયું ....કે મારો ભાઈ ઈર્ષ્યા ના કારણે આટલો ધૂઆં પૂઆં થઈ ગયો છે.

બધા ફરી થી હસવા લાગ્યા .

સ્વરલેખા : પણ મારા ભાઈ એ આવડી મોટી વાત મારા થી છુપાવી ....હવે તો હું એને છોડીશ નહીં .

નંદિની : પરંતુ જ્યાં સુધી એ બંને એકબીજા ના મન ની વાત એકબીજા ને નહીં કહે ત્યાં સુધી આ જ હાલત રહેશે.

પૃથ્વી : આ બંને વચ્ચે બિચારો અંગદ ફસાઈ જશે.

અહી આ બાજુ

અવિનાશ એ ગુપ્તચર નો ખૂબ જ પીછો કર્યો પણ .....એ હાથ ના આવ્યો.

અવિનાશ : કોણ હોય શકે એ વ્યક્તિ ?અને અહી અમારા ઘર ની પાસે ઊભો શું કરતો હતો ?

પાછળ થી અવાજ આવ્યો

“ એ એક ગુપ્તચર છે .....”

અવિનાશ એ પાછળ વળી ને જોયું તો અંગદ ઊભો હતો

અવિનાશ : ગુપ્તચર ? કોનો ગુપ્તચર .

અંગદ એ સર્વ વૃતાંત જણાવ્યો.

અવિનાશ : મતલબ તું અને વિશ્વા છેલ્લા કેટલાક દિવસ થી ....

અંગદ : આ ગુપ્તચર નો જ પીછો કરતાં હતા.

અને અમારી એક યોજના હતી આજે ,જેના અનુસાર આજે એ ગુપ્તચર ના કાન માં અમુક વાતો નાખવાની હતી .... પણ તે .....અને તારી મૂર્ખતા ના કારણે એ આપના હાથ થી ભાગી ગયો.

અવિનાશ : કઈ યોજના ? અને મે શું મૂર્ખતા કરી ?

અંગદ એ પૃથ્વી અને નંદની ના વિવાહ ના સ્થાન પરીવર્તન ની સંપૂર્ણ યોજના અવિનાશ ને સંભળાવી .

અવિનાશ : પણ મૂર્ખ તો તું છે ......આ વાત તો તું મને પહેલા પણ જણાવી શકતો હતો .

અંગદ : હા જણાવી શકતો હતો ...પરંતુ મે અને વિશ્વા એ વિચાર્યું કે જો પૃથ્વી સુધી આ વાત પહોચશે તો એ તુરંત વિવાહ રદ કરી દેશે ...એટ્લે અમે નક્કી કર્યું કે ઘર માં શાંતિ નો માહોલ બની રહે અને અમારા બંને સિવાય કોઈ વાત જાણે નહીં.

અને હું તને જણાવવાનો પણ નહતો.પણ તું એ ગુપ્તચર ને જોઈ ચૂક્યો હતો એટ્લે તને હકીકત જણાવવી પડી.

હવે તું પણ આ યોજના નો એક ભાગ જ છે .

અને હા ..... સાંભળ ......મારા અને વિશ્વા વચ્ચે કઈ જ નથી ...એ ફક્ત મારી એક સારી મિત્ર છે જે મારા જેમ પોતાના પરિવાર નું હિત ઈચ્છે છે.

અને બીજી એક વાત .....હવે થી પરિવાર સામે મારી વાત કાપતા પહેલા સો વાર વિચારજે , નહીં તો પરિણામ ઠીક નહીં હોય.

અંગદ ત્યાં થી નીકળી ગયો.

અવિનાશ ને પોતાના વર્તન પર ખૂબ જ પસ્તાવો થયો.

અવિનાશ તુરંત જ ઘરે પહોચ્યો .......વિશ્વા ઘર ની છ્ત પર ઊભી હતી અને જંગલ સામે જોઈ રહી હતી.

પાછળ થી અવિનાશ આવી ઊભો રહયો.

વિશ્વા : તું અહી આવી શકે છે અવિનાશ .....

