Pranay Saptarangi - 20 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી - પ્રકરણ 20

Featured Books
Categories
Share

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 20

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 20

સાગરે સામેથી રણજીતને કહ્યું તમારી ભાઇબહેનની પસંદગી અને વ્યવસ્થા સરસ અને જડબેસલાક જ છે મને નથી લાગતું કે એમાં કહેવા જેવું કંઇ છે જ નહીં. બાકી રીહર્સલ અમે લગભગ પુરુજ કરી લીધું છે અને તૈયારીઓ એવીજ છે કે હવે સીધા કાર્યક્રમમાં પરફોર્મ કરીશું કેમ સીમા ખરું ને ? સીમા સાગરની વાત કંઇ સમજી નહીં પરતુ જે રીતે સાગરે પૂછ્યું એનાથી કહેવાઇ ગયુ કે હાં હાં સાચી વાત એકદમ જ તૈયારી છે.

સંયુક્તા સાગરની વાત સાંભળીને થોડી આશ્ચર્યમાં પડી ગઇ એણે કહ્યું "કેમ સાગર ? અહી હોલમાં છેલ્લુ રીહર્સલ નથી કરવું ? કાર્યક્રમની રૃપરેખા પ્રમાણે આખો પ્રોગ્રામ કેવી રીતે પુરો થશે કઇ કઇ રજૂઆતો થશે ?

સાગરે હસતા હસંતા ખીસામાંથી એક કાગળ કાઢયો કહ્યું મે આ આખી રૃપરેખા સમય પ્રમાણે મેં બનાવી છે એમાં શરૂઆતથી મંગળદીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમની શરૂઆતથી અંતથી ક્રમ પ્રમાણે ગીત સંગીત, વચ્ચે એક મીમીક્રી અને કોમેડીનો ભાગ પછી તારી ઇચ્છા પ્રમાણે વચ્ચેનાં સમયમાં પપ્પાનું અભિવાદન વચ્ચે થોડો અંતરાલ... અંતરાલ પછી પાછું મારું અને સીમાનું ડયુએટ ગીતોનું સેશન અને છેલ્લે તારું ગીત અને નૃત્ય. જો આખો કાર્યક્રમ લગભગ 180 મીનીટનો છે એમાં 30 મીનીટમાં અંતરાલ અને પાપાનું અભિવાદન રહેશે બાકીની 150 મીનીટ મીમીક્રી, ગીતો અને નૃત્ય.

રણજીત મનમાં સમજી ગયો કે સાગર પૂરી તૈયારી સાથે આવ્યો છે એનાં મનમાં પ્લાન અગાઉથી નક્કી જ છે હવે બોલવામાં રસ નથી સીમાને આમ સાંભળવાની અને એની સાથે થોડી વાતો કરવાની તક હાથમાંથી સરી રહી છે. એણે તુરંતજ ખંધાઇથી જ "વાહ સાગર તું તો સરસ તૈયારી કરીને જ લાવ્યો છું હવે એમાં વિચારવાનું જ નથી કંઇ પણ મને એમ હતું કે ગીતોની પસંદગી વિગેરે આપણે જોઇ લીધુ હોત તો સારું રહેત.

સાગરે કહ્યું ગીતો નક્કી જ છે સુમધુર અને રોમેન્ટીક છે અમૂલ્ય ગીતો પાપાનાં ગમતાં છે સંયુક્તાનું ગીત અને નૃત્ય છે એતો તને ખબર જ હશે. અને સાચું કહ્યું તો રણજીત તું પણ કાર્યક્રમમાંજ સાંભળે ને તો વધુ મજા આવશે. આશા રાખું કે અમારી ગાયકી અને પસંદગી માટે કોઇ શક નહીં હોય. બાકી હોલ-સ્થળ-તૈયારીથી ઘણો સંતોષ છે.

સંયુકતા વાત વધુ ખેંચાય નહીં અને વધી ના પડે એટલે વચમાં જ કહ્યું" અરે નારે સાગર... ગાયકી અને પસંદગી અંગે કોઇ જ શંકા નથી. અમને ખબર છે તું ખૂબ પાકો કલાકાર છે વળી સીમાને તો મે સાંભળી જ છે એ પણ ખૂબ સુંદર ગાય છે. આ બધાં કરતાં આ કાર્યક્રમ આતો તારાં પિતાની પાર્ટી અંગે જ છે એટલે એક ઘરેલું ફંકશન છે અને પોતાનાં કાર્યક્રમાં કોઇ કસર છોડે ? આતો ભાઇને લીસ્ટ જાણવું હતું.

