Tu ane tari yaad - 4 in Gujarati Moral Stories by Parimal Parmar books and stories PDF | તુ અને તારી યાદ (ભાગ-૪) - Final part

Featured Books
Categories
Share

તુ અને તારી યાદ (ભાગ-૪) - Final part

'' તુ અને તારી યાદ''  (ભાગ ૪)

(final part )

બંને કાંકરિયા થી બહાર આવે છે નજીક મા આવેલી હોટેલ મા જમે છે અને પાછા ઘરે જવા નીકળી પડે છે આજનો દિવસ આકાશ અને તન્વી માટે ખુબ જ સારો હતો એકબીજા ને પ્રેમ નો ઇજહાર પણ કર્યો હતો.

ઘરે પહોચીને તન્વી રાડો નાખીને મમ્મી પપ્પા ને બોલાવે છે

પપ્પા આકાશ પણ મને લવ કરે છે 

તન્વીના પપ્પા :- ઓ હો તો તે તારી જીદ પુરી કરી જ લીધી એમને

હા હુ તો પહેલાથી જ એવી છુ તમને ખબર તો છે તન્વી બોલી

સારુ લ્યો એનજોય તમારી લવ લાઇફ અમે તો હવે ઘરડા થઇ ગયા તન્વી ની મમ્મી બોલી 

બધા હસે છે બીજા દિવસે આકાશ ને નિકળી જવાનુ હતુ એટલે એ વહેલા પોતાના રુમ મા સુવા જતો રહે છે.

બીજા દિવસે સવારે જાગે છે તો તન્વી એની સામે જ હોય છે

રોકાઇ જાને યાર નહી ગમે તારા વગર મને પ્લીઝ 

અરે હવે તો હુ તારો જ છુ પાગલ થોડા દિવસ મા પાછો આવીસ

અરે પણ એટલો સમય કેમ નીકળશે 

આકાશ કહે છે કોલ કરતા રહેસુ ૧૨ ૧૨ કલાક સુધી પહેલા જેમ જ.

તન્વી આકાશ ને ભેટી પડે છે અને કહે છે આઇ લવ યુ આકાશ અાઇ લવ યુ સો મચ આકાશ ના હોઠ પર હોઠ મુકીને લીપ્સ કીસ કરી લે છે પછી શરમાઇને ત્યાથી નીકળી જાય છે.

આકાશ તૈયાર થઇને નીચે આવે છે અને નાસ્તો કરે છે અને પાછા ફરવાની પરવાનગી માગે છે

તન્વીના પપ્પા :- તો હવે તમારે લગન કરવાના છે કે પછી અામ જ મળતા રહેવાનુ છે 

આકાશ:- મારા ફેમીલી મા ફક્ત મારા મમ્મી અને બહેન જ છે તો એમને મળીને વાત આગળ વધારીશુ 

તન્વી ના પપ્પા :- હવે આવો તયારે એમને પણ સાથે લેતા અાવજો

આકાશ :- સારુ , અંકલ હવે હુ નીકળુ

તન્વી :- ઓ મિસ્ટર , હુ મુકી જાવ છુ તમને સ્ટેશન પર એકલા નહી જાવુ તમારે હો

બધા હસે છે તન્વી કારની ચાવી લઇને  આકાશ ને મુકવા માટે જાય છે

સ્ટેશન પર તન્વી આકાશ ને મુકવા જાય છે ત્યારે રીતસર એની આખો મા આસુ ની ધારા વહી જાય છે આકાશ તેને ચુપ કરાવે  છે અને થોડા દિવસો મા પાછા મળવાનુ પ્રોમિસ કરે છે

આકાશ ને બસ મા છોડતી વખતે કહે છે ધ્યાન રાખજે તારુ બાય લવ યુ ?

આકાશ બસ મા નીકળી પડે છે પોતાના ઓફીસ નસ સ્થળે જવા માટે.

ત્યા પહોચીને તન્વીને કોલ કરે છે પણ કોલ કોઇ ઉઠાવતુ નથી આકાશ ને થયુ કાઇક કામમા હસે 

થોડા સમય મા સામેથી કોલ આવ્યો તન્વી ના પપ્પા કોલ પર હતા હેલ્લો બેટા 

આકાશ :- hii , હુ પહોચી ગયો છુ અહી.

તન્વી ના પપ્પા :- બેટા તુ તો પહોચી ગયો પણ તન્વી નુ એક્સિડન્ટ મા મોત થયુ છે 

આકાશ ના પગ નીચે થી જમીન ધસી જાય છે હે...... its not possible uncle

હા બેટા તને મુકીને પાછા આવતી વખતે કાર ને ટ્રકે ટક્કર મારી   
અેમા તન્વી નુ મોત નીપજ્યુ છે

આકાશ રડી પડે છે ત્યાથી ફરી પાછો અમદાવાદ આવવા નીકળે છે.

તન્વી ના ઘરે જાય છે તો શોક નો માહોલ હોય છે આકાશ ઘરમા દોડી જાય છે. તન્વી નુ મ્રુતદેહ જોઇ આકાશ ની  ચીસ ફાટી નીકળે છે એ કાઇ બોલી નથી શકતો.

તન્વીના પપ્પા પણ રડતા રડતા એને સાંત્વના આપે છે

આકાશ બોવ જ ઉદાસ રહે છે તન્વીના વિચારો મા જ ખોવાયેલો રહે છે ખબર જ નથી પડતી એને ભગવાને આવુ શા માટે કર્યુ.

સમય પસાર થતો જાય છે પણ આકાશ તન્વીને ભુલાવી શકતો નથી

આજે પણ આકાશ ને જ્યારે તન્વીની યાદ આવે ત્યારે આ નદી પાસે આવીને બેસે છે અને તન્વી ના વિચારો મા ખોવાઇ જાય છે

તન્વી એક્સપ્રેસ ટ્રેન ની જેન આકાશ ની લાઇફ મા આવીને ચાલી ગઇ હતી પણ યાદો હંમેશા માટે છોડતી ગયી હતી

          લી.
પરિમલ પરમાર


whatsapp 9558216815 
insta parimal_1432