પ્રેમ કે પ્રતિશોધ-2
(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન લોકઅપમાં એક યુવાનની પૂછપરછ કરી રહ્યો હતો અને શિવાની નામની છોકરીના ખુન વિશેની માહિતી મેળવી રહ્યો હતો)
હવે આગળ...........
અર્જુનની વાત સાંભળી તે યુવાન ગળગળો થઈ ગયો અને રડમસ અવાજે બોલ્યો,“સર, મારું વિશ્વાસ કરો મેં શિવાનીને નથી મારી. એ તો મારી મિત્ર હતી અને સેન્ડલ લાવવાનું મને તેણે જ કહ્યું હતું. તમને મારી વાત પર વિશ્વાસ ના હોય તો અમારા મિત્રોને પૂછી લેજો.”
અર્જુનને તે યુવાનની આંખોમાં સચ્ચાઈ દેખાતી હતી પરંતુ બધા સબુતો તો આ યુવાન જ ખૂની છે તેવો ઈશારો કરી રહ્યા હતા.
અર્જુને દીનેશને જેલના ખુણામાં રહેલા માટલાંમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવવા કહ્યું પછી તે યુવાન તરફ ગ્લાસ લંબાવ્યો. તે યુવાન એક જ ઘૂંટમાં પાણીનો આખો ગ્લાસ પી ગયો. તે યુવાન પાણી પીને સ્વસ્થ થઈ કઈ બોલે તે પહેલાં અર્જુન લોકઅપમાંથી બહાર નીકળી પોતાની કેબીન તરફ ચાલ્યો ગયો.
કેબિનમાં બેઠા બેઠા અર્જુન આ યુવતીના કેસ વિશે વિચારી રહ્યો હતો.....
● બે દિવસ પહેલા ●
પોલીસ સ્ટેશનમાં સાંજના પાંચ વાગ્યે ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી.....
કોન્સ્ટેબલ દીનેશ રીસીવર કાન પર મુકતા બોલ્યો,“હેલ્લો, અમદાવાદ પોલીસ સ્ટેશન”
સામેથી અત્યંત ગભરાયેલા સ્વરે એક યુવાન બોલ્યો,“હેલ્લો સર, હું વિકાસ બોલું છું અહી વર્લ્ડ ફેશન ઓર્ગેનાઇઝેશનમાં મારી મીત્ર શિવાનીનું અચાનક મૃત્યુ થયું છે.”
દીનેશે જવાબ આપ્યો,“જો ભાઈ જો અકસ્માતના કારણે મૃત્યુ થયું હોય તો પોલીસને જાણ કરવાની જરૂર રહેતી નથી.”
દીનેશની વાત સાંભળી તે યુવાને વળતો જવાબ આપ્યો,“સાહેબ ડો. પ્રહલાદભાઈએ જ તમને જાણ કરવા કહ્યું છે તેમની હારે વાત કરો.”
આટલું બોલી તે યુવાને ફોન ડોકટર સાહેબ જે હાલ તે યુવતીની લાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા તેમને આપ્યું.
ડો. પ્રહલાદભાઈ એ ફોન હાથમાં લઈને કહ્યું,“હું ડૉક્ટર પ્રહલાદ પરીખ બોલું છું. આ યુવતી અચાનક સ્ટેજ પર ઢળી પડતા આ લોકોએ તેની સારવાર કરવા મને અહીં બોલાવ્યો હતો.....પણ...
“પણ શું ડોકટર? હું હેડ કોન્સ્ટેબલ દિનેશ બોલું છું.”દીનેશે પોતાની ઓળખાણ આપતા પ્રશ્ન પૂછ્યું
“આ યુવતીની આંખોમાં અને શરીરના અન્ય ભાગોમાં લીલાશ પડતી જોવા મળે છે એટલે તેનું મૃત્યુ કોઈ અત્યંત ઝહેરીલા પદાર્થથી થયું હોય તેવું જણાય છે. એટલે આ હત્યા અથવા આત્મહત્યાનો બનાવ હોઈ શકે તેવા આશયથી મેં આ લોકોને તમને જણાવવા માટે કહ્યું હતું.”-ડો. પ્રહલાદે ચોખવટ કરી.
તેમની વાત સાંભળીને દિનેશ બોલ્યો,“ડોકટર, તમે ત્યાં જ રહેજો હું હમણાં અર્જુન સરને આ બનાવની જાણ કરું છું. અમે ત્યાં પહોંચીએ ત્યાર સુધી તમે કોઈને ત્યાંથી જવા ન દેજો અને ખાસ ખ્યાલ રાખજો કે કોઈ યુવતીની લાશને સ્પર્શે નહી.”આટલું બોલી રીસીવર ફોન પર મૂકી દિનેશ સીધો અર્જુનની કેબિનમાં ગયો અને ડૉ. પ્રહલાદ સાથે થયેલ વાત જણાવી.