સાગરે વાતને ઉડાવતા કહ્યું "હાં કાર્યક્રમ અંગે તો વાત થઇ ગઇ બાય ધ વે સંયુક્તા કમીશ્નર કચેરીમાં તારી ફરિયાદ આપ્યા પછી તે આપેલો નંબર સર્વેલન્સમાં મૂક્યાં પછી કોઇ એવો કોલ આવ્યો ? એ નંબર તો ઓબઝરવેશમાં છે પણ કોલ તો તારાં ફોનમાં જ આવે ને ?

સંયુક્તાએ થોડી અસ્વસ્થતા અનુભવી પછી કહ્યું “ના હજી કોઇ આવ્યો નથી પણ આવશે એટલે તરત જ ત્યાં જાણ થઇ જશે. અને હવે હું થોડી નિશ્ચિંત પણ છું કે હવે કમીશ્નર અંકલનાં હાથમાં મારો કેસ અને સીક્યુરીટીની જવાબદારી છે એટલે મારે કોઇ ચિંતાનું કારણ નથી.

રણજીતે તુરંત સંયુક્તાની સામે જોયું અને કોઇની નજર ના પડે એમ આંખ મારીને પછી બોલ્યો. "સાગર હું તારો આભાર માનું છું કે તે બ્હેનાને ઘણો સપોર્ટ કર્યો અને સાથે બાઇક પર લઇ જઇને કમીશ્નર કચેરીમાં બધું કામ પાર પાડ્યું એટલે અમે બધાં સાચેજ તારાં ખૂબ આભારી છીએ.

સાગરે કહ્યું "એમાં આભાર શું માનવાનો ? એક મિત્ર તરીકે મારી ફરજ હતી એ પુરી કરી અને ખાસ તો મને સંયુક્તાએ એવી રીતે આગ્રહ કરેલો કે મારે મારી નોકરીમાંથી સમય કાઢીને એની સાથે જવું પડ્યું કંઇ નહીં પણ મળેલી માહિતી પ્રમાણે સંયુક્તાને ભૂપેન્દ્રથી એટલે કે ભૂરાથી પ્રોબ્લેમ છે અને આ ફંકશન અંગે એને જાણ થઇ ગઇ છે.પણ મારાં માટે પ્રશ્ન એ છે રણજીત કે આટલી ગુપ્ત વાત એ ભૂરાને કેવી રીતે જાણ થઇ ? તમારાં પેલેસમાં કોઇ એવું છે કે જે અંદરની વાતો બધાને બહાર જાણ કરે ? કોઇ એવું જરૂર છે કે ઘરનો ભેદૂ કોઇ ફૂટેલો હોય. બાકી જો અંગત સિવાય કોઇને ખબર ના હોય એ વાત ભૂરા સુધી કેવી રીતે પહોંચે ? વળી સંયુક્તા જેને સ્પષ્ટ ના પાડે અને તારાં જેવો પહોંચેલો ભાઇ હોય એની હિંમત કેવી રીતે થાય કે એ તમને જાહેરમાં પડકારે કે તમારી ગમે તેવી સુરક્ષા વ્યવસ્થા હોય હું સંયુક્તાને ઉપાડી લઇ જઇશ. પોલીસ એનું કામ કરશે જ પણ તમારાં પેલેસમાં પણ સુરક્ષા વ્યવસ્થા ઓછી નથી છતાં આવાં છીંડા પાડીને આવાં લુખ્ખા ઓ કેવી રીતે ઘૂસી શકે ?

રણજીતતો બે ઘડી સાગરને સાંભળી જ રહ્યો એને થયું આણે તો મને સાવ જ ઊઘાડો નાગો કરી નાંખ્યો જાણે એને ખબર જ હોય કે મારાં જ ગોરખ ધંધા છે આ માણસ આટલું જાણે છે કેવી રીતે ? એને મનમાં ખૂબ ગુસ્સો આવી રહેલો પણ માંડ ધીરજ દાબીને સાંભળી રહેલો. એણે સાગરને કહ્યું" અરે જડબેસલાક વ્યવસ્થા છે જ પરંતુ ગયાં ફંકશનમાં જે બનાવ બની ગયો અને ભૂરાનાં માણસો ધૂસી ગયેલાં જેની કલ્પના નહોતી એથી આ વખતે.... વચમાં જ સંયુક્તા બોલી ઉઠી.... એ ભૂપેન્દ્રએ મારી મિત્રતાનાં ગેરલાભ ઉઠાવેલો બાકી મારે તો એની સાથે કોઇ સંબંધ નહોતો મારાં ખાસ મિત્ર વર્તુળમાં એ આવેલો શરૃઆતમાં તો હું એને સારો છોકરો સમજતી એ સ્પોર્ટસમાં ખૂબ આગળ હતો એટલે ભાઇ અને પાપા પણ એને જાણતાં પંસદ કરતાં પરંતુ પાછળથી એની ગંદી રમતો અને ગુંડાગીરી જાણમાં આવતાં જ મેં સંબંધ તોડી નાંખેલો એમાં મારી કોઇ ભૂલ નથી એણે તો મારાં નામે ન જાણે શું શું બોલ્યો છે મને તો સાંભળીને શરમ આવે છે એમ કહીને ધુસકે ધૂસકે રડવા લાગી.

