પ્રસ્તાવના :
મારી આ નવલકથા થોડી કાલ્પનીક તો ,થોડી વાસ્તવિક છે .આ નવલકથા માં સબંધો અને નશીબ એટલે કે ભાગ્ય ની વાત કરી છે .જિંદગી માં દરેક વ્યક્તિ પાસે એક ભવિષ્ય રૂપી પટારો હોય છે .દરેક પટારા ની એક ચાવી હોય છે ,પણ આ ભવિષ્ય રૂપી પટારો એવો છે કે જેની ચાવી કોઈ વ્યક્તિ પાસે હોતી નથી .ગમે તેટલા પ્રયત્ન કરે પણ આ રહ્શ્ય રૂપી પટારા માં શું છે ? તે કોઈ જાણી નથી શકતું .છતાં આ રહ્શ્ય ને જાણવા ક્યાંક હું તો ક્યાંક તમે અને ક્યાંક વિક્રમ -ધારા સતત બેચેન છે.
હદય થી આભાર
મને નવલકથા લખવા ઘણાં બધા મિત્રો સબન્ધીઓ એ મદદ કરી તો મારી પણ ફરજ છે કે મારે તેમનો આભાર માનવો જોઈએ,સૌથી પહેલા આભાર ગોવિંદ પીપરોતર ખુબ-ખુબ આભાર. તેમને મને ઘણી મદદ કરી પ્રોત્સાહિત કરીયો.મારા મિત્રો વિજય,પ્રદીપ,જયેન્દ્ર,ગોવિંદ,રાજીબેન,રસિક વગેરે.
મારા પરિવાર ના સર્વ સભ્યો તેમજ મારા ઇષ્ટદેવ ભક્ત શ્રી દાસારામ બાપા ભગીરથ દાદા સૌવ નો ખુબ ખુબ આભાર .
અર્પણ
દુનિયામાં માતા-પિતા થી સર્વ શ્રષ્ઠ કોઈ હોતું નથી મારીઆ નવલકથા હું મારા માતા-પિતા ને અર્પણ કરું છું.એ મારી ફરજ પણ છે કે મને જે કાય જ્ઞાન 'મળ્યું તે ફક્ત તેઓ ને લીધે.
વિજયકુમાર શીર
********************************************************************************************
અમદાવાદ શહેર૭૦ લાખ ની વસ્તી,જાણે કે કોઈ મેળા માં આવ્યા હોઈ એવું લાગે,મુંબઈ સાથે સ્પર્ધા માં ઉતરિયું હોઈ તેમ લાગે, પણ સવાર ના ૬ વાગ્યે જોવ તો ૭૦ લાખ ની વસ્તી નહિ પણ ૭૦ લાખ બિલ્ડીંગ હોઈ અને સુમસામ રસ્તા ,આવા સુમસામ રસ્તા વચ્ચે એક એસ યુ વી કાર પુરપાટ આવી રહી હતી , આશ્રમ રોડ પર આવેલી એક અદ્યતન ગાયનેક હોસ્પિટલ ના દરવાજા સામે આવી ઉભી .
સિક્યુરિટી ગાર્ડ દરવાજો ખોલ્યો એટલે પાર્કિંગ માં કાર પાર્ક કરી પતિ -પત્ની વેઇટિંગ રૂમ માં ગયા , ૭: ૩૦ મદદનીશ એકતા આવી ને જણાવ્યું કે ડોક્ટર ૧૦: ૦૦ વાગ્યાની આસપાસ આવશે . ૧૦: ૩૦ ડો વિનય સાવરે હોસ્પિટલ પહોચીયા ત્યાં જોયું કે પતિ -પત્ની બેઠા હતા. મદદનીશ આવીને હોસ્પિટલ ખોલી ત્યારે વેહલા આવી ગયા ત્યાર થી ડો વિનય ની રાહ જોય ને બેઠા હતા .ડો વિનય સ્ત્રી રોગ નિષ્ણાત હતા .દમ્પતી ના ચેહરા પર રાત્રે ઉંઘી ન શક્યા હોઈ તેના સ્પષ્ટ હાવભાવ દેખાતા હતા .મદદનિશ પાસે નામ નોંધાવ્યા ,
નામ શું છે ?મદદનીશે પૂછ્યું ,
જેરામ ભાઈ અને મણિ બેન
ડો વિનય હોસ્પિટલ આવ્યા પાંચ મિનિટ પછી બહાર બેલ વાગ્યો મદદનીશ એકતા એ બન્નને અંદર જવા માટે કહ્યું ,જેરામભાઈ અને મણીબેન અંદર ડૉક્ટર ની કેબીન માં ગયા .
"બોલો શું પ્રોબ્લેમ છે?
