Limelight - 20 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૨૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૨૦

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૦

"લાઇમ લાઇટ" સાથે સંકળાયેલા બધા જ માટે આજે કતલની રાત હતી. પ્રકાશચંદ્ર રસીલી સાથે વધારે રોકાયા નહીં. પ્રકાશચંદ્ર આજે એટલા ચિંતામાં હતા કે રસીલી સાથે રંગીન રાત વીતાવી શકે એવી સ્થિતિમાં ન હતા. જો ફિલ્મ હિટ ના રહી તો જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ થઇ જવાની હતી. છેલ્લા ઘણા મહિનાઓની મહેનતનું આવતીકાલે પરિણામ આવવાનું હતું. આવતીકાલે "લાઇમ લાઇટ" નો પહેલો શો શરૂ થવાનો હતો. રસીલીને કોઇ ચિંતા ન હતી. તે આરામથી મખમલી ગાદલા પર પોતાની ભરાવદાર કાયા ફેલાવીને ઊંઘી જવાની હતી. તેણે પહેલી ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ ઘણી ફિલ્મો મેળવી લીધી હતી. અને કેટલાક હીરોને પણ પોતાના વશમાં કરી લીધા હતા. એમાં સાકીર ખાન પ્રથમ હતો. સાકીરની રાતને કમસીન જવાનીથી રંગીન બનાવી પોતાની ભવિષ્યની રાતોને નિશ્ચિંત બનાવી દીધી હતી. સાકીર ખાન પાસે તેણે પોતાના નિયમિત સાથના બદલામાં ફ્લેટની માગણી કરી ત્યારે સાકીરે થોડું વિચારીને તેની માગણી પર મોહર મારી દીધી હતી.

સાકીરે જ્યારે એક શરતની વાત કરી ત્યારે રસીલી ચોંકી ગઇ હતી. સાકીરની શરત હતી કે રસીલીના નામ પર ફ્લેટ જરૂર કરી દેશે પણ તેના પર, તેના શરીર પર તેની જવાની પર એકમાત્ર હક્ક તેનો રહેશે. રસીલી તેની આ શરત સાંભળીને થોડી ક્ષણો માટે થીજી ગઇ હતી. પણ તે ઠંડી સ્ત્રી ન હતી. સાકીર ખાન એક ફ્લેટના બદલામાં તેના શરીરની ગરમાહટને ખરીદી લેવા માગતો હતો. એ કોઇનો ફ્લેટ ખરીદીને મને આપવા માગતો હતો અને એનાથી પોતાને ખરીદીને હવસ પૂરી કરવા માગતો હતો. એ તેની અને રસીલીની વછે બીજા કોઇને આવવા દેવા માગતો ન હતો. આ શરત કઠીન હતી. રસીલીને ખબર હતી કે ફિલ્મી દુનિયામાં ફિલ્મ દર ફિલ્મ પ્રેમી અને શરીરના માલિક બદલાતા રહેવાના હતા. જો તે પોતાના બધા હક્ક સાકીરને આપી દે તો બીજી ફિલ્મો ઓછી મળવાની હતી. ઘણાને નારાજ કરવા પડશે. તેની સામે જીવનભરની સલામતિ હતી. મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો ના મળે એ રસીલી જાણતી હતી. સાકીર તેને બે કરોડનો ફ્લેટ આપવા રાજી થઇ ગયો હતો. સાકીર તેને અધિકારપૂર્વક ભોગવવા માગતો હતો. "લાઇમ લાઇટ" હિટ ના રહે તો રસીલી માટે આગળ વધવાનું સરળ રહેવાનું ન હતું. અને હિટ રહે તો પણ તેને કેવી અને કેટલી ફિલ્મો મળશે એ કોઇ કહી શકે એમ ન હતું. તેને પ્રકાશચંદ્ર માટે માન હતું. તે તેને આ દુનિયામાં લઇને આવ્યા હતા. તેના પર મોટો દાવ લગાવ્યો હતો. એટલે પાછળથી તેમને પોતે શરીર સોંપ્યું હતું. પણ તેમને આદત પડી ગઇ હતી. હવે તેમને રોકવાનું કે ના પાડવાનું સરળ ન હતું. પણ તેમને તો પત્ની છે. હવે પ્રકાશચંદ્રને વાસ્તવિક્તા સમજાવવી પડશે. સપનાં રાત્રે જોવાય છે. સપના માટે રાત-દિવસ ઊંઘતા ના રહેવાય. પોતાને એક સપનું માનીને ભૂલી જવી પડશે.

રસીલીએ ઘણું બધું વિચારી લીધું. તેને વિચારમાં ડૂબેલી જોઇ સાકીરે તેની ખુલ્લી ગોરી જાંઘ પર હળવી ચૂંટણી ખણી કહ્યું હતું:"ક્યા સપનામાં ખોવાઇ ગઇ રાણી?"

રસીલીએ સતર્ક થઇ કહ્યું હતું:"તમારા સપનામાં રાજ્જા!"

"મતલબ કે તને મારી શરત મંજૂર છે!"

"હા, પણ મને થોડો સમય આપવો પડશે. "લાઇમ લાઇટ" રજૂ થઇ જાય અને એક સપ્તાહ વીતે પછી હું નવા ફ્લેટમાં તમારી સેવામાં હાજર રહીશ."

"મને પણ ફ્લેટ શોધવામાં અને ખરીદવામાં દસ-પંદર દિવસ તો લાગશે. પણ વિરહ ના સહન થાય ત્યારે તો હું આવીશ જ!"

"તમારા માટે આ ઘરનો દરવાજો ખુલ્લો છે! પણ ફોન કરીને આવશો!"

"મને તો તારી જુવાનીનો આ વૈભવ છોડીને જવાનું મન જ થતું નથી!"

રસીલીએ સાકીરને ખુશ કરી દીધો હતો. આવતીકાલે "લાઇમ લાઇટ" રજૂ થઇ જવાની હતી. પ્રકાશચંદ્ર તેની સાથે થોડીવાર બેસીને ગયા હતા. તેમની આખી કારકિર્દી આ ફિલ્મ પર આધારિત હતી. આર્ટ ફિલ્મો બનાવી જેમતેમ ગાડું ગબડાવતા પ્રકાશચંદ્રએ મોટું સાહસ કર્યું હતું. રસીલી જાણતી હતી કે "લાઇમ લાઇટ" હિટ ના રહી તો એ ક્યાંયના નહીં રહે. તેમણે ઘણું દેવું કરીને ફિલ્મનું છેલ્લું શુટિંગ શિડ્યુલ પૂરૂ કર્યું હતું. અને પ્રચાર માટે પણ એટલો જ ખર્ચ કર્યો હતો. કોણ જાણે એ બધા પૈસા ક્યાંથી લાવ્યા હશે. આજે પોતે એ કારણે જ જાણીતી થઇ હતી. અને ફિલ્મો મેળવી રહી હતી. તેના દેહનું મોટા અભિનેતાઓને આકર્ષણ ઊભું થયું હતું. ત્યારે એક ભોજપુરી ફિલ્મનું ગીત કરવાની પણ તેણે તક લઇ લીધી હતી. રસીલીને ખબર હતી કે ભોજપુરી ગીતમાં અભિનય નહિ પણ અંગદર્શન કરાવવાનું હતું. તેણે માત્ર ક્લીવેજ બતાવવાના હતા અને હિપ્સને આંદોલિત કરવાના હતા. એ ગીતની ધૂન એટલી કેચી હતી કે લોકો રસીલીના શરીરના અંગેઅંગને આંદોલન કરતા જોઇ ડોલી ઉઠ્યા હતા.

