first date in Gujarati Short Stories by Irfan Juneja books and stories PDF | પહેલી મુલાકાત

Featured Books
Categories
Share

પહેલી મુલાકાત

સમી સાંજ નો સમય હતો, અમદાવાદ એના અનોખા રૂપ માં ખીલી રહ્યું હતું. રસ્તા પર લોકો ટહેલવા નીકળી પડ્યા હતા. જાણે આજ નો દિવસ કઈંક ખાસ હોય એવું લાગી રહ્યું હતું.

અચાનક એક મધુર અવાજ આવ્યો "અવિનાશ???"
અવિનાશે જવાબ આપતા કહ્યું "હાય સંધ્યા ! તું આવી ગઈ?"
હા આવી જ ગઈ ને તને આંખ ના નંબર આવ્યા છે કે શું? સંધ્યા એ જવાબ આપ્યો.
આટલું સાંભળી ને બંને હસી પડ્યા. અવિનાશ અને સંધ્યા ત્યાંથી સંધ્યા ની ગાડી પર બેસી ને રવાના થયા. સંધ્યા અને અવિનાશ ના ચેહરા પર આજે એક અનોખી જ ખુશી હતી. સંધ્યા જાણે આજે વર્ષો પછી એના કોઈ પોતીકા ને મળી હોય એવું લાગી રહ્યું હતું પણ વાસ્તવ માં અવિનાશ ને આજે પ્રથમ વાર મળી રહી હતી. બંને ના મન માં ઘણાં પ્રશ્નનો હતા. સંધ્યા ની એક્ટિવા પર બંને જાણ રિવરફ્રન્ટ પહોંચ્યા. ત્યાં અવિનાશે સંધ્યા સાથે હાથ મિલાવી ને હળવું સ્મિત આપ્યું. સંધ્યા એ પણ હળવા સ્મિત સાથે પ્રત્યુત્તર આપ્યો.

આજે સંધ્યા ખુબ જ સુંદર લાગી રહી હતી. કેસરી કલર ની કુર્તી , ખુલ્લા વાળ કપાળ પર ઝીણી ચમકતી બિંદી અને કેસરી નેઈલપોલીશ સાથે હળવું મેકઅપ એની ખુબ સુરતી ને ચાર ચાંદ લગાવી રહ્યું હતું.
"ક્યાં ખોવાઈ ગયો?" સંધ્યા બોલી..
અવિનાશ નીચી નજર કરી ને "ફોટો માં જેટલી સુંદર દેખાય છે એના કરતા ઘણી વિશેષ છે તું." મન માં બોલ્યો.
અવિનાશ હું બહુ કંટાળી ગઈ છું તું આમ ચુપ ના રે.. સંધ્યા બોલી.
હા સંધ્યા આજે તું પેહલી વાર મળી છો એટલે સબ્દો નથી નીકળતા...
આમ એક બીજ ને તું બોલ ના તું બોલ કહી ને વાતો શરુ કરી. બંને ની આંખો ક્યારેક મળી જતી ત્યારે સંધ્યા ને એક અલગ પ્રકાર ની સરમ અનુભવાતી અને એ તરત નીચી નજર કરી લેતી. રિવરફ્રન્ટ પર ભીડ વધી રહી હતી પણ આ બે અજનબી એક બીજા ની વાતો માં એટલા મશગુલ હતા કે કોઈ પાસે થી પસાર થાય તો પણ ખબર ન પડે એમ હતી. એક બીજા ના ચાલી રહેલા જીવન અને નજીક ના ભવિષ્ય માં શું કરવાના છે એવી ઘણી વાતો કરી. પણ મન માં એક અલગ જ એહસાસ જન્મી રહ્યો હતો.

બંને ના મન જાણે એમ જ કહી રહ્યા હતા કે...
"કેટલો અદભુત અનુભવ છે આપણી આ મુલાકાત નો,
ના તું બોલવા ચાહે છે ના હું બોલવા..."

પેહલી મુલાકાત હતી એટલે આવી વાત કરવાથી એક બીજા ને ગમશે કે નહિ એ વાત નો ડર હતો.
"ચાલ સંધ્યા જમવા જઈસુ?" અવિનાશ બોલ્યો
"ક્યાં જઈસુ?" સંધ્યા એ પૂછ્યું..
"ચાલ ને સીઝલર ખાવા જઈએ" અવિનાશે જવાબ આપ્યો
"ઓક ચાલ જેવી તારી ઈચ્છા એમ કહી ને સંધ્યા ઉભી થઇ"
બંને રિવરફ્રન્ટ ની નજીક એક હોટલ માં જમવા ગયા!
"હેલો સર ઓર્ડર?" વેઈટર એ પૂછ્યું.."

"પી.ટી. સ્પેસિઅલ સીઝલર,દો બ્લુ લગૂન સોફ્ટ ડ્રિંક્સ" અવિનાશ એ ઓર્ડર આપ્યો.

બંને ની વાતો ફરી સરું થઇ. જીવન ની મુશ્કેલીઓ , કંઈક નવું કરવાના વિચારો , નોકરી નું ટેનસન એક બીજા ને કેહવા લાગ્યા. થોડી જ વાર માં વેઈટર ઓર્ડર લઈને આવ્યો. બંને એ જમવાનું સરું કર્યું.

હવે સંધ્યા ને અજાણ્યું નહોતું લાગતું. એ બિન્દાસ થઇ ને જમતા જમતા વાતો કરી રહી હતી.
અવિનાશ સંધ્યા ને જોઈ ને મનમાં ને મન માં ખુશ થઈ રહ્યો હતો. પ્રેમ ની નદી એના મન માં વહેવા લાગી હતી, પણ સંધ્યા હજી આ વાતો થી અજાણ જ હતી.
જમી ને બંને નીચે આવ્યા અને હવે એ સમય હતો કે અવિનાશ ને સંધ્યા થી છુટા પાડવાનું હતું.
મન તો માનતું નહોતું "પણ બીજી વાર મળવા માટે છુટા તો પડવું જ પડશે ને .." કેહતા અવિનાશે મન ને મનાવ્યું.
"ચાલ અવિનાશ , થેન્ક્સ ફોર ટ્રીટ , તારી સાથે ખુબ જ મજા આવી, હવે તો મળતા જ રાહીસુ ને , ચાલ બાય" એમ કહી ને સંધ્યા પોતાના ઘર તરફ રવાના થઇ...
અવિનાશ પણ એના ઘર તરફ રવાના થયો. ઘણી યાદો એકથી કરી ને જઈ રહ્યો હતો અને ચેહરા પર ખુશી અનુભવાતી હતી.

આ હતી અવિનાશ અને સંધ્યા ની પેહલી મુલાકાત. વાંચક મિત્રો ને વિનંતી છે કે તમારો અભિપ્રાય આપી મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરશો...