Yakshini Pratiksha - 3 in Gujarati Horror Stories by Anjali Bidiwala books and stories PDF | યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૩

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૩

આગળ જોયું કે અજાણી સ્ત્રી એ વિવાહ નો પ્રસ્તાવ મૂક્યો જે ઓમ એ ઠુકરાવી દીધો. પેલી સ્ત્રી એ ઓમને કહ્યું , "મારી પ્રતિક્ષાનો અંત આવ્યો." 

ઓમ પાછળ ફર્યો અને પેલી સ્ત્રી સામે જોયું.

"હા, હું મનુષ્ય નથી. હું મારી વાસ્તવિકતા તમને જણાવી શકતી નથી. હા, એટલું કહી શકું કે તમારા અંતરમન એ જે કહ્યું મારી મદદ કરવાનું તો એ સત્ય છે. તમારે મારાથી ડરવાની જરૂર નથી." પેલી સ્ત્રી એ કહ્યું.

"હું તારી મદદ કેવી રીતે કરું અને તારી પર વિશ્વાસ કેમ કરું અત્યારે તો તું પ્રેમની વાત કરતી હતી?" ઓમ એ કહ્યું.

"હા, એ તો હું તમારી પરીક્ષા લેતી હતી કે તમે એ જ છો ને જેની હું રાહ જોઉં છું. કેવી રીતે મારી મદદ કરશો તો એ તો તમારા આરાધ્ય દેવ શિવ તમને રસ્તો બતાવશે." પેલી સ્ત્રી એ કહ્યું.

"તને કેવી રીતે ખબર પડી કે હું મહાદેવનો ભક્ત છું અને તારું નામ તો કહી શકે છે ને?" ઓમ એ કહ્યું.

"તમે મને પ્રેમથી યક્ષી કહી શકો છો અને હું તમારા વિશે બધું જાણું છું."  પેલી સ્ત્રી એ કહ્યું અને અદશ્ય થઈ ગઈ.

ઓમ ત્યાંથી ઘરે જતો રહ્યો. રઘુવીર ઓમ પર નજર રાખતો હતો.

બીજા દિવસે સવારે માધવભાઈ એક અઘોરી સાધુને ઘરે  લઈને આવ્યા. ઘરનાં બધાં સભ્યોને ભેગા થવા કહ્યું.

" આ સાધુ ઘણાં વર્ષોથી બાજુનાં ગામમાં રહે છે,હું અને કિશન ત્યાં એમને મારા કામ માટે મળવા ગયા હતા.ઓમ અને શિવાની સાથે બનેલી ઘટનાની ચર્ચા પણ કરી એટલે તે અહીં આવ્યા છે." માધવભાઈએ પરિવારને કહયું.

સાધુ દેખાવે ઘણાં તાકતવર જણાતા હતાં તેની લાંબી અને ઘની જટા ઓ હતી. તેણે કાળા રંગનું ધોતિયું પહેરેલું હતું અને શરીર પર ભસ્મ લગાવેલી હતી. હાથમાં સાપ નાં આકારની હાડકાં ઓની બનેલી લાકડી હતી.તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો.

સાધુએ ઘરનાં તમામ સભ્યોને જોયાં પછી તેમના વિશે કહેવા લાગ્યા.
ઓમ બધાંની પાછળ ઉભો હતો. સાધુની નજર તેની પર પડી,
સાધુએ તેને ઈશારો કરીને આગળ બોલાવ્યો.

ઓમ નજીક આવ્યો. તેને જોઈ અઘોરી એ હસતાં મોઢે કહ્યું,
"તારા જીવનમાં આ ગામમાં આવ્યા પછી પરિવર્તન આવ્યું છે."

"સવાલોની જાળમાં ફસાયો ઓમ...જવાબનું કોઈ નથી નિશાન....
ના બન એ અજ્ઞાની મૃગ....જે શોધે કસ્તુરી જગમાં.."

"હા, પરિવર્તન તો આવ્યું છે પણ મૃગ....કસ્તુરી.....મતલબ?" ઓમ એ પુછયું.

"સમય આવશે ત્યારે તને બધું ખબર પડી જશે. એટલું જરૂર કહીશ કે તારું અહીં આવવાનું અને તારો જન્મ પણ પહેલેથી જ નક્કી હતો." અઘોરીએ કહ્યું.

"પેલી સ્ત્રી કોણ છે જેણે મેં અને શિવાની એ જોઈ હતી?" ઓમ એ પુછયું.

"હા...હા...,તે એની સાથે વાત કરી તો પણ મને પૂછે છે?
તો સાંભળ.... એના અધુરાં નામ માં જ એનું અસ્તિત્વ છુપાયેલું છે."અઘોરીએ કહયું.

"અધુરું નામ........ ઓમ એ જિજ્ઞાસા થી પુછયું.

આટલું સાંભળતા જ અઘોરી ઊભો થયો અને બહાર જવા માંડ્યો.

માધવભાઈ નાં કહેવાથી પણ ના રોકાયો.ઘરનો નોકર રઘુવીર
ત્યાં જ હતો.

ઘરમાં ઓમ માટે ચિંતાનો માહોલ થઈ ગયો હતો.

આ બાજુ રઘુવીર ત્યાંથી નીકળે છે અને પથ્થરોનાં રસ્તા તરફ જાય છે. એક (નાનો પર્વત)પથ્થરોની શીલા સામે રઘુવીર ઊભો રહ્યો. તેણે વાંકા વળતા જમીન તરફ હાથ કર્યો અને એક પથ્થર ઊંચકયો. તે પથ્થરની નીચે એક હાથનું નિશાન હતું. રઘુવીરે  પોતાનો હાથ તે હાથ પર મુકયો.
હાથ મુકતાં જ પાછળ પથ્થર ખસવાનો અવાજ આવ્યો.રઘુવીર પાછળ ફર્યો, સામે પથ્થરોની શીલામાં એક પથ્થર ખસ્યો અને દરવાજો ખુલ્યો.