રસીલીનું ભોજપુરી ગીત "ચોલી હમર ખોલે રે, ખોલે રે..." ધૂમ મચાવી રહ્યું હતું. યુવતીઓએ તો તેના પર ડાન્સ કરતો પોતાનો વીડિયો ટીકટોક પર મૂક્યો હતો. તેને બહુ પસંદ કરવામાં આવી રહ્યો હતો. રસીલીનું એ ગીત યુટ્યુબ પર ત્રીજા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું હતું. રસીલીનું ચોલી ગીત તો બિહારમાં હોટકેકની જેમ ઉપડ્યું હતું. અને તેને ભોજપુરી ફિલ્મો ઓફર થઇ રહી હતી. રસીલીએ આ તબક્કે ભોજપુરી ફિલ્મો સાઇન ન કરવાનું નક્કી કર્યું હતું. એ પ્રકાશચંદ્રની જ સલાહ હતી. તેમનું કહેવું હતું કે જો ભોજપુરી ફિલ્મ સાઇન કરશે તો પ્રાદેશિક ફિલ્મોની હીરોઇન ગણાઇ જશે. અને તેનું સ્તર એટલું ન હોવાથી હિન્દી ફિલ્મો મળશે નહીં. રસીલી હવે હિન્દી ફિલ્મો પર ધ્યાન આપવાની હતી. આજે તેણે ભારતીબેનને ખાસ યાદ કર્યા અને આશિર્વાદ લેવા ફોન કર્યો:"બેન, આશિર્વાદ આપો કે મારી પહેલી ફિલ્મ સુપરહિટ થાય!"

"રસીલી, મારા આશિર્વાદ તારી સાથે જ છે. અમે તારી પ્રગતિ જોઇને ખુશ છીએ. તું યાદ કરીને ફોન કરતી રહે છે એ મને ગમ્યું. સોશિયલ મીડિયા પર તારા જલવા જોઇએ છીએ. તારા ગ્રાહકો તને યાદ કરતા રહે છે! પણ મેં કોઇને કહ્યું નથી કે તું ફિલ્મોમાં ચમકી રહી છે."

"બેન, તમારું આ અહેસાન તો જીવનભર ભૂલી શકીશ નહીં. મારા લાયક કોઇ કામ હોય તો કહેશો."

"હં...એક ગ્રાહક કહેતો હતો કે ઘાટીલીને ગમે ત્યાંથી શોધી લાવો. તમે કહો એ કિંમત ચૂકવવા તૈયાર છું. મેં અમસ્તુ જ કહ્યું કે બે લાખ આપીશ? તો કહે કે જીવનભર મારી સાથે રહે તો એ પણ આપી દઉં..."

"બેન, અહીં તો એ માટે ઘણા બે કરોડ આપવા તૈયાર છે...."

"શું વાત કરે છે? પણ તું સંભાળજે. કોઇ વાતે ઉતાવળ ના કરતી. ત્યાં જુવાની માટે જ નહીં જાન માટે પણ ખતરો હોય છે."

"તમે ચિંતા ના કરશો. કોઇ મારી જાન લઇ શકશે નહીં. હું ઘણાની જાન બની ગઇ છું."

"વાહ ઘાટીલી! તું હોંશિયાર છે! તને વાંધો નહીં આવે. મારી સલાહ યાદ કરતી રહેજે..."

