સરપંચની હવેલી વિશાળ હતી અમન ને હતું કે સરપંચના માણસોનો પહેરો હશે પોતાને અંદર નહિ જવા દે પણ અંદર તો એને કેમેય કરી ને જવાનું જ હતું અંદર કેમ જઈશ એ જ વિચારે એ હવેલી પર આવી પોહચ્યો પણ ત્યાં આવીને એને જોયું કે હવેલી ના બહારનો ગેટ ખુલ્લો પડ્યો હતો ગેટ આગળ બન્ને પહેરેદારો બેહોશ પડ્યા હતા એ બધું કોને કર્યું સરપંચે કે પછી એના દુશ્મનો. સરપંચ પોતાના માણસો ને તો ના જ મારે જરૂર આ કામ એના દુશ્મનો નું હોવું જોઈએ જો આ કામ એના દુશ્મનો હશે તો એ લોકો અંદર..એ વિચારે એ ભયભીત બની અંદર દોડ્યો દરવાજે પોહચી એ એ રોકાઈ ગયો કારણ કે અંદર કોણ હતું એ વિશે એ સાવ અજાણ હતો ઘબરતા ઘબરતા એ અંદર પ્રવેશ્યો ત્યાં જ પાછળ થી આવી કોઈએ એની આંખો પર પોતાના હાથ મૂકી દીધા એ હાથનો સ્પર્શ થી જ એને ખબર પડી ગઈ કે એ નંદની હતી
એણે નંદની ના હાથ પોતાની આંખો પરથી હટાવ્યા
"આ બધું શુ છે નંદની..તે કહ્યું કે તારો જીવ જોખમમાં છે ને હું અહીંયા આવ્યો ને અહીંયા તું.."
નંદની મોટે થી હસી એના અવાજના પડઘાઓ આખી હવેલીમાં ગુંજી ઉઠ્યા
"અમને ગુસ્સામાં કહ્યું શુ છે નંદની..કોઈ સાંભળી જશે તો.."
"એહિયા કોઈ જ નથી અમન એક તું અને એક હું..બીજું કોઈ જ નહીં અને આજે આપણા મિલન ની રાત છે એટલે કે આપણી સુહાગરાત જો તો ખરી તારા માટે કેટલી સજી સવરી ને બેઠી છું અને તું છે કે મારી સામે જોતો પણ નથી."
"નંદની આ બધું તારા ભાઈ ને ખબર પડશે ને તો.."
નંદની ફરી મોટે થી હસી ને ફરી એના પડઘાઓ હવેલીમાં ફરી વળ્યાં
"એ અહીંયા હોય તો ને..ભાઈ ગયો છે.."
એકાએક જ હવેલી ની લાઈટ જતી રહી કઈ જ દેખાતું નોહતું અંધારામાં ઘબરાઈ ને નંદની અમન ને વળગી પડી.. ત્યાં જ અચાનક લાઈટ આવી અને એની સામે જ કાળો કુરતો અને બ્લેક જીન્સમાં મોટી મૂછોવાળો તેજો પાછળ હાથ રાખી ગુસ્સામાં ઉભો હતો એની આંખોમાં ક્રોધ જાણે અંગારા બની ને વરસી રહ્યો હતો એને જોતા જ બનેં એકબીજાથી અલગ થઈ ગયા
પોતાની જ બહેન એક બહાર થી આવેલા છોકરા સાથે અડધી રાત્રે પ્રેમના નામે રંગરેલીયા મનાવે છે એ જોઈ ને એણે પહેલા તો જઈને એની બહેનને ચાર પાંચ લાફા જડી દીધા અને એના એક માણસ ને નંદનીને રૂમમાં પુરી બહારથી તાળું લગાવી દેવાનો હુકમ કર્યો એ માણસ નંદની હાથ પકડી ખેંચી ગયો નંદની
"અમન.. અમન.." કરતી ચીંખતી રહી..પછી એ અમન સામે ફર્યો..અને અમનની કોલર પકડી એ બહાર ખેંચી ગયો અને હવેલીની બહાર પ્રાંગણમાં એણે અમનને ધક્કો માર્યો એના માણસો એના એક જ ઈશારા થી અમન પર ધોકા અને પાઇપ વડે તૂટી પડ્યા અમન લોહીલુહાણ થઈ ઢળી પડ્યો એ પછી તેજો અમનની પાસે બેસી એના આગળના વાળ પકડી ને એની આંખોમાં જોઈ બોલ્યો
"તે પ્રેમ કર્યો એ તારી એક ભૂલ અને તે મારી બહેન ને પ્રેમ કર્યો એ તારી બીજી ભૂલ તારી પહેલી ભૂલ માટે તો હું તને કદાચ માફ પણ કરી દવ પણ તારી બીજી ભૂલ.."
એ પછી એના માણસો ને હુકમ કર્યો કે "લઈ જાવો આને ગામની બહાર..જીવતે જીવતો દફનાવી દો જેથી આવી ભૂલ આ દેવધરામાં કોઈ ના કરે.."
