Prem aek mrugtrushna in Gujarati Fiction Stories by Harshika Suthar Harshi True Living books and stories PDF | WEDDING.CO.IN

Featured Books
Categories
Share

WEDDING.CO.IN









                       WEDDING.CO.IN
         
            આજે સિયા અસમંજસમાં હતી. કોઈ રોહિત નામના છોકરા સાથે મુલાકાત કરવાની હતી, wedding.co.in નામની સાઈટ પરથી બન્નેવે મળવાનું નક્કી કર્યું હતું. રોહિતનો મેસેજ આવ્યો હતો કે એ બ્લુ કલર નું શર્ટ પહેરીને આવશે, તેમ છતાં તેના પ્રોફાઈલ ના ફોટા પરથી તેને ઓળખાવો મુશ્કેલ લાગતો હતો.બન્નેવે એકતા કોફી હાઉસ માં મળવાનું નક્કી કરેલું.
     સિયા પોતે અહેમદાવાદની ટોપ કોલેજમાં પ્રોફેસર હતી, તેની ફેમિલીમાં તેની માતા સિવાય કોઈ ન હતું. પિતા નાનપણમાં જ સ્વર્ગવાસી થઇ ગયેલા, કેહેવા માટે ના સંબધો તરીકે ઘણા રીલેટીવ હતા પણ કહેવા માટેના સંબધોની જેમ જ...તેની માતાએ તેને ખુબ મહેનત કરીને ભણાવી ગણાવી હતી. હવે તે ઇચ્છતા હતા કે હું જીવું છું ત્યાં સુધી તારી સાંભળ રાખનારું તને મળી જાય. આથી વારે વારે લગ્ન માટે કહેતા, ત્યારે સિયા બવ ચિડાતી અને કહેતી હું જતી રઈશ પછી તારું કોણ...? એટલે મારે નથી પરણવું...એટલું બોલતા બોલતા તેની જીબ તેના આંસુઓનો ય સ્વાદ ચાખી લેતી, છતાં હવે ઘણા સમજાવ્યા પછી એ કોઈને મળવા તૈયાર થયેલી.સવારે ઘરનું બધું કામ પતાવ્યા પછી સિયા તૈયાર થઇ ગઈ પોતે રોહિતને શું પૂછશે અને એ તેને શું પૂછશે એવા સવાલોએ તેના મગજ માં દસ્તક આપી.હવે તેણે ઉચે ખુંટ પર લટકાવેલી એક્ટીવા ની ચાવી ઉતારી અને ઘરની બહાર નીકળી.
      બન્નેવે એકતા રેસ્ટોરન્ટ માં મળવાનું નક્કી કરેલું, સિયાએ એકટીવા ચાલું કર્યું અને ત્યાં જવા નીકળી ગઇ. એ થોડી જ વાર માં ત્યાં પહોંચી પણ ગઈ તે જગ્યા તેના ઘરની નજીકમાં જ હતી, તેણે પાર્કિંગ કરી મોં પર બાંધેલી ઓઢણી છોડી, અને ખુબજ સહજ રીતે સાઇડ મિરરમાં મોં જોયું કે પોતે ઠીક ઠાક દેખાય છે ને ...પછી અસ્ત વ્યસ્ત ના થયેલાં વાળ ને કાન પાછળ ઘસેડી દીધાં, અને રેસ્ટોરન્ટ માં પ્રવેશ કર્યો અને આજુબાજુ બધે નજર ફેરવી, ત્યાં એક ટેબલ પર બ્લુ કલરનું શર્ટ પહેરેલો એક વ્યક્તિ બેઠો હતો,     
એ ટેબલ પાસે ગઇ અને પૂછ્યું ...”રોહિત ..?
રોહિતે કહ્યું “ યસ આઈ એમ ..પ્લીસ સીટ ”
સિયા રોહિતની  સામેના ટેબલ પર બેઠી, અને સાથે લાવેલું પર્સ ટેબલના સાઈડ પર મુક્યું...
રોહિત સિયાને જોઈ રહ્યો હતો, સિયાને કઈક અલગ ફીલિંગ આવી રહી હતી તે પહેલા  આવી રીતે કોઈને મળી ન હતી...પછી તેણે કાજળનો ભાર ઉચકતી પાંપણો સાથે રોહિતની સામે જોયું.અને સિયા કરેલ નાનો ગોળ ચાંદલો તેના મુખ પર કઈક અલગ ચમક લાવી રહ્યો હતો. અને રોહિતથી બોલી જવાયું” યુ આર લુકિંગ બ્યુટીફૂલ ...” અને સિયા થોડી શરમાઈ ગઈ, અને એના જવાબ માં ખાલી એણે સ્માઈલ કરી ..
રોહિતે કહ્યું “ તમે મને જે પણ કઈ પૂછવું હોય એ પૂછી શકો છો ....”
સિયા : હા સ્યોર ...
તેટલામાં રોહિતે ઓડર કરેલી કોફી આવી ગઈ   
  રોહિતનો સ્વભાવ થોડો બોલકણો હતો , તે ઓપન માયન્ડેડ હતો જે હોય તે મોં પર કહી દેવું એ એના  સ્વભાવમાં હતું , એટલે એણે જ આગળ વાતની શરુઆત કરી 
રોહિતે કહ્યું “ હું હાલ રાવી હોટેલ ઇન અહેમદાબાદમાં મેનેજર તરીકે જોબ કરું છું,મારી ફેમીલી માં હું માય એલ્ડર સિસ્ટર અને મમ્મી-પપ્પા છીએ, હું હવે સારી જગ્યાએ સારી જોબમાં કમ્ફર્ટેબલ છું, એટલે મેરેજ માટે વિચારું છું....તમે શું વિચારો છો ..મેરેજ માટે? 
