marubhumi ni mahobbat - 2 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમીની મહોબ્બત - 2

Featured Books
Categories
Share

મરુભૂમીની મહોબ્બત - 2

તમારી આસપાસ હજ્જારો રંગીન ફુલો ખીલી ઉઠ્યા હોય એવો રોમાંચક અહેસાસ તમને કયારેય થયો છે..?  દુર પેલા આકાશમાં રહેલો ચાંદ રાતોરાત તમારી અમાનત બની ગયો હોય એવા ફીલિંગ માંથી તમે કયારેય પસાર થયા છો..?  હદયમાં આવો જ કૈક થનગનાટ લઈ ને હું ધોરા પરથી નીચે ઉતરી રહ્યો હતો.. એ મારી ચઢતી યુવાનીનો આવેગ હતો કે કોઈ બાલીશપણાની નિશાની હતી..! એ સૌંદર્ય પરત્વેનુ પુરુષસહજ આકર્ષણ હતુ કે પછી વરસોથી દબાવી રાખેલી લાગણીઓની ભરતી હતી..!  હું કશુજ સમજી શકતો નહોતો.. મે એના ચહેરાને ધારીને જોયો હતો. એ રૂપાળુ મુખડુ મારા અંતરાત્મા ની અંદર વસી ગયું હતુ.. એને મેળવ્યા વગર મને ચેન નહોતુ પડવાનુ.. એ ગ્રામીણ યુવતીના વ્યકિતત્વ મા માટીની સુગંધ હતી.. જે મને મદહોશ કરી રહી હતી. એણે આંખોમાં કાજળ આંજ્યુ હતુ. એની સુગંધ પણ નિરાળી હતી.. આ મરુપ્રદેશમાં પુરુષો પણ આંખમા શોયરો આંજે છે.. એની પાછળ જવાબદાર રણપ્રદેશમા રેત અને ગરમીથી આંખની સલામતી નો ભાવ છે.. ધીમે ધીમે સૂરજની ગરમી વધી રહી હતી.. રેતની ડમરીઓ ઉડવાની ચાલુ થઇ હતી.. આખી રાત ઠંડક વેરતુ રેગીસ્તાન હવે પોતાના અસ્સલ મિજાજમાં આવી રહ્યું હતું. આ એક એવો પ્રદેશ હતો કે જયાં તમે થોડા કદમ ચાલો અને ગળામાં શોષ પડવા લાગે.. આખા ભારતના લોકો પ્રતિવર્ષ રણોત્સવ માટે બે જગ્યાએ આવે છે.. એક, કચ્છના સફેદ રણમાં અને બે જેસલમેર નો ડેઝર્ટ ઉત્સવ... પરંતુ,મરૂભૂમીના સૌંદર્ય ને પામવુ હોય તો એ ગામડાઓમાં થોડા દિવસો ગુજારવા જોઈએ... સખત તાપ થી ધીખતી એ બંજર ધરતીમાં મને મારી જિંદગીનો અનુપમ પ્રેમ સાંપડ્યો હતો.. આગ ઓકતી એ વિકરાળ મરુભૂમીમાં મને એક અલૌકિક સુંદરી મળી હતી.. એ અધૂરી ચાહતનો ખટકો આજેય જખમ બનીને હદયને એક ખુણે ધરબાયેલો છે... 
                  
