sundarta mate saral tips - 6 in Gujarati Magazine by Mital Thakkar books and stories PDF | સુંદરતા માટે સરળ ટિપ્સ - ૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૬

સુંદરતા માટે સરળ ટિપ્સ

ભાગ-૬

સંકલન- મિતલ ઠક્કર

* સવારે તૈલીય ચહેરા પર હૂંફાળા પાણીના છાંટા મારો, એનાથી ચહેરા પરનું વધારાનું તેલ નીકળી જશે. ચહેરો ખીલ અને બ્લેકહેડ્સથી બચેલો રહેશે. જો ત્વચા સૂકી હોય તો હૂંફાળા પાણીનો ઉપયોગ ન કરો, એનાથી ત્વચા વધુ સુકી થશે અને તેનું લચીલાપણું પણ ઘટી જશે.

* તડકાથી દાઝેલી ચહેરાની ત્વચા પર સૂરજમુખીનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

* ગરમીમાં એડીમાં ચીરા અનેક લોકોને પડતા હોય છે. આમ, જો તમારા પગમાં પણ ચીરા પડતા હોય તો રોજ રાત્રે ચીરા પર હુંફાળુ દિવેલ લગાવો અને પછી મોજા પહેરીને સૂઇ જાઓ. જો આ પ્રોસેસ તમે દરરોજ કરશો તો ૧૫ દિવસમાં રાહત થઇ જશે.

* એડીમાં ચીરા ન પડે તે માટે નહાયા પછી લીંબુ, ગુલાબજળ અને ગ્‍લિસરીન સરખે ભાગે લઇ તળિયામાં લગાવવું અને પછી મોજા પહેરી લેવા.

* નખને સ્વચ્છ રાખવા દર અઠવાડિયે એક વખત ફૂટ બાથ લો. આને માટે હાથ-પગને નમક નાખેલા હુંફાળા પાણીમાં થોડીવાર માટે બોળી રાખો. ત્યાર પછી તેના પરથી મૃત ત્વચા દૂર કરો. હવે સ્ક્રબ વડે નખના ખૂણા સાફ કરો. પગ કોરા કર્યા પછી મોઇશ્ચરાઇઝર લગાવી દો. તેને નખ પર સારી રીતે લગાવો.

* અખરોટના પાઉડરમાં એક ચમચી મધ અને એક ચમચી દહીં ભેળવીને ફેસિયલ સ્ક્રબ બનાવી દો. આ મિશ્રણને થોડોક સમય ચહેરા પર લગાવેલું રાખો. એ પછી ચહેરા પર ગોળાકારે હળવા હાથે મસાજ કરો અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઇ નાખો. આ સ્ક્રબથી કોશિકાઓ હટી જાય છે ને ત્વચા ચમકી ઊઠે છે.

* અઠવાડિયામાં એક વખત આ હની બાથ લો. નહાવાનું એક ડોલ પાણી લઈ એમાં બે ટેબલ સ્પૂન મધ નાંખો. આ પાણીથી નહાવાથી ચામડીના એકએક કોષને નિરાંત મળશે. હળવાશ થશે અને ચામડી મુલાયમ તથા નરમ રહે છે.

* ડુંગળીનો રસ વાળને વધારવામાં મદદ કરે છે, માથાની ચામડી પર ડુંગળીના ટુકડાને ઘસવાથી વાળ સફેદ થતા અટકે છે. આ ઉપરાંત જો તમે હેરકલર કરતાં હોવ તો ડુંગળીના રસને માથામાં ઘસવાથી વાળને પોષણ મળે છે, તથા હેર કલર જળવાઇ રહેશે.

* મુલતાની માટીને પાણીમાં ભીંજવવી પેસ્ટ જેવું બનાવવું. આ પેસ્ટને વાળની જડથી શરૂ કરી પૂરા વાળમાં લગાડવું. પંદર મિનીટ બાદ વાળ ધોઇ નાખવા. વાળ મુલાયમ રહેશે.

* ખંજવાળ ન પણ આવતી હોય અને જો ચામડી સૂકી રહેતી હોય તો એક બાલદી નહાવાના પાણીમાં એક ચમચી બદામનું તેલ નાંખવું. આ પાણીથી નહાશો તો તમારી ત્વચા મુલાયમ, સુંવાળી અને નરમ બની જશે.