રણજીતે સંયુક્તાને આશ્વાસન અમે સાંત્વન આપવા માંડ્યુ એ બોલ્યો "બ્હેનાં તું ઓછું ના લાવીશ અમને તો બધી સાચી ખબર જ છે પણ એનામાં ફસાઇ છું હું જ કાઢીશ તને બહાર તારો કોઇ વાળ વાંકો નહીં કરી શકે આપણાં રાજઘરાનાનાં ઉચ્ચ સંસ્કાર પર કોઇ ખરાબ છાંટા નહીં ઉડાવી શકે.

સાગરે કહ્યું "અરે એમાં તારે ડીસ્ટર્બ થવાની ક્યાં જરૃર છે સોરી આપણે આ ચેપ્ટર જ નહોતું કાઢવાનું આતો મેં આવીને જાણે વાતાવરણ બગાડ્યું આઇ.એમ સોરી એણે સીમા સામે જોઇ કહ્યું"સીમા આપણે હવે જઇએ બાકી બધું જોવાઇ ગયું છે હવે સીધા કાર્યક્રમનાં દિવસે સવારે બધાં જ સાથે આવી જઇશું. મારાં મિત્રને અહીંજ સીધો બોલાવી લઇશું.

સીમા તો સાગર, રણજીત અને સંયુક્તાની બધી વાતો સાંભળીને આશ્ચર્યમાં જ પડી ગઇ. ક્યારે સંયુક્તા અને સાગર કમીશ્નર કચેરી ગયાં ક્યારે આની બધી વાતો અને કામ થયાં ? રણજીત વારે ઘડીએ શેનો આભાર માને છે ? સંયુક્તા વારે ઘડીએ રડવાનાં કેમ નાટક કરે છે ? સાગર પર એને ખૂબ ગુસ્સો આવી રહેલો કે એણે મને હજી સુધી કંઇ કીધું જ નથી. પાછાં જતાં વાત હું બધી જ ચોખવટ કરી લઇશ.

રણજીતે કહ્યું "અરે સાગર ઠીક છે ચાવ્યા કરશે આવું બધું હું હમણાં જ આવ્યો સાથે થોડી થોડી કોફી થઇ જાય અને સંયુક્તા પણ સ્વસ્થ થઇ જાય પછી છૂટાં પડીએ એમ કહીને બધાં હોલની બહાર આવીને પાછાં સંયુક્તાવાળા હોલમાં આવ્યાં ત્યાં ડાઇનીંગ ટેબલ પર બેઠાં. રણજીતે ઇન્ટરકોમની કોફી વિગેરેનો ઓર્ડર કર્યો અને પછી ફોનમાં કંઇક વધુ સૂચના આપીને એ બધાં સાથે આવીને બેઠો.

રણજીત વારે ઘડીએ સીમા તરફ જોતો હતો પછી નજર પાછી વાળી લેતો હતો એણે અચાનક જ સીમાને સંબોધીને કહ્યું અરે આટલી બધી વાતોમાં તારોતો અવાજ ના સાંભળ્યો સોરી અમે લોકો બીજી વાતોમાં પરોવાઇ ગયા હતા. બાકી તને બધી એરેજમેન્ટ હોલ અને બધું કેવું લાગ્યું ? આશા છે કે તને ગમ્યું હશે.

સીમાએ કહ્યું બધું જ પરફેકટ છે કંઇ કહેવા જેવું છે જ નહીં. અને તમે લોકોતો આવાં ફંક્સન વારે વારે કરતા હોય એટલે એમાં પણ કંઇ જોવાનું ના હોય. રણજીતે કહ્યું "હાં એમ તો બધું બરોબર છે પણ આખી એરેન્જમેન્ટમાં તારી કોઇ ખાસ પસંદગી હોય તો જણાવ તો એ પણ એડ કરી શકું અને એનાથી મને સાચેજ ખૂબ આનંદ આવશે એ કરવામાં.

