Badlo - 2 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | બદલો - ભાગ 2

Featured Books
Categories
Share

બદલો - ભાગ 2

દોસ્તો આપણે પહેલા ભાગમાં જોયેલું કે વિહાન અને તેના મીરરો જેમ તેમ કરતા જોવા પહોંચે છે અને ભૂખ લાગતા તેઓ રેસ્ટોરન્ટ માં ખાવા જાય છે હવે આગળ શું થાય છે તે જાણો.

ભાગ - 2 શરૂ

    
         "અરે ત્યાં રહી જોને ગાર્ડન માં બેઠી" રાજેશ બોલ્યો..
"ઓ! ગાંડી તું સાંજ ની ગાર્ડન માં જ છો?" વિહાને આરતીને પૂછ્યું..
"હા વિહાન!! તું જોને અહીંયા શહેર કરતા કેટલું અલગ વાતાવરણ છે.. સાવ શાંતી,મીઠો પક્ષીઓનો અવાજ અને હવા નો આહલાદક સ્પર્શ અને શુદ્ધ વાતાવરણ જોઈને તો મને અહીંથી ઉઠવાનું જ મન નથી થતું" આરતીએ વિહાન ને કહ્યું..
"હા આરતી ચાલને હવે જમી લઈએ મને બવ ભૂખ લાગી છે" આવું કહીને વિહાન તેના મિત્રો જોડે ખાવા જતો રહે છે..
માનસીની તબિયત થોડી બગડવાની કારણે તે આ લોકો સાથે નીચે નથી
આવતી તે સુવાનું પસંદ કરે છે...