ડૉક્ટર સાહેબ અમારા લગ્ન થાય તેના ૨૦ વર્ષ થયા છે દીકરીઓ છે પણ એક પણ દીકરો નથી .જેરામભાઈ એ નિરાશ ચેહરે કહ્યું ,સાહેબ અમે કેટલી બાધા માનતા અને જેને કહયું તે ઈલાજ કરાવીયા પણ ......આગળ બોલીના શક્યા મણીબેન ની આંખ માં આશુ આવી ગયા .
થોડીવાર વિચાર ને ડો વિનય પૂછ્યું
ક્યાંથી આવો છો ?
સાહેબ સૌરાષ્ટ્ર ના જામનગર જિલ્લા માં ભાણવડ શહેર પાસે નાનું ગામ દુધાળા થી આવીયે છેએ .
શું વ્યવસાય કરો છો ?
સાહેબ ૨૦૦ વીઘા જમીન છે અને ૫૦ વીઘા માં બોકસાઇટ ની ખાણ છે .જેરામભાઈએ કહયું ,
કેવા પટેલ ?
ના સાહેબ સગર ,
સગર એટલે કેવા ?ડો વિનય ખંભે સ્ટૅષ્ઠકોપ નાખતા કહયું
સાહેબ ભગીરથ વિષે જાણો છો ?
ડો વિનય આશ્રર્ય થી બોલ્યા હા ગંગા ને ધરતી પર લવાયા એ ? બસ એજ અમારા સગર વંશ માં થયા જેરામભાઈ એક બાળક ના ફોટા સામે જોઈ ને કહયું ,
ઓક તમે મહેરબાની કરી બહાર બેસો હું થોડા ટેસ્ટ કરવા માંગુ છું. ડો વિનય જેરામભાઈ ના ખંભે હાથ મુકતા કહયું .
**************************************************************************************************
જેરામભાઈ બહાર વેઇટિંગ રૂમ માં બેઠા અને ભૂતકાળ ના દ્રશ્ય આંખો સામે પસાર થવા લાગ્યા ,
"બરાબર આજ તારીખ એટલે કે સન ૧૯૮૪ દુધાળા ગામ ના પાદર માંથી જાન રવાના થઈ અને અમરદળ ગામ ના સવાભાઈ કરથીયા ના ઘરે સવારે ૭: ૩૦ આવી,હિંદુ વિધિ પ્રમાણે ચાર ફેરા ફરી ને લગ્ન સંપન્ન થયા,વિદાય કર્યા,
આમ સુખ માને સુખ માં દોઢ વર્ષ નીકળી ગયું ખબર પણ ના પડી ને બરાબર ૩/ ૦૩/ ૧૯૮૬ ના સવારે પાંચ વાગ્યે મણીબેન એક રૂપ-રૂપ ના અંબાર જેવી દીકરી ને જન્મ આપ્યો આખા ગામ માં જેરામભાઈ મીઠાઈ વહેંચી,કેમ ના વેચું?ભગવાને મારા ઘરે દીકરી દીધી,અને ધન ધન ની તો વાત જ ક્યાં કરો? કરોડો ની મિલકત,
"સર ચા,
રામુ એ જેરામભાઈ ને સપના માંથી જગડીયા હોય તેમ ડીસ માં ચા નો કપ ધરીને કહ્યું ,ચા નો કપ મોઢે માંડ્યો ત્યાં મણીબેન બહાર આવી બાજુ માં બેસતા કહ્યું ,
"ડૉક્ટર સાહેબ બોલાવે છે,
વધેલી ચા બાજુ ના ટેબલે પર મૂકી ને જેરામભાઈ અંદર ગયા ,
"ડૉક્ટર સાહેબ શું લાગે છે?
તમારા ભગીરથદાદા તમારા ખોળા માં દીકરો ઉતારે ,ડો વિનય કઠણ હૃદયે કહયું ,
શું વાત કરો છો?
હા જેરામભાઈ મારા ૨૫ વર્ષ ના અનુભવ ના આધારે હું આટલું કહી શકુ ,કેમ કે તમારા ધર્મે પત્ની ને બાળક થઈ શકે એવી શક્યતા નથી ,
"હે ભગવાન આ શું કહયું?!! જેરામભાઈ આવેશ માં રડવા'લાગીયા,ત્યાં ડો વિનય જેરામભાઈ નો હાથ પોતા ના હાથ માં લઈ ને કહ્યું,
"દીકરીઓ પણ દીકરા થી કમ નથી હોતી,ને ઉપરવાળા ની મરજી હશે તો એને રોકી શકવાનું 'નથી,
તમારો આભાર સાહેબ જેરામભાઈ આંસુ લુસી ને ઉભા થતા કહયું ,
"હાલ બહુ ભૂખ લાગી છે,શું જમી છુ?
બહાર હોસ્પિટલ ના પાર્કિંગ માં પાર્ક કરેલી કાર રિવેશ લય ને દરવાજો ખોલીયો ,મણીબેન બેસતાજ સવાલ કરીયો ,
"હુ કીધું ડૉક્ટર સાહેબે?
