શોધ, કોઈ વસ્તુની કોઈ આવિષ્કારની પણ કોઈ જીવતા માણસની શોધ? કેવી રીતે સંભવ છે? મને તો લાગ્યા જ કરે છે,રવિ જીવે છે, મારો ટાઈમપાસ ભારે પડી ગયો. કઈ વાતનો તેને દુઃખ હશે? બે વર્ષ સુધી તે મારા વિના રહ્યો, ભલે તેના માટે આ બે વર્ષ કાઢવા અત્યંત કઠિન હશે! પણ હું જાણતી હતી, જાગુ તેને ક્યાંકને ક્યાંક ચાહે છે. અમારા પ્રેમ વચ્ચે જાગુની મિત્રતા વચ્ચે આવતી હતી, એટલે જ મેં હટી જવાનું પસંદ કર્યું, પણ હું પણ હારી ગઈ, રહી ન શકી, રવિ વિના, રવિથી દૂર રહેવું મારા માટે પણ એટલું જ અઘરું હતું. પ્રેમ કર્યો છે, એ માણસને કરતી રહીશ, આમ હાથ પર હાથધરીને હું બેસી નહિ રહું, નહિ જાગુની જેમ પરિસ્થિતિથી દુર જતી રહીશ..
અમારા બધા જુના મિત્રોને શોધ્યા, તમામ જૂની વાતો યાદ કરવાનુ પ્રયત્ન કર્યો, પાછળ છોડી ગયેલા ઘરમાં હું અનેક વખત ગઈ છુ. ફરી એક વકત જવાની ઈચ્છા હતી.
****
ઘણા દિવસથી સફાઈ થઈ નોહતી. ઘરમાં ખાલીપો હતો, જેમ મારા જીવનમાં પણ, સફેદ ચાદર અહીંના તમામ ઘરેલુ સમાન પર ચડાવી દીધી હતી. ઘરનું રાચરચીલું, ઘરની ડિજાઇન તેના પસંદગીના હતા. સાહિત્ય સાથે જોડાયેલ વ્યક્તિ, હંમેશા ધુની હોય છે. રવિ પણ ધુની હતો. મને કંઈ એવું મળી જાય જે રવિ જતા પહેલા છોડી ગયો હોય! પુલીસે ફાઇલ બંધ કરી દીધી હતી.પણ મારે હવે ડિટેકટિવ બનીને શોધવું હતું. રવિ ક્યાં છે? મારા જીવનની છેલ્લી શોધ એ રવિ હતો. બધું જ ફેંદી લીધું હતું. માળિયા, ત્યખાનું, પણ કઈ મળ્યું નહિ, હું મગજ પર વજન દઈને વિચારી રહી હતી. જ્યારે પુલીસ ફરિયાદ કરી, તેને શોધવા માટે, અહીં પુલીસ આવીતી ત્યારે, મેં એક અજીવ વસ્તુ નોંધી હતી. અહીં સિગારેટના ઠુઠાઓ પડ્યા હતા. એ અજીબ હતું, રવિને સિગારેટ પસંદ નોહતી.
કઈ તું એવું મળી જાય! ત્યાં જ મારી નજર, અર્ધ ખુલ્લી અવસ્થામાં પડેલી કચરા ટોપલીમાં ગઈ...કેટલાક તૂટેલા કાગળો, અને એક જર્જરિત અવસ્થામાં પડેલી ડાયરી...
તેણે ઝડપથી હાથમાં લઈ લીધી, રવિની ડાયરી હતી. તેના અક્ષરો પરથી તેણે નોંધ્યું!
તેની આદતો, કુટેવો, તેની પસંદ ન પસંદ, છેલ્લા કેટલાક સ્થળોની તેણે મુલાકાત લીધી હતી.
તેના આ લેખો તેના વિષયથી અલગ હતા. ભેદી હતા.
****
ચોકલેટ, કોને ન ભાવે? વિશ્વમાં એક એવા દેશ પણ છે, જેની અર્થે વ્યવસ્થામાં ચોકલેટનો મહત્વનો ભાવ હોય! વિશ્વમાં બીજા નંબરનો ચોકલેટનો નિકાશ કરતો દેશ, જે ભારતના નકશામાં એક જિલ્લા જેટલો પણ કદમાં નથી, ભારતથી સોમાં ભાગથી પણ વધુ નાનો દેશ એટલે બેલ્જિયમ.. જાગુ પણ આ જ વેબસાય સાથે જોડાઈ ગઈ હતી.તેની કઝીન જેનો જન્મ પણ આજ દેશમાં છે, તેની સાથે અહીં આવી ચોકલેટના વેંવસાયમાં લાગી ગઈ હતી. બને બહેનો હિંદુ સંસ્કૃતિ, અને ભારતનાં ઐતિહાસિક શહેરો વિશે ઉંડી ચર્ચામાં ઉતરી, વાતોમાં તેની કઝીન સિસ્ટમ એમિલીએ ભારતના ઐતિહાસિક શહેર પ્રાયગ, મથુરા, જેવા સ્થળોએ જવાની જીદ પકડી હતી.
"મને ઇન્ડિયા જવું છે, અને તારે મારી સાથે આવું પડશે?"
"નો, હું ઇન્ડિયામાં કંટાળીને જ અહીં આવી છું, કઈ જ નથી ઇન્ડિયામાં...."
"કઈ નથી? મજાક કરે છે? મને લાગે છે, તને આવું નથી, પણ હું તને ત્યાં લઈને જ જઈશ..." એમિલીએ જીદ પકડી...
એમિલીની જીદ સામે તેની એક ન ચાલી...તેણે ન ચાહવા છતાં, ઇન્ડિયા આવવા માટે હામી ભરી...જ્યાં તે ક્યારે આછી આવવા માંગતી ન હતી..
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિમાને લેડીગ કરી, એમિલીના મમ્મીની માતૃભૂમિ, તે અમદાવાદ, અને આખું ઇન્ડિયા ફરવા માટે ઉત્સુક હતી. બીજી તરફ જાગુ, રવિ સાથે જોડાયેલી તમામ યાદો ફરી નવજાત શિશુની જેમ તેનામાં જન્મી....
ક્રમશ.