અત્યારે બધા હોલ માં બેઠા છે જ્યોતિબેન અને ઘર ના બધા જાણી ગયા છે કે રશ્મિ રોહન ને પસંદ કરે છે બધા ને રશ્મિ પસંદ છે એટલે રશ્મિ ને પૂછવાનું વિચારે છે પણ પૂજા એને બીજી રીતે જાણવા માટે એક પ્લાન બનાવે છે બધા એમાં હામી ભરે છે પુજા એ બધા ને સમજાવી દીધું હવે પૂજા રશ્મિ ને બોલાવવા જાય છે..
પૂજા:- તું અહીંયા એકલી શુ બેઠી છે ચલ ત્યાં બધા મેરેજ ની ચર્ચા કરે છે ને ફઈ ને પણ કંઈક કામ છે તારું તો બોલાવે છે
રશ્મિ:- હા હું જરા મારા કપડાં ગોઠવતી હતી બસ થઈ ગયું ચાલ જઈએ
બન્ને હોલ માં બધા બેઠા છે ત્યાં આવે છે
રશ્મિ :- હા આંટી બોલો તમારે કાઈ કામ હતું એવું પૂજા એ કીધું
જ્યોતિબેન :- અરે આવ બેટા હા કામ તો છે અમે બધા વિચારીએ છે કે હવે રોહન ની ઉંમર પરણવાલાયક થઈ ગઈ છે અને હવે એ ના પાડે તો પણ એનું નહિ ચાલે તો એના માટે ઘણી છોકરીઓ ના ફોટા મગાવી રાખ્યા છે અમે બધા જોયે છે કે કોણ સારી લાગશે એની સાથે તો આવ તું પણ મદદ કર તું એની પસંદ નાપસંદ જાણે છે તો તું અમને મદદ કર પછી આપણે પસંદ કરેલા ફોટા એ આવે એટલે એને બતાવશું
આ સાંભળી રશ્મિ તો જડવત બની ગઈ કેમ કે જે વ્યક્તિ ને પોતે આટલો પ્રેમ કરે છે જેની સાથે જિંદગી વિતાવવા ના ના જાણે કેટલા સમય થી સપના જુવે છે એના માટે છોકરી પસંદ કરાઈ રહી છે અને એમાં એને જ મદદ કરવા માટે બોલાવાઈ છે
પૂજા :"શુ વિચારે છે અહીંયા બેસ અને જો આ ફોટોસ અમે લોકો એ પસંદ કર્યા છે તું પણ જોઈ લે એટલે એ આવે એટલે એને બતાવી દઈએ
રશ્મિ તો ચૂપચાપ હકાર માં માથું હલાવે છે એની મનઃસ્થિતિ પૂજા જાણી ગઈ પણ એ આજ એકદમ ફીરકી લેવાના મૂળ માં હતી એતો ફોટા બતાવયે જાય અને વખાણ કર્યે જાય
પૂજા:- હે રશ્મિ આ બહુ જ સુંદર છે નહિ?
રશ્મિ :- અરે ના આ જરાય સારી નથી..
પૂજા:- અરે આની આંખો જોઈ કેટલી સરસ છે રોહન તો જોતા જ ડૂબી જશે એની આંખો મા..
રશ્મિ:- શુ યાર મને તો કઈ એવું ખાસ નહિ લાગ્યું.
પૂજા:- લે કાઈ ખાસ ના લાગ્યું? સારું તો આ જો અરે આની હાઈટ તો એકદમ રોહન ને મેચ થાય છે
રશ્મિ:- ના જરાય નહિ આ તો કોઈ હિસાબે એની સાથે નહીં સારી લાગે
બધા રશ્મિ નું આવું વર્તન જોઈ મનોમન હસે છે પણ બહાર કળાવા નથી દેતા અને અહીંયા રશ્મિ ને અત્યારે જાણે કાપો તો પણ લોહી ના નીકળે એ પરીસ્થિતિ માં છે જેની દુલ્હન થવા ના સપના પોતે જોતી હતી એના માટે એ પોતે દુલ્હન પસંદ કરી રહી છે રશ્મિ ની આંખ માંથી આંસુ નીકળવા પર હતા એટલે એને કહ્યું તમે રોહન ને જ પૂછી લો ને એમ કહી ઉઠી ને રૂમ માં જવા જાય છે ત્યાં પૂજા હાથ ખેંચી ફરી બેસાડે છે અરે યાર ક્યાં જાય છે હજી ફોટા બાકી છે જોતો ખરા ફઇ અત્યારે ફૂલ સાસુ બની જાવા ના મૂડ માં છે ને જો રોહન હા પાડે તો મારા લગ્ન પર જ એની સગાઈ કરી નાખવી છે કેમ ફઈ સાચી વાત ને ??
