Atut dor nu anokhu bandhan - 5 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખું બંધન -5

Featured Books
Categories
Share

અતુટ દોર નુ અનોખું બંધન -5

સાચી ના ઘરે બધા વિચારે છે કે આજે પણ ત્રીજો કોઈ છોકરો નથી આવ્યો એમને સાચી સાથે સગાઈ નહી કરવી હોય??  શુ કારણ હશે???

પ્રથમ ના મમ્મી શાશ્વત ને જોઈને આ કોણ છે એમ પુછે છે એટલે સાચીના મમ્મી કહે છે આ તેનો ફ્રેન્ડ છે આજે સાચી ને છોકરો જોવા આવવાનો હતો એટલે આવ્યો છે.

સાચીના મમ્મી પુછે છે આજે પણ સાચીને જોવા તમારો દીકરો નથી આવ્યો??

વાત જાણે એમ છે કે તેને તો સાચી પસંદ જ છે . સાચી તેનો ફોટો જોઈ લે અને તેને ગમે તો પછી બંને ને મળવાનું નક્કી કરીએ. અમારા છોકરાને સાચી જોશે એટલે એને ગમી જ જશે એવુ લાગે છે છતાં તેની ઈચ્છા હોય તો એને બોલાવી લઈએ.

સાચી (મનમાં વિચારે છે) : એવો તે એમનો કેવો દીકરો હશે જેને મળ્યા વિના હુ હા પાડી દઉ સગાઈ માટે. હવે તો એ નમૂના નો ફોટો જોવો જ પડશે.

સાચીના પપ્પા : સારુ જે હોય તે પહેલા એનો ફોટો તો બતાવી દો સાચી હા પાડે તો બરાબર નહી તો કંઈની.

નિસર્ગ પોતાના પર્સમાંથી એક ફોટો કાઢીને સાચીના હાથમાં આપે છે તે નાનકડા મસ્ત કવર માં હોય છે .

સાચી ઉતાવળથી એ ફોટો કવરમાથી કાઢે છે અને તે જોતાં જ કુદરતી જ તેના ફેસ પર ખુશી આવી જાય છે. અને તે શાશ્વત ને બતાવવા જાય છે તો તે ત્યા નથી. પણ બધાનુ ધ્યાન ફોટો જોવામાં હતુ ત્યારે તે પ્રથમ અને નિસર્ગ ની પાસે આવીને બેસી ગયો હતો.

સાચી નીર્વી અને પરી અને તેમના બધાને ફોટો પાસ કરે છે અને કહે છે...શાશ્વત.....હવે તો તારી ખેર નથી જો.....!!!

આ બધુ શુ છે??? પ્રથમ ના મમ્મી કહે હવે તારે આ છોકરાને મળવુ છે કે ના પાડી દેવી છે....!!!!

સાચી : એ બધુ પછી..પહેલા તો હુ તેને સારી રીતે ધોલાઈ કરીશ. તે મને ડાયરેક્ટ તો કંઈ કહ્યું નહી અને આ બધુ શુ હતુ અત્યાર સુધી ??

એટલે બધા હસવા લાગ્યા અને પ્રથમ કહે છે ભાઈ તારો તો અત્યાર થી વારો પડી ગયો પછી શુ થશે???

શાશ્વત સાચીને સોરી કહે છે અને બધી જ વાત કરે છે.

                 *        *         *        *       *

શાશ્વત : મને કોલેજના ફર્સ્ટ ડે થી જ તુ મને ગમી ગઈ હતી. પણ હુ પહેલા તારી સાથે ફ્રેન્ડશીપ કરી તને જાણવા ઈચ્છતો હતો. એ વખતે યુથ ફેસ્ટિવલમાં મને મોકો સારો લાગતા તારી સાથે ફ્રેન્ડશીપ  કરી પણ પહેલાં જ દિવસે તે કહ્યું હતું કે અમે
ત્રણેય એક જ ઘરમાં લગ્ન કરીશું. એ વખતે તો મે એ વાત કંઈ સિરિયસ નહોતી લીધી.

