Ajanyo prem - 4 in Gujarati Love Stories by Veera Kanani books and stories PDF | અજાણ્યો પ્રેમ - પાર્ટ - 4

Featured Books
Categories
Share

અજાણ્યો પ્રેમ - પાર્ટ - 4

ક્રિશ: hey khushi everything is alright there??
ખુશી ક્રિશ નો મેંસેજ જોઈ નક્કી નથી કરી શક્તી કે વાત 
કરવી કે નહીં એટલે મોબાઇલ બંધ કરી દેઈ છે.
પણ મોબાઈલ બંધ કરવાથી મગજ ના વિચારો બંધ થતાં નથી એ વાત 
ખુશી સારી રીતે સમજતી હતી .
યાર દિયા ને શુ થઈ ગયુ છે. આમ કેમ મને ના પાડેછે વાત 
કરવાની વિશાલ ના લીધે અમારે શું કામ વાત નથી કરવાની
તો બીજી બાજુ એમ થાઈ છે કે ક્રિશ તો હમણાં જ આવિયોછે મારે દિયા
ની વાત માનવી જોઈએ મારા લીધે દિયા ની life માં કોઈ પ્રોબ્લેમ ના આવે એ જ મારી 
દોસ્તી ની પેહલી ફરજ કેહવાઈ ક્રિશ તો થોડાં દિવસ થી 
માળિયો છે અને હું તો એ પણ નથી જાણતી કે ક્રિશ માં મન માં મારા માટે કઈ છે કે
નહીં.
બધું વિચાર ના લીધે હવે માથું દુઃખવા લાગે છે બે યારર આ 
બધું શુ થાઈ છે??
તો બીજી બાજુ ક્રિશ ખુશી ના મેસેજ ની રાહ જોવે છે પણ ખુશી મેસેજ જોઈ ને પણ રેપ્લાય કરતી નથી એટલે ક્રિશ ના મન માં તો વિચારો નું વાવાજોડું ચાલુ થઈ જાય છે.
બધી વાત થી અજાણ ખુશી તો પોતાની ફ્રેન્ડ દિયા માટે ક્રિશ સાથે વાત ના કરવાનું નક્કી કરી લેય છે પણ ખુશી ને દિયા ની ખબર હોતી નથી.
દિયા: થેન્ક ગોડ કે ખુશી મારી વાત માની ગઈ હવે વિશાલ ખુશી ને મારા પાસ્ટ વિશે પૂછશે તો પણ ખુશી હવે કાઈ જ નથી કહેવાની. થોડા દિવસો પેહલા દિયા અને વિશાલ વચ્ચે દિયા ના પાસ્ટ બાબતે ઝગડો થાયો હતો એટલે દિયા ના મન માં ડર હોઈ છે કે જો ખુશી અને ક્રિશ ના સંબંધ આગળ વધશે તો પોતાનું પાસ્ટ ખુશી ક્રિશ ને કેહશે યા તો વિશાલ ક્રિશ ને પુછવાનું કેહશે
એટલે દિયા એ ખુશી અને ક્રિશ ની વાત જ અટકાવી દિધી.
આ બધું વિચારે છે એટલા માં જ વિશાલ નો કોલ આવે છે અને દિયા વાત કરવા માં busy થઈ જાય છે.
"હું નથી જાણતી આ સફર માં કોણ મારુ કોણ પરાયુ
મેં તો માનીયા હતા જેને મારા એને જ મને હરાવી"
આપણી બધા સાથે કયારેક તો એવું બનીયું હશે જ જયારે જેને આપડે આપણા માનતા હોઈ તેજ આપણને એહસાસ કરાવે કે આપડે એના માટે માત્ર એના મતલબ પૂરતા જ હતા.
જેમ અહીંયા ખુશી દિયા ને ફ્રેન્ડ કરતા પણ વિષેશ મહત્વ આપે છે જયારે દિયા પોતાના સ્વાર્થ માટે ખુશી ની લાગણી ની પરવાહ નથી કરતી.
21 મી સદી માં માણસ પોતાના સ્વાર્થ માટે જ સંબંધ રાખતો થઈ ગયો છે.

થોડા દિવસ  આમ જ ચાલીયા કરે છે ખુશી ક્રિશ ને અવોઇડ કરે છે અને દિયા વિશાલ ને પોતાનું પાસ્ટ ના ખબર પડે એ માટે જે કરવું પડે તે કરવા મા લાગેલી હોઈ છે.
ખુશી ક્રિશ ના વિચારો થી દુર ભાગવા પોતાને કામ માં વ્યસ્ત કરવા લાગે છે પણ કહેવાઈ છે ને કે
ભૂલે ભુલાઈ નહીં વીસરે એ પ્રેમ નહીં
બસ આવું જ કંઈક ખુશીસાથે થઈ રાહીયું હતું.
એવું જેને પ્રેમ.થાયો હશે એને સારી રીતે ખબર હશે કે જેની આદત થઈ ગઈ હોય તેનાથી અલગ રહેવાના ટાઇમે કેવો એહસાસ થાઈ. આ એહસાસ ને હું શબ્દો થકી તો નહીં જતાવી શકું પણ જેને ફિલ કર્યું હશે તે સમજી ગયા હશે.
ખુશી ને સમજાઈ જાય છે કે ક્રિશ ને love કરવા લાગી છે ભલે તે લાખ કોશીશ કરે તે ક્રિશ થી દુર નહીં જય શકે.
અને ખુશી મન માં જ નક્કી કરી લેય છે જે થવું હોય તે થાઈ હું ક્રિશ સાથે વાત કરીશ જ .
આ બાજુ વિશાલ ને ફરીથી કૈક એવી વાત મળે છે કે તેને દિયા ના પાસ્ટ ની થોડી ઘણી ખબર પડે છે.