* એક ચમચો મધમાં બે ચમચા પાણી ભેળવીવાળની જડમાં લગાડવું. અડધો કલાક બાદ હુંફાળા પાણીથી વાળ ધોઇ નાખવા. અઠવાડિયે એક વાર કરવાથી વાળ રેશમ જેવા મુલાયમ થશે.

* ચહેરા પર રહેલા ડાઘ જો લાંબા સમયથી દૂર ન થતા હોય તો તમારે એલોવેરા જેલ, ટામેટાંનો રસ, નીંબુનો રસ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ એન્ટિઓક્સિન્ટ અને વિટામિનથી ભરપૂર હોવાથી ચહેરા પર પડેલા ડાઘ દૂર થશે અને ચહેરા પર ગ્લો આવશે. આ રીત અઠવાડિયામાં બે-ત્રણ વાર કરવાથી ફેરફાર થશે.

* લિપસ્ટિક લગાડયા બાદ હોંઠ પર બરફનો ટુકડો ઘસવાથી લિપસ્ટિક લાંબા સમય સુધી ભુંસાશે નહીં.

* જો તમે નખ પર મહેંદી લગાવાનું ઈચ્છતા હોવ તો તમે નખને ટ્રિમ કરીને તેને સાફ કરી લો. નખને ગરમ પાણીમાં ૧૦-૧૫ મિનિટ સુધી ડુબાડી રાખો, જેથી નખ અને તેની સાથે જોડાયેલી ત્વચા મુલાયમ બની જશે. એની પર મહેંદી લગાવવાથી મહેંદી સરસ આવશે. મહેંદીને ઓછામાં ઓછું ત્રણ કલાક તો રહેવા જ દો, એમાં વચ્ચે-વચ્ચે લીંબુ રસના ટીપાં અને ખાંડ મેળવતાં રહો. જો ક્યાંકથી મહેંદી ઉખડવાની શરૂ થાય તો ત્યાં બીજી મહેંદી લગાવી દો. મહેંદીની પેસ્ટ જેટલી લાંબા સમય સુધી અંગ પર ચોંટેલી રહેશે, એટલે જ રંગ ઘેરો આવશે. મહેંદી સૂકાઈ જાય પછી તેને ધોવી ન જોઈએ. સ્ક્રબ કરીને ઉખાડવી જોઈએ. મહેંદી લગાવેલા હાથ-પગને ઓછામાં ઓછા ૧૨ કલાક સુધી પાણીથી દૂર જ રાખવાં જોઈએ.

* શેમ્પૂ સિવાય પણ ઘણી એવી વસ્તુ છે જેનાથી વાળ સુંદર અને ભરાવદાર બનાવી શકાય છે. ૧ કપ પાણી ઉકાળી લો. પછી તેમાં એક મુઠ્ઠી ફુદીનાના પાન નાંખી થોડી વાર માટે મૂકી દો. પછી તે પાણીથી સ્કલ્પ પર સારી રીતે મસાજ કરો. ત્યારબાદ પાણીથી વાળ ધોઈ લો. અથવા ૧ કપ ગરમ પાણીમાં ૧ ચમચી બેકિંગ સોડા મિક્સ કરી તેનાથી સ્કાલ્પ પર મસાજ કરો. પછી થોડી વાર રહેવા દો ત્યારબાદ પાણીથી વાળને ધોઈ લો. તેનાથી વાળમાં રહેલી ગંદકી નિકળી જશે.

* ચણાના લોટમાં ચંદન, હળદર, ગુલાબજળ તથા મધ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર અઠવાડિયે એક વખત લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.

* નાક પર બ્લેકહેડ્સ રહ્યા કરતા હોય તો સૌથી પહેલા સરળ ઉપાય છે. ટૂથપેસ્ટ લગાવો જે જગ્યા પર બ્લેકહેડ્સ થતા હોય ત્યાં ટૂથપેસ્ટ લગાવવાથી પણ તે દૂર થઈ જાય છે. પરંતુ ટૂથપેસ્ટ લગાવો ત્યારે અમુકની સ્કિન જો વધુ પડતી સેન્સેટિવ હોય તો બળતરા થવા લાગે, તો તેનો ઉપયોગ ન કરવો. તેના પર બરફ પર ઘસવો. ઓછામાં ઓછો ૨૦ મિનિટ ઘસવો. જેનાથી નવા બ્લેકહેડ્સ જલદી થશે નહીં.