જ્યોતિબેન:- હા હવે એનું નહિ ચાલે..તું હજી છે ફોટા જો અને કહે રોહન માટે કઈ છોકરી બરાબર રહેશે..
રશ્મિ ની ઈચ્છા ના હોવા છતાંય જ્યોતિબેન ના કેહવા થી એ કમને ફોટા જુવે છે એ બસ ઉપરછલ્લી નજર નાખી અને જલ્દી રૂમ માં જવા માંગે છે કારણ કે હવે આંસુ એનો બહુ સાથ નહિ આપે એ એને ખબર હતી ક્યાંય બધા ની સામે ના રડી પડે માટે ફટાફટ ફોટા જુવે છે ત્યાં એની નજર એક ફોટા પર પડે છે એને વિશ્વાસ નથી આવતો કે આ સાચું છે ?? કારણ કે એ ફોટો એનો પોતાનો હતો
જ્યોતિબેન એ પૂછ્યું શુ થયું શુ લાગે છે ? આની સાથે કેવી લાગશે મારા દીકરા ની જોડી?? રશ્મિ ની આંખો હર્ષ થી છલકાઈ જાય છે શું હું?? બધા ખડખડાટ હસી પડે છે જ્યોતિ બેન વ્હાલ થી એનો ચહેરો એના બેય હાથ માં લઇ મસ્તક ચૂમે છે અને કહે છે હા બેટા તું..
મારા દીકરા ને તારા થી સારી છોકરી ક્યાં મળવાની હતી મારા દીકરા ની આટલી સંભાળ તારા સિવાય કોઈ ના રાખી શકે તું મારા દીકરા ની જિંદગી માં આવ પછી હું બેફિકર થઈ જઈશ અમને બધા ને તું અમારી પુત્રવધુ તરીકે ખૂબ જ પસંદ છે પણ તારી શુ ઈચ્છા છે એ અમે જાણવા માંગીએ છે ??
બધા રસ્મિ સામે એનો જવાબ જાણવા માટે એકીટશે જુવે છે રશ્મિ શરમાઈ ને કહે એકવાર રોહન ને પૂછી લો જ્યોતિબેન કહે એને તો પૂછી લઈશું પણ તારી શુ ઈચ્છા છે પૂજા કહે અરે ફઈ એની શુ ઈચ્છા છે એ એની આંખો માં આવતા હરખ ના આંસુ અને લજામણી ના છોડ ની જેમ શરમાઈ અને ગુલાબી થઈ ગયેલા ગાલ જ કહી દે છે કે રશ્મિ ની હા જ છે રશ્મિ શરમાઈ અને જ્યોતિ બેન ને વળગી પડે છે એની આંખ માં અત્યારે હર્ષ ના આંસુ છે જ્યોતિ બેન એને પ્રેમ થી ગળે લગાડે છે અને એના આંસુ લૂછે છે અને કહે છે મારા ઘર માં પહેલીવાર અને છેલ્લીવાર રડી લે પછી મારો દીકરો તને ક્યારેય નહીં રડવા દે જા પૂજા અંદર થી મીઠાઈ લઇ આવ બધા નું મોઢું મીઠું કરાવ આજ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ પૂજા જલ્દી થી મીઠાઈ લઈ બધા નું મોઢું મીઠું કરાવે છે જ્યોતિબેન કહે તારા આંટી ને ફોન લગાવ હુ એમની સાથે વાત કરવા માગું છું
રશ્મિ એના આંટી અલ્પાબેન ને ફોન કરે છે
અલ્પાબેન:" મજા માં છું બેટા તમે લોકો પહોંચી ગયા??
રશ્મિ:"હા હા હું પહોંચી ગઈ છું અને એક સરપ્રાઈઝ છે (રશ્મિ ખુશખુશાલ થઈ બોલી)
અલ્પાબેન:" શુ વાત છે બેટા તું પણ એકદમ ખુશ જણાય છે
રશ્મિ:" હા આંટી એક મિનિટ રોહન ના મમ્મી તમારી સાથે વાત કરવા માંગે છે
જ્યોતિબેન:" જય શ્રી કૃષ્ણ કેમ છો ?
અલ્પાબેન:" એકદમ મજા મા તમે બધા કેમ છો ?
જ્યોતિબેન:" અમે પણ એકદમ મજા મા..
