KING - POWER OF EMPIRE - 31 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 31

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE - 31

(આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન શૌર્ય ને સરપ્રાઈઝ આપે છે અને મિસ્ટર બક્ષી આવ્યા એ તેને જાણ કરે છે, મિસ્ટર બક્ષી શૌર્ય ને ડોકયુમેન્ટ આપે છે જેનાં પર શૌર્ય સિગ્નેચર કરીને ખુશ થાય છે, તે બધાં કેટલીક એવી વાતો કરે છે જે ભૂતકાળ જાણ્યા વગર સમજવી મુશ્કેલ છે, પણ શૌર્ય પ્રીતિ ના બર્થડે પર મિસ્ટર કાનજી પટેલ ને મળવા માટે ઉત્સુક થાય છે )

દિગ્વિજય સિંહ કેબિન માં બેઠો હતો, તે લેપટોપ મા તે રાત્રે બનલે ઘટનાની સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યો હતો, તેણે નુક્કડ પર લાગેલા સીસીટીવી કેમેરા માંથી એ તે સમય ની ફૂટેજ મેળવી લીધી હતી અને કેમેરા નાઈટ વિઝન હોવાને કારણે તે અંધારામાં પણ બધુ આરામ થી જોઈ શકતો હતો. તેણે જોયું કે મસ્જિદ ની બાજુ ની બિલ્ડીંગ ના ટેરેસ પરથી કોઈ વ્યક્તિ એ ગોળી ચલાવી છે પણ એ વ્યક્તિ નો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો, પણ જયારે તેણે એ જોયુ કે એ વ્યક્તિ નો નિશાનો બીજું કોઈ નહીં પણ તે પોતે હતો એટલે થોડો સાવધાન થઈ ગયો કારણ કે તે જાણતો હતો કે તેના દુશ્મનો તો બહુ છે પણ કોણ છે જે તેને મારવા માંગે છે એ જાણવું દિગ્વિજય સિંહ માટે જરૂરી હતું. 

દિગ્વિજય સિંહ ફરી થી તે નુક્કડ પર પહોંચ્યો અને તેણે મસ્જિદ ની બાજુ ની બિલ્ડીંગ ના ટેરેસ પર પહોંચી ને શોધખોળ ચાલુ કરી, ત્યાં થી તેને માત્ર ખાલી ગોળી નો સેલ મળ્યો, પણ એ સેલ બીજી બધી ગોળી ના સેલ કરતાં થોડો અલગ દેખાતો હતો એટલે દિગ્વિજય સિંહ સમજી ગયો કે આ ગોળી જે પણ ગનમાંથી ચાલી છૈ એ સરળતા મળી શકે તેવી તો નહીં જ હોય, તેણે તે સેલ એક નાની એવિડન્સ બેગમાં મૂકી ને ત્યાં થી નીકળી ગયો. દિગ્વિજયસિંહ ફરી હેડક્વાર્ટર પહોંચ્યો અને પોતાની કેબિન માં જઈ ને પાટીલ ને ફોન લગાડી ને તેને કેબિનમાં બોલાવ્યો. 

“મે આઈ કમ ઈન સર ” પાટિલે દરવાજા પર નોક કરતાં કહ્યું 

“આવ પાટીલ અંદર આવ ” દિગ્વિજય સિંહે કહ્યું 

“બોલો સાહેબ શું કામ છે મારા માટે ” પાટીલે કહ્યું 

“પાટીલ કાલ રાત જે ફાયરીંગ થઈ તેનું રહસ્ય મળી ગયું ” દિગ્વિજય સિંહે કહ્યું 

“શું વાત છે સાહેબ, કોણ ચલાવી હતી ગોળી? ” પાટીલે અધીરાં થતાં કહ્યું 

“એ તો હજી ખબર નથી પડી, પણ હા એ ખબર પડી ગઈ કે એ ગોળી કોનાં પર ચલાવવામાં આવી હતી ” દિગ્વિજય સિંહે દાઠી પર હાથ ફેરવતાં કહ્યું

“કોનાં પર ચલાવવામાં આવી હતી સાહેબ? ” પાટીલે તરત જ કહ્યું

“બીજું કોઈ નહીં પણ એ મારા પર જ ચલાવવામાં આવી હતી ” દિગ્વિજય સિંહે કહ્યું 

“શું વાત કરો છો સાહેબ તમારા ઉપર, પણ શા માટે? ” પાટીલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું 

“પાટીલ આપણું કામ જ એવું છે કે કોઈ ને કોઈ આપણ ને મારવાની કોશિશ કરતુ જ હોય છે પણ આ વખતે મને એવું કેમ લાગે છે કે આ જેટલું સરળ દેખાય છે એટલું છે નહીં ” દિગ્વિજય સિંહે કહ્યું 

“હું કંઈ સમજયો નહીં સાહેબ ” પાટીલે એ કહ્યું 

“મતલબ એ કે હુસેન અને તેનાં સાથીઓની મોત, કમિશ્નર નું મર્ડર અને હવે મને મારવાની કોશિશ, મને એવું કેમ લાગે છે કે આ બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલા છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“પણ મને એવું નથી લાગતું કે આ ઘટના આે એકબીજા સાથે સંકળાયેલા હશે ” પાટીલ એ પોતાનું મંતવ્ય આપતાં કહ્યું 

“પાટીલ એક રીતે તારી વાત પણ સાચી છે કોઈ સબૂત વગર હું તારણ નહીં આપી શકું ” દિગ્વિજય સિંહે કહ્યું 