સીમાએ નિર્દોષતાથી કહ્યું "બધુ ખૂબ જ સુંદર છે છતાં તમે કહો છો તો એક ખાસ વાત કહું કે સ્ટેજની આગળનાં ભાગમાં લાંબા ફૂંડીઓ જે વિશાળ મૂકવામાં આવે છે એમાં પાણી ભરીને ગુલાબ-મોગરાં અને જુઈનાં ફૂલો પુષ્કળ મૂકી એની વચ્ચે વચ્ચે દીપ પ્રગટતાં હોય તો મને લાગે માહોલ ખૂબ જ સુંદર બનશે અને આ ત્રણે ફૂલો સાગરનાં ખૂબ જ ગમતીલાં છે. જો થઇ શકે તો આટલું કરશો.

આ સાંભળી સંયુક્તા વચમાં જ બોલી ઉઠી અરે વાહ સાગરને આ પુષ્પો ખૂબ જ પસંદ છે ? તો તો તારી આ માંગણી મંજૂર ખૂબ ફૂલો મંગાવી લઇશ. સીમા તો એકદમ સંયુક્તાને બોલતી સાંભળીને થોડી ઝંખવાઇ ગઇ કે સાગરનું નામ આવશે જ આતો કૂદી જ પડે છે.

રણજીતને લાગ્યું બ્હેનાં બાફે છે એણે કહ્યું સીમા તારી મંજૂરી જરૂરી કારણ કે ફૂલો તો પાપાને પણ ખૂબ ગમે છે. એસ.સચ તું જુએ તો મારાં બ્લોકમાં અને મારાં બેડરૂમમાં આ જ બધાં પુષ્પો રોજ સજવાય છે. કારણ કે આની સુગંધ જ અનેરી છે ચલો મને ગમ્યું કે તે કાંઇક તો સજેસ્ટ કર્યું ભલે સાગરની પસંદગી હોય.

સાગરે કહ્યું "સીમા તો નિર્દોષતાથી કહે છે પણ એવું કંઇ નહીં હોય તોય હું તો ખૂબ દીલ લગાવીને જ ગાઇશ કારણ કે સામે સીમા હશે. સીમા સામે હોય પછી મને બીજું કાંઇ દેખાતું જ નથી. સીમા આ સાંભળી થોડી શરમાઇ ગઇ પછી બોલી મને સાગરનું જ ધ્યાન રહે છે શું કહ્યું ?

સંયુક્તા અને રણજીત બંન્ને જણાં આ લોકોનો પ્રેમ સંવાદ સાંભળીને પગથી માથા સુધી સળગી ગયાં. રણજીતનાં તો અંદર અંદર ગુસ્સાની દાંત ભીડાઇ ગયાં છતાં હસતું મો રાખીને કહ્યું કંઇ નહીં અમે તો કહ્યાં પ્રમાણે કરી લઇશું અને લો આ કોફી આવી ગઇ અને સાથે થોડાં બીસ્કુટસ હતાં જુદાં જુદાં ફલેવરનાં અને ટ્રેની બાજુમાં એક આકર્ષક પેપર બેગમાં કંઇક હતું. બધાએ કોફી અને બીસ્કીટને ન્યાય આપો. રણજીતની નજર સતત સીમા તરફ મંડાયેલી હતી એ કોફી પીતાં પીતાં પણ નજરોથી સીમાને પોતાનામાં જાણે ઉતારી રહેલો અને મનમાં કંઇને કંઇ પ્લાન બનાવતો હતો.

રણજીતે સાગરની સામે જોતાં કરડી નજર કરી વિચારવા લાગ્યો ભાઇ તારો રોમાન્સ હવે હું જોઊં છું તું કેવો કરે છે આ આવનારાં દિવસો તને જીંદગીભર યાદ રહેશે તને લાગશે આતો લોઢાનાં પાયે મોટી પનોતી બેસી ગઇ શું કરું ?

સાગરે રણજીતની સામે જોયું રણજીત સાગરનાં વિચારોમાં જ હતો અને સાગરે એને મૂલવ્યો. એણે જોયું રણજીત કોઇ મારાં જ વિચારમાં છે કોઇને કોઇ ચોક્કસ ષડયંત્ર કરતો હશે પરંતુ મેં પણ કાચા ખેલ નથી ખેલ્યાં હું તને પહોંચી વળીશ આમ બધાં કોફી પીતાં પીતાં એકમેકને જોઇને મનમાં વિચારી રહેલાં. સીમા સંયુક્તાને જોઇને વિચારી રહેલી કે સંયુક્તાએ શું ખેલ પાડેલો ? સાગર સાથે ?