* હાથની સુદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો.

* ખીલને અટકાવવા પાંચ ટીપા લીબુંનો રસ, ૧ ચમચો ચણાનો લોટ, કાચું દૂધ લઇને ઉબટન બનાવી લો. આ તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર લગાવો, ચહેરા પર પેસ્ટ લગાવતાં પહેલાં ચહેરાને સાફ કરો. પેસ્ટ લગાવ્યા બબાદ ૧૫-૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ લો. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી રોમછિદ્રો ખુલે છે અને ખીલ થવાના પ્રમાણમાં રાહત થશે.

* દહીંમાં મરીનો ભુક્કો ભેળવી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે ઉપરાંત મુલાયમ ઘાટ્ટા થાય છે.

* પાલક તથા ગાજર ઉકાલેલા પાણીને ફેંકી ન દેતાં તે પાણીમાં મુલતાની માટી ભીંજવી ચહેરા પર લગાડવાથી ત્વચાને અધિક પોષણ મળે છે.

* ઠંડીમાં શરીરમાં ભેજની માત્રા ઓછી થતી હોવાથી ત્વચાની અનેક સમસ્યાઓ થતી હોય છે. સ્નાન કર્યા બાદ શરીરે મોઇશ્ચરાઇઝર લગાડવું. ઊચ્ચગુણવક્તાયુક્ત ઊનનાં કપડાં પહેરવા તેમજ ઊનનાં કપડાં નીચે સૂતરાઉ ઇનરવેયર પહેરવા જોઇએ.

* તમને વધારે પડતી ગરમી લાગતી હોય અને સાથે જ ત્વચા તૈલી પણ હોય તો કાકડીના રસમાં બરફનું પાણી મેળવી દરરોજ ૧૫ મિનિટ સુધી લગાવો.

* ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે માત્ર નારંગીનો રસ લગાવો. ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખો અને થપથપાવી લૂછો.

* નેલ પોલિશનો બેઝકોટ જે ટ્રાન્સપરન્ટ નેલપોલિશના ડબલ કોટ કરો. તે સુકાઇ જાય એટલે ફરી ટોપ કોટ લગાવો. આ પ્રમાણે કરવાથી પોલિશ વધુ લાંબો સમય ટકશે.

* ચહેરાના ચકામાં દૂર કરવા માટે ૧ ચમચી ગાજરનો રસ, ૧ ચમચી કાકડીનો રસ, ૧/૪ ચમચી દૂધ તથા પાંચ-દસ ટીપાં લીંબુનો રસ મિક્સ કરી લગાવો અને ૩૦ મિનિટ પછી ચહેરો સાફ પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ દરરોજ કરવો.

* ચહેરા માટે હંમેશા માઈલ્ડ ફેસવોશનો ઉપયોગ કરો. દૂધને પણ તમે ફેસવોશ તરીકે વાપરી શકો. રૃના પૂમડાને દૂધમાં ભીંજવી ચહેરા પર ચારે બાજુ લગાડો અને ચહેરો ઠંડા પાણીથી ધોઈ નાખવો.

* અઠવાડિયામાં એક વાર ત્રણ લીંબુનો રસ અને એક ચમચી આમળા પાવડરને પાણીમાં ભેળવી વાળમાં કંડિશન કરો આનાથી વાળ ચીકણા નહીં થાય.

* મલાઇમાં એક ચમચો સફરજનનો રસ ભેળવી ફીણી લઇ ચહેરા પર લગાડવું. ઝાંય હળવી થાય છે તથા રંગ પણ નિખરે છે.

* લીંબુનો રસ, હળદર, ચણાનો લોટ, તથા દૂધ ભેળવી પેક બનાવી ચહેરા પર લગાડવું. સુકાઈ જાય બાદ હુંફાળા પાણીથી ધોવું. લીમડાનો સાબુ અથવા લીમડો નાખી ઉકાળેલા પાણીથી ચહેરો ધોવો.રાત્રે ચંદન તથા જાયફળ ઘસી તેનો લેપ લગાડવો. નિયમિત કરવાથી ફોડલીના ડાઘા દુર થશે.

