The Ooty.... - 1 in Gujarati Fiction Stories by Rahul Makwana books and stories PDF | ધ ઊટી....(Part -1)

Featured Books
Categories
Share

ધ ઊટી....(Part -1)

 1.


સમય - સવારના 11 કલાક
સ્થળ - વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલ.

  અખિલેશ સાઇકોથેરાપી માટેના રૂમમાં રહેલ લાંબી ખુરશી પર બેઠેલો હતો, તેની ફરતે સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજન તેની હેલ્થ ટીમ સાથે ઉભેલ હતાં, જેમાં પોતે ઉપરાંત સાઈકિયાટ્રિક નર્સ, સોસીયલ વર્કર, સાઇકોથેરાપીસ્ટ, અને વોર્ડબોય વગેરે અખિલેશને ઘેરીને ઉભા હતાં.

  અખિલેશના એક હાથ પર મલ્ટીપેરા મોનિટરનો પ્રોબ લગાડેલ હતો,અને બીજા હાથમાં બોટલ ચડાવવા માટેની સોય નાખેલ હતી જેમાંથી અખિલેશને બોટલ ચડી રહી હતી, અને મલ્ટીપેરા મોનિટરમાં અખિલેશના વાઈટલ સાઈન જેવા કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, બ્લડપ્રેશર, કાર્ડિયોગ્રામ વગેરે દર્શાવી રહ્યાં હતાં, અને મલ્ટીપેરા મોનિટરમાંથી અલગ- અલગ એલાર્મ વાગી રહ્યાં હતાં. સૌ કોઈનાં ચહેરા પર ચિંતાની થોડીક રેખાઓ દેખાય રહી હતી.

  એવામાં અચાનક અખિલેશ જોરથી એક બુમ પાડી ઉઠ્યો, મને બચાવો કોઈ મારી મદદ કરો, તે મને મારી નાખશે, મહેરબાની કરીને મને બચાવો, આટલું બોલી અખિલેશ એક ઝબકારા સાથે જાગી ગયો, તેના ચહેરા પર પરસેવો વળી ગયો, એક્દમથી હેબતાઈ ગયો, તેના હૃદયના ધબકારા તથા શ્વાસોશ્વાસ એક્દમથી વધી ગયાં.

  આ જોઈ ડૉ. રાજને પરિસ્થિતિનો તાગ લગાવી લીધો, તેને ખ્યાલ આવી ગયો, તેને સમજાય ગયું કે પોતે અખિલેશને જે ડીપ કોમાં સાઇકોથેરાપી આપી રહ્યાં છે, તેની અખિલેશ પર સારી એવી અસર થઈ રહી હતી.
   
   ત્યારબાદ ડૉ. રાજનએ અખિલેશને શાંત પાડતાં કહ્યું કે

" ડરીશ નહીં, અખિલેશ, કોઈ તને કાંઈ નહીં કરી શકે..અમે લોકો તારી પાસે જ ઉભા છીએ."

"પણ ! સાહેબ એ મારી એકદમ નજીક આવી રહ્યો છે, અને તે મને મારી નાખવાના ઈરાદા સાથે જ આવેલ છે." - અખિલેશ વધારે ગભરાતા આવાજ સાથે બોલ્યો. 

"અખિલેશ ! તું એકદમ ધ્યાનપૂર્વક જો, એ કોણ છે જે તને મારવા માટે આવી રહ્યો છે." - ડૉ. રાજન અખિલેશને શાંત પાડતા બોલ્યાં.

"સાહેબ ! હું એ વ્યક્તિને નથી ઓળખતો, અને હું એને ક્યારેય પણ મળેલ નથી, પરંતુ ખબર નહીં કેમ તે મને મારવા માંગે છે…?"

"આ ! પહેલા તમે તે વ્યક્તિને ક્યાંય જોયેલ ખરો…?" - ડૉ.રાજને આતુરતાપૂર્વક અખિલેશને પૂછ્યું.

"હા ! સાહેબ આ વ્યક્તિ ઘણીવાર મારા સપનામાં આવે છે, અને સપનામાં પણ તે મને મારવા જ માગતો હોય છે." - અખિલેશે જવાબ આપ્યો.