સંયુક્તાએ વિચાર્યું હું સાગરની આજે એક ખાસ ચોઈસ જાણી શકી ખબર નહીં આને કેટલી ખબર હશે મને તો સાગરને શું ગમે ના ગમે કંઇ ગતાગમજ નથી પણ મને કેવી રીતે ખબર હોય કે. સાગર મને થોડો પ્રેમ કરે છે ? એતો સીમાને જ કરે છે અને અહીં પણ બંન્ને પ્રેમ પંખીડા એમમાં જ રહીને એમની વાતો કરે છે પણ હું એમ હાર નહીં માનું હું સાગરને મેળવીને જ રહીશ. પણ સાગર ખૂબ એકવચની અને સંસ્કારી છે મારી જાળમાં આવશે ? મને પ્રેમ કરશે ? મને સ્વીકારશે ? અને ભાઇ પણ સીમા સામે એવી રીતે જુએ છે કે... જો સાગરને વ્હેમ પડશે તો બધી બાજી બગડશે.

સાગરે કોફી પુરી કરી અને ઉભો થઇ રણજીત સાથે હાથ મિલાવીને થેંક્સ કહ્યું અને સીમાને કહ્યું ચાલો સીમા હવે જઇએ. એટલામાં રણજીતનો મોબાઇલ રણક્યો. એણે સ્ક્રીન પર નામ જોઇ હસતાં હસ્તાં કહ્યું "હાં બોલો અંકલ... પછી બોલ્યો જીજી સર... હાં સર અમે અહીંયા જ છીએ બાય ધ વે સાગર પણ અહીંજ છે. યસ સર હું હમણાં જ આવ્યો આપને લેવા એમ કહી ફોન બંધ કરી કહ્યું. સાગર તારાં પાપા કમીશ્નર સર આવ્યાં છે. ચાલ એમને અંદર લઇ આવીએ. સીમા અને સંયુક્તા પણ ખુશ થઇ ગયાં.

સાગર અને રણજીત પેલેસનાં મેઇન ગેટ તરફ જઇને કમીશ્નર કંદર્પરાય અને સિધ્ધાર્થને લઇને પાછાં લીફ્ટ મારફતે હોલ તરફ આવી ગયાં. કંદર્પરાયે સંયુક્તા અને સીમાને જોઇને ખુશી દર્શાવી પછી કહ્યું "ઓહો આખી ચંડાળ ચોકડી અહીંજ ભેગી થઇ છે ને કાંઇ!! પછી કહ્યું સોરી સોરી આવી કહેવત છે પરંતુ મારાં છોકરાઓતો ખૂબ સારાં છે સિધ્ધાર્થ તમે બધું જોઇલો અને રણજીત સાથે ચર્ચા કરી લો. ત્યાં સુધી હું અહીં મારી દીકરી સીમા સાથે બેઠો છું. સીમા તો સાંભળી ખુશ થઇ ગઇ કંદર્પરાય કહ્યું સાગર તું પણ સિધ્ધાર્થ સાથે જા હું અહીં બેઠો છું. સીમાને વ્હાલથી બાથમાં લઇને આશિષ આપ્યાં.

સંયુક્તાથી કંઇ જોવાતું નહોતું પરંતુ સ્વીકાર્યા વિનાં છૂટકો જ નહોતો એણે વાત બદલવા કહ્યું "અંકલ શું લેશો ? સર તમને જે ફાવે તે. કંદર્પરાયે કહ્યું" સાંભળ્યું છે પેલેસની ચા ખૂબ મજેદાર હોય છે મને અને સિધ્ધાર્થને ચા ફાવશે.

સંયુક્તાએ કહ્યું અમે હમણાં જ કોફી પીધી. સાગરને પણ અહીની ચા ખૂબ પસંદ આવશે એનાં અને ભાઇ માટે પણ કહ્યું સીમા તું પીશ ? સીમાએ કહ્યું " સંયુક્તા હું અને સાગર ચા પીતાજ નથી એટલે અમે નહીં પીએ. સંયુક્તાએ કહ્યું "સાગર તો ચા પીએ છે અરે પીવા દેને સરસ ચા છે. સીમાએ કહ્યું "કોઇકવાર જ પીએ છે પણ ખાસ પસંદ નથી. ઠીક છે એને પીવી હોય તો ભલે. થોડી કરમાઇ જઇને સીમાએ કહ્યું. સીમાને થયું આજે સંયુક્તાં કંઇક વધારે જ સાગર સાગર કરે છે એણે સંયુક્તાથી ધ્યાન હટાવીને કંદર્પરાયને કહ્યું" પાપા એરેન્જમેન્ટ તો ઓકે જ છે બધી અમે જોઇ લીધી અને અમે તમારાં અને અમારાં ગમતાં ગીતો સીલેક્ટ કર્યા છે. વળી સાગરનો મિત્ર મીમીક્રી અને સ્ટેન્ડઅપ કોમેડી આર્ટીસ્ટ છે એને પણ બોલાવ્યો છે મજા આવશે.