સિયાએ રોહિતની વાત સાંભળી પછી કહ્યું ....” હું હાલ કોલેજમાં લેક્ચરર છું, ફેમીલીમાં મારા મધર સિવાય બીજું કોઈ નથી ...” સિયા આગળ બોલે એ પહેલા રોહિતે પૂછ્યું “ ઓહ એમ તો તમે કયો સબ્જેક્ટ ભણાવો છો? “ સિયાએ કહ્યું  “હિસ્ટ્રી“
રોહિતે પૂછ્યું “તો તમને શું લાગે તમારો હસબન્ડ કેવો હોવો જોઈએ“  
સિયાએ કહ્યું “હમમ ...કઈ ખાસ નય ....પણ ગર્લ્સની રીસ્પેક્ટ કરતો હોવો જોઈએ, મ્યુચ્યુલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, સારું ફેમીલી ,સારી જોબ .....”
રોહિતે કહ્યું “તો તમને શું લાગે છે, આમાંથી એકાદ ગુણ મારામાં છે કે ...?”
સિયા થોડી સ્માઈલ સાથે “ એતો હું તમને જાણીશ પછી જ ખબર પડશે ..” 
“ઓહ.. એમ તો હજુ શું જાણવું છે તમારે એ કહો “ રોહિતે કહ્યું 
        ‘સિયાએ મનમાં વિચાર્યું  આ વેબસાઈટ પર આપેલી ઇનફોર્મેસન પરથી હું રોહિતને મળવા આવીતો ગઈ, પણ શું રોહિત મારા માટે પરફેક્ટ છે ?,હું એની સાથે મારી આખી લાઈફ વિતાવી શકીસ, આ ઈન્ટરનેટ ના જમાનામાં કોઈ એવું નથી જેની પાસે મોબાઈલ ન હોય, બધા જ આવી સાઈટ નો ઉપયોગ કરતા જ હોય છે,ત્યારે મારે રોહિત પર ભરોસો કરવો જોઈએ, એ મારા પહેલા કોઈને મળ્યો હશે ? બીજા કોઈ સાથે વાતચીત કરતો હશે? ,કે પછી મારા જેમ એ પણ પહેલી વાર આ રીતે કોઈને મળતો હશે .....મારે આ વિશે એને અત્યારે જ પૂછવું જોઈએ કે પછી બીજીવાર મળવું જોઈએ .....’
આ સમયે રોહિત સિયા ની આંખો વાંચવાની નાકામ કોસીસ કરતો રહ્યો પછી બોલ્યો “શું વિચારો છો?”
સિયાએ આંખ પાંપણ જબકાવી, આજુ બાજુ જોવા લાગી...જેમ કે રોહિતથી નજરો ચુરાવી રહી હતી,
અને રોહિત બોલ્યો “શું થયું ?” ; ‘કઈ નઈ ,બસ એમજ આઈ એમ ફાઈન’  સિયા એ કહ્યું ....રોહિત કઈ સમજી ના શક્યો.”તો બીજું આજના દિવસનું શું પ્લાન છે, તમારે.....?” સિયાએ પૂછ્યું ..
આજેતો ....બસ તમને મળવા આવાનો હતો એજ પ્લાન છે પણ એ ખબર નથી કે તમે ક્યાં સુધી સાથે રહેશો? ..રોહિતે સ્માઈલ સાથે કહ્યું....’હા એતો છે મને પણ નથી ખબર...’સિયા એ કહ્યું ;
      સિયાએ એના મામાએ બતાવેલા આઠેક જેવા છોકરાઓ ને અમુક વખતતો ખાલી ફોટો જોઇને, ફેમીલી બરાબર નથી, અજ્યુકેસન ઓછું છે, કુંડળી નથી મળતી...વગેરે જેવા બહાના કરીને ના પાડી હતી..જેમાંથી સાચું કારણ કઈ ન હતું જયારે અત્યારે સામે પરિસ્થિતિ જુદી છે મારી હા પાડવાનું કારણ પણ મારી મધર છે અને ના પાડવાનું કારણ પણ એજ... આમ તો એનો રવિવાર સિવાય ના દિવસોનો સમય કોલેજ માં વીતી જતો ત્યારે સાંજે એકજ ટાઇમ તેની મધર સાથે બેસીને જમવા મળતું ત્યારેજ આખા દિવસની સારી-નરસી વાતો શેર થતી, એ એના આખા દિવસ માં શું બન્યું એ કહેતી અને સિયા એના કોલેજની વાતો કેતી, પણ સિયાની અમુક વાતો તો એના સમજ માં જ ન આવતી એ ખાલી માથું હકારમાં હલાવીને સાંભળ્યા કરતી , સિયા પણ એ જાણતી પણ એના સિવાય બીજું કોઈ ન હતું જેની સાથે એ વાતો શેર કરતી , એમ જવાબદારીઓ ના ભથ્થા સાથે જીવવાનું....જોઈએ એવી કઈ મજા નતી બસ સમય વીતતો જતો અને દિવસો વિતતા જતા ..સાથે જન્મ દિવસની તારીખો સાથે ઉંમર પણ વીતતી જતી હતી
હવે જયારે સાચે મેરેજ માટે વિચારી રહી હતી ત્યારે કોના પર ભરોસો કરવો એ નતુ સમજાતું ......  
**
**                         **** *****
****હવે શું સિયા રોહિતને ફરીથી મળશે, શું થશે તેની લાઈફ માં ...એક સોસિયલ મીડિયા ના માધ્યમથી એકબીજાને મળેલા આ બંને શું લાઈફ ટાઇમ માટે સાથે જોડાશે...કે પછી કઈ બીજું એ જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો અને આપના સજેસન અને રીવ્યુ અચૂક આપતા રહો....