"અખિલેશ ! તું એ વ્યક્તિનો ચહેરો ઓળખવા માટે પ્રયત્ન કર..!" - ડૉ. રાજને હિંમત આપતા કહ્યું.

"સાહેબ ! મેં ઘણીવાર એ વ્યક્તિનો ચહેરો ઓળખવામાં માટે પ્રયત્નો કર્યા, પરંતુ તે બધાં જ વ્યર્થ ગયાં, કારણ કે તે વ્યક્તિનો ચહેરો દરવખતે મને ધુધળો જ દેખાય છે." - નિસાસો નાખતાં અખિલેશ બોલ્યો.

"અખિલેશ ! ભગવાન જો તમારી જિંદગીમાં અંધકાર આપે છે, તો તે અંધકાર માંથી બહાર નીકળવા માટે કોઈ નાની એવી પ્રકાશરૂપી રોશની પણ આપે જ છે, આપણે જરૂર હોય છે તો તેને યોગ્ય સમયે ઓળખવાની, તું હજુ પણ ઝીણવટભરી નજરે જો તને એ વ્યક્તિને ઓળખવા માટે કોઈને કોઈ તો અજુગતું દેખાશે...જ.." - ડૉ. રાજન બોલ્યાં.

"સાહેબ ! સાહેબ ! …..એ વ્યક્તિનો ચહેરો તો ધૂંધળો દેખાય છે, પરંતુ જ્યારે તેણે મારા તરફ માથું ઝુકાવીને મને મારવા માટે પ્રયત્ન કર્યો ત્યારે મેં જોયું કે તેના હાથનાં કાંડા પર એક અલગ પ્રકારનું કડલું પહેરેલું હતું અને ગળામાં એક ચેન પહેરેલો છે,જેમાં સિંહનાં મુખારવિંદ દેખાય રહ્યો છે…" - અખિલેશે ડૉ. રાજનને અધવચ્ચે જ અટકાવતા બોલ્યો.

"ઓકે ! અખિલેશ ! ખુબ સરસ તે નિરીક્ષણ કર્યું તે..તારૂ આ નિરીક્ષણ તને હાલ અને ભવિષ્યમાં આવનારી તકલીફો માંથી બહાર આવવા માટે ખુબજ ઉપયોગી સાબિત થશે." - આટલું કહી ડૉ. રાજને અખિલેશને પેલી ખુરશીમાં બેઠો થવા માટેની સૂચના આપી.

  ત્યારબાદ મેડિકલ ટીમના અન્ય કર્મચારીઓએ મલ્ટીપેરા મોનિટર ના બધાં પ્રોબ હટાવ્યા અને જે નસમાં જે બોટલ ચડી રહી હતી તે ડિસ્કનેક્ટ કરી દીધી, અને અખિલેશને ડૉ. રાજને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.

"સાહેબ ! હું અંદર આવી શકુ છું.." 

"યસ ! આવ ! અખિલેશ..!"

"સાહેબ ! શું થયું છે મને..? શાં માટે તે વ્યક્તિ મને વાંરવાર સપનામાં આવે છે..? શાં માટે તે દરવખતે મને મારવા માટે પ્રયત્નો કરે છે…?..કોણ હશે તે વ્યક્તિ..?..જેને મેં રિયલ લાઈફમાં ક્યારેય જોયેલો જ નથી કે નથી ઓળખતો તો શાં માટે તે મારી સાથે આવું કરે છે..?..અખિલેશનાં મનમાં એકસાથે આવા ઘણાં પ્રશ્નો હતાં જેમાંથી એકપણ પ્રશ્નનો જવાબ ડૉ.રાજન પાસે હાલ કોઈ હતો જ નહીં…"

"સાહેબ મહેરબાની કરીને મને આ તકલીફ માંથી ઉગારો.." - આટલું બોલાતાની સાથે જ અખિલેશની આંખોના ખૂણા ભીના થઈ ગયાં.

