Sindabad in Gujarati Adventure Stories by KulDeep Raval books and stories PDF | સીંદબાદની બીજી સફર - 2

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

સીંદબાદની બીજી સફર - 2

      કેટલાક મહિનાઓ વીતી ગયા. સીંદબાદને કામ વિના બેસી રહેવું પડ્યું અને હવે ઘરે બેઠા બેઠા કંટાળો આવવા લાગ્યો. તેને બીજા દેશ જવાની ઇચ્છા થઈ. તેણે કેટલોક માલ લીધો અને ફરી પાછા સમુંદરના કિનારે આવી એક વહાણમાં બેસી ગયો. વહાણમાં તેની સાથે અમુક પરિચિત વેપારીઓ પણ હતા એટલે સીંદબાદ ને સારો એવો તેમનો સાથ સહકાર મળી ગયો.

      રસ્તામાં એક ટાપુ આવ્યો. ત્યાં કેટલાક વેપારી ઉતાર્યા અને તેમનો માલ વેચવા લાગ્યા. આ ટાપુ પર ફળ-ફૂલના વૃક્ષો ખૂબ જ દેખાતા હતા. પક્ષીઓ મધુર કલરવ કરતાં હતા. ફક્ત માણસો જ દેખાતા હતા. કોઈ પણ જાનવર દેખાતું ન હતું. સીંદબાદ ના સાથી વૃક્ષો પર ચડીને ફળ-ફૂલ તોડવા લાગ્યા. સીંદબાદ ને કકડીને ભૂખ લાગી એટલે તે જમવા બેસી ગયો. ભરપેટ જમ્યા બાદ સીંદબાદ ને નીંદર આવી ગઇ અને તે ઘસઘસાટ સૂઈ ગયો. જ્યારે તે ઉઠ્યો ત્યારે તે જે વહાણ માં આવ્યો હતો તે વહાણ તો ક્યારનુયે દૂર સમુંદરમાં આગળ નીકળી ચૂક્યું હતું.

       બીજા માણસો જે આ ટાપુ પર દેખાતા હતા તે લોકો પણ એક વહાણમાં આવ્યા હતા વેપાર કરવા અને તે લોકો પણ ખૂબ જ દૂર નીકળી ચૂક્યા હતા. મતલબ કે આ ટાપુ પર હવે સીંદબાદ એકલો જ રહી ગયો હતો. આ ટાપુ પર ન કોઈ પ્રાણી કે ના કોઈ મનુષ્ય એકલો સીંદબાદ. હવે સીંદબાદે જાતે પોતેજ આ મુસીબતમાંથી માર્ગ કાઢવાનો હતો. તે એક વૃક્ષ પર ચડ્યો અને દૂર નજર નાખી. તેણે આ ટાપુ પર દૂર દૂર એક સફેદ મોટા ગોળા જેવુ કઈક દેખાણું. તેણે સમજણ ના પડી કે આ શું છે. સીંદબાદે તેની નજીક જવાનું વિચાર્યું. તે ઉત્તર દિશા તરફ ચાલતો થયો. ચાલતા ચાલતા અંતે સીંદબાદ તે વિશાળ ગોળા પાસે આવી પહોચ્યો. તેણે ગોળને હાથ વડે સ્પર્શીને જોયો તો એક સફેદ ચમકદાર સફેદ ગોળાકાર પત્થર હોય તેવું લાગ્યું. ચારે બાજુ થી જોયું પણ આ ગોળની અંદર જવાનો કોઈ રસ્તો ન દેખાયો.

     થોડીક જ ક્ષણોમાં સુરજ આથમવા લાગ્યો. એક મોટો અવાજ સંભળાયો. સીંદબાદે ઉપર આકાશમાં જોયું તો આકાશ માં એક વિશાળ રાક્ષસી પક્ષી દેખાણું. પછી સીંદબાદ ને ખ્યાલ આયો કે આ કોઈ પત્થર નહીં પણ આ વિશાળ રાક્ષસી પક્ષીનું ઈંડું છે. સીંદબાદ ત્યાં એક વૃક્ષ પાછળ સંતાઈ ગયો. પેલું રાક્ષસી પક્ષી આવ્યુ અને તેના ઈંડા પર બેસી ગયું. પક્ષીએ તેની પાંખથી ઈંડા ને ઢાંકી દીધું હતું. રાત્રિ થવા આવી. સીંદબાદે વિચાર્યું કે આ રાક્ષસી પક્ષી સવારે જરૂર ઉડશે. તેથી તેણે પોતાની પાઘડી કાઢી, તેના શરીરને પક્ષીના પગ સાથે બાંધી દીધું અને તે પણ સૂઈ ગયો.

