richest person in the world - 1 in Gujarati Biography by Raj King Bhalala books and stories PDF | દુનિયાનો સૌથી અમીર આદમી - 1

Featured Books
Categories
Share

દુનિયાનો સૌથી અમીર આદમી - 1

પ્રસ્તાવના

આ એક એવા માણસ ની કહાની છે જે પોતાના સ્વપ્નો ને સાકાર કરવા માટે જીવન ના નાના મોટા સંઘર્ષ ને પોતાની બુદ્ધિમતા થી મુકાબલો કરી અને પોતાની મન ની ચંચળતા પર કાબુ મેળવી ને દુનિયા નો સૌથી ધની માણસ બનવા ની કથા છે.આ કહાની ની શરૂઆત ઈ.સ 1999 માં થાય છે.એક નવયુવાન છોકરો પોતાના સ્વપ્ન ને સાકાર કરવા આખી દુનિયા થી લડીને પોતાના સ્વપ્ન ને વાસ્તવિકતા માં પુરા કરી બતાવે છે. અસંખ્ય દુઃખો ને તથા દુનિયા ની જિંદગી માં લોકો બીજા કહેવા થી તથા પોતાની હિંમત કરવાના કારણે કેટલાક લોકો પોતાના સ્વપ્નો ને સાકાર કરી શકતા નથી. કોઇ પણ કંપનીના કર્મચારીઓ માં 90 ટકા લોકો પોતાના સ્વપ્નને પૂરા કરવાને બદલે બીજાના સ્વપ્નને પૂરા કરવામાં પોતાની આખી જિંદગી રિબાઈ રિબાઈને વિતાવી દેતા હોય છે. 18 - 19 વર્ષની ઉંમરમાં ફેશન ડિઝાઇનીંગ કરવું હોય તો પણ માબાપ ના માનવા કે કાકા દાદા દાદીના ખીજ આવવાના કે આ કામ ન કરવાનું કહેવાથી આજુબાજુના લોકોના કહેવાથી પોતાના સ્વપ્નને અંદર જ મારી નાખતા હોય છે. તે લોકો મને કંઈ નજરે જોઈશે, જો હું મારા માટે મનગમતું કામ કરીશ તો લોકો મને કંઈ નજરે જોશે તથા જો હું નિષ્ફળ ગયો તો લોકો મારા વિશે શું વિચારશે આખી જિંદગી પસ્તાવો ન થાય કે ભલે બધા ના પાડતા હતા પણ આ કામની મેં કરિયુ હોત તો મારી જિંદગી સાલી કંઈક ઓર જ હોત રસ્તા પર સુવાનો વારો આવ્યો હોત તો સાલુ રસ્તા પર પણ સૂઈ જાત પણ આખી જિંદગી રિબાઈ રિબાઈને પોતાના સ્વપ્નને સાકાર ન કરવાનું ગમ તો ન જ હોત. 60 વર્ષની ઉંમરે પથારીએ પડ્યા હોય ને એમ થાય આના કરતા આખી જિંદગી રસ્તા પર સૂતા હોત તો સારું દરરોજ સવારે ઊઠી એટલે આપણને પોતાનું મોઢું જોઈને એટલો ગર્વ તો થાત કે સાલુ માય ગયું રસ્તા પર ભલે સુવાનો વારો આવ્યો હોય પણ મેં પોતાના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની સો ટકા બાજી લગાવી દીધી.
 

  દુનિયાની નજરમાં ભલે તમે zero હોવ પણ પોતાની નજરમાં તો તમે ખુદ તો કિંગ ની પ્રતિમા લઈને અંદરથી પ્રસ્થાપિત થયા છો. એક વાત યાદ રાખજો વાચકમિત્રો દુનિયામાં ખૂબ ઓછા લોકો હોય છે જે ૨૫ વર્ષની ઉંમર આવતા આવતા પોતાના સ્વપ્નને સાકાર કરવાનું દૂર રહ્યું પણ તે તો પોતાના સ્વપ્નને મારી જ નાખે છે. 25ની ઉંમરે વિચારે છે કે આના કરતાં મે મને મનગમતું કામ કર્યું હોત તો રાત્રે સૂતી વખતે એક વિચાર તો ન જ આવત કે આના કરતા જુઓ મેં પોતાને મનગમતા સ્વપ્નને સાકાર કરવામાં જો હું નિષ્ફળ ગયો હોત તો સારું એક વાર પ્રયત્ન કર્યા હોત તો આખી જિંદગીમાં કાતો હુ હીરો બની જાત કા  તો હું zero બની જાત દુનિયામાં સ્વપ્નને સાકાર કરવાની મજા ની સફર  માણી તો શકત.

" સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ"

ચેપ્ટર 1 :- દુનિયા કા સબસે અમીર આદમી

   ઈસવીસન 1999માં ગુજરાતના સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં તે માણસનો જન્મ થાય છે. બાલ્યાવસ્થામાં જ તે લોકોની નજરમાં ખૂબ તોફાની અને હોશિયાર છોકરો લાગતો હતો. તેમની આજુ બાજુનું વાતાવરણ તેમને અકલ્પનીય લાગતું હતું. છોકરો ભણતર માટે ગામની એક શાળામાં પોતાનો પ્રવેશ માતા-પિતાના આગ્રહથી કરવામાં આવે છે. તે કુટુંબમાં પોતાના માતા-પિતા તથા દાદી અને એક નાના ભાઈ સાથે બધા સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા. પિતા હીરા ઘસતા હતા અને સાથે નવરાશના સમયમાં ખેતીનું પણ કામ કરતા. દાદા દાદી દરરોજ વાડિયે  ખેતરનું કામ કરવા લાગી જતા હતા. તેની માતા ગૃહિણી હતી અને ખેતરમાં વધુ કામ હોય તો ક્યારેક તે પણ વાડીએ કામ કરવા જતી રહેતી. છોકરો સવારે વહેલો ઉઠે એટલે તરત જ પોતાનો નાસ્તો અને  નાહવાની ક્રિયા પૂરી કરીને તેમના સાથીઓ સાથે રમવા અને રખડપટ્ટી કરવા જતો રહેતો. બપોરનો સમય થતાં તે પોતાની શાળાએ જવા તૈયાર થઈ જતો. શાળામાં આ છોકરો ન તો કોઈ હોશિયાર હતો પણ તે તોફાની ખૂબ જ હતો. તેમના તોફાની વર્તનના કારણે ઘણીવાર શાળામાં તેમને માર મળે તો પણ છોકરાને મગજમાં કંઈ જ અલગ જ વિચાર નો વિસ્તાર કરતો હોય તેમ લાગતું. એક વખત તે છોકરાની જીદના કારણે ખેતરના કુવા ઉપર તેને લટકાવવામાં આવે છે ત્યારે તે છોકરો માંડ સાત થી નવ વર્ષનો હશે.

    છોકરાના તોફાન દિવસેને દિવસે વધતા જતા હતા. પરંતુ છોકરો માત્ર તોફાની જ ન હતો,  તેમાં ઘણા સારા ગુણ પણ હતા. છોકરો દિલેર દિલનો હતો. તે હંમેશા બીજાને મદદ કરવામાં ક્યારેય પણ પીછેહટ ન કરતો તથા તે ખૂબ જ જિદ્દી સ્વભાવનો હતો તે જ વસ્તુ મેળવવાની જીદ કરે તે વસ્તુ ગમે એમ થાય તે મેળવીને જ રહેતો. પરંતુ તે છોકરો બીજા છોકરા જેવી જીદ ન કરતો તે અલગ જ હતો.