"જો ! અખિલેશ, આપણે તને જે તકલીફ છે, તેના નિદાન માટેની પ્રોસેસ શરૂ કરી દીધી છે, પણ પાક્કું નિદાન કરવા માટે હજુપણ તારે ચાર પાંચ વખત આવવું પડશે…!" - ડૉ. રાજને અખિલેશને સાંત્વના આપતા બોલ્યાં.

"સાહેબ ! પાંચ વખત નહીં, તમે કદાચ તમે મને પચાસ વખત બોલાવશો તો પણ હું આવવા ત્યાર છું, બસ મને કોઈપણ કિંમતે આ મુશ્કેલીમાંથી બહાર કાઢો.."

"સ્યોર ! હું તારી મદદ કરીશ…!"

"પણ...પણ..સાહેબ આ તકલીફને લીધે હું છેલ્લા 20 દિવસથી શાંતિથી ઊંઘી નથી શક્યો.." - લાચારી ભરેલા અવાજે અખિલેશ બોલ્યો.

"ઓકે ! હું તને એક મેડિસિન લખી આપું છું, એ તારે રાતે સુતા પહેલા લેવાની છે, જેથી તને શાંતિથી સારી ઊંઘ આવી જશે.." - ડૉ. રાજન પ્રિસ્ક્રિપ્શન લખતાં - લખતાં બોલ્યાં.

"થેન્ક યુ વેરી મેચ, સર" - અખિલશ ભાવુક બનતા બોલ્યો.

   ત્યારબાદ અખિલેશ ડૉ. રાજને આપેલ પ્રિસ્ક્રિપ્શન લઈને, હોસ્પિટલ કેમ્પસમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન લઈને પોતાના ઘરે જવા માટે રવાનાં થયો.

  આ બાજુ ડૉ. રાજને પોતાના કલાસમેટ અને બેસ્ટ ફ્રેન્ડ ડૉ. અભયને કોલ કરીને પોતાની હોસ્પિટલે બોલાવ્યો. ત્યારબાદ બનેવે અખિલેશના કેસ વિશે ડિસ્કશન કર્યું, ડિસ્કશન પૂરું કર્યા બાદ ડૉ. રાજન બોલ્યાં કે.

"સી.! નીરવ....મેં અત્યાર સુધી ઘણાં બધાં કેસ સોલ્વ કરેલા છે..પરંતુ અખિલેશનો કેસ મને આ બધા કેસ કરતાં કંઈક અલગ જ લાગે છે, હાલમાં તો તેને મેં સાઇકોથેરાપી શરૂ કરી દીધેલ છે, અને મેડિસિન પણ લખી આપેલ છે, પરંતુ આ કેશમાં મારે તારી થોડીક મદદની જરૂર પડશે..તો તારે મારી મદદ કરવાની છે."

"સ્યોર ! વ્હાઈ નોટ..! હું તને ચોક્કસ મદદ કરી...પ..ણ..!"

"પણ..પણ...શું અભય…?"

"અખિલેશનો કેસ તે જોયેલા બધા કેસ કરતાં અલગ તો છે જ તે અને સાથે-સાથે મિસ્ટરીયસ પણ છે, તેની આ બીમારી અખિલેશની જિંદગીમાં કેટ-કેટલાં તુફાનો, બદલાવો, તકલીફો, આશ્ચર્ય લઈને આવશે તેનો અખિલેશને સપનામાં પણ ખ્યાલ નહીં હોય.."

"પણ ! જો અભય તું મારી મદદ કરીશ તો આપણે અખિલેશને આ બીમારી કે તકલીફમાંથી હેમખેમ બચાવી શકવામાં સફળ થશું.."

"સ્યોર ! ઓફકોર્સ વી ડુ ધીસ ટુ ગેધર.." 

  ત્યારબાદ અભય અને રાજને થોડીક ગંભીર અને ગહન ચર્ચા કરી, અને પછી અભયે રાજન પાસે જવા માટેની પરમિશન માંગી, અને અભય પોતાની હોન્ડા સીટી કારમાં સેલ્ફ મારી પોતાની હોસ્પિટલ તરફ જવા માટે રવાના થયાં.


ક્રમશ : 

    મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com