                  *  *  *

     રાજસ્થાન ના ગામડાઓમાં સુર્યોદય અને સૂર્યાસ્ત બન્ને માણવાલાયક હોય છે.હું સવારે ઉઠયો ત્યારે વાતાવરણમાં ગજબની ઠંડક હતી. મિતલ રસોડામાં થી બહાર આવી અને મને આછેરુ સ્મિત આપી ગુડમોર્નીંગ કહી ગઈ. અનિલ પૂજા કરવામાં લીન હતા. આવા રેગીસ્તાની ઈલાકામાં આ બન્ને પતિ પત્ની કેવી મસ્ત જીંદગી જીવતા હતા. રાજસ્થાન સરકારે અહી નયનરમ્ય નર્સરીનુ નિર્માણ કર્યું હતું એની અંદર જ સરકારી કવાટરમાં અનિલ મિતલ રહેતા હતા. પ્રેમ પણ ગજબ ચીજ છે।  કયાં અમદાવાદની ફાસ્ટ લાઈફ અને કયાં રણવિસ્તારની પછાત જિંદગી?  મને મિતલને સેલ્યૂટ કરવાનું મન થયું. હાથના ટચાકા ફોડી મે પથારીનો ત્યાગ કર્યો. બ્રશ પતાવ્યુ. મિતલના હાથની કડક ચાય પીધી.. " મિતલ, તારા હાથની ચા મને બધી જગ્યાએ મીસ થાય છે રીયલી " જવાબમાં મિતલ હસીને બોલી 'એક કામ કર ને.  ..અહી જ રહી જા 'આ રીતે અમે ભાઈ બહેન ગપ્પાં મારતા રહ્યા.. પરંતુ, આ બધી વાતો દરમિયાન પેલી અનુપમ સુંદરી મારા માનસમાં ફરતી હતી.. મારે એનો સુંદર ચહેરો ફરી એક વખત નિહાળવો હતો.સ્નાન પતાવી મે મિતલને કહ્યું 'હુ જરા બહાર ચકકર લગાવી આવુ છું 'ત્યારે મિતલ ચમકી ગયેલી 'કેમ? કયાં જવુ છે?  મારે એને કેવી રીતે સમજાવવુ કે મને શુ થતુ હતુ! આમ બી તમે જયારે કોઈ સ્ત્રી ના આકર્ષણમાં ઉતરો છો ત્યારે દુનિયાને તમારાથી ઓછી હોશિયાર સમજવા લાગો છો. સવાર સવારનો ઠંડો પવન મનને તાજગી આપતો હતો. ગામની છેવાડે રેતીના વિશાળ ધોરા ઓ હતા. મારે ત્યાં જવુ હતુ. ખબર નહિ, એ વખતે મારા પગ એ તરફ કેવી રીતે વળ્યા! એ હુ આજ સુધીમાં સમજી શકયો નથી. કેટલીક ચીજો અનાયાસ બનતી હોય છે. માંડ માંડ મિતલને સમજાવી હું બહાર નિકળ્યો હતો. એને મારા તોફાની સ્વભાવનો ખયાલ હતો. વેચાતી વહોરવાની કોઈ તક હું જતી ન કરતો. થોડું ચાલ્યા બાદ મને ખયાલ આવ્યો કે રેતના ટીંબા ખાસ્સા દુર છે આમ છતાં હું ચાલતો જ રહ્યો. મારુ અજ્ઞાત મન મને સતત ઈશારા કરતુ હતુ કે એક કદમ ઓર..સ્મિત ... તારી મંઞિલ આગળ તારી રાહ જૂવે છે..પ્રેમમાં બનતી શરુઆતની દરેક ઘટના પાછળ કોઈ અજ્ઞાત સતાનુ પ્લાનીંગ કામ કરે છે.. જે લોકો પ્લાનીંગથી પ્રેમ કરવા જાય છે એ બિચારા આ રોમાંચ નથી ભોગવી શકતા.. હું તો હંમેશાં માનતો આવ્યો છું કે ગામડાનાં પ્રેમમાં જે થ્રીલર હોય છે એની તો વાત જ નિરાળી છે.. હું ધોરા ની નજીક પહોચ્યો અને મારુ જિગર આનંદથી ઉછળી પડયુ!