અર્જુને તરત પોતાની કેપ પહેરી જીપમાં બેઠો અને કોન્સ્ટેબલ દિનેશ,સંજય અને રમેશને પણ તેની સાથે આવવા કહ્યું.
રમેશ જીપ ચલાવી રહ્યો હતો. આ એક વર્લ્ડ ફેશન ઓર્ગેનાઇઝેશન હતી જેમાં અવાર-નવાર ફેશનના કાર્યક્રમોનજ આયોજન થતું હતું. હજી વર્લ્ડ ફેશન ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા સુધી પહોંચવામાં 20 થી 25 મિનિટનો સમય લાગે તેમ હતો.
અર્જુન કંઈક વિચાર કરી સંજયને કહ્યું,“સંજય, ફોરેન્સિક ટીમને ફોન કરી દે આપણે ત્યાં પહોંચીએ તેટલા સમયમાં તે પણ ત્યાં આવી જશે.”
સંજયે હકારમાં માથું હલાવી ફોરેન્સિક ટીમને ફોન કરી એડ્રેસ જણાવી દીધું.
થોડીવારમાં તેઓ વર્લ્ડ ફેશન ઓર્ગેનાઇઝેશન સંસ્થાના મેઈન ગેટ પાસે આવ્યા. પોલીસની જીપ જોઈને ગાર્ડે ગેટ ખોલ્યો.........
જીપ અંદર પ્રવેશી પાર્કિંગમાં જઈ ઉભી રહી તેટલી વારમાં તો ફેશન ઓર્ગે. ના મેનેજર mr. સુમિત પણ પાર્કીંગ સુધી સામે ચાલીને આવ્યા હતા.
અર્જુન પાસે જઈ તેઓ બોલ્યા,“સર, હું આ વર્લ્ડ ફેશન ઓર્ગે. નો મેનેજર સુમિત.
અર્જુને કહ્યું,“mr. સુમિત તે યુવતીનું જ્યાં મૃત્યુ થયું તે બાજુ ચાલો બીજી બધી વાતો ત્યાંજ કરીશું”
“ok sir.” સુમિત આગળ ચાલ્યો અને તેની પાછળ અર્જુન અને તેની ટીમ ફેશન ઓર્ગે. ના મોટા હોલમાં પ્રવેશ્યા જ્યાં બધા ફેશન શો કરવામાં આવતા હતા.
તેઓ જ્યારે હોલમાં પ્રવેશ્યા ત્યારે 25-30 લોકોનું ટોળું રેમ્પ વોકના સ્ટેજની બાજુમાં ગોળ કુંડાળું કરીને ઉભું હતું. અર્જુનને તે સમજતા વારના લાગી કે લાશ ત્યાં જ પડી છે.
દિનેશ અને રમેશે તે ટોળાને સાઈડમાં ખસેડી શાંતીથી એક બાજુ ઉભું રહેવા કહ્યું.
અર્જુન લાશની બાજુમાં જઈ એ યુવતીના મૃતદેહનો નિરીક્ષણ કરી રહ્યો હતો.....
ફેશન શો માં ભાગ લીધો હોય તેમ એક રેમ્પ વોક કરતી સમયે મોડેલને હોય તેવા કપડાં, હાઈ હિલના સેન્ડલ,ચહેરા પરથી કોઈ સારા પરિવારમાંથી આવી હોય તેવું પ્રતીત થતું હતું તેના મુખમાંથી લીલાશ પડતું ફીણ બહાર આવી ગયું હતું . જેના પરથી અંદાજ લગાવી શકાય કે મૃત્યુ ઝહેરીલા પદાર્થથી જ થયેલ છે.
અર્જુન નિરીક્ષણ કરી એ લોકોના ટોળા તરફ ફર્યો જેને દિનેશ અને રમેશે સાઈડમાં ઊભા રાખ્યા હતા.
અર્જુન અને ડોક્ટર પ્રહલાદ એક-બીજાને પહેલાંથી ઓળખતા હતા એટલે સીધું ત્યાં જઈને ડૉક્ટર સાહેબ ને ઉદ્દેશીને અર્જુને કહ્યું,“થેન્ક્સ ડોકટર, તમારા કારણે અમને આ બનાવની જાણ થઈ નહિતર આ લોકો તો અકસ્માત માની પોલીસને જાણ જ ન કરત.”વાત કરતી સમયે અર્જુન ગુસ્સાપૂર્વક મેનેજર સુમિત સામે જોઈ રહ્યો હતો.