છોકરાના વધતા તોફાન ને કારણે માત્ર બીજા ધોરણ મા જ  તેમને હોસ્ટેલ ભેગો કરવામાં આવે છે. છોકરો ખૂબ જ નાનો હતો તેથી તેમને અલગ રહેવું ગમતું નહોતું. છોકરો પોતાના ઘેર જવા માટે ખૂબ જ ધમપછાડા કરે છે. પણ તેના એકેય બાના ચાલતા નથી. છોકરો નાની ઉંમરમાં જ હોસ્ટેલમાં રહેવા લાગ્યો. પરંતુ છોકરાને હોસ્ટેલમાં જેલ જેવો અનુભવ થવા લાગ્યો. હોસ્ટેલ સાવરકુંડલા થી થોડે દુર વાડીમાં આવેલી હતી. ત્યાં નાહવા માટેની એક મોટી કુંડી પણ હતી. તેમાં થોડા દિવસો એ છોકરાઓને ગમ્મત પડે એટલે નાહવા માટે પણ ત્યાં લઈ જવામાં આવતા. બાજુમાં જ એક સુંદર આંબાવાડી પણ હતી. ત્યાં છોકરાઓ ઝાડ પર ચડતા અને ઘણીવાર આંબલીપીપળી ની રમત પણ રમતા. ત્યાંનું વાતાવરણ વગડામાં એક મોટો સમૂહ રહેતો હોય તેવું લાગતું. ત્યાંથી ભાગી જવાનો વિચાર છોકરાના મનમાં ફર્યા કરે છે. પરંતુ છોકરાને તેના ઘરનો રસ્તો ખબર નહોતી કારણ કે તેની ઉંમર માત્ર નવ વર્ષ જેટલી જ હતી. છોકરા પાસે રૂપિયા પણ ન હતા. તેથી ઘેર જવું તેના માટે અશક્ય હતું. અહીં ભોજન જમીન પર બેસીને લેવામાં આવે છે. છોકરો પોતાનું ભોજન સમયસર લેવાનું બંધ કરી દે છે આ વાત હોસ્ટેલના અગ્રણીના કાને પહોંચે છે. અગ્રણી ને લાગ્યું કે છોકરો હોસ્ટેલમાં નવો છે એટલે તેની ઉંમર પણ ખૂબ જ નાની છે જેથી થોડો સમય લાગશે પણ બધું સમયસર વ્યવસ્થિત થઈ જશે. પરંતુ છોકરો દાડે ને દી નિરાશા અને એકલતા અનુભવે છે. હવે તે છોકરો કોઇ પણ હદે ત્યાં રહેવા માટે તૈયાર થતો નથી. તેથી અગ્રણી તેનાથી કંટાળીને તેના પિતાને ફોન કરી છે. તેના દાદાજી તેમને બીજા જ દિવસે હોસ્ટેલમાંથી ઘેર પાછો લઈ જાય છે, આ તેમની પહેલી જીત હતી.

    છોકરો અને તેના દાદા બંને ટ્રેનમાં બેસે છે છોકરો ટ્રેનની બારીમાંથી બહાર જાગે છે. છોકરો પોતે આઝાદ અને બેબાક અનુભવ ની લાગણી કરે છે. જોતજોતામાં છોકરો પોતાના ગામના સ્ટેશને પહોંચે છે. છોકરો અને તેના દાદા પોતાનો સમાન બહાર કાઢીને પોતાના ઘર તરફ જવા નીકળે છે. છોકરાને પોતાનું ગામ જોઈને નિરાંત થાય છે. છોકરો ઘેર પહોંચતા જ તેના માતા પિતા તરફથી તેને મોટો ઠપકો મળે છે. થોડો સમય પસાર થતા બધા ચૂપ થઈ જાય છે. હવે છોકરાનો દાખલો ગામના એક સરકારી શાળામાં કરાવવાની ઈચ્છા પરિવારના સભ્ય ધરાવે છે. છોકરાને સરકારી શાળાનો માહોલ થોડોક ખરાબ લાગે છે. કારણ કે છોકરો પહેલા ખાનગી શાળામાં જતો હતો, પરંતુ છોકરાના તોફાન ખુબ જ વધી જવાના કારણે પરિવારના સભ્યો તેને સરકારી શાળા ભેગો કરે છે જેથી તેને સરકારી શાળામાં ફાવટ થતી નથી. તેની માતાના આગ્રહથી છોકરાનો દાખલો અઠવાડિયામાં જ સરકારી શાળા માંથી કાઢીને ગામની એક સારી ખાનગી શાળામાં કરવામાં આવે છે. તે સમયે તે સ્કૂલને ગામની ખૂબ જ સારી અને પ્રતિષ્ઠિત શાળા માનવામાં આવતી, સ્કૂલના આચાર્ય છોકરાના ઘરની નજીક જ રહેતા હોવાથી ખૂબ સંભાવના હતી કે છોકરો બહાર રખડવાનું ઓછું કરે પરંતુ બધાના વિચારથી ઊલટું જ થયું, છોકરો આચાર્યની ઘરની બાજુના જ ગ્રાઉન્ડ માં જઈને રમતો. આથી આચાર્યને તેના પર ખુબ જ ગુસ્સો આવતો. બીજા દિવસે આચાર્ય શાળામાં તેમને ખૂબ જ ખીજાતા કે તું આખો દિવસ ગામમાં ઢોરની જેમ રખડયા કરે છે તું મોટો થઈને શું કરીશ, આવો ઠપકો શાળાના આચાર્ય તરફથી તેમને મળે છે.