કંદર્પરાયે કહ્યું "હું તો એજ કહું છું ને આ ચોકડી ભેગી થઇ છે એટલે બધુ ઓકે જ હશે. એટલામાં સાગર-સિધ્ધાર્થ અને રણજીત આવી ગયાં. કંદર્પરાયે સિધ્ધાર્થ સામે જોયું અને સિધ્ધાર્થે ઇશારામાં કોઇક જવાબ આપી દીધો. સાગરે જોયું પણ સમજાયું નહીં એ લોકો પણ કંદર્પરાયની આજુબાજુ આવીને બેસી ગયાં અને એટલામાં પાછી ચા અને બિસ્કીટ આવી ગયાં. સંયુક્તાએ કંદર્પરાયને અને સિધ્ધાર્થને ચા સર્વ કરી અને સાગરને આપવા જતી હતી ને સાગરે કહ્યું "મેં તો હમણાં જ કોફી પીધી છે મારે નથી પીવી. સીમાએ તરત કહ્યું" મેં કીધું હતું ને સાગર ચા નહીં પીવે. સંયુક્તાથી સહેવાયું નહીં. એણે સાગરને કહ્યું અરે તારાં પાપાને પૂછી જો અહીની ચા ખૂબ લહેજદાર છે પી જો. કંદર્પરાયે સંમતિ સૂચક સ્મીત કર્યુ. પણ સાગરે સીમાનો બોલ રાખવા ઇચ્છા દબાવીને ના જ પાડી કે નહીં મને નહીં ચાલે સોરી... સીમાને આનંદ થયો અને સંયુક્તાને ક્રોધ.

બધાએ ચા પી લીધાં પછી કંદર્પરાયે રણજીતને કહ્યું " ભાઇ સિધ્ધાર્થ સાથે અહીંના તારાં સીક્યુરીટી હેડ સાથે વાત કરાવ અને બધી એરેન્જમેન્ટ સમજી લે પછી અમે નીકળીએ. કંદર્પરાયે સીમાને વ્હાલથી ફરી ભેટીને બાય ક્હ્યું સંયુક્તાને ક્હ્યું બાય એન્ડ થેક્સ દીકરા. અને તેઓ ઝડપથી આગળ ચાલ્યાં ગયાં પાછળ સિધ્ધાર્થ અને રણજીત અનુસર્યા. સાગર અને સીમા સંયુક્તાને થેંક્સ કહીને એની વિદાય લીધી. એટલામાં રણજીત અચાનક દોડતો આવ્યો ટેબલ પરથી બેગ લઇને એણે સીમાનાં હાથમાં મૂકી કહ્યું "આ ખાસ તારાં માટે હું જઊં સર લોકો મારી રાહ જુએ છે. સીમાને જવાબનો કોઇ અવસર આપ્યા વિનાં જ એ જતો રહ્યો. સીમા સાગરની સામે જોઇ રહી પછી એણે સંયુક્તાને કહ્યું "સોરી મારે કોઇ આવી ગીફ્ટ ના જોઇએ. હું આમ કોઇની પણ ગીફ્ટ લેતી નથી. સંયુક્તાએ કહ્યું "અરે આ તો ભાઇને ટેવ જ છે કે મારી કોઇપણ ફ્રેન્ડ આવે એ ગીફ્ટ આપે જ છે. તો સીમાએ કહ્યું સાગરતો પ્રથમ વાર અહીં આવ્યો છે... સંયુક્તા જવાબ સાંભળી ઝંખવાઇ ગઇ એણે કહ્યું સાગરની ગીફટ પાર્કીગમાં રાહ જુએ છે એમ કહીને હસી પડી મનમાં વિચાર્યું હું આખીને આખી એની જ ગીફ્ટ છું તું વચમાંથી ક્યારે હટે એની જ રાહ જોઉ છું.

