samir and sahil's ditective agency in Gujarati Detective stories by Smit Banugariya books and stories PDF | સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી ભાગ - ૧

Featured Books
Categories
Share

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી ભાગ - ૧

સમીર અને સાહિલનો નિર્ણય


સમીર અને સાહિલ બન્ને ગાઢ મિત્રો હોય છે.તે બન્ને ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે.સાથે સાથે રમત ગમત માં પણ આગળ જ હોય.તે બન્ને લોકો વચ્ચે કાયરેય કોઈ બાબત માટે ઝઘડો પણ થતો નહીં.બન્નેની આ દોસ્તી જોઈને જ બધા લોકો તેમને ધરમ-વીર ની જોડી કહેતા.

આ બન્ને ને જાસૂસી કરવાનો બહુ શોખ એટલે તેમણે વેકેશનમાં એક જાસૂસી એજેન્સી ખોલવાનો નિર્ણય કર્યો હતો.અને આજે તેમનું છેલ્લું પેપર હતું એટલે કાલથી તેમનું વેકેશન શરૂ થતું હતું એટલે બન્ને બહુ ઉત્સાહમાં હતા અને વળી પાછું આ તો 12માં ધોરણનું વેકેશન હતું અને હવે તે બન્ને કોલેજમાં જવાના હતા.એટલે વેકેશન પણ લાબું હતું એટલે તેમનો ઉત્સાહ કઈક વધારે જ હતો.

પરીક્ષા પુરી થયા પછી બંને ઘરે આવી કાલે શુ કરવું તેના વિશે વાત કરે છે.બન્ને જણા જાતજાતના આઇડિયા લગાવે  છે અને છેલ્લે બંને કોઈ મોટું કામ કરીશું આ વેકેશનમાં એવું નક્કી કરી છુટા પડે છે.

બીજા દિવસે,

બંને જણા સવારમાં તૈયાર થઈને પાર્કમાં મળે છે.ત્યાં તે તેમની જાસૂસી એજેન્સીની ઓફિસ ક્યાં રાખવી તેનો વિચાર કરતા હતા ત્યાં જ એક વ્યક્તિ તેમની સામેથી ભાગતો જતો હોય છે અને તે સમીરના પગ સાથે અથડાઈ જાય છે.સમીર તેને ઉભો કરે છે અને હાજી તો તે કઈ પૂછે તે પહેલાં તો તે વ્યક્તિ તેને ધક્કો મારીને ભાગવા લાગે છે.

સાહિલને આ વાતથી બહુ ગુસ્સો આવે છે અને તે પેલા વ્યક્તિને મારવા દોડે છે.સમિર કઈક વિચારે છે અને તે સમજી જાય છે કે નક્કી કઇંક ગરબડ છે.તેટલામાં એક ટોળું આવે છે અને સમીરને પૂછે છે કે કોઈ વ્યક્તિને ભાગતો જોયો.એ ચોર હતો.સમીર હોવી સમજી જાય છે કે તે પેલા વ્યક્તિની જ વાત કરે છે.

તે લોકોને બધી ઘટના જણાવે છે તેટલમાં સાહિલ તે ચોરને પકડીને લાઇ આવે છે.બધા લોકો ચોરને પકડી પોલીસ પાસે લઈ જાય છે.

ચોરે જેનું પર્સ ચોર્યું હતું તે ખૂબ જ અમીર વ્યક્તિ હતો.તે બન્નેને શાબાશી આપે છે અને જે જોઈતું હોય તે માંગી લેવા કહે છે.સાહિલ તો તરત જ ના પાડી દે છે પણ સમીર તેમને પોતાની બધી વાત જણાવે છે અને પૂછે છે જો તમે અમને મદદ કરવા જ ઇચ્છતા હો તો અમારી જાસૂસી એજેન્સી ખોલવામાં મદદ કરો.

તે વ્યક્તિ તેને પોતાનું કાર્ડ આપી આવતી કાલે તેમના ઘરે આવવા જણાવે છે અને ચાલ્યો જાય છે.સાહિલ સમીરને કહે છે શું જરૂર હતી તે વ્યક્તિ પાસે મદદ માંગવાની.તે સમીરને તે વ્યક્તિના ઘરે જવાની ના જ પડી દે છે.સમીર તેને સમજાવે છે કે તે કોઈ પણ કામ સમજી વિચારીને જ કરશે અને તે હવે વધુ વિચાર ના કરે એમ કહી બન્ને છુટા પડે છે.


કોણ હશે એ વ્યક્તિ?

શુ થશે હવે?
શું સાહિલ અને સમીર આવતી કાલે તે વ્યક્તિની ઘરે જશે?
શુ સાહિલ  અને સામીર ની ડિટેકટીવ એજેન્સી ખરેખર શરૂ થશે?

શુ તે વ્યક્તિ ખરેખર તે બન્ને ને મદદ કરશે?


તમને શું લાગે છે.શુ થશે હવે આગળ?

તમે કોમેન્ટ કરીને તમારો વિચાર જરૂર રજૂ કરો.


બધા જ પ્રશ્નોના જવાબ તમને બીજા ભાગમાં મળશે.બીજો ભાગ થોડા જ સમયમાં આવશે.


વાર્તાનો પહેલો ભાગ તમને કેવો લાગ્યો તે મને જરૂર જનવશો.

તમારો પ્રતિભાવ મને વધુ સારી રચના કરવા પ્રેરતો રહેશે.

તો તમે તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.

તમે મને મેસેજ પણ કરી શકો છો.

તો તૈયાર રહો એક રોમાંચક સફર માટે.....