* વાળમાં કુદરતી ભીનાશ માટે ઘરમાં જ પેક તૈયાર કરી શકો છો. તે માટે દૂધ, કેળું અને મધને મિશ્ર કરીને વાળમાં લગાવો. અડધા કલાક પછી વાળને ધોઈ લો. અઠવાડિયે એકવાર વાળને ગરમ ટુવાલમાં લપેટીને સ્ટીમ અચૂક આપો. તેનાથી સ્કેલ્પનાં છિદ્રો ખૂલી જાય છે. વાળ સ્વસ્થ રહે છે અને તેમની ચમક ચળવાઈ રહે છે.

* અળાઈથી બચવા માટે સ્કિનને ડ્રાઈ રાખવી જરૂરી હોય છે. તે સિવાય ગરમીથી બચો. ઠંડકમાં રહો. દિવસમાં ઓછામાં ઓછું ૨ વાર નહાઈ લો. ખંજવાળ ઓછી કરવા માટે કેલમાઈન લોશનનો ઉપયોગ કરો.

* બધાં જ પ્રકારની ત્વચામાં ભીનાશ અને મુલાયમતા લાવવા માટે મધ અને એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. વીસેક મિનિટ રાખ્યા પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ નાખો. બધા જ પ્રકારની ત્વચા પર દરરોજ કોટનવૂલ પેડથી ઠંડા ગુલાબજળથી ટોન કરો. જેથી ત્વચાની આભા નિખરી ઊઠશે.

* ઘરગથ્થુ સ્ક્રબથી હિપ્સને સાફ અને મુલાયમ બનાવવામાં મદદ મળશે. ૧ ચમચી ખાંડ, ૨ ચમચી મધ અને અડધી ચમચી નારિયેળ તેલમાં ૧ લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને હિપ્સ પર લગાવો અને ૨ મિનિટ સુધી તેને ગોળાઈમાં સ્ક્રબ કરો. પછી તેને થોડીવાર માટે રહેવા દો. આવું અઠવાડિયામાં ત્રણ વખત કરો, તમને જરૂર ફ્રક દેખાશે. બીજા ઉપાયમાં ઓટમીલને વાટીને પાઉડર બનાવી લો. પછી તેમાં મધ, નારિયેળ તેલ અને પાકેલું પપૈયું મિક્સ કરો. આ મિશ્રણથી હિપ્સ પર સ્ક્રબ કરો.

* જો હિપ્સ વધારે પડતાં હોય અને તેને સ્કર્ટ પહેરવાનું મન થાય તો સ્કર્ટની નીચે બંને તરફ કટ હોય તેવું સ્કર્ટ પસંદ કરો. નીચેના બંને ભાગ તરફના કટને લીધે હિપ્સ પરની ચરબી ઓછામાં ઓછી બે ઇંચ ઓછી દેખાશે. એ જ નિયમ ટોપને પણ લાગુ પડે છે. જો ટોપમાં પણ કમરના બંને ભાગ તરફ કટ હોય તો કમર પરની ચરબી આપોઆપ ઓછી દેખાશે. આમ પણ વી ગળાનાં વસ્ત્રોથી પહેરનારની કમર અને ગળું પાતળા હોવાનો આભાસ ઊભો થશે.

* શિયાળામાં સાબુનો વધુ પડતો ઉપયોગ ટાળવો. મગની લીલી દાળનો પાઉડર બનાવીને તેનો ઉપયોગ કરવો. જે ત્વચાને પ્રાકૃતિક કોમળતા પ્રદાન કરીને ચમકદાર બનાવે છે. મગની લીલીદાળના પાઉડરને દહીં કે દૂધમાં ભેળવીને તેનો ઉપયોગ કરી શકો છો.

* તેલ એ વાળના જીવન માટેનું અમૃત જ નહીં પરંતુ બાળને સારા અને મુલાયમ રાખવા માટે અત્યંત જરૂરી છે. વાળનો સારી રીતે ગરીશ્ડલુક આપવા વાળને ધોતા અગાઉ અડધો કલાક પહેલા તેલ નાંખવું પછી શેમ્પૂ કરવું.