સીમાએ આશ્ચર્યથી સંયુક્તા અને સાગર સામે જોયું મનમાં સંયુક્તા કંઇક બોલી રહી છે ખબર નહીં શું બબડે છે ? સાગરે કહ્યું "મારે કોઇ ગીફ્ટની ફોર્માલીટી ના જોઇએ. સંયુક્તાએ કહ્યું એવું નહી માન રાખવાનું અહીંનો શિરસ્તો છે અને બાય ધ વે કમીશ્નર અંકલ અને સિધ્ધાર્થભાઇને પણ ભાઇએ આપી છે. સીમા કંઇ બોલી નહીં અને સિધ્ધાર્થ સામે જોયું સિધ્ધાર્થે કોઇ જ ભાવ દર્શાવ્યો નહીં સાવ કોરો ચહેરો જ હતો. સીમાએ સંયુક્તાને થેંક્સ કહીને સાગરનો હાથ પકડીને આગળ ચાલવા લાગી સંયુક્તા પાર્કીંગ સુધી સાથે જ આવી અને બાઇકની ઉપર એક સુંદર પેકીંગ કરેલી ગીફ્ટ હતી. સાગરે જોઇ કહ્યું "સોરી સંયુક્તા હું કોઇની પણ ગીફ્ટ નથી લેતો. સીમાએ કહ્યું "સાગરની ગીફ્ટ આમ અહી પાર્કીંગમાં કેમ ? સંયુક્તાએ કહ્યું મને ખબર અંદર સાગર ના જ પાડત અને જતા વખતે જ હું આપી દઇશ ના કહેવાનો મોકો જ ના રહે એટલે પણ વાત બીજી હતી પ્લાન જુદો હતો. સાગરે કહ્યું ઠીક છે આજે સ્વીકારી લઉં છું. સીમાની મિત્ર છે એટલે ફરીથી ક્યારેય આમ દબાવ ના કરીશ પછી ના સ્વીકારું તો ખરાબ પણ ના લગાડીશ.

સંયુક્તાએ સામેથી થેંક્સ કહ્યું તે ગીફ્ટ લીધી એજ મારાં માટે આનંદની વાત છે આ એક ખૂબ પ્રેમાળ મેમરીઝ છે બધી જેનું મૂલ્યાંકન ના હોય.

સાગરે સંયુક્તા તરફ અછડતી નજર કરીને બાઇક પર બેઠો અને પાછળ સીમા ગોઠવાઇ ગઇ એણે સંયુક્તા સામે જ સાગરની કેડમાં હાથ વીંટાવી દીધાં. સંયુક્તા જોતી જ રહી અને પ્રેમમાં પંખીડા બાઇક પર સવાર થઇને નીકળી ગયાં.

સાગર અને સીમા પેલેસની બહાર નીકળીને સીધાં જ ચકલી સર્કલ જવાનાં રસ્તે નીકળી ગયાં થોડે દૂર જઇને એક એરકન્ડીશન રેસ્ટેરોન્ટ ઝેડલીંકમાં જઇ બેઠા. આખાં રસ્તે સીમા ચૂપ જ રહી હતી સાગરે પણ કંઇ કીધું નહીં. સીમા ચૂપ રહી એને આશ્ચર્ય હતું પણ કંઇ પૂછ્યું નહીં. સીમાએ રેસ્ટોરન્ટમાં સરસ એકાંત મળે એવી જગ્યા પસંદ કરી ને બેઠાં પછી તરત જ પૂછ્યું સાગર આ બધી શું વાત છે કમીશ્નર કચેરીની... ફરીયાદ લખાવી... તું લઇ ગયો ઇટીસી મને તો કોઇની વાત ખબર જ નથી સંયુક્તા બોલી ત્યારે મને ખબર પડે છે. સાગરે કહ્યું "સાચી વાત છે ડાર્લીંગ તને મારાથી શેર નથી થયું પણ સંજોગો જ એવાં બન્યાં કે તને કહેવાયું જ રહી ગયું બીજું કે મેં વિચારેલું કે રૃબરૃ મળીશું ત્યારે બધી જ વાત કરીશ તને પણ પછી આપણે અટવાયેલાં જ રહ્યાં. પણ હું તને હવે માંડીને બધી જ વાત કરું છુ. એમ કહીને એણે એકે એક વાત બધી જ સીમાને કહી પણ બાઇક પર થયેલાં અનુભવો શેર ના કર્યા કે ક્યાંક સીમાં કંઇ અવળો અર્થના કરી બેસે બાકી બધું જ કહ્યું.

સીમાએ કહ્યું "ઠીક છે તને જે રીતે અચાનક બોલાવ્યો અને તારે જવું પડ્યું પણ એક વાત તને ખાસ કહી રાખું આ મોટી બલા છે એનાંથી સાચવજે પ્લીઝ અને મને તો જ્યારથી એ તારાં ઘરે આવીલે ત્યારંથી એવું લાગે એ તારી સાથે લટુડા પટુડા વેડા કરે છે અને તને પસંદ કરવા લાગી છે. એનાંથી દૂર રહેજે. મને તારાં ઉપર પૂર્ણ વિશ્વાસ છે જ પણ એનાં પર નથી ક્યાંક આપણી વચ્ચે અંટસ ના કરાવે સાગરનો વિરાટનાં શબ્દો યાદ આવી ગયાં.