ડૉ. પ્રહલાદે જવાબ આપ્યો,“ઇન્સપેક્ટર, આતો મારી ફરજ કેવાય એમાં થેન્ક્સ કહેવાની જરૂર નથી. અને કદાચ આ લોકોને આ એક અકસ્માત લાગ્યો હશે એટલે જ તમને પેહલા ન જણાવ્યું હોય.”
“એતો આગળ જોયું જશે. ડોકટર સાહેબ આપનો આભાર આપ અહીંથી જઈ શકો છો”-અર્જુને કહ્યું
“સ્યોર ઓફિસર, આ કેસમાં મારી કઈ જરૂર જણાય તો મને જણાવશો.”એમ કહી ડૉ.પ્રહલાદ પોતાની નાનકડી બ્રિફકેસ ઉચકી ત્યાંથી ચાલ્યા ગયા.
સંજય બહાર ફોરેન્સિક ટીમની રાહ જોઈ રહ્યો હતો. જેવી ફોરેન્સિક ટીમ ત્યાં પહોંચી કે તરત તેમને અર્જુન પાસે લઈ ગયો.
ફોરેન્સિક એક્સપર્ટ ડો. વિક્રમ યુવતીની લાશ જોઈ તેનું નિરીક્ષણ કરી અર્જુનને પાસે બોલાવીને કહ્યું,“ઇન્સ્પેક્ટર, આ યુવતીનું મૃત્યુ હાઈ પાવરના પોઈઝનથી થયું છે. આ યુવતીને કેવી રીતે પોઇઝન આપવામાં આવ્યું તે જાણવા માટે અમારે લાશને લેબમાં લઈ જવી પડશે તેનું પી.એમ. (પોસ્ટ મોર્ટમ) કરીને હું તમને રીપોર્ટ મોકલી આપીશ.”
આટલું કહી એમણે સંજય અને રમેશને કહી યુવતીની બોડીને સ્ટ્રેચર પર સુવડાવી પાર્કિંગમાં સાથે લાવેલી એમ્બ્યુલન્સમાં મુકાવી અને ત્યાંથી એમ્બ્યુલન્સ તેમની લેબ તરફ દોડાવી મૂકી.
આ બાજુ અર્જુન હવે હોલમાં ઉપસ્થિત વ્યક્તિઓની પૂછપરછ કરે છે.
તેમાં વિકાસ,રાધી,અજય,સુનિલ,દિવ્યા અને નિખિલ જેઓ શિવાનીના મિત્રો, Mr. સુમિત અને અન્ય ફેશન ઓર્ગે.નો સ્ટાફ તેમજ શિવાની અને તેના મિત્રો જે કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કોલેજના બે પ્રોફેસર Mr. રાકેશ અને Mr. પ્રકાશ તેમજ કોલેજના પ્રાધ્યાપક Mrs. કાજલ એમ. શુક્લા ત્યાં હાજર હતા.
અર્જુને સૌપ્રથમ સુમિત સામે પ્રશ્નસુચક નજર કરી પૂછ્યું,“Mr. સુમિત તમારા ફેશન શો નિહાળવા માટે કોઈ પ્રેક્ષકો નથી આવતા.”
સુમિતે થોથવાતા આવજે જવાબ આપ્યો,“સર, શિવાની જ્યારે રેમ્પ પર વોક કરતાં કરતાં અચાનક ઢળી પડી ત્યારે ઉપસ્થિત ઓડિયન્સમાં ખળભળાટ મચી ગયો. શિવાની રેમ્પ પરથી પડી ત્યારે અમારો બધાનો ધ્યાન તેને શું થયું છે તે જોવામાં હતો ને ધીમે ધીમે હોલમાંથી ઓડિયન્સ બહાર જતી રહી. અચાનક આ બનાવ બન્યો જેથી શું કરવું તે અમને કોઈને સૂઝ્યું જ નહીં ને અમે કોઈને રોકીએ તે પહેલાં તો આખો હોલ ખાલી થઈ ગયો હતો.”
અર્જુન શિવાનીના મિત્રો પાસે જઈ બધાના ભાવહીન અને ઉદાસ ચહેરાઓનું પોતાની ચાલાક નજરોથી નિરીક્ષણ કર્યું. બધાયના ચેહરા પર પોતાની મિત્રના મૃત્યુનું દુઃખ જોઈ શકાતું હતું.
“તમારામાંથી કોલ કોણે કર્યો હતો?”અર્જુને પૂછ્યું.