"હવે ચાલો મિત્રો હવે સુઈ જઈએ રૂમ પર જઈને" અક્ષય બોલ્યો..
"અરે ના હજુ આંટા મારીએ ને આટલા વહેલા સુઇને શું કરશું" વિહાને તેના મિત્રોને કહ્યું...
"ના હું તો જાવ છું રૂમમાં તમારે જાગવું હોય તો તમે જાગજો" એમ કહી અક્ષય જતો રહે છે..
          સવાર થાય છે અને અક્ષય માનસીના રૂમમાં જાય છે અને ત્યાં માનસી લોહી લુહાણ થઈને જમીન પર પડેલી હોય છે..આ જોઈને અક્ષયનો પરસેવો છૂટી જાય છે અને ડરથી તેના મોઢામાંથી બૂમ નીકળી જાય છે...
"આ...આ......આ....મા.....ન......સી" અક્ષયનો અવાજ સાંભળીને ગાર્ડનમાં બેઠેલા તેના મિત્રો વિહાન,આરતી અને રાજેશ ઉપર આવે છે...
"ઓહ...માય....ગોડ! માનસી તું ઉઠ,મા....ન...સી" વિહાન રડતા રડતા બોલ્યો...
"અક્ષય આ બધું કેવી રીતે થયું?" વિહાને કહ્યું..
"હું તો શાંતિથી મારા રૂમમાં સૂતો હતો,અને અહીંયા આવ્યો ત્યારે માનસી આમ પડેલી હતી તે જોઈને જ મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ" અક્ષય બોલ્યો...
"કેમ આટલો અવાજ કરો છો,બીજા લોકોને ડિસ્ટર્બ થાય છે સર!!" હોટેલ નો મેનેજર અજાણતા બોલ્યો...
"સર આ જોવો" અને વિહાને માનસીની લાશ બતાવી..
"અરે આ બધું કેવી રીતે થયું કોઈ લાશને અડતા નહિ હું પોલીસને ફોન કરું છું" મેનેજરે કહ્યું...
       થોડીક વારમાં ત્યાં ઇન્સ્પેક્ટર સલમાન આવી જાય છે.....
"આ ડેડ બોડી સૌથી પહેલા કોણે જોઈ" ઇન્સ્પેક્ટર સલમાને પૂછ્યું..
"સર મેં આ બોડી સૌથી પહેલા જોઈ" અક્ષય એવું બોલીને ઇન્સ્પેક્ટર સલમાન ને પૂરી ઘટના જણાવે છે..
"આ આત્મહત્યા છે કે હત્યા એ પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે..." ઇન્સ્પેક્ટર સલમાન બોલ્યા...
જ્યારે ઇન્સ્પેક્ટર સલમાન જ્યારે બધાને સવાલ જવાબ પૂછતાં હોય છે ત્યારે ત્યાં ઉભેલો એક વેઈટર ધ્રુજતો અને ડરતો હોય છે.આ જોઈને ઇન્સ્પેક્ટર સલમાન વેઈટરને પૂછે છે કે"તું કેમ આટલો ડરે છે સાચું બોલ તારો કોઈ હાથ નથીને?"
"ના સર મેં કાંઈ નથી કર્યું" વેઈટર ધ્રૂજતો ધ્રૂજતો બોલ્યો..
"હા એ તો કોણે શું કર્યું અને ના કર્યું એ બધી ખબર પડશે,અને વિહાન તમે લોકો આ રીઝોર્ટમાંથી બીજે કસેય જતા નહિ,તમારે આ કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી અહીંયા જ રહેવું પડશે.
"ઓકે સર" વિહાન અને તેના મિત્રોએ ઇન્સ્પેક્ટર સલમાન ને કહ્યું..
         બીજો દિવસ થાય છે માનસીના મમ્મી અને પપ્પા ને કાપડ નો બિઝનેસ હતો એટલે તે લોકો જર્મની માં એક બિઝનેસ મિટિંગ માટે ગયેલા પણ જેવી તેમને માનસી ના મોતની ખબર પડે એ ખડે પગે ત્યાં રીઝોર્ટ પર આવી પહોંચ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.. વિહાન અને તેના મિત્રોએ તેમને શાંત રાખવાની કોશિશ કરી... અને માનસીના મમ્મી તો બેહોંશ જેવા જ થઈ ગયા હતા અને તેના પપ્પા પણ અંદરથી સાવ તૂટી ગયા હતા.એટલામાં ઇન્સ્પેક્ટર સલમાન ત્યાં આવે છે અને માનસીના મમ્મી-પપ્પાને આશ્વાસન આપે છે.એટલામાં ઇન્સ્પેક્ટર સલમાન આ હોટેલના મેનેજરને બોલાવે છે અને જે દિવસે માનસીનું મોત થયું તે દિવસના હોટેલના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવાનું કહે છે.મેનેજર તે ચેક કરે છે ત્યારે સી.સી.ટી.વી માં માનસીના મોતના 30 મિનિટ પહેલાં તો ખુદ મેનેજર જ માનસીના રૂમ માં ગયેલો હોય છે. આ સી.સી.ટી.વી ની ક્લિપ જોઈને સલમાન નો પૂરેપૂરો શક મેનેજર પર જાય છે.પણ મેનેજર કહે છે કે"મારે માનસીના રૂમમાં એ.સી ખરાબ હતું એવી કમ્પ્લેઇન્ટ આવેલી એટલે હું તો જસ્ટ એ જોવા ગયેલો,આ લ્યો તેનો કોલ રેકોર્ડ" આ દેખાડીને મેનેજર નિર્દોષ સાબિત થાય છે.ઇન્સ્પેક્ટર સલમાન આ કેસ સોલ્વ કરવામાં લાગી જાય છે..

ભાગ - 2 પૂર્ણ
  
      સોસ્તો હવે એ જોવાનું છે કે આ માનસીએ હત્યા કરી કે પછી આત્મહત્યા અને આ મેનેજરનો માનસીના મોત પાછળ હાથ નથી તો આ માનસી નું.મોત થયું કેવી રીતે આ જાણવા જોતા રહો થ્રિલર , સસ્પેન્સ થી ભરપૂર સ્ટોરી "બદલો-રહસ્ય મોતનું"