રઘુવીર તે દરવાજામાંથી અંદર ગયો.
બહારથી પથ્થરોની શીલા દેખાતી હતી તેની પાછળ મોટી ગુફા હતી.ગુફાની અંદર દીવા ઓનો પ્રકાશ ફેલાયેલો હતો.
દીવાનાં પ્રકાશમાં સામે એક સ્ત્રી ધ્યાનમાં બેઠેલી દેખાતી હતી.તેની આજુબાજુ કંકુ, ચોખા તેમજ પુજા ની અન્ય સામગ્રી ઓ મુકેલી હતી.

"આજે અઘોરી સાથે વાતચીત થઈ, અઘોરીએ પહેલી માં એમને જણાવ્યું પણ કશું સ્પષ્ટ કહ્યું નથી." રઘુવીરે ધ્યાનમાં બેઠેલી સ્ત્રીને કહ્યું.

"હા, એ એમ પણ કશું જણાવશે તો નુકશાન એને જ થશે. તું ઓમ પર નજર રાખ."સ્ત્રીએ કહ્યું.

"હા, ગુરુમાં " રઘુવીરે કહ્યું અને તે ત્યાંથી નીકળી ગયો.

"એની મનસા કયારેય પુરી નહીં થશે." ગુરુમાં મનમાં વિચાર કરતી હતી.

આ બાજુ ઓમ અઘોરીએ કહેલી વાતો પર વિચાર કરવા લાગ્યો.

"અધુરું નામ......મૃગ....કસ્તુરી...એનો અર્થ....આ બધું શું થાય છે?"ઓમ મનમાં વિચાર કરતો હતો.

અત્યાર સુધી બનેલી ઘટના ને લીધે ઓમ નાં પરિવારે તેને શહેર જવા ની સલાહ આપી.

સાંજે ઓમ એનો સામાન લઈ કારમાં શહેર જવા નીકળ્યો પણ રસ્તામાં જ તેણે ગાડી ઊભી રાખી દીધી.ઓમ ને  યક્ષી ની કહેલી વાતો યાદ આવતી હતી.

"એને મારી જરૂર છે , હું આવી રીતે ભાગી જાઉં એ યોગ્ય હશે?" ઓમ મનમાં વિચારતો હતો.

એનું મન ના માન્યું. ઓમ એ ગાડી પાછી ફેરવી અને ઘરે ગયો.

"ઓમ, તું પાછો આવ્યો?" શિવાનીએ એ પુછયું.

"હા શિવાની, યક્ષીએ કહ્યું હતું કે એને મારી મદદ ની જરૂર છે અને અઘોરીએ પણ એવું જ કંઈ કહયું હતું તો હું આવી રીતે ડરી ને જતો રહું એ કેટલું યોગ્ય? " ઓમ એ કહ્યું.

"પણ ઓમ, હવે તું કરશે શું?" શિવાનીએ પુછયું.

"હવે જયાંથી શરૂ થયું છે ત્યાંથી જ મને રસ્તો મળશે." ઓમ એ કહ્યું.

"પણ ઓમ, આપણે એ દુનિયામાં રહીએ છીએ જયાં બધાં સવાલોનો જવાબ એક જગ્યાએ મળી જ જાય છે, ઈન્ટરનેટ..." શિવાનીએ કહયું.

"હા, શિવાની...." "ઓમ એ કહ્યું અને બંને ફોનમાં જોવા લાગ્યા.

ઓમ મૃગ અને કસ્તુરી શોધતો હતો અને શિવાની યક્ષીનું આખું નામ.

ઈન્ટરનેટ પર ઓમ અને શિવાની સર્ચ કરે છે.

ઓમ મૃગ અને કસ્તુરી વિશે વાંચે છે ત્યારે એને જાણ થાય છે કે હરણના શરીરમાં જ કસ્તુરી હોય છે અને હરણ તેની સુગંધ ને લીધે કસ્તુરીને બહાર શોધે છે.

"ઓમ, યક્ષી નું આખું નામ યક્ષીણી છે અને એ એક દૈવીય શકિત છે જે સારી પણ હોય છે અને ખરાબ પણ..એ ઘણાં વરદાન પણ આપે છે અને મૃત્યુ પણ." શિવાનીએ આશ્ચર્યચકિત થઈને કહયું.

"હા, એનું રૂપ જોઈને મને લાગતું જ હતું કે એ કોઈ સામાન્ય સ્ત્રી નથી , પણ જો તું કહે છે એ સાચું છે તો  જે  પોતે દેવી હોય તો એને મારી શું જરૂર?" ઓમ એ શિવાનીને પુછયું.

"હા, એને તારી શું જરૂર..... , એ તને મારી નાખવા માંગતી હોય તો?"શિવાનીએ કહ્યું.

"એવું જ હોતે તો હું એકલો મળવા ગયો હતો ત્યારે કેમ કશું નહીં કર્યું....?"ઓમ એ કહ્યું.

બંને વિચાર કરતા હતા ત્યારે રઘુવીરને એમની વાત સાંભળતા શિવાનીએ જોયો , એ કંઈ પુછે એ પહેલાં રઘુવીર ત્યાં થી જતો રહ્યો.

શિવાની એ ઓમ ને કહ્યું , "રાતે આપણે જંગલમાં જઈશું કદાચ ત્યાં આપણે કંઈક ખબર પડે.."

ક્રમશ.......