* ફાઉન્ડેશનને ચહેરાના ડાઘ ધબ્બા છૂપાવવા માટે વાપરી શકાય છે. પરંતુ જો તેને લિપસ્ટિક અને આઈ-શેડો સાથે મિક્સ કરીને વાપરવામાં આવે તો તેના શેડ્સ બદલાઈ જાય છે, નવા શેડ્સ મળે છે.

* સગર્ભાવસ્થા દરમિયાન વાળની નિયમિત સંભાળમાં સપ્તાહમાં બેથી ત્રણ વાર માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોવાનો ક્રમ હોવો જોઈએ. જો આવશ્યક ના હોય તો હેર-ડ્રાયર્સ વાપરવાનું ટાળો. વાળને હવામાં આપોઆપ સૂકાવા દો. સપ્તાહમાં એક વાર મેંદીની સારવાર વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે વાળમાં જથ્થો અને ચમક વધારીને વાળની સુંદરતાને વધારે છે. સપ્તાહમાં એક વાર વાળમાં તેલમાલિશ કરવું જરૂરી છે. રાત્રે વાળમાં તેલમાલિશ કરીને સવારે વાળને ધોઈ લો.

* ખીલ-ફોડકી અને ગડગુમડવાળી ત્વચા માટે આ ઉપાય કરો. ચંદનની પેસ્ટમાં થોડાં ટીપાં ગુલાબજળ મેળવીને અસરગ્રસ્ત ભાગ પર લગાવો. તેનાથી ઠંડક મળશે અને ઈન્ફ્લેમેશન ઓછું થશે.

* ટૉપની પસંદગી કરતી વખતે મોટા ભાગના લાંબા ટૉપ પસંદ કરે છે. આવું કરવાને બદલે ટ્યુનિક સ્ટાઈલનું યોગ્ય ફિટિંગવાળું બ્લાઉઝ અને ઉપર સ્વેટર્સ પહેરો. આ સ્ટાઈલમાં ટીશ્યુ ટીસ, સ્વેટર્સ અને ફ્લેનલ્સ, કૅમ્બ્રેસ અને સિલ્ક ટૉપ લૅગિંગ સાથે પરફેક્ટ લાગે. ટૉપ હિપ્સથી ૨-૩ ઈંચ નીચે હોવું જોઈએ. હિલ્સ વાળાં સૅન્ડલ્સ પહેરતાં ન હો તો બહુ લાંબુ ટૉપ પહેરવાનું હિતાવહ નથી. ટૉપની આગળની લંબાઈ કરતાં પાછળના ભાગની લંબાઈ થોડી વધુ હોય તો ઠીક છે. જેથી કર્મ્ફટેબલ ફિલ કરી શકો. ટૉપ્સનું ફિટિંગ લૂઝ હોય તો ખ

ભા પરથી યોગ્ય ફિટિંગ કરાવો.

* કર્લી હૅરસ્ટાઈલ હંમેશાં સુંદર જ લાગે. તમારું કોમ્પ્લેકશન ગમે તે હોય તો પણ આવી સ્ટાઈલ કરી શકો. તમારા વાળ કુદરતી રીતે કર્લી હોય તો વાંધો નથી આવતો પણ સીધા અને મુલાયમ હોય તો ઘણો સમય લાગે છે. ઘણાંને ફંકશનમાં જવાનું હોય તો કર્લી સ્ટાઈલ કરવાનું પસંદ કરે છે. વાળ કર્લી કરવા માટે ખાસ ઈન્સ્ટ્રુમેન્ટ વસાવી લેવું જેથી બ્યુટી પાર્લરમાં જવાની જરૂર ન પડે. કર્લી પૉનીટેલ સ્ટાઈલમાં પહેલાં પૉની વાળો વાળના બે ભાગ કરો. એક ભાગના વાળ લઈને વારંવાર ટ્વિસ્ટ કરો. બીજા ભાગના વાળને પણ વારંવાર ટ્વિસ્ટ કરો. ટ્વિસ્ટ કરેલાં વાળ છૂટા રાખો. વાળ કર્લ કર્યા પછી હૅર-સ્પ્રે કરો.