       એ ત્યાં જ ઉભી હતી. મારી એ માસુમ પ્રેમિકા...!  મને વિશ્વાસ હતો કે એ અહી જ હશે..! એની આખોય કાલે સાજે મે અનોખી તરસ ભાળી હતી. એનાં ગુસ્સામાં પણ ચાહત નિહાળી હતી. આજે એની સાથે કોઈ જ નહોતું. એ કદાચ જાણી જોઈને એકલી આવી હતી. એને પણ વિશ્વાસ હતો કે હું વહેલી સવારે અહીં આવીશ.. આમ પણ, પુરુષ જયારે પ્રેમ મા પડે છે ત્યારે વધું પડતો બેબાકળો બની જાય છે. આજે એ સાજ શણગાર સજીને નીકળી હતી.આ રણવિસ્તાર મા પાણી ની અછત ના લીધે લોકો બે ચાર દિવસે કે પછી અઠવાડિયામાં એકવાર સ્નાન કરે છે એવું મને મિતલે જણાવ્યું હતું. આજના શહેરના એજયુકેટેડ યંગસ્ટર્સ ને આ વાત ની નવાઈ લાગશે પણ, રેગીસ્તાન ના ગામડામાં આ નોર્મલ હોય છે.
           એણે કેસરી કલરનો ચણીયો અને પીળાં કલરનાં કબ્જાનુ કોમ્બિનેશન કર્યું હતું. શરીર પર આછેરી ઝુલતી પીળી તારલાજડીત ઓઢણી ગુલાબી સવાર ની શોભા વધારી રહી હતી. એનાં નાકમાં નાની શી નથ હતી. આખોમા ભરપૂર કાજળ આજયુ હતું. એનાં શ્યામલ ચહેરા પર એણે પોન્ડસ પાવડર નો આછેરો ઢોળ ચઢાવ્યો હતો. એનાં આખાય દેહસૃષ્ટિ મા અદુભૂત વળાંક હતાં. 
          આખરે હું એક પુરુષ હતો.. સામાન્ય અને કમજોરીઓ થી ભરેલો... મારી સામે જે રુપાગના ખડી હતી એ પળે પળે મને એની તરફ ખેચતી હતી. લોહચુંબક ની માફક લલચાવતી હતી .મારા રોમરોમ મા ઉન્માદ પ્રગટયો અને હું ઝડપથી એની તરફ ધસી ગયો.
    


           તમારું નામ શું...? " મે મુર્ખ માણસની માફક વાત ચાલુ કરી.. મે કહ્યુ ને મને છોકરીઓ જોડે વાત કરવાનો બિલકુલ મહાવરો નથી.
           મારા સવાલથી એ ખડખડાટ હસી.
હું એની સામે જોઈ રહ્યો. મને લાગ્યું તો ખરું કે મે બાફી દીધું છે..
         કેમ. ....શું થયું. ? " 
   
        "ગજબના માણસ છો તમે..."

         "કેમ..."

        "અજાણ્યા ગામમાં આ રીતે..

        "મે થોડી જબરદસ્તી કરી છે.."

         " આને જબરદસ્તી જ કેવાય..

          "ખરેખર....!"

          "હાસ્તો વળી.... શરમ નથી આવતી... અજાણ્યા ગામમાં આવી ને... આવી હરકત કરતાં..." એની બોલવાની સ્પીચ ધારદાર હતી.

            "ઓકે... આઈ એમ સોરી.."

એ વળી પાછી ખડખડાટ હસી. એ હસતી ત્યારે એના બધાં જ દાત મોતીની માફક ચમકતાં.. જાણે, કલોઞ અપ ની એડ જોઈ લો....

           " ભૂલ કરી ને માફી માગે એ મૂરખ કહેવાય.."

           " તો... સજા આપી દો.. મેડમ.." 

           "મને મેડમ કહીને ના બોલાવો.. મારું નામ મહેક છે."
હવે હું ખડખડાટ હસવા લાગ્યો. એ સમજી ગયી કે મે વાતવાતમાં એના જ મોઢે એનું નામ બોલાવી લીધું.
             
            "હું માનું છું એટલાં તો તમે ભોળા નથી.. અચ્છા, હવે બતાવો.. તમે અહીં શું કામ આવ્યા છો..? " એણે પુછ્યું
    
        મે એક ઉડો શ્વાસ લીધો. અને ચાલુ કર્યુ.."જો..મહેક... હું તને છેતરવા નથી માગતો એટલે સ્પષ્ટ વાત કરું છું.. મારું નામ સ્મિત છે. તમારા ગામમાં નર્સરી મા જેઓ રહે છે તે મિતલ મારી બહેન છે....
        મે મારી તમામ હકિકત એ યુવતીને જણાવી.
    "અને, હવે છેલ્લી વાત.....જે મારે તારાથી છુપાવવી ન જોઈએ.. તે એ કે મારા બાપુ એક જગ્યાએ મારા સગપણ ની વાત પાકકી કરી બેઠાં છે પણ, મને તારી અંદર મારો પ્રેમ દેખાય છે એટલે, હું તારી સાથે જ લગ્ન કરીશ....
      મારી વાત સાભળી મહેક એક ઞાટકા સાથે ઉભી થઈ ગઈ.