સાગરે કહ્યું "સીમું મારી ડાર્લીગ જેને જે કરવું હોય એ કરે હું બધાને બરોબર ઓળખું છું સો ચૂહે મારકે બીલ્લી હજ કો ચલી એની દશા સંયુક્તાની છે. મને ખબર છે એ મને ફાંસવા ખૂબ પ્રયત્ન કરે છે પણ હવે પ્રોગ્રામ પતવા દે હું એને મોઢે મોઢે ખૂબ સ્પષ્ટતાથી કહી દઇશ કે નાટક બંધ કર મને તારામાં કોઇ રીતે મિત્ર તરીકે પણ રસ નથી. બીજું ખાસ કે આ પ્રોગ્રામ પતે પછી તારે પણ એની સાથે સંબંધ તોડી નાંખવાનો છે. મને તો આખુ ઘર એનાં માણસો પિશાચી લાગે છે આપણને અંદર અંદર લડાવીને તકલીફમાં મૂકી દે એવાં છે.

સીમાએ કહ્યું "સાગર એય મારા રાજા આપણે એટલાં કાચાં છીએ કે કોઇન આપણાં પર અસર થાય ? આવી તો કેટલીયે ચોદશો આવીને જશે આપણેને કોઇ જ ફરક નહીં પડે અને એણે સાગરને વળગીને મીઠું ચુંબન લઇ લીધું સાગરે કહ્યું એય વાંદરી કોઇ જોઇ જશે. સીમાએ કહ્યું "તોડે છે જેને જોવું હોય જોય હું તો મારાં સાગરની દિવાની મને કોઇ ફરક નહીં પડે.

સાગરે કહ્યું "પેલાએ તને અને સંયુક્તાએ મને શું ગીફ્ટ આપી છે જોઇએ ? સીમા કહે હાં હુ તો એ ભૂલી જ ગઇ એ લોકેએ શું ચણ નાંખી છે ફસાવવા આપણને જોઇએ તો ખરાં. સીમાએ એવી બેગમાંથી ગીફ્ટ કાઢી પેકેટ તોડ્યું તો એમાંથી વીથ લવ લખેલું. અને મોટી કેડબરી ચોકલેટ અને ખૂબ જ મોટું પરફ્યુમ હતું સાગરે જોઇને કહ્યું લે આતો આમણે સાચે જ જાળ બીછાવી દીધી છે. લાવ મારું ખોલું તો એમાંથી સાગર અને સીમા આશ્ચર્ય પામી ગયાં. સાગર માટે લેટેસ્ટ એકદમ મોંઘી ઘડીયાળ અને સાથે જેન્ટસ ઓરીજીલ પેરીસનું પરફ્યુમ હતું. સાગર અને સીમા બંન્ને જણાં ગીફ્ટ જોઇને એકબીજા સામે જોઇ હસી પડ્યાં. સીમાએ કહ્યું યાર આ લોકોએ હદ કરી છે પણ કંઇ નહીં આપણે સામે વસૂલ કરી દઇશું અત્યારે રીટર્ન ગીફ્ટ આપીને આપણે એ લોકેને આવાંજ ચોંકાવીશું સાગરે કહ્યું બોલ તારે શું ખાવું છે ? મને તો જોરદાર ભૂખ લાગી છે. સીમાએ કહ્યું કેમ ત્યાં પેટ ભરાયું નથી ? અને તને મેં કોઇ મહેનત જ ક્યાં કરાવે છે ? કે તું ભૂખ્યો થઇ ગયો ?

સાગરે કહ્યું લૂચ્ચી ના થા નહીંતર હમણાંજ તને... સીમાએ ડીક્કો બતાવી કહ્યું જા જા હવે તો અડવા પણ ના દઊં હવે તો પછી જ. સાગરે આંખોમાં મદ છલકાવીને કહ્યું "એય એટલું ના તડપાવીશ મારી દયા ખાજે.

સીમાએ કહ્યું ચાલ જે ખાવું હોય મંગાવી લઇએ મારે ઘરે પહોંચવું છે મંમીએ કહેલું વેળાસર ઘરે આવજે મારે આજે કામ છે. સાગરે કહ્યું ઓકે મેડમ ચલો મંગાવીને ખાઇને ઘરે જ પહોચીયે હું ઓફીસે. સાગર સીમા રેસ્ટોરન્ટમાં જમી સીમાને ઘરે ઉતારી સાગર ઓફીસ ગયો.

પ્રકરણ-20 સંપૂર્ણ

સંયુક્તા અને રણવીર આ બધાનાં વિદાય થયાં પછી ફંકશન અને આગળનાં પ્લાન વિચારવામાં પડી ગયાં. એ બંન્ને ભાઇ બહેન માટે હવે જાણે સીમા અને સાગરને પામવાનું જ કામ બાકી રહી ગયેલું.