સબૂત શબ્દ બોલતાં જ દિગ્વિજય સિંહ ને કંઈક યાદ આવ્યું અને તેણે પોતાના ખિસ્સામાંથી એવિડન્સ બેગ કાઠી જેમાં ખાલી ગોળી નો સેલ હતો, તે કાઠી ને પાટીલ ને આપી અને કહ્યું,“પાટીલ આ બુલેટ નો સેલ મને મસ્જિદ ની બાજુ ની બિલ્ડીંગ પરથી મળયો છે જયાં થી ગોળી ચલાવવામાં આવી હતી, આ સેલ બાકી બધી બુલેટ ના સેલ કરતાં થોડો અલગ છે, તું તપાસ કર આ સેલ કંઈ બુલેટ નો છે અને એ બુલેટ કંઈ ગનમાં વપરાય છે ”

“ઓકે સાહેબ ” પાટીલે તે હાથમાં લેતાં કહ્યું અને તે દિગ્વિજય સિંહ ની પરમીશન લઈને બહાર જતો રહ્યો. 

દિગ્વિજય સિંહે ટેબલ નું ખાનું ખોલી ને સિગરેટ નું બોકસ કાઢયું અને તેમાં થી એક સિગરેટ કાઢીને સળગાવી અને સિગરેટ ના ઉંડા કસ લેવા લાગ્યો, તેને આ બધી ઘટનાઓ પાછળ કોઈ મોટું રહસ્ય અકબંધ લાગતું હતું જેના વિશે તેણે કયારેય પણ અનુમાન પણ લગાવવામાં સક્ષમ ન હતો.

 આ તરફ શૌર્ય પ્રીતિ ને ફોન લગાવી રહ્યો હતો પણ તે વારંવાર ફોન કટ કરી રહી હતી, એટલે તે સમજી ગયો કે હજી પણ એ ગુસ્સે છે, એેટલે શૌર્ય એ શ્રેયા ને ફોન કર્યો પણ શ્રેયા એ પણ ફોન રિસીવ ન કર્યો પણ પાછળ થી એક કૉફી શોપનું એડ્રેસ મોકલ્યું એટલે શૌર્ય સમજી ગયો કે તે બધાં અત્યારે કૉફી શોપ પર છે અને પ્રીતિ જ કોઈ ને ફોન રિસીવ નહી કરવા દેતી હોય, એટલે તે તરત જ કૉફી શોપ માટે નીકળી ગયો. 

શૌર્ય શ્રેયા એ આપેલા એડ્રેસ પર પહોંચ્યો અને અંદર ગયો, ત્યાં એક ખૂણામાં ટેબલ પર પ્રીતિ,શ્રેયા અને અક્ષય બેઠાં હતાં, શૌર્ય પણ ત્યાં પહોંચ્યો અને એક ખાલી ખુરશી પર જઈને બેઠો અને કહ્યું, “હાઈ ફ્રેન્ડસ ”

“હાઈ શૌર્ય ” શ્રેયા એ કહ્યું 

“યાર શૌર્ય તું પણ કમાલ છો કંઈ ને તો જવું હતું તારા વગર અમુક લોકોની તો હાલત જ ખરાબ થઈ ગઈ ” અક્ષય એ પ્રીતિ તરફ જોતાં કહ્યું 

“શ્રેયા તારા આ ભાઈ ને કહી દે મારું અત્યારે એની સાથે વાત કરવાનું થોડું પણ મૂડ નથી ” પ્રીતિ એ ગુસ્સામાં કહ્યું 

“પ્રીતિ તેણે કહ્યું તો હતું એ શહેર થી બહાર ગયો હતો આટલો ગુસ્સો કેમ કરે છે ” શ્રેયા એ કહ્યું 

“બસ મારે એની સાથે વાત નથી કરવી ” પ્રીતિ એ કહ્યું 

“શ્રેયા રહેવા દે, અમીર લોકો અમારાં જેવા ગરીબ ને થોડા બોલાવે ” શૌર્ય એ કહ્યું 

“તું તારી આ નોંટકી બંધ કર, મારાં આટલાં મેસેજ નો એક રીપ્લાય પણ ના આપ્યો, આટલું ઈગ્નોર મને મારી આજ સુધી કોઈ એ નથી કર્યું ” પ્રીતિ એ ગુસ્સામાં કહ્યું 

“હા તો હું પણ મારા કામમાં વ્યસ્ત હતો, મને કંઈ શોખ થાય છે તમને બધા ને ઈગ્નોર કરવાનો ” શૌર્ય એ ગુસ્સે થતાં કહ્યું 

શ્રેયા અને અક્ષય તો વિચારમાં પડી ગયા કે શૌર્ય શા માટે ગુસ્સે થઈ ગયો, ગુસ્સે તો પ્રીતિ ને થવું જોઈએ પણ શૌર્ય આમ કરવા લાગ્યો તેનો મતલબ તેને સમજાયો નહીં. 

એક તરફ કોઈ એ દિગ્વિજય સિંહ પર ગોળી ચલાવી અને દિગ્વિજય સિંહ તેને પકડવા ના પ્રયત્ન કરે છે, તેને અત્યાર સુધીની બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલા લાગે છે, શું હકિકત મા આવું હશે?  આ તરફ શૌર્ય હવે ગુસ્સે થયો એનું કારણ શું હતું? એક વાત કહીશ કે શૌર્ય એક એવું પાત્ર છે જે આ સ્ટોરી નો હીરો પણ છે અને વિલન પણ અને જયારે શૌર્ય પોતાની નીતિ વાપરે છે એટલે તેની આગળ કોઈ ટકી શકતું નથી, શું શૌર્ય પ્રીતિ ના બર્થડે મા જશે અને જશે તો શું થશે અને બર્થડે પહેલાં શૌર્ય ની કંપની ની મુલાકાત પણ લેવાની છે તો બસ રહસ્યો જાણવા વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”