અલ્પાબેન:" (એકદમ ઉત્સાહિત થઈ ને)રશ્મિ એકદમ ખુશ છે એને કહ્યું કંઇક સરપ્રાઈઝ છે અને કહ્યું કે તમારે કૈક વાત કરવી છે શુ વાત છે જલ્દી કહો પ્લીઝ
જ્યોતિબેન :" હા હા કોઈ બીજી વાત ના કરતા સીધી મુદા પર જ આવું છું તો વાત જાણે એમ છે કે હું તમારી પાસે મારા દીકરા રોહન માટે તમારી રશ્મિ નો હાથ માંગુ છું તમારી દીકરી ને હું અમારી પુત્રવધુ બનાવા માંગુ છું
અલ્પાબેન:" શુ ?? રોહન માટે રશ્મિ નો હાથ?? (ખુશ થઈ) અરે એમાં કાઈ પૂછવાનું હોઈ રોહન જેવો સારો છોકરો મારી રશ્મિ ને ક્યાં મળવાનો રશ્મિ ની શુ ઈચ્છા છે??
રશ્મિ જ્યોતિબેન ના ખભે માથું રાખી બન્ને ની વાત સાંભળી રહી હોય છે જ્યોતિબેન મજાક માં એને હાથ ના ઈશારા થી પૂછે છે રશ્મિ કાઈ પણ બોલ્યા વિના શરમાઈ અને પાછળ થી એના ગળા ફરતે હાથ વીંટાળી અને ખુશી થી વળગી પડે છે જ્યોતિ બેન પ્રેમ થી એના ગાલ પર હાથ ફેરવતા કહે છે
જ્યોતિબેન:" રશ્મિ ને પૂછ્યું એની હા છે પણ હું જાણું છું કે રશ્મિ ના માતા પિતા ના અવસાન બાદ તમે રશ્મિ ને માતાપિતા બન્ને નો પ્રેમ આપી સગી દીકરી થી પણ સવાયી સાચવી છે તો એક વડીલ તરીકે તમારી રજામંદી લેવા માંગુ છું હું તમારી રશ્મિ ને તમારી પાસે થી માંગુ છું મારા દીકરા માટે..
અલ્પાબેન ની આંખ માં હર્ષઅશ્રુ આવી જાય છે એ કહે મારી દીકરી ની ખુશી માં મારી ખુશી અને રોહન તો મને પસંદ જ હતો રોહન જેવો છોકરો મારી છોકરી ને ક્યાંય ના મળી શકે મારી હા જ છે
જ્યોતિબેન:" (ખુશ થઈ) શુ હા છે?? એ બધા ને કહે છે કે અલ્પાબેન તરફ થી હા છે બધા ખુશી થી તાળી પાડે છે જ્યોતિબેન કહે ખૂબ ખૂબ અભિનંદન બસ રોહન ને વાત કરવાની બાકી છે એ હા પાડે એટલે પૂજા ના લગ્ન પછી તરત જ સગાઈ કરી નાંખશું
અલ્પાબેન:" હા સારું તો એને પૂછી ને જણાવો જો આટલી વેલી સગાઈ કરવા ની થશે તો તૈયારી પણ ઘણી કરવી પડશે
જ્યોતિબેન :" હા સારું હું તમને ફોન કરું છું ચાલો આવજો જય શ્રી કૃષ્ણ ... કહી ફોન કટ કરે છે
બધા એકબીજા નું મોઢું મીઠું કરાવે છે રોહન નો આખો પરિવાર રશ્મિ ને રોહન માટે પસંદ કરી ખૂબ જ ખુશ છે પણ એ વાત થી તો રશ્મિ અને રોહન નો પરિવાર બધા અજાણ છે કે રોહન તો કોઈ બીજી જ છોકરી ને પ્રેમ કરે છે....
( રશ્મિ ને એના પરિવારે એના માટે પસંદ કરી છે એ રોહન જાણશે ત્યારે શું થશે ??? રોહન કોઈ બીજી છોકરી ને પસંદ કરે છે એ એના પરિવાર ને જણાવશે કે રશ્મિ સાથે લગ્ન માટે હા પાડશે???? રોહન અને રશ્મિ ની જિંદગી શુ વળાંક લેશે ??? રોહન પેલી છોકરી ને ક્યારેક મળી શકશે કે નહીં એ જાણવા માટે વાંચતા રહો દિલ કા રિશ્તા A love story.. અને આપનો અમૂૂલ્ય પ્રતિભાવ આપવાંનું ભુલશો નહિ ...