   થોડા દિવસો પછી આચાર્ય શાળામાં તેમના વર્ગખંડમાં જાય છે અને બધાના વાળ અને નખ ચેકિંગ કરે છે તેના વર્ગમાં આચાર્ય પ્રવેશે છે પહેલાં તો બધાના નખ મોટા હોય તેને ઊભા થવાનું કહે છે છોકરા ના વાળ ખૂબ જ મોટા હતા,  કારણ કે છોકરાને મોટા વાળ રાખવાનું ખૂબ જ ગમતું હતું. તેથી તે ઊભો થાય છે. પરંતુ થોડા બાળકો આચાર્ય થી ખૂબ જ ડરતા હતા. તેથી માર ખાવાની બીકે તેવો નીચે જ બેઠા રહે છે, આચાર્ય એક પછી એક બધા નખ જુએ છે ઘણાના તો આચાર્ય ગાલ લાલ કરી નાખે છે. તે છોકરા નો વારો આવે છે સર પૂછે છે કે વાળ કેમ કપાવ્યા નથી ત્યારે છોકરો કહે છે કે તમે કપાવવાના જ નહોતા કર્યા, આચાર્ય છોકરાને કાલે વાળ અને નખ કાપી આવવાનો આદેશ આપે છે. આમ છોકરો ધીમે-ધીમે શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવતો થાય છે, પરંતુ ૬ માસ વિતતા આચાર્ય ને લાગે છે કે છોકરો ભણવામાં સાઉ અભણ છે. તેથી તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે. દિવાળીના વેકેશનમાં છોકરાનું એડમિશન ગામની બીજી શાળા મા કરવામાં આવે છે. તે શાળામાં છોકરાના ગુણ વ્યવસ્થિત ન આવવાના કારણે છોકરો બીજા ધોરણમાં ફેલ થાય છે તેથી છોકરો ખૂબ જ દુઃખી હોય છે. છોકરો ઘણા દિવસ સુધી કોઈ સાથે બોલતો નથી, વડીલો અને મિત્રો ને લાગે છે કે છોકરો ફેલ થવાથી હતાશ થઈ ગયો છે. છોકરાને ફરીવાર બીજા ધોરણમાં ભણવા જવાનું થાય છે આ વાત છોકરાને સ્વીકાર્ય લાગી નહીં. છોકરાની પરીક્ષા પૂરી થતાં વેકેશનના સમયમાં છોકરો વહેલો સવારે પોતાના દાદા સાથે ખેતરે જાય છે. તે પણ પોતાના દાદા સાથે કપાસ વીણે છે. બપોર થતાં છોકરો અને તેના દાદા ભોજન લઈને આરામ કરે છે ત્રણ વાગતા બને પોતાના કામે લાગી જાય છે. સાંજ થવાનું થોડું જાકો અંધારાની ચાદર પથરાયેલી હોય તેમ લાગતાં બંને જણા કપાસની ગાંસડી બાંધીને ઘેર તરફ જવા નીકળે છે.
   
   ઘેર આવતા જ ભોજન તૈયાર હોય છે ઘરના તમામ સભ્યો ભોજન કરે છે. રાત્રિના દસ વાગતા જ ઘરના બધા સભ્ય સુઈ જાય છે પરંતુ છોકરો રાત્રિના બે વાગવા છતાં પણ વિચારે ચડે છે. છોકરો થોડી હતાશામાં પણ હતો તે વિચારે છે કે બીજા ધોરણમાં ફેલ કરી દેવામાં આવ્યો છે આ દુઃખ તે છોકરા માટે દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપવા નું પહેલું પગથિયું હતું. છોકરાનું વેકેશન પૂરું થતા ઘરના સભ્યોના કહેવાના કારણે તેમનું પોતાનું ભણતર તેમના માસીના ઘેર અમદાવાદ કરવા માટે છોકરા ને મોકલવામાં આવે છે અહીંથી જ શરૂ થાય છે દુનિયાનો સૌથી અમીર આદમી બનવાની કહાની

આગળનો ભાગ જોવા માટે મને સબ્સ્ક્રાઇબ કરો ટુંક સમયમાં જ આગળનો ભાગ મારી પ્રોફાઇલ પર આવી જશે.

ચેપ્ટર ટુ કમિંગ સુન....