અમન ને તેજા ના માણસો ઢસડીને ગામની બહાર સીમડા સુધી લઈ ગયા ને ત્યાં ચાર ફૂટ ઊંડા ખાડમાં ફેંકી માથે ધૂળ નાખી જીવતો દફનાવી દીધો.. એક ઝાડ પાછળ છુપાઈ ને જગલો આ બધું જોઈ રહ્યો હતો એ લોકોના ગયા પછી જગલો ત્યાં આવ્યો અને ફટાફટ બન્ને હાથથી ધૂળ બહાર કાઢવા લાગ્યો કેમેય કરીને એને એના દોસ્ત નો જીવ બચાવવો હતો
આ તરફ હેવીલના બંધ રૂમમાં ના એક ખૂણામાં બેસી રડી રડીને અડધી થઈ ગયેલી નંદનીનો ફોન વાગ્યો આંસુ લૂછી એણે ફોન ઉપાડ્યો
"હેલ્લો સંગીતા મારો અમન ઠીક તો છે ને.. એને ભાઈએ છોડી મુક્યો ને.."
સંગીતા એ કહ્યું "તારા અમન ને મારી નાખવામાં આવ્યો છે.."
આટલું સાંભળતા જ નંદની ના હાથમાં થી મોબાઇલ છૂટી ગયો..એ જાણે પાગલ થઈ જાય છે..
"ના ના મારો અમન ના મરી શકે..એ ના જ મરી શકે..એને કોઈ ના મારી શકે..
અમને મને સાથે રહેવાનું વચન આપ્યું હતું અને એના વચન પાળ્યા વિના એ મરી જ ના શકે..
અમન ને મારી નાખ્યો મારા અમન ને મારી નાખ્યો..અમન વિના હું કેવી રીતે જીવી શકું.."
પણ પ્રેમ ને કોણ રોકી શક્યું છે પ્રેમને કોણ ક્યાં મારી શક્યું છે..અમન ના શ્વાસ ચાલતા હતા એને જીવવું હતું પોતાની નંદની માટે જીવવું હતું..એણે નંદની ને આપેલા દરેક વચનો નિભાવવા હતા એના શરીરમાં જરા પણ તાકાત બચી નોહતી કે એ આ કબરમાં થી નીકળી ને પોતાની નંદની પાસે જઈ શકે..
ધીરે ધીરે ધૂળ ઓછી થતી ગઈ ને જગલા ને અમનનું શરીર બહાર દેખાવા લાગ્યું એણે અમન નો હાથ પકડી લીધો "અમન..અમન.."
આ તરફ તેજાએ નંદની ના રૂમનું તાળું ખોલ્યું અને અંદર પ્રવેશ્યો પણ અંદરનું દ્રશ્ય જોતા એના પગ તળે થી જમીન સરકી ગઈ એની એકની એક બહેને પોતાની જાતને પંખે લટકાવી દીધી હતી..આખરે અમન વિના એ જીવી ને પણ શુ કરવાની એ દોડીને એની બહેનની પંખે લટકતી લાશ ને વળગી પડ્યો "નંદની.. નંદની.. તે આ શું કર્યું.."
આ તરફ સીમમાં અમન બેહોશ થઈ ચૂક્યો હતો. જગતે એને બન્ને ખભેથી પકડી ખાડામાં થી બહાર ખેંચ્યો એ પછી પોતાની સાથે લાવેલ પાણીની બોટલમાં થી થોડું પાણી એના મોં પર છાંટયું
અમન ભાનમાં આવ્યો અને સામે જગત ને બેઠેલો જોઈ એ એને ભેટી પડ્યો.. એકાએક એને કઈક યાદ આવ્યું..હોય એમ બોલવા લાગ્યો
"જગત..નંદની ક્યાં છે..એને કઈ થયું તો નથી ને.."
જગત એટલું જ બોલ્યો
"મને નથી ખબર અને આ શું નંદની નંદની..લગાવી રાખ્યું છે..ભૂલી જા એને.."
"ના જગલા બોલ ને નંદની ક્યાં છે..હું જાણું છું કે એ મારા વિના નહિ રહી શકે.."
જગતે કહ્યું
"એ એકદમ ઠીક છે એને કઈ જ નથી થયું.."
"હેય જગલા મને મારી નંદની પાસે લઈ જા ને..મારે મારી નંદનીની સાથે રહેવું છે..લઈ જા ને જો તું મને એની પાસે નહીં લઈને ગયો તો તને મારા સમ છે આપણી દોસ્તી ના સમ છે.."
"તું નહીં માને ને ચાલ.."
જગત ના ખભા ના સહારે માંડ અમન ઉભો થઇ શક્યો જગત એને પોતાના ખભા ના સહારે ટેકવી ને ગામ સાઈડ ચાલવા લાગ્યો
પોતાના સહારે જગત અમનને સરપંચની હવેલીએ લાવ્યો હવેલીના મેઈન ગેટ પર લોકોની જ આટલી બધી ભીડ જોઈ ને બન્ને ને અણસાર તો આવી જ ગયો કે કંઈક તો થયું છે નહિતર આટલી બધી ભીડ..
ભીડને ચીરતો જગત અમન ને લઈને સરપંચ ના ડેલામાં પ્રવેશ્યો પણ ત્યાં સામે હવેલીના પ્રાંગણમાં જ નંદની ની લાશ પડી હતી..અમન જગત જગતનો હાથ છોડી બને એટલી તાકાત થી નંદની તરફ દોડ્યો આ જોઈ સરપંચ પણ રડી પડ્યો.
અમન નંદની ના શરીર ને વળગી પડ્યો "નંદની..નંદ..ની.."
અને એની આ છેલ્લી ચીંખ આખા ગામમાં ગુંજી ઉઠી ને અમને પણ ત્યાં જ નંદનીનો હાથ પોતાના હાથમાં લઈ ત્યાં જ દમ તોડી દીધો..
સમાપ્ત
Mo.૭૩૮૩૧૫૫૯૩૬
Email, pnmakwana321@gmail.com