     બીજા દિવસે સવાર પડી અને આ પક્ષી તો ટાપુ પરથી દૂર ઉડવા માંડ્યુ. અને બીજા કોઈ પ્રદેશના પર્વતની ચોટી પર ગયું . તે પર્વતની ચોટીમાં ઊંડી ખાઈ હતી. તેમાં ઘણા બધા સાપ રહેતા હતા. એ સાપને ખાવા આ પક્ષી અહી આવ્યું હતું. પક્ષીએ જેવુ પર્વત પર ઉતરાણ કર્યું કે પાઘડી નો છેડો છૂટી ગયો અને સીંદબાદ નીચે પડી ગયો ખાઈમાં. પક્ષી સાપનો શિકાર કરીને જતું રહ્યું. આ ખાઈમાંથી બચવાનો કોઈજ ઉપાય નહતો. અત્યારે સાપ થોડાક જ હતા. ખાઈમાં કેટલાય હીરા મોતી પડેલા હતા પણ જીવ થી વાલુ કશું જ નહતું સીંદબાદ માટે. રાતે આ જગ્યા સાપોથી ભરાઈ જવાની હતી તે સીંદબાદ જાણતો હતો. તેને સામે જોયું તો એક નાની ગુફા દેખાણી. તે ગુફામાં ગયો અને એક મોટા પત્થર વડે ગુફાનું મુખ બંધ કરી દીધું. આખી રાત સીંદબાદે તે ગુફામાં વિતાવી. રાતે સાપોનો અવાજ ભયંકર લાગતો હતો. એમ ને એમ સવાર પડી ગઈ. સીંદબાદ ઉઠ્યો પત્થર હટાવીને ગુફાનું મુખ ખોલ્યું. અને બહાર આવીને જોયું તો અજવાળામાં કેટલાય ચમકદાર હિરા-મોતી ચમકી રહ્યા હતા. થોડી જ વારમા માંસના ટુકડા ઉપરથી નીચે પાડવા લાગ્યા.

     માંસના ટુકડાનો વરસાદ? આ કઈ રીતે શક્ય છે? પછી સીંદબાદને તેના પિતાએ કહેલી એક વાત યાદ આવી. બુંબાર પ્રદેશના લોકો પર્વતોની ખાઈમાંથી હીરા મેળવવા માંસના મોટા મોટા ટુકડા ખાઈમાં નાખતા હતા. આ માંસના ટુકડાની લાલચમાં ગીધ પક્ષીઓ આવતા અને એ ટુકડાને ઉપર લઈ જતાં. લોકો ગીધને તીર વડે હુમલો કરીને ભગાડી દેતા હતા અને પેલા માંસના ટુકડા સાથે ચોંટી આવેલ હીરા-મોતી લઈ લેતા. હવે આ માંસના ટુકડાના વરસાદ નું રહસ્ય સીંદબાદ સમજી ગયો. તેણે એક પોટલી ભરીને ઘણા બધા હીરા મોતી તેમાં લઈ લીધા અને પાઘડી વડે એક મોટા માંસના તુકડા સાથે બંધાઇ ગયો. થોડી વારમાં ગીધ આવ્યા અને તે જ ટુકડો પર્વતની છોટી પાસે લઈને આવ્યા. લોકોએ તીર મારી ને ગીધને ભગાડી મૂક્યું. માંસનો ટુકડો સીંદબાદ સાથે નીચે પડ્યો. ત્યાંના લોકો સીંદબાદને જોઈને નવાઈ પામ્યા. સીંદબાદને થોડું લોહી વહેતું હતું એટલે એ બધા માણસોએ સીંદબાદની સારવાર કરી. સીંદબાદે તે લોકોને તેની સફર વિષે સંક્ષિપ્તમાં બધી જ જાણકારી આપી દીધી. સીંદબાદે કહ્યું અહીથી સમુંદર ના કિનારા સુધી જવામાં મને મદદ કરો. અને એ લોકો તેને સમુંદર કિનારા સુધી છોડવા આવ્યા. સીંદબાદ ને આ લોકો ખૂબ ગમ્યા તેણે પોતાની પોટલી માંથી અડધા હીરા અને મોતી તે લોકો ને આપી દીધા. તે લોકો બહુ ખુશ થઈને પોતાના ઘરે ગયા.

     સમુંદરના કિનારે સીંદબાદે એક વહાણ આવતું જોયું અને તે વહાણ બસરા જતું હતું. તે વહાણમાં બેસીને બસરા ગયો અને હીરા મોતી વેચીને ખૂબ જ ધન કમાયો. ત્યારબાદ તે બસરાથી સીધો જમીનના માર્ગે બગદાદ પાછો આવ્યો. મહા મુસીબતે ઘરે પાછો આવેલો સીંદબાદ વિચારે છે કે, “હવે આજ પછી હું ફરી સમુંદર યાત્રા કરીશ નહીં.”

-કુલદીપ