* સ્લીવની ડિઝાઈન પ્રત્યે સજાગ બનવાથી તમારા દેખાવને વધુ આકર્ષક બનાવી શકાય છે. ઠંડીની મોસમમાં ફેશનેબલ દેખાવા માટે ચારથી પાંચ ટ્રેન્ડી ડ્રેસ ખરીદી લો પણ દરેક ડ્રેસની સ્લીવ અલગ અલગ હોય તેનું ધ્યાન રાખવું. તમારા ડ્રેસની સ્લીવને તમે કેટલા પ્રયોગ કરી શકો છો તે જાણી લો. સ્લીવની ડિઝાઈન નક્કી કરતી વખતે એટલું ધ્યાન રાખો કે તમારા શરીરની રચના કયા પ્રકારની છે. પાતળી છે કે ભરાવદાર. તમારો ડ્રેસ ભારી વર્કવાળો તથા ટાઈટ ફિટિંગવાળો છે કે થોડી ઢીલું શર્ટ પહેરાવનું પસંદ કરતા હો તો એટલું ધ્યાન રાખવું પેન્ટ કે સ્કર્ટની ફિટિંગ યોગ્ય હોય. તમારા બાવડા સાથે પ્રયોગ કરવાનો હોવાથી બની શકે તો ઘરેણાંનો ઉપયોગ ઓછો કરવો.

* વાંસાના વાળ ઓછા કરવા માટે ઘણાં ઘરેલુ ઉપાયમાં વાંસામાં રાખ ઘસવાનું કહેતાં હોય છે, ઘણાં લિંબુ અને ખાંડ મિક્સ કરીને તરત તેને વાંસામાં ઘસવાનું કહે છે. પણ વાંસાની સ્કીન સેન્સેટીવ હોય તો આ બધા ઉપાયથી તમને લાલ ચકામા થઇ જશે. માટે બને તો ચણાંનો લોટ તમે ઘસી શકો છો. જો કે આ બધાં ઘરેલુ ઉપચારથી તરત ફાયદો નથી થતો હોતો. માટે તમે નજીકના ભવિષ્યમાં બેકલેસ પહેરવાની ઇચ્છા રાખતા હોવ તો એકવાર બેક વેક્સ કરાવી લેવું. વેક્સ કરાવ્યા બાદ થોડા સમય પછી વાંસામાં થોડી રુંવાટી આવે એટલે ચણાનો લોટ ઘસવો જેથી નવી રુંવાટી વધારે પ્રમાણમાં નહીં આવે.

* ખીલ જેવી ઝીણી ઝીણી ફોડલીઓથી છુટકારો પામવા ચંદનની પેસ્ટ લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. આ ઉપરાંત આંતરિક વસ્ત્રો સુતરાઉ પહેરવા.

* સુકા કેશની સમસ્યાથી મુક્તિ મેળવવા શેમ્પૂ કર્યા પછી અચૂક કંડિશનર લગાવો. માથાની ત્વચા પર એલોવેરા જ્યૂસથી માલીશ કરો. તેનાથી વાળની કુદરતી ભીનાશ પાછી ફરે છે. જૈતૂનના તેલને નવશેક ગરમ કરીને અઠવાડિયામાં બે વખત માલિશ કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. વાળને વારંવાર ધોવાનું ટાળો. બહાર જાઓ ત્યારે માથા પર સ્કાર્ફ બાંધી રાખો જેથી ઠંડી હવાથી વાળનું રક્ષણ કરી શકાય.

* રાત્રે સૂતી વખતે શરીર પર ઓઈલી ક્રીમ અને ચહેરા પર નાઈટ ક્રીમ લગાવો. તેનાથી રાતભર ત્વચાને પોષણ મળે છે અને તેનું પુન : નિર્માણ થાય છે.

* રાત્રે સૂવાથી પહેલા નાભિમાં ઘી અથવા તેલ લગાવવાથી હોઠ ફાટતા નથી અને મુલાયમ રહે છે.

*

સખીઓ, મારી રસોઇમાં જાણવા જેવું અને વાનગીઓની તથા સુંદરતાની સંભાળની સીરીઝની ઇબુક્સ ઉપરાંત લઘુનવલ "મોનિકા" અને "પ્રેમપથ" પણ વાંચી શકો છો.