અવિનાશ : તને કેવી રીતે ખબર પડી કે હું પાછળ ઊભો છું.

વિશ્વા : તું કદાચ ભૂલી ગયો કે હું એક vampire છું.

અવિનાશ નજીક આવી ને ઊભો રહી ગયો.

અવિનાશ : અરે ....હા અમુક વાર તો ભૂલી જ જવાય છે કે તું સૌથી શક્તિશાળી vampire છે.

વિશ્વા : અતિશયોક્તિ ની જરૂર નથી ....તું જે કહેવા આવ્યો છે એ સ્પષ્ટ કહી શકે છે.

અવિનાશ : ઠીક છે ....હું મારા અભદ્ર વર્તન માટે ક્ષમા ચાહું છું .....પરંતુ એમાં સંપૂર્ણ વાંક મારો નથી ,તું અને અંગદ આવડી મોટી વાત મારા થી છુપાવી કે કોઈ ગુપ્તચર આપનો પહેરો કરે છે.

વિશ્વા : તને આ વાત કઈ રીતે ખબર પડી ?

અવિનાશ એ સંપૂર્ણ ઘટના વિસ્તાર થી કહી.

વિશ્વા : તો હવે તો તું પણ આ યોજના નો હિસ્સો છે.

અવિનાશ : હા એતો મને અંગદ એ કહ્યું જ .....સાથે સાથે ધમકી પણ આપીને ગયો છે.

વિશ્વા : કેવી ધમકી ?

અવિનાશ :કે જો હવે થી મારી વાત કાપવાની કોશિશ પણ કરી તો પરિણામ ઠીક નહીં હોય.

વિશ્વા હસવા લાગી.

વિશ્વા : તો તું એની ધમકી થી ડરી ગયો.

અવિનાશ : ડર તો લાગે જ ને .....આખરે એ વિદ્યુત નો પુત્ર છે ......શું ખબર ક્યારે પીઠ પાછળ વાર કરી દે.

વિશ્વા : ના ....અવિનાશ ,મને નથી લાગતું કે અંગદ એવો હોય શકે , એને ફક્ત એક પરિવાર જોઈએ છે ,પરિવાર નો સ્નેહ અને સહકાર જોઈએ છે.અને ભૂલીશ નહીં કે આપણને આઝાદ કરાવવા વાળો પણ એજ છે.

અવિનાશ : હા એ તો છે .....છતાં પણ હું સદાય એના થી સાવચેત જ રહીશ .

અહી આ બાજુ

અંગદ જંગલ માં ચાલ્યો જતો હતો અને ગુસ્સા માં એકલો એકલો બોલી રહ્યો હતો.

અંગદ : એ અવિનાશ ની મૂર્ખતા ના કારણે આખી યોજના પર પાણી ફરી વળ્યું ,નહીં તો આજે એ ગુપ્તચર તો ભ્રમિત થઈ જ ચૂક્યો હતો . મારે કઈ પણ કરીને પૃથ્વી અને નંદિની ની રક્ષા કરવી જ પડશે.

એટલામાં પાછળ થી કોઈક મોટા વિશાળ કદ ના વ્યક્તિઓ અંગદ ને ખેંચી ને ઢસડી ને લઈ ગયા.

ક્રમશ ...................

નમસ્કાર ....અમુક અંગત કારણોસર આ ભાગ પ્રકાશિત કરવામાં વિલંબ થયો ,જેના માટે ક્ષમા પ્રાર્થી છું. આવનારા ભાગ માં પણ થોડોક વિલંબ થઈ શકે એમ છે પરંતુ અઠવાડીયા ના અંતે દરેક નવો ભાગ પ્રકાશિત થાય એવો સંપૂર્ણ પ્રયત્ન રહેશે.

આપ વાચક મિત્રો ના Message અને comments વાંચીને આનંદ થયો, દરેક ની લાગણી સંતોષાય એવો પ્રયત્ન કરીશ .આપના વિચારો આ ભાગ માં પણ અવશ્ય પ્રકટ કરશો .

પૃથ્વી નવલકથા માં આપનો રસ દાખવવા બદલ ખૂબ ખૂબ આભાર.