Prem-Kavyo in Gujarati Poems by Maitri Barbhaiya books and stories PDF | પ્રેમ-કાવ્યો

Featured Books
Categories
Share

પ્રેમ-કાવ્યો

હે પ્રિયે,
પ્રેમ છે તું મારો, હિમ્મત પણ તું જ છે મારી,
જો બીજું કોઈ હોય ચાહત મારી,
પરંતુ પ્રેમ તો આજે પણ તું જ છે મારો,
જો હું લખું આટલું તો શું એ પ્રેમ-પુરાવા માટે પુુરતુ નથી??


પ્રેમની કોઈ ભાષા કે પરિભાષા હોય નહીં,
જ્યાં એકબીજાની સમજણ હોય ત્યાં જ પ્રેમના ફૂટે કૂૂપણ,
ન  થાય પ્રેમ પરિભાષિત અને જો તે થાય પરિભાષિત તો તેને પ્રેમ ન કહેવાય,
પ્રેમ કોઈ નાનો શબ્દ નથી, પ્રેમ શબ્દને સમજો તો એ લાગણીઓનો દરિયો અપાર લ‌ઈને બેઠો છે,
પ્રેમ સહુ ઝંખે છે, કોઈકને પ્રેમ આપી તો જુઓ તેનુુંવળતર બમણું આવશે,
પ્રેેમને એક નજરથી બદનામ ન કર,તેેેના નજરિયા અનેક હોય છે,
નીરખી જો પ્રેમને 'પ્રેમઝંકીત'ના નજરથી,બધો પ્રેમ એની આંખોમાં જ મળી જશે!


"છે એક પાગલ"
છે એક પાગલ,
હા, તે ખરેખર પાગલ છે,
ચાહે છે મુજને એ ખુદથી પણ વધુ,
ભલે મારી ચાહત ઓછી હોય એના માટે,
પરંતુ છે એની ચાહત અઢળક,
હા, છે એક પાગલ,
જેની રાત પણ મારા સુવાથી થાય છે અને સવાર  પણ મારા જાગવાથી,
ચાહત કે પ્રેમના પુરાવા ન હોય 'પ્રેમઝંકીત' એ જાણુ છું હું,
પણ એના આવવાથી મારી આ પ્રેમની ઝંખના પૂરી થઈ,
હવે તો બસ એની જ સાથે જીવન વિતાવવાની અભિલાષા છે,
અને મરવું તો પણ એની જોડે જ ગમશે,
એના વિચાર માત્રથી  કલમ આપોઆપ ચાલે, એવો છે એનો પ્રેમ,
જોગાનુજોગ તો જુઓ અમારા વચ્ચે, કુદરત પણ ખુદ અમને એક કરવા બેઠી છે!


વિચાર્યું બહુય કવિતા-વિષય પર  અને વિષય મળ્યો મને તારો,
હું તે વળી શું કહુ તારા વિશે,
તું જ છે મારું સર્વસ્વ,
જો આ તારો વિષય ન હોય તો મારુ અસ્તિત્વ ક્યાંથી હોય,
જે પણ કંઈ બન્યું અત્યાર સુધી એ જાણે કે માત્ર એક  ખરાબ સ્વપ્ન માની ચાલ ભૂલી જ‌ઈએ,
આજ નવા સ્વપ્ન સજાવીએ એક સાથે અને જીવન-રૂપી બાગમાં આજ ફૂલ ખીલવા દ‌ઇએ!!


"એક પત્ર પ્રેમીને"
પ્રિયે‌‌ વ્હાલા,
મોબાઇલના જમાનામાં પણ મને તને પત્ર લખવો ગમે છે,
પછી ભલે સામે તારો જવાબ ન આવે,
પણ રાહ જોવી મને ગમે છે તારા પત્ર-જવાબની,
તને પણ  અકળામણ થતી હશે મારા વ્યવહારથી, 
તું એ અકળામણને વ્યક્ત નથી કરતો એ વાત અલગ છે,
તને પણ એવું થતું હશે કે આ આટલી અજીબ કેમ છે દૂનિયા કરતા,
પણ શું કરું લોકોની જેમ રહેવું ન પોષાય મને,
બીજી બાજુ તને મારી હસી, મારા ચહેરાની ચમક જોવીય ગમે છે  એમાં કોઈ બેમત નથી,
અને જો જ્યારે હોય મારો ચહેરો મુરજાયેલો તો સાથે તારા ચહેરાનો પણ રંગ ઉડી જાય છે,
આથી વિશેષ શું લખું હવે તારા માટે,
અકથનીય લાગણીઓ છે તારા માટે મને!!

લી,
તારી એજ વ્હાલી.



તું જો અધૂરી વાર્તાનો છેડો હોય તો એને ફાડી નાખવાથી શું થાય??
ચાલ બે મળીને એ છેડાને પૂરા કરીએ!!

પ્રેમની પરિભાષા હોય છે બધાની અલગ,
કોઈને પ્રેમમાં શ્યામ દેખાય છે, તો વળી કોઇકને પ્રેમમાં મીરાં દેખાય છે,
અને કોઇકને પ્રેમમાં જ બધા દર્દની દવા દેખાય છે!!


ચા અને તારો પ્રેમ બેય સરખાં,
 જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બેચેની લાગ્યા કરે!

પ્રેમ એ એક એવી ભાવના છે જ્યાં આપણને પ્રેમ થયા પછી બધું જ ગમવા લાગે છે,
પ્રેમ એક એવી ભાવના છે જ્યાં આપણે વ્યક્તિના અવગુણ, ભૂલો નજર અંદાજ કરતાં થ‌ઈ જ‌ઈએ છીએ,
જ્યાં આપણને કોઈની વાતનો ફર્ક નથી પડતો, ત્યાં જ આપણી ગમતી વ્યક્તિની વાતનો ફર્ક પડવા લાગે છે,
પ્રેમ એક એવી ભાવના છે જ્યાં આપણે સામેવાળાની નાનામાં નાની વાતનો ખ્યાલ રાખતા હોઈએ છીએ,
પ્રેમ એક એવી ભાવના છે જે 'તુ' અને 'હુ'ના અહંકારને 'આપણા' સુધી લ‌ઈ જાય છે!!