Its-a-Match - 2 in Gujarati Fiction Stories by Maulik Zaveri books and stories PDF | ઇટ્સ અ મેચ ૩ - 2

Featured Books
Categories
Share

ઇટ્સ અ મેચ ૩ - 2

ચૈતાલી – મૃણાલ, તું કહેતો હતો કોઈ આકાંશા વિષે. ફોન પર બીજી તરફથી મને પૂછે છે.

ચૈતાલી સોની મારી બેસ્ટ ફ્રેન્ડ, અમે નાનપણથી સાથે મોટા થયા. એકાઉન્ટસમાં હું થોડો આળસુ હતો, એટલે મારી નોટ્સ બનાવવાનું કામ ચૈતાલીનું હતું. એ થોડી કંજૂસ છે સ્વભાવે, એટલે પાર્ટી આપવાનું કામ હંમેશા મેં જ કર્યું છે, આમ સ્વભાવે સીમ્પલ અને સમજુ છે એટલે મને એની સાથે વધારે ફાવે પણ, એટલે જ એ બેસ્ટ-બડ્ડી છે. ચૈતાલીની વાત સાથે સહમત થવામાં જરા પણ ડર કે શંકા ના થાય કેમ કે એ ખુબ સમજણ પૂર્વકના વિચારો ધરાવે છે.

મૃણાલ – હા, એક છોકરી છે, આકાંશા શાહ, એણે મારી પ્રોફાઈલ લાઇક કરી છે.

ચૈતાલી – ક્યાં લાઇક કરી? આઈ મીન, તું ડેટિંગ એપ પર છે?

મૃણાલ – ના રે, પાગલ છે કે? મેં હસતા હસતા કહ્યું. આઈ વોન્ટ પરમેનેન્ટ. હું મેટ્રીમોની એપ પર છું.

ચૈતાલી – અચ્છા...

મૃણાલ – છોકરી સારી છે.

ચૈતાલી – ઓંવ... મતલબ તને ગમી ગઈ.

મૃણાલ – અમમ... કદાચ. પછી ખબર નહિ.

ચૈતાલી – વાત કરી કે નહિ?

મૃણાલ – નહિ ને યાર... કેવી રીતે? નંબર નથી.

ચૈતાલી – ઓહ... કેમ એ એપ પર કોન્ટેક્ટ ના થાય? મેસેજ ના થાય?

મૃણાલ – થાય. પણ એના માટે પ્રીમીયમ પેકેજ લેવું પડે.

ચૈતાલી – અચ્છા..

મૃણાલ – તું શું કહે છે?

ચૈતાલી – પહેલાં છોકરી વિષે તો વાત કર... કોણ છે? કેવી છે? તને કેમ ગમી?

મૃણાલ – એ તો પરી છે. ચહેરો જાણે ચાંદ. લાંબા આછા સોનેરી વાળ. પ્રેમનાં લાલ રંગથી ભરપુર વન પીસ પહેરેલું, સુંવાળા, સુંદર હાથ, નાજુક કોમળ અને અત્યંત ગોરા એના પગ, ખરેખર દીપિકા આની સામે કઈ ના લાગે. હું તો આ પગ જોઇને જ ફિદા થઇ ગયો.

ચૈતાલી – દીપિકા ની તો ખબર નહિ. તું બોલે છે એ રીતે જાણે ઈમેજીન શની લીયોનીને કરતો હો.

મૃણાલ – હહાહા....ઈરોટિક અંદાજે. અંદર શ્વાસ ભરીને, શ્વાસ છોડતા જવાબ આપ્યો મેં.

એ પણ કઈ નથી, આની સામે.

ચૈતાલી – શટ અપ. આટલી સુંદર પસંદ કરીશ તો રોજના વાંધા પડશે.

મૃણાલ – કુછ ભી યાર... કયા જમાનાની છે તું? છોકરી સુંદર છે એટલે શું સ્વભાવે સારી ના હોય એમ?

ચૈતાલી – હા, પછી જયારે બહાર લઇ જઈશ ત્યારે બધા એની સામે જોશે, અને તું પછી શું કરીશ?

મૃણાલ – એવું બધું વિચારવા જઈએ તો કુવારા રહી જઈએ.

ચૈતાલી – તારા મમ્મીને કહ્યું તે?

મૃણાલ – ના. હજુ નહિ.

ચૈતાલી – હાહાહ.. પહેલા એની હા આવે પછી આગળ વધાશે.

મૃણાલ – હ્મ્મ્મ... પણ.... આઈ લાઇક હર.

ચૈતાલી – હજી તે જોઈ પણ નથી એને અને યુ લાઇક હર. મૃણાલ, ખયાલી પુલાવ નહિ બનાવતો. સમજ્યો.

મૃણાલ – હા યાર....

ચૈતાલી – ગુડ. ચલ.. મારે થોડું કામ છે. હું ફોન રાખું.

મૃણાલ - .... કઈ જવાબ ના આપ્યો.

ચૈતાલી – એ.... હલો..

મૃણાલ – હા... હા. હા.

ચૈતાલી – મૃણાલ. હજી તને એના વિષે કઈ નથી ખબર. ખોટું કઈ વિચારી નહિ લે, આગળ જઈને દુઃખ થશે. સમજાય છે.

મૃણાલ – હા, ચૈતાલી. સમજુ છું.

ચૈતાલી – ગુડ. ટેક કેર. ચલ બાય.

મૃણાલ – બાય બાય...

મેં ફોન મુક્યો. એપ પર આકાંશાની પ્રોફાઈલ ઓપન કરી, એના ફોટાને નિહાળવા માટે.... લગભગ છેલ્લા ૫ કલાકમાં ૧૦મી વખત ફોટો જોયો હશે.

ફોન ચાર્જ પર મૂકી હું મારા રૂમમાં ચાલ્યો ગયો.

અંક ૨.

નમસ્કાર. વાચવા બદલ આભાર.

વધારે અંક ૩ - જોડાયેલા રહો.