KING - POWER OF EMPIRE - 30 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 30

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE - 30

( આગળનાં ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ અને શૌર્ય એક જ જગ્યા પર પહોંચે છે પણ અચાનક કોઈક એ ગોળી ચલાવી એને કારણે S.P. અને અર્જુન શૌર્ય ને ત્યાં થી લઇને નીકળી જાય છે પણ ઘરે પહોંચતાજ શૌર્ય ખુલાસો કરે છે કે ગોળી તેના પર નહીં પણ ત્યાં ઉપસ્થિત ઈન્સ્પેકટર એટલે કે દિગ્વિજયસિંહ પર ચલાવવામાં આવે છે, સવાર પડતાં શૌર્ય ને એક સ્વપ્ન આવે છે જે ઘણા સમયથી શૌર્ય ને પરેશાન કરતું હોય છે પણ S.P. દરેક વખતે તેને શૌર્ય વહેમ કહીને શૌર્ય ને સમજાવી લેતો હોય છે હકીકત શું છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.) 

શૌર્ય તૈયાર થઈ ને હોલમાં પહોંચે છે પણ S.P. અને અર્જુન ત્યાં હોતાં નથી, કેડબરી કૉફી લઈ ને આવે છે અને શૌર્ય ને કૉફી આપે છે. 

“કેડબરી આ S.P. અને અર્જુન કયાં ગયા? ” શૌર્ય એ સોફા પર બેસતાં કહ્યું 

“માસ્ટર એ બનેં તો બહાર જતાં રહ્યાં ” કેડબરી એ કહ્યું 

“ઓકે મારો બ્રેકફાસ્ટ રેડી છે? ” શૌર્ય એ કહ્યું 

“હા માસ્ટર બસ થોડી વાર મા જ થઈ જશે ” કેડબરી એ કહ્યું 

“ઓકે નો પ્રોબ્લેમ ” શૌર્ય એ કહ્યું 

કેડબરી ત્યાં થી જતો રહ્યો, શૌર્ય એ ન્યૂઝપેપર લીધું અને ફ્રન્ટ પેજ જોતાં તે થોડો હસ્યો, કારણ કે તેમાં તેનાં વિશે લખ્યું હતું, મોટા અક્ષરોમાં લખ્યું હતું, “KING - BUSINESS TYCOON ” શું કિંગ કોઈ વિદેશ થી આવેલ બિઝનેસમેન છે કે કોઈ વર્ષો જૂનો અનુભવી જેણે ટૂંકા સમયગાળામાં પોતાની કંપની સામે બધી કંપનીઓને ઝૂકાવી દિધી, આખરે કોણ છે કિંગ અને એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન હતું, બધા એ જાણવા ઉત્સુક હતા કે કિંગ કોણ છે પણ કોને ખબર હતી કે કિંગ અત્યારે આ ન્યૂઝ વાંચી ને હસતો હશે. 

S.P. અને અર્જુન બંને અંદર આવતાં દેખાયા, “અરે કયાં જતાં રહ્યાં હતાં તમે બંને? ” શૌર્ય એ તેને અંદર આવતાં જોઈ ને કહ્યું 

“સર તમારાં માટે એક સરપ્રાઈઝ છે ” અર્જુન એ કહ્યું 

“સરપ્રાઈઝ?  મારા માટે ” શૌર્ય એ આશ્ચર્ય થી કહ્યું

“હા સર તમારા માટે ” S.P. એ કહ્યું 

“શું છે બોલો જલ્દી ” શૌર્ય એ ઉત્સાહ દર્શાવતા કહ્યું

“સર સરપ્રાઈઝ છે, પેલાં આંખો તો બંધ કરો ” અર્જુન એ કહ્યું 

“એમાં આંખો શું બંધ કરવાની ” શૌર્ય એ કહ્યું 

“સર પ્લીઝ , થોડો તો ભરોસો રાખો ”S.P. એ કહ્યું 

“થીક છે” આટલું કહીને શૌર્ય એ આંખો બંધ કરી 

બે મિનિટ પછી S.P.  એ કહ્યું, “સર હવે આંખો ખોલો ”

શૌર્ય ની સામે S.P. અને અર્જુન ઉભા હતા, “સવાર સવારમાં તમને મઝાક સૂઝે છે ” શૌર્ય એ કહ્યું, S.P. અને અર્જુન તેની સામે થી હટયા અને પછી જે દૃશ્ય શૌર્ય એ જોયું તે જોઈ તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું. 