“સર, હું વિકાસ અને આ બધા મારા મિત્રો છે.”વિકાસે ભયમિશ્રિત અવાજે કહ્યું.
“તો, તમે બધા શિવાનીના મિત્રો છો. અને એક જ કોલેજમાં સાથે અભ્યાસ કરો છો”-અર્જુને કહ્યું
તેમના માંથી કોઈ જવાબ આપે તે પહેલાં પ્રોફેસર રાકેશ અર્જુનની બાજુમાં આવીને બોલ્યા,“આ બધા શિવાનીના મિત્રો છે અને અમારી કોલેજ “એચ.એમ મહેતા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ” માંજ અભ્યાસ કરે છે.”
ત્યારબાદ બીજા પ્રોફેસર અને પ્રાધ્યાપકનો પરિચય આપ્યો.
અર્જુને કહ્યું,“તમે શિવાનીના ઘરે તેના મૃત્યુના સમાચાર આપી દીધા છે કે નહી?”
“ના, સર હજુ સુધી તો નથી આપ્યા.”-પ્રાધ્યાપક મેડમે જવાબ આપ્યો.
“ok. તમે તેના ઘરનો કોન્ટેક્ટ નંબર આપો અમે જાણ કરી દઈશું.”-અર્જુને કહ્યું
રાધી પાસેથી સંજયે શિવાનીના ઘરનો કોન્ટેક્ટ નંબર મેળવી અને ફોન કરી શિવાનીના મૃત્યુ વિશે જાણ કરી દીધી.
તેની વાત પૂર્ણ થતાં અર્જુને કહ્યું,“હું જાણું છું કે તમારી મિત્રના મૃત્યુથી તમને બધાંયને આઘાત લાગ્યો હશે. પરંતુ અમારી તપાસ પુરી ના થાય ત્યાર સુધી તમારામાંથી કોઈ પણ વ્યક્તિએ આ શહેર મૂકીને જવાનું નથી. આત્યારે તમે બધા જઈ શકો છો પણ કાલે હું કોલેજે આવી વધારાની તપાસ કરીશ.અને હા પ્રોફેસર આ યુવતી શિવાનીની બધી ડિટેઇલ હું કોલેજમાં આવું ત્યારે તમારા ટેબલ પર જોઈએ”
આટલું કહી અર્જુન અને તેના સાથી કોન્સ્ટેબલ તે સ્થળને સીલ કરી ત્યાંથી પોલીસ સ્ટેશન તરફ પ્રયાણ કર્યુ.
રસ્તામાં રમેશે ઉત્સુકતા પૂર્વક પૂછ્યું,“સર, તમે કેમ કોઈની વધારે પૂછપરછ ન કરી”
તેનો પ્રશ્ન સાંભળી અર્જુન થોડીક વાર વિચારીને બોલ્યો,“રમેશ, આ હત્યા છે કે આત્મહત્યા તે એક નજરે જણાવી શકાય નહીં એટલે ડો. વિક્રમ પી. એમ. રિપોર્ટ મોકલે પછી જ આપણે આગળ વધી શકીશું, અને રિપોર્ટ આવે ત્યાર સુધીમાં આપણે કોલેજે જઈને શિવાની અને તેના મિત્રોની પુરી જાણકારી મેળવવી પડશે.”
“ok sir.” રમેશ અર્જુનની ચોખવટ સાંભળી મનમાં જ અર્જુનની પ્રશંસા કરતા બોલ્યો.
બીજા દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ ડો. વિક્રમે પી.એમ. રિપોર્ટ પોલીસ સ્ટેશને મોકલી.
સંજય સીધો રિપોર્ટ લઈને અર્જુનના કેબિનમાં જાય છે.
“સર, આ શિવાનીની પી.એમ. રિપોર્ટ આવી ગઈ છે.”
સંજુય પાસેથી રીપોર્ટ લઈ અર્જુન રિપોર્ટ ધ્યાનથી વાંચે છે.અચાનક તેની આંખો પહોળી થઈ.....
વધુ આવતા અંકે..........
**********
શું શિવાનીનું ખૂન પેલા યુવકે જ કર્યું હતું ?
અર્જુન શિવાનીના કાતિલ સુધી કેવી રીતે પહોંચશે?
જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ....... માતૃભારતી પર.
***********
તમારો અભિપ્રાય ચોક્કસ આપશો.
મારી બીજી એક ધારાવાહિક પ્રારબ્ધનું પ્રેમ તમે માતૃભારતી પર અચૂક વાંચશો તેવી આશા સાથે
આભાર.
વિજય શિહોરા-6353553470