ધીરે ધીરે આપણી ફ્રેન્ડશીપ વધતી ગઈ હુ તને પ્રેમ કરવા લાગ્યો હતો.પણ કેવી રીતે તને કહુ.આમ જ મારૂ તો હવે M.B.A.  પણ પતવા આવ્યું છે અને તમારા માટે પણ હવે છોકરાઓ જોવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે હવે વધારે મોડું કરી હુ તને ખોવા નહોતો માગતો.

અને મને ખબર હતી તુ આવી રીતે લવમેરેજ કે એમ નહી માને. અને હુ તમારા ત્રણેય ની આટલી સારી દોસ્તી તોડાવવા પણ નહોતો ઈચ્છતો.

આ બધી વાત નિસર્ગ અને પ્રથમ ને ખબર હતી. અને સદનસીબે એક દિવસ મસ્તી માં તેમણે મારા દાદી અને કાકી સામે આ વાત કરી દીધી... પણ આ વાત ને દાદી એ તો સરસ અને સિરીયસલી રીતે વિચારી લીધી.

તેમણે મને તારી સાથે પરી અને નીર્વી નુ પણ એક દિવસ શાંતિ થી બેસાડીને પુછી લીધું હતુ એ વખતે તો મને એમનો મતલબ સમજાયો નહી પણ પછી એક દિવસ તેમણે કહ્યું કે આપણે એક સાથે ત્રણ વહુઓ સાથે લાવીએ તો??

બધા કહે એ કેમ શક્ય બને ?? બધા માટે  છોકરીઓ જોઈએ અને ગમે ત્યારે ને..પછી દાદીએ મે તમારા ત્રણેય ના સ્વભાવ , શોખ, અને બાકી બધી બેઝિક વાત કરી હતી જે મારે તારી સાથે થતી હતી એ પ્રમાણે એમણે જ બધાની જોડી માટે વિચાર્યું, નીર્વી - નિસર્ગ ,પરી -પ્રથમ , સાચી -શાશ્વત.

આ વાત ની અમારા ઘરે તો બધાને ખબર જ હતી. પણ મે જ કહ્યું હતુ કે પહેલાં આ લોકો નુ ફાઈનલ થાય તો તમારી ત્રીપુટી સાથે રહેશે એવો પ્લાન સફળ થશે.

સાચી : તને કેમ ખબર પડી કે હુ હા જ પાડીશ ??
ધારો કે બંને હા પાડે ને હુ ના પાડુ તો???

શાશ્વત : ભલે આપણે એકબીજાને કંઈ કહ્યું નથી પણ ચાર વર્ષ સાથે કોલેજમાં રહ્યા પછી મે તને એટલી તો ઓળખી જ હતી તો જ હુ આટલો મોટો પ્લાન  કરવાનું રિસ્ક લઉને....???

અને હજુ પણ એવુ નથી તારે ના કહેવી હોય તો કહી શકે છે આપણી ફ્રેન્ડશીપ પહેલા જેવી જ રહેશે.

નિસર્ગ : સાચી એકલી જ નહી પણ પરી અને નીર્વી પણ તેમનો જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે. કોઈની પણ ના હશે તો એનાથી બીજા સંબંધો પર કોઈ ફેર નહી પડે.

પરીની મમ્મી : ખરેખર પૈસાદાર હોવાની સાથે આવા સમજુ છોકરાઓ હોવા એ ખરેખર તમારી ખાનદાની છે અત્યારે આવા છોકરાઓ મળવા મુશ્કેલ છે.

નીર્વી ના નાની : આપણે  ફાઈનલ ડિસિઝન લઈને જે હોય તે બે દિવસ માં એકબીજાને જણાવી દઈશુ કહીને બધા છુટા પડે.છે.

શુ હશે બધાનો નિર્ણય ?? નીર્વી અને નિસર્ગ તો હજુ એટલા તૈયાર નથી તો શુ એ હા પાડશે?? શુ થશે આગળ તેમની લાઈફમાં ???

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન - 6

next part........... come soon.......................