શૌર્ય ની સામે એક 55-58 વર્ષની વ્યક્તિ ઉભી હતી, બ્રાઉન કલરનું સુટ પહેર્યાં હતાં, હાથમાં એક બ્રીફકેસ હતું, સહેજ લંબગોળ ચહેરો, ગોલ્ડન અને સિલ્વર કલરનાં ચશ્માં પહેર્યાં હતાં, કાન પાસે ના વાળ એકદમ સફેદ હતાં અને માથામાં થોડાક વાળ સફેદ અને થોડાક વાળ કાળાં હતાં. આ વ્યક્તિ ને જોઈ ને શૌર્ય ખુશી થી બોલી પડયો, “બક્ષી અંકલ તમે.... ” આટલુ કહીને શૌર્ય તેમની તરફ દોડયો અને તેને ભેટી પડયો. 

“હા હું, કેવી લાગી સરપ્રાઈઝ ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“મતલબ..... ” શૌર્ય એ કહ્યું 

“હા S.P. અને અર્જુન ને મેં જ કહ્યું હતું કે તને જાણ ન કરે કે હું આજ આવું છું અને એ બંને જ મને એરપોર્ટ પર લેવા આવ્યા હતા ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“અચ્છા એટલે તમે બંને ગાયબ હતાં સવાર સવારમાં ” શૌર્ય તે બંને તરફ જોતાં કહ્યું 

“હા સર, બક્ષી સર નો ફોન આવ્યો અને અમે નીકળી ગયાં ” અર્જુન એ કહ્યું 

ત્યારબાદ બધાં સોફા પર બેઠાં, મિસ્ટર બક્ષી એ બ્રીફકેસ ખોલી અને શૌર્ય ને એક ડોકયુમેન્ટ આપ્યું, શૌર્ય એ ડોકયુમેન્ટ લઈ ને તેને વાંચ્યા અને ત્યારબાદ તેનાં પર સિગ્નેચર કરી, આ જોઈને અર્જુન તાળી પાડવા લાગ્યો અને S.P. એ તેનાં માથા પર ટપલી મારી આ જોઈ બધાં હસી પડ્યા. 

“Now Mr.Sorya You are KING of your own empire ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“હા સર હવે તો ધમાકો સાથે બિઝનેસ એમ્પાયર મા કારણ કે સિંહ જંગલમાં પાછો આવી ગયો છે ” અર્જુન એ કહ્યું 

“અર્જુન ધમાકો તો થશે પણ સાથે સાથે બધા નો હિસાબ પણ થશે ”S.P. એ મક્કમ થતાં કહ્યું 

“બક્ષી અંકલ હવે Officially હું KING INDUSTRY નો માલીક છું, બસ હવે દુનિયા સામે આવવાનો સમય આવી ગયો છે ” શૌર્ય એ કહ્યું

“હા બેટા હવે ફરીથી એ બધી વસ્તુઓ મેળવવાની છે જે વર્ષો પહેલાં તે ગુમાવી હતી ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“મારે એ વસ્તુઓ નહીં પણ એ સન્માન જુવે છે જે વર્ષો પહેલાં હતું, આટલાં વર્ષો માં એ વ્યક્તિ નું આ લોકોએ નામ પણ નથી લીધું જેણે આ બિઝનેસ એમ્પાયર નો પાયો નાંખ્યો હતો,  હું ફરી થી એ નામ ગુંજતું કરી ” શૌર્ય એ કહ્યું 

“સ્યોર સર હવે એ બધાં ના ખરાબ દિવસો શરૂ થશે જેણે વર્ષો પહેલાં બિઝનેસ એમ્પાયર મા બેઈમાની ની ઉધઈ લગાડી હતી ” S.P. એ કહ્યું 

“જે કામ માટે મુંબઈ આવ્યા હતા એ પુરુ થઈ ગયું ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“હા અંકલ હવે સુરત નહીં પણ મુંબઈ બનશે મારા સામ્રાજય નું કેપિટલ ટાઉન ” શૌર્ય એ કહ્યું 