કૈય નહિ પાછુ આવાનું કહ્યું ,
જેરામભાઈ જાણતા હતા કે અત્યારે કહીશ તો તેમને સમજાવી અઘરી પડશે ,અને કહીશ તો સહન નહિ કરી શકે ,એ જાણતા હતા કે મણિ કેટલી તડપે છે ,દીકરા માટે એટલે મન માં ગાંઠ વાળી ન કહ્યું,
પણ કાંઈ ક તો કહ્યું હશે ને ? પાછું શું કામ આવાનું ?
હા ટેસ્ટ કરવા માટે મુંબઈ મોકલવું પડશે એટલે ફોન કરી ને કહેશે ,
અમદાવાદ ની કાઠિયાવાડી હોટેલ માં જામી ને બંને દુધાળા આવવા માટે નીકળી ગયા .
*****************************************************************************
સુર્ય ઢળવા આવ્યો હતો વાડીએ કામે ગયેલા લોકો પાછા ઘરે આવતા હતા ,ગામ ના પાદર માં શિવ મંદિરે આરતી ની ત્યારી થતી હતી ,ત્યાં જેરામભાઈ પીપરોતર પોતાના ઘરે પહોચીયા ,તો ઘરે તેમના મિત્ર ગોગનભાઈ અને તેના પત્ની વીણા બેન બેઠા હતા ,
"અરે તમે ક્યારે આવ્યા?
બસ પાંચ વાગ્યે ગોગનભાઈ હાથ મિલાવતા કહ્યું ,
પણ તમે ક્યાં ગયા હતા ?
અમદાવાદ ,
કા ?
બસ તારી વહુ ને લઈ ને ગયો હતો ,
બહાર ફળિયા માં રમતો રમતો આવીને વિક્રમ જેરામભાઈ ના ખોળા માં બેસી ગારો ૩ વર્ષ નો ગોગનભાઈનો દીકરો ,
કાકા મારા માટે હુ લાવ્યા ?કાલી- કાલી ભાષા માં બોલ્યો અને જેરામભાઈ ની આંખો માં આંસુ આવી ગયા ,વિક્રમ ને બાજી ને રડવા લાગ્યા ,ખીચા માંથી ચોકલેટ આપી એટલે વિક્રમ પાછો રમવા લાગ્યો ,
"શું કહ્યું ડોક્ટરે?ગોગનભાઈ ચા પીતા
શું કહે મારા જેવા બદનસીબ ના ભાગ્ય માં દીકરો નથી,
કોણ એ કેવા વાળો ડૉક્ટર કે તારે દીકરો નથી ?
આ વિક્રમ તારો દીકરો છે બસ ,આટલું કહેતા જેરામભાઈ ગોગનભાઈ ને ખંભે માથું મૂકી ને રડવા માંડયા ,
પણ જેરામ એક વાંધો પડશે ,
શું ?આ વાત તારી ભાભી માનસે નહિ તો ?
હું મારી ભાભીને સમજાવીશ ,આટલું બોલ્યા ત્યાં પાછળ થી વીણાબેન આવીને કહ્યું ,
'મને સમજાવાની જરૂર નથી મને મારી દેરાણી એ વાત કરી છે,કાંઈ વાંધો નહિ વિક્રમ આજથી તમારો દીકરો બસ,
મણીબેન અને જેરામભાઈ જાણે દીકરો ભગવાને દીધો હોય એમ હરખ સમાતો નથી
***************************************************************************************************************બીજે દિવસ સવારે વિક્રમ નીંદર કરતો હતો ત્યારે ચા પી ને ગોગનભાઈ અને વીણાબેન ગામ મોરઝર જવા માટે ચાલતા થયા,પણ વીણાબેન ના પગ ઉપડતા નહોતા,ક્યાંથી ઉપડે રાજાના કુંવર જેવો દીકરા ને છોડી જવાનો છે,
એ જાણતા હતા ,પણ શું કરે વચન આપી ને ફરી કે વચન તોડવું ,જો વચન ભંગ કરું તો સગર ની દીકરી નું કુળ લાજે એમ મન કઠણ કરી ને જતા રહ્યા ,
મમ્મી .....હ માં ,ભુ રાત ના એક વાગ્યે જયારે વિક્રમ પાણી માંગ્યું ત્યારે મણીબેન પથારી માંથી ઉઠી ને પાણી પાયા ને માથે હાથ ફેરવતા તરત વિક્રમ ઉંઘી ગયો ,
બહેનો ના હેત અને જેરામભાઈ અને મણીબેન ના વહાલ માં વિક્રમ દૂધ માં સાકાર ભળે તેમ ભળી ગયો ,જેરામબાઈ ને મણીબેન પોતાના માતા પિતા જ સમજવા લાગ્યો કેમ ના સમજે ?પાણી માંગે તો દૂધ હાજર કરતા .
*************ક્રમશ************************************