ભારતીબેન સાથે વાત કરીને રસીલીને સારું લાગતું હતું. તેને પતિની યાદ આવતી હતી. પોતાની બહેનપણી બનેલી બંગલાની કામવાળી સરિતા અને તેના પતિને સારી એવી રકમ આપી પતિ અને પિતાની સંભાળનું કામ સોંપ્યું હતું. જરૂર પડે તેના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરતી રહેતી હતી. પિતા દારૂ પીને પડી રહેતા હતા. તે "લાઇમ લાઇટ" ના ટ્રેલરના લોન્ચિંગ વખતે આવી ચઢ્યા હતા. અને "રસુ, રસુ..." ની બૂમ પાડતા હતા. નશામાં ધૂત પિતાને તે ધૂત્કારતી હતી. તેણે સિક્યુરીટીની મદદથી તેમને દૂર કર્યા હતા. ત્યારે તેને દુ:ખ થયું હતું. પણ પિતાએ તેના સારા જીવન માટે ક્યારેય કોઇ પ્રયત્ન કર્યો ન હતો. તે નશા અને જુગારમાં પત્ની સાથે પુત્રીનો સ્નેહ પણ ગુમાવી ચૂક્યા હતા. પતિનો સ્નેહ તે પામી શકી ન હતી. પતિને શેરબજારે બરબાદ કરી દીધો અને પોતે બજારમાં જાત વેચવાનો વખત આવી ગયો. માનસિક સમતુલા ગુમાવેલા પતિને તે છોડી શકે એમ ન હતી. તેને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરીને મુંબઇ આવી ગઇ હતી. પછી આ ઝાકઝમાળ છોડીને ત્યાં જવાનો સમય જ મળ્યો ન હતો. હોસ્પિટલમાં તેની હાલતમાં કોઇ સુધારો થયો ન હતો. સરિતાએ છેલ્લે કહ્યું હતું કે તે કોઇ રીતે સારો થઇ રહ્યો ન હતો. તેની પાછળ પૈસાનું આંધણ કરવાની જરૂર નથી. તેને રસ્તે રખડતો મૂકી દેવો જોઇએ. મેં તેની પાસે સ્ટેમ્પ પેપર પર લખાવી લીધું છે કે તે તને છૂટાછેડા આપી રહ્યો છે. તેની મિલકતમાં રસીલીનો કોઇ લાગભાગ રહેશે નહીં. અને આ બધું જૂની તારીખમાં કરાવ્યું છે. એટલે છૂટાછેડા જલદી મળી જશે. રસીલીને સરિતાની વાત બરાબર લાગી હતી. તેણે પણ સરિતાએ મોકલેલા કાગળો પર સહી કરી કેસ દાખલ કરાવી દીધો હતો. હવે એક-બે મહિનામાં તેને છૂટાછેડા મળી જવાના હતા. ફિલ્મી દુનિયામાં તે હવે કોઇની પત્ની તરીકે ઓળખાવા માગતી ન હતી. પણ પ્રકાશચંદ્ર પોતે કામિનીને બદલે તેના પતિ હોય એવો શારિરીક સુખનો અધિકાર ભોગવી રહ્યા હતા. "લાઇમ લાઇટ" ની રજૂઆત પછી રસીલી પ્રકાશચંદ્રને એ અધિકારથી વંચિત કરવાની હતી. તેના પ્રકાશચંદ્ર તરફથી કેવા પ્રત્યાઘાત આવશે એ વિશે વિચારીને રસીલી થથરી ગઇ.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૧૫૦૦ થી વધુ વાચકો આ નવલકથા ડાઉનલોડ કરી રહ્યા છે.

અને ૧૬૦૦૦ થી વધુ ડાઉનલોડ તથા ૩૦૦૦ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ" ના આ પ્રકરણમાં "શું રસીલીને પ્રકાશચંદ્ર તરફથી આવનારા પ્રત્યાઘાતનો ડર સાચો પડશે? એ સવાલ ઉપરાંત પ્રકાશચંદ્રનો ઇન્ટરવ્યુ વાંચી કામિનીની આંખમાં લાલાશ કેમ ધસી આવી? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પ્રકાશચંદ્રની ફિલ્મ "લાઇમ લાઇટ" હિટ રહેશે કે નહીં? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો હજુ ઊભા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી ૧૨૪ ઇબુકસનો ડાઉનલોડનો આંકડો ૧.૬૧ લાખને પાર કરી ગયો છે એ માટે સૌનો આભાર!

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી અને મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો.

માતૃભારતી પરના ૧.૨૨ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૮૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લઘુ નવલ "આંધળો પ્રેમ" ૬૦૦૦ ડાઉનલોડ

અનેક પ્રેરણાત્મક વાર્તાઓનો ખજાનો "જીવન ખજાનો" ૬૦૦૦ ડાઉનલોડ

ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"

અને રોમેન્ટિક (ગલતી સે મિસ્ટેક- ૮૩૦ ડાઉનલોડ) તથા સામાજિક વાર્તાઓ (મોટી બહેન – ૫૦૦ ડાઉનલોડ) અને વિવિધ બાળવાર્તાઓ તો ખરી જ.