“ગુડ, પૈસા તારા બેંક ના અલગ અલગ એકાઉન્ટ માં ટ્રાન્સફર થઈ ગયાં છે અને બાકીની બધી પ્રોપર્ટી પણ ખરીદી લીધી છે જે ગુમાવી હતી ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“S.P.  કેટલી કંપનીઓ હજી આપણી સાથે નથી ” શૌર્ય એ કહ્યું 

“સર M.K. INDUSTRY અને બીજી 8 કંપનીઓ આપણી સાથે નથી ”  S.P. એ કહ્યું 

“સર એ આપણી સાથે કામ કરવા માંગે છે પણ આપણી નીચે નહીં ” અર્જુન એ કહ્યું 

“Don't worry બહુ જલ્દી એ આપણી નીચે કામ કરશે, કારણ કે મારી સામે હું કોઈ ને ટકવા નહીં દઇએ ” શૌર્ય એ કહ્યું 

“શૌર્ય બે અઠવાડિયા પછી બિઝનેસ એમ્પાયર નો સ્થાપના દિવસ છે અને તેની સાથે જ બિઝનેસ એમ્પાયર ના નવા ચેરમેન નું નામ પણ ઘોષિત થશે  અને મને જાણવા મળ્યું છે કે આ વખતે પણ એ ચેરમેન પદ મિસ્ટર કાનજી પટેલ ને મળશે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“બક્ષી અંકલ કહેવાય છે કે રાજા પાસે સિંહાસન ભલે હોય પણ પ્રજા એની સાથે ન હોય તો એ રાજા કંઈ નામનો નથી, કાનજી પટેલ ભલે રાજા બને પણ પ્રજા તો કિંગ ના ફેવરમાં જ છે ” શૌર્ય એ કહ્યું 

“વાત તો તારી સાચી છે, શૌર્ય હવે મારે નીકળવું પડશે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“પણ અંકલ તમે હજી હમણાં જ આવ્યા છો ” શૌર્ય એ કહ્યું 

“હા, પણ આજે દિલ્હી પહોંચવું જરૂરી છે, ફાઈનાન્સ કંપનીઓ સાથે મિટિંગ છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“ઓકે પણ હું એરપોર્ટ મૂકવા આવીશ ” શૌર્ય એ કહ્યું 

“એની કોઈ આવશ્યકતા નથી, આનાં સિવાય પણ તારે બીજા ઘણાં કામ છે અને ડાઈવર છે એ મને મૂકી જશે ” શૌર્ય એ કહ્યું 

“ઓકે,  નો પ્રોબ્લેમ ” શૌર્ય એ કહ્યું 

શૌર્ય, S.P. અને અર્જુન મિસ્ટર બક્ષી ને કાર સુધી મૂકવા આવ્યા, મિસ્ટર બક્ષી એરપોર્ટ માટે નીકળી ગયા, “સર આજે કંપની પર જવાનું છે ” અર્જુન એ કહ્યું 

“આજે નહીં ” શૌર્ય એ કહ્યું 

“પણ કેમ સર? ” અર્જુન એ કહ્યું 

“અઠવાડિયા પછી પ્રીતિ નો બર્થડે છે, કોઈ પણ રીતે ઇન્વિટેશન લેવું પડશે ” શૌર્ય એ કહ્યું 

“સર પણ એના ઘરે જવાની શું જરૂર છે ” S.P. એ કહ્યું 

“મિસ્ટર કાનજી પટેલ ને મળવા ” શૌર્ય એ કહ્યું 

“પણ સર.... ” અર્જુન એ કહ્યું 

“બસ, હવે હું એને મળી અને હું પણ જોવ છું એટલા વર્ષમાં કેટલો બદલાવ આવ્યો છે M.K. INDUSTRY માં અને તેનાં માલિક માં ” શૌર્ય એ કહ્યું 

આખરે કોણ છે મિસ્ટર બક્ષી?  શું છે આ બિઝનેસ એમ્પાયર? , શૌર્ય ની કંપની કયાં છે અને શું છે તેમાં? , આખરે કોણ છે શૌર્ય?, શું સંબંધ છે કાનજી પટેલ સાથે અને તેની કંપની સાથે? , શું થશે પ્રીતિ ના બર્થડે માં અને શું શૌર્ય ત્યાં જશે કે કોઈ